મારો શું વાંક ?

(1.7k)
  • 124.8k
  • 92
  • 56.4k

માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય સમાજમાં થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ્નો છે. સમાજમાં પ્રવર્તતા અનેક દૂષણોમાં બાળલગ્નનું દૂષણ આગળ જતાં ખૂબ જ ગંભીર પરિણામ લાવે છે. આજના સમયમાં અમુક કિસ્સાઓને બાદ કરતાં નાનપણમાં થયેલા લગ્ન મોટાભાગે તૂટે છે. વડવાઓએ બનાવેલી પરંપરામાં બે નાના બાળકો જેને લગ્નસંસ્થા શું છે તેની પૂરી સમજણ પણ નથી હોતી તેવા સંબંધમાં તે પીસાઈ મરે છે. ભારત અને ગુજરાતનાં અનેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં હજી સુધી આ પ્રથા અમલમાં છે. બાળલગ્નના કિસ્સાઓમાં મોટાભાગે છોકરીઓને વધરે સહન કરવાનું આવે છે. બાળલગ્નનાં કિસ્સાઓમાં મોટેભાગે છોકરી લગભગ ઓછું ભણેલી કે અભણ રહી જાય છે જ્યારે છોકરાનું ભણતર લગ્ન પછી પણ ચાલુ રહે છે જેને કારણે બંનેનું અંતર વધી જતું હોય છે. છોકરો ભણીગણીને આગળ વધી જાય છે જ્યારે સામે છોકરી ભોટ રહી જાય છે... જેથી પછી સર્જાય છે લગ્નમાં ભંગાણ. આ નવલકથામાં થયેલાં બાળલગ્ન આગળ જઈને કઈ રીતે તૂટે છે અને સ્ત્રીપાત્રને કેવી આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેનું જીવવું કેટલું દુષ્કર થઈ પડે છે અને લગ્ન તૂટ્યા પછી કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે તેનું આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. વાચકોના પ્રતિભાવ મારા માટે ખૂબ જ આવકાર્ય રહેશે અને આગળ વધારે સારું લખવાની પ્રેરણા આપશે.

Full Novel

1

મારો શું વાંક ? - 1

માતૃભારતી પર આ મારી પહેલી નવલકથા છે. આ પહેલા માતૃભારતી પર ટૂંકી વાર્તાઓ લખી ચૂકી છું. આ નવલકથાનો વિષય થતાં બાળલગ્નો અને આગળ જઈને એ જ તૂટતાં લગ્નો છે. સમાજમાં પ્રવર્તતા અનેક દૂષણોમાં બાળલગ્નનું દૂષણ આગળ જતાં ખૂબ જ ગંભીર પરિણામ લાવે છે. આજના સમયમાં અમુક કિસ્સાઓને બાદ કરતાં નાનપણમાં થયેલા લગ્ન મોટાભાગે તૂટે છે. વડવાઓએ બનાવેલી પરંપરામાં બે નાના બાળકો જેને લગ્નસંસ્થા શું છે તેની પૂરી સમજણ પણ નથી હોતી તેવા સંબંધમાં તે પીસાઈ મરે છે. ભારત અને ગુજરાતનાં અનેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં હજી સુધી આ પ્રથા અમલમાં છે. બાળલગ્નના કિસ્સાઓમાં મોટાભાગે છોકરીઓને વધરે સહન કરવાનું આવે છે. બાળલગ્નનાં કિસ્સાઓમાં મોટેભાગે છોકરી લગભગ ઓછું ભણેલી કે અભણ રહી જાય છે જ્યારે છોકરાનું ભણતર લગ્ન પછી પણ ચાલુ રહે છે જેને કારણે બંનેનું અંતર વધી જતું હોય છે. છોકરો ભણીગણીને આગળ વધી જાય છે જ્યારે સામે છોકરી ભોટ રહી જાય છે... જેથી પછી સર્જાય છે લગ્નમાં ભંગાણ. આ નવલકથામાં થયેલાં બાળલગ્ન આગળ જઈને કઈ રીતે તૂટે છે અને સ્ત્રીપાત્રને કેવી આંતરિક અને બાહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેનું જીવવું કેટલું દુષ્કર થઈ પડે છે અને લગ્ન તૂટ્યા પછી કેવા પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે તેનું આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. વાચકોના પ્રતિભાવ મારા માટે ખૂબ જ આવકાર્ય રહેશે અને આગળ વધારે સારું લખવાની પ્રેરણા આપશે. ...Read More

2

મારો શું વાંક ? - 2

સવારનો ફૂલગુલાબી તડકો જાણેકે હુસેનાબાનુંનાં ઘરમાં આવનારા સમયનો ઉજાસ પાથરી રહ્યો હોય તેવો ભાસી રહ્યો તો. હુસેનાબાનું કડક શબ્દોમાં ”જો રાશીદ ! આજથી ક્યાંય બાર જાતો નહીં, આસિફાનાં છેલ્લા દિવસો જઈ રહ્યા છે અને મારી એકલી બાઈમાણસથી કાઇં જાજુ થાય નહીં”. ભલે અમ્મા ! હું ઘરેજ છું. રાશીદ બોલ્યો... ત્યાંતો અંદરના ઓરડામાથી આસિફાનો જોર થી અવાજ આવ્યો. અમ્મા ! બોવ દુખાવો થાય છે.... હવે નથી સહેવાતું અમ્મા કાઇંક કરો... ...Read More

3

મારો શું વાંક ? - 3

સતત બદલાતી ઋતુઓની સાથે સમય પણ માર-ફાડ જઈ રહ્યો હતો. જોતજોતામાં તો નાનકડી રહેમત ચૌદ વરસની થઈ ગઈ. આસિફા સફેદ વાળની લટો અને ઓઢણીને સરખી કરતી બાર ફળિયામાં આવી અને જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા હુસેનાબાનુંને પૂછવા લાગી કે.... અમ્મા! રહેમતને તમે જોઈ? સવારથી એને ગોતું છું. અલ્લાહ જાણે આ છોકરી ફુદરડીની જેમ ક્યાં ફરતી રહે છે. અમ્મા... આ તમારા દીકરાએ જ એને બગાડી છે. ઘરમાં ઇનો પગ રેતો જ નથી. કાલ સવારે સાસરે જાશે તો મારી નણંદબા મને મેણું મારશે કે છોકરીને ઘરમાં રેતા શીખવાડયું જ નથી. હશે મારી વ્હાલી ! હુસેનાબાનું બોલ્યા કે... એની બેનપણી પાહે ગઈ હશે. હમણાં આવી જાશે... તું નાહકની ચિંતા કરેશ. ...Read More

4

મારો શું વાંક ? - 4

એ જ રાતે રાશિદે ઓરડામાં આસિફાને હળવેકથી પૂછ્યું કે આપણી ઢીંગલી નિકાહ વિશે શું કહી રહી તી? તરત જ આસિફા બોલી કે વેવલી થઈ ગઈ છે તમારી ઢીંગલી... કે છે કે નિકાહ તો થોડા વરસો પછીય થઈ શકે, મારે તો હેતલડીની જેમ આગળ ભણવું છે. વચ્ચે આસિફાને અટકાવતાં રાશીદ બોલ્યો કે ક્યાંક આપણે આપની ઢીંગલીની સાથે ખોટું તો નથી કરી રહ્યા ને? નિકાહની આટલી ઉતાવળ શું છે? ...Read More

5

મારો શું વાંક ? - 5

તળાવની પાળ નીચે પાનનાં ગલ્લાં આગળ પાંચ-છ નવ યુવાનોનું ટોળું ઊભું હતું. બધા મળીને ઠઠ્ઠા-મશ્કરીઓ કરી રહ્યા હતા. આ યુવાનોમાં રહેમતનો ઇરફાન પણ હતો... જે બધાંથી અલગ તરી આવતો હતો. સત્તર વરસનો ઇરફાન બારમું ધોરણ પાસ કરીને કોલેજનાં પહેલા વરસમાં બાજુનાં શહેરમાં અભ્યાસ કરતો હતો. બ્લૂ કલરનું જીન્સ અને ઉપર લાલ કલરનું અડધી બાંય વાળું ટીશર્ટ, પાંચ ફૂટ છ ઇંચની ઊંચાઈ, મધ્યમ બાંધાનું ખડતલ શરીર, સહેજ ભૂરાશ પડતાં આડી માંગ સાથે ઓળેલાં વાળ, નાની પણ ચમકદાર બોલતી આંખો, ગોરો રંગ પણ તડકામાં રહેવાને કારણે ચામડી ઉપર આવી ગયેલી લાલાશ.. ...Read More

6

મારો શું વાંક ? - 6

કાજી સાહેબ આવતાની સાથે જ રહેમત અને ઇરફાનનાં પૂરા પરિવારની હાજરીમાં નિકાહ પઢાવી દેવામાં આવ્યા. વરસો પહેલાં નાનપણમાં માતા-પિતા નક્કી થયેલાં લગનને આજે નિકાહની મહોર લાગી ગયી. ઈરફાન અને રહેમત પતિ-પત્ની બની ચૂક્યા હતા. ...Read More

7

મારો શું વાંક ? - 7

ઈરફાન જમીને પોતાનાં ઓરડામાં જતો રહ્યો. જાવેદે ઈરફાનનાં દોસ્તારોને કહીને તેનો ઓરડો થોડાં ફૂલોથી સજાવી દીધો હતો. પાડોશી સ્ત્રીઓ વહુને જોવા આવી હતી. રહેમત હજી સુધી બહાર ઓસરીમાં જ બેઠી હતી. ત્યાં જિન્નતબાનું બોલ્યા... બેટા શબાના! રહેમતને અંદર ઓરડામાં લઈ જા, છોકરી થાકી ગઈ હશે. શબાના બોલી.. હા અમ્મા! લઈ જાઉં છું. ...Read More

8

મારો શું વાંક ? - 8

સવાર પડતાની સાથે રહેમતની આંખ ખૂલી ગઈ. ઈરફાન હજી સૂતો તો.... સૂઈ રહેલા ઇરફાનને રહેમત એકીટશે જોઈ રહી. ટીવીમાં જોયેલા ફૂટડા હીરો જેવો ઈરફાન એને લાગતો હતો. રહેમત નાહી-ધોઈને તૈયાર થઈ ગઈ અને પલંગ ઉપર રહેલા પોતાનાં ઓઢણાને લેવા આગળ વધી. નીચે સૂતેલા ઇરફાનને ટપીને ઓઢણું લેવા જતી રહેમત ધડામ સાથે ઈરફાન ઉપર પડી. શરીર ઉપર ધડામ સાથે વજન આવવાને કારણે ઈરફાન સફાળો ઊંઘમાંથી જાગી ગયો અને બોલવા લાગ્યો.... કોણ છે? કોણ છે? ...Read More

9

મારો શું વાંક ? - 9

જોત-જોતામાં આદમ એક વરસનો થઈ ચૂક્યો હતો અને ચાલતાં પણ શીખી ગયો હતો. હવે બીજીવાર રહેમત ગર્ભવતી થઈ હતી. પાછાં સારા દિવસો જઈ રહ્યા હતા. ઇરફાનનું કોલેજનું છેલ્લું વરસ ચાલી રહ્યું તું અને છેલ્લી વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી. ...Read More

10

મારો શું વાંક ? - 10

જાવેદ, શબાના અને રહેમત ફટાફટ બાજુની કરિયાણાની દુકાને પહોંચી ગયા. બપોરનાં બાર વાગ્યા હતા. જાવેદે ઈરફાન જે કેબિનમાં બેસતો એ નંબર ઉપર જ ફોન લગાડ્યો. ફોન જોડતાં જ ઇરફાને રિંગ વાગતા ફોન ઉપાડયો... હેલો.... સામે છેડેથી જાવેદ ગુસ્સામાં બોલ્યો... હેલો શું? તારો સગલો... તારો મોટો ભાઈ જાવેદ બોલું છું, ભૂલી ગ્યો કે શું? ...Read More

11

મારો શું વાંક ? - 11

આ વાતની જાણ રાશીદ અને આસિફાનેય કરવામાં આવી. વાતની જાણ થતાં જાણે રાશીદ અને આસિફા ઉપર આભ તૂટી પડ્યું. તો એમેય નાનપણથી જ રહેમતનાં લગનને લઈને પોતાની જાતને દોષિત માનતો હતો અને આ વાત સાંભળતા તો તેને લાગ્યું કે તેની દીકરીનું જીવન તેણે જ વહેલા લગન કરીને બરબાદ કરી નાયખું છે. તે હુસેનાબાનુંનાં ખોળામાં પોક મૂકીને રોઈ પડ્યો. ...Read More

12

મારો શું વાંક ? - 12

એ જ રાત્રે જાણેકે કુદરત પણ રહેમતનાં દુ:ખમાં ભાગીદાર બન્યો હોય એમ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રાતનાં બે વાગે રહેમત પોતાનાં ઓરડામાંથી બહાર નીકળી અને ફળિયામાં જઈને ધોધમાર વરસતા વરસાદમાં બેસી ગઈ. તેનાં ગાલ ઉપર પડતી વરસાદની જોરદાર થપાટો પોતે ઇરફાને પસંદ કરેલી બીજી સ્ત્રીની તુલનાએ કેટલી સસ્તી છે તેનો અહેસાસ તે વરસાદની થપાટો તેને કરાવતી હતી. જાણેકે ઈરફાન જ ગાલ ઉપર ઉપરા-છાપરી તમાચા મારી રહ્યો હોય અને પોતે કેટલી ભોટ અને અભણ છે તેવું મહેસસૂસ કરાવતો હોય તેવું તે અનુભવી રહી હતી. ...Read More

13

મારો શું વાંક ? - 13

રહેમત બોલી.... અબ્બા! આપણે આ સગપણ એ બધાનાં ઘરે જઈને ખાનગીમાં નહીં તોડીએ. હવે ઘરવાળા બધાં વિચારમાં પડી ગયા રહેમત શું કહેવા માંગે છે. શકુરમિયાં બોલી ઉઠ્યા.... રહેમત! તું શું કહેવા માંગે છે? કાઇં બરોબર સમજાણુ નઈ. રહેમત બોલી..... અબ્બા! આ રિવાજ તોડીને આપણે સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ. ગામના બીજા લોકોનેય આ કુરિવાજની કેટલી ગંભીર અસર પડે છે તેની જાણ થવી જોઈએ. જેથી બીજા લોકોય આવી રીતે નાનપણમાં સગપણ કરતાં અટકે. ...Read More

14

મારો શું વાંક ? - 14

સમસ્તિપુર ગામની હવા જાણેકે હવે નવો રૂખ લઈ રહી હતી. શકુરમિયાંનાં પરિવાર દ્વારા ઉડાડવામાં આવેલા સમાજ સુધારણાનાં રંગનાં છાંટા ગામનાં લોકોને ઊડ્યાં હતા અને આખું ગામ વધતાં-ઓછા અંશે એ રંગમાં રંગાઈ ગયું હતું. શકુરમિયાંનો આખો પરિવાર ઝડપભેર રસ્તો બનાવીને ગામનાં લોકો વચ્ચેથી જઈ રહ્યા હતા. લોકોની ખુશુર-પુશુર ચાલુ જ હતી. રહેમતની આગળ ચાલતા પશા ભાઇનાં પરિવારમાંથી એમની ઘરવાળી દમયંતીબેન ચિંતા સાથે બોલી ઊઠ્યા..... ...Read More

15

મારો શું વાંક ? - 15

રહેમત વહેલી સવારે પાંચ વાગે ઉઠી ગઈ અને સવારની નમાઝ અદા કરી. આજની સવાર જાણે તેના જીવનની નવી સવાર આવી હતી. ઓરડામાંથી ફટાફટ બહાર નીકળીને આડું-અવળું કામ પતાવીને નાસ્તાની તૈયારી કરી લીધી. અફસાનાનું દૂધ બનાવીને રાખી દીધું અને પછી ફટાફટ ઓરડામાં જઈને તૈયાર થઈ ગઈ. ...Read More

16

મારો શું વાંક ? - 16

મહેશ શેઠનાં ગયા પછી રહેમત જાવેદ અને શકુરમિયાં હારે ગોદામમાંથી બાર નીકળી રહી હતી ત્યારે સુમિત પાસે આવીને બોલ્યો.... ભાભી કેમ છો? બેય છોકરાંવ કેમ છે? અફસાના મોટી થઈ ગઈ હશે હે ને.... કેટલા મહિનાની થઈ? ભાભીનાં સંબોધનથી રહેમતને ઇરફાનની યાદ આવી ગઈ... તે સુમિત સામું એકધારું જોઈ રહી... તેને સમજ નોતી પડતી કે શું બોલે.... થોડીવાર રહીને રહેમત બોલી.. ...Read More

17

મારો શું વાંક ? - 17

સવારનાં પહોરમાં ભાવના અને જુલેખા વચ્ચે તડમજીક ઝગડો ચાલુ થઈ ગયો તો... જુલેખા ઘડીક કચ્છીમાં, ઘડીક બાવા હિન્દીમાં તો ગુજરાતીમાં બોલતી હતી. તો સામે ભાવના એની હારે બાવા હિન્દીમાં વાત કરતી હતી.... બંને વચ્ચે એક જ દોરી ઉપર કપડાં સૂકવવાની વાત ઉપર ઝગડો ચાલી રહ્યો હતો. ભાવના બોલી... ”તું મુરઘાં ખાતી હેગી ઓર એસે જ્યું-ત્યું ધોયેલે ગંધવાળે લૂગડે મેરી દોરી પે ડાલતી હેગી... ” મુરઘાંનું નામ સાંભળતા મનુનાં મોંઢામાં પાણી આવી ગયું. મનુ ભાવનાથી છુપાઈને જ્યારે જુલેખા ઘરમાં ના હોય ત્યારે ઇબ્રાહીમ હારે બેસીને મુરઘાંનું શાક ખાતો. ...Read More

18

મારો શું વાંક ? - 18

એક મહિનાની અંદર તો રહેમત પાકકું ટ્રેક્ટર ચલાવતા શીખી ગઈ. મોટા વેપારીઓ સાથે ખેત-પેદાશોનાં સોદા કરતાં પણ ધીરે-ધીરે શીખી રહેમતને આ રીતે કામ કરતાં જોઈને હવે શકુરમિયાંને થોડોક હાશકારો થયો હતો. તલ અને કપાસનાં પાકનાં સોદાઓ મહેશ શેઠ હારે આ વખતે રહેમતે ખૂબ સારી રીતે પાર પાડ્યા હતા. પાકનાં સોદાઓ પાર પડી ગયા પછી સુમિત બોલ્યો... કેમ શકુર કાકા ! મેં કીધું તું ને કે એક જ મહિનામાં આપણાં રહેમતબેન આ બધું કામ શીખી જાશે અને આજે એમણે એ વાત સાબિત કરી દીધી... ...Read More

19

મારો શું વાંક ? - 19

બીજે દી સવારે શકુરમિયાં તબીયત ઠીક નહીં હોવાના કારણે અને જાવેદને કામથી બાર શહેરમાં જવાનું હોવાના કારણે આજે ખેતર અને બધાં જ દાળિયાઓનાં કામને જોવાની જવાબદારી રહેમત માથે હતી. રહેમત સવારમાં ઊઠીને ઘરનું થઈ શકે એટલું નાનું-મોટું કામ પતાવી લેતી કારણકે શબાનાને પાંચેય છોકરાંવનેય સાચવવાના અને જિન્નતબાનુંની તબીયત પણ થોડી નરમ-ગરમ રહેવા લાગી હતી... શબાનાનાં ના કહેવા છતાં રહેમત વહેલી ઊઠીને કામ કરવા મંડી જતી જેથી શબાનાને પણ થોડો આરામ મળી રહે. ...Read More

20

મારો શું વાંક ? - 20

જોત-જોતામાં બે વરસ પસાર થઈ ગયા... અફસાના ત્રણ વરસની થઈ ગઈ હતી. બાજુનાં શહેરની અંગ્રેજી માધ્યમની શાળામાં જાવેદનાં ત્રણેય અને રહેમતનો આદમ હારે નિશાળે જતાં. હવે અફસાનાનો દાખલો પણ એ જ શાળામાં કરાવી લીધો તો.... જેથી પાંચેય ભાંડેળું એક હારે શાળાની બસમાં શાળાએ જાતા થઈ ગયા હતા. ...Read More

21

મારો શું વાંક ? - 21

નદીનાં અવિરત વહેણની જેમ સમય પણ નિરંતર ગતિ કરી રહ્યો હતો... મહેશશેઠ ખેતપેદાશોનાં પૂરતા ભાવ આપવામાં ખૂબ ઠાગાઠૈયા કરતો એને પડતો મૂક્યો તો... સુમિતને અમદાવાદનાં વેપારીઓ સાથે ખૂબ સારા સંબંધો બંધાઈ ગયા હતા... અને અમદાવાદનાં મોટા વેપારીઓ સાથે જ શકુરમિયાંની ખેતપેદાશોની સોદેબાજી થતી. ...Read More

22

મારો શું વાંક ? - 22

રહેમતનાં ગયા પછી એનો બાળક જેવો માસુમિયત ભર્યો ચહેરો જ દાનીશની નજર સામે સતત તરવરતો હતો. એને સતત રહેમતનાં વિચારો આવતા હતા. એક અરસા પછી શાયમા સિવાય બીજી કોઈ છોકરી વિશે દાનીશને ખ્યાલ આવ્યો હતો. દાનીશ ફરીથી શાયમાનું નામ આવતાં શાયમાનાં વિચારોમાં ખોવાઈ ગયો.... લગભગ તેર વર્ષ પહેલા કોલેજમાં શાયમા અને દાનીશ એકબીજાને મળ્યા હતા. બંને એક જ ક્લાસમાં હતા. બુક્સની આપલે કરતાં દોસ્તી થઈ અને એ ક્યારે પ્રેમમાં પરિણમી ગઈ એ એકબીજાને ખ્યાલ પણ ના રહ્યો. ...Read More

23

મારો શું વાંક ? - 23

દાનીશ સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠી ગયો... ફજરની નમાઝ અદા કરીને તૈયાર થઈને નાસ્તો પાણી પતાવીને એ સવારનાં સાડા વાગ્યે ડ્રાઈવરની સાથે પોતાની કારમાં રહેમતનાં ગામડે જવા નીકળી પડ્યો. માલની ડિલિવરી લેવા માટેનાં બે ટ્રક ડ્રાઇવરને પણ પોતાની ગાડીની સાથે જ રહેવાનુ કહી દીધું હતું. લગભગ દસ વાગ્યાની આસપાસ દાનીશ સમસ્તિપુર પહોંચી ગયો. બેય ટ્રક અને તેની કાર શકુરમિયાંનાં ખેતરે પહોંચી ગયા. ...Read More

24

મારો શું વાંક ? - 24

શકુરમિયાંનાં ખેતરની બહાર એમનાં જ પાડોશી રમણભાઈએ પાનનાં ગલ્લાની કેબીન ખોલી હતી..... ખેતરમાં કામે આવતા દાળિયાઓને કારણે ગલ્લો ખૂબ ચાલતો હતો. રમણે પોતાના ગલ્લા પર ટી. વી. પણ રાખ્યું હતું... જેમાં નવરાશ મળતા સુમિત, જાવેદ, ઇબ્રાહીમ અને કામે આવતા દાળિયાઓ મળીને મેચ જોતાં અને ગપ્પાં મારતા. ...Read More

25

મારો શું વાંક ? - 25

મારો શું વાંક ? પ્રકરણ - 25 ગાડીની ઝડપની સાથે-સાથે પૂરપાટ રસ્તો કાપતા જતાં વૃક્ષોનો હરિયાળો લીલો રંગ જાણેકે સમયમાં દાનીશનાં જીવનમાં પણ ખુશીઓની હરિયાળી લાવશે એવું અત્યારે એ મહેસૂસ કરી રહ્યો હતો. તેનાં હદયમાં એક અરસા પછી કોઈ સ્ત્રી માટે આટલી પ્રબળ લાગણી જન્મી હતી... અને એ પણ એવી લાગણી કે એ સીધો જ રહેમતનાં બંધનમાં બંધાઈ જવાનાં મૂડમાં હતો.... એટલે કે એ રહેમત સાથે ચટ્ટ મંગણી પટ્ટ બિયાહ કરવાના મૂડમાં હતો.... અને એ મનોમન દુવા કરી રહ્યો તો કે યા અલ્લાહ! રહેમત પણ આ સંબંધ માટે હામી ભરી દે. ગાડીમાં બેઠા-બેઠા જ એણે વિચાર કરી લીધો કે ...Read More

26

મારો શું વાંક ? - 26

મારો શું વાંક ? પ્રકરણ - 26 આખરે જેમ-તેમ કરીને સવાર પડી. દાનીશ વહેલો ઉઠી ગયો હતો.. ઘરની ગેલેરીમાં થોડીવાર તે ઊભો રહ્યો. સૂરજનાં આછા સોનેરી ઉજાસને તે એકધારો તાકી રહ્યો અને આવનારા સમયમાં આવો ઉજાસ પોતાનાં ખાલી જીવનમાં પથરાઈ જાય એવી મનોમન તે દુવા કરવા લાગ્યો .... અને પોતાની માં નાં રૂમમાં જઈને બોલ્યો..... અમ્મી ! બધુ કામ પતી ગયું છે... મહેમાનો માટે જમવાનો ઓર્ડર બહાર આપી દીધો છે... અગિયાર વાગ્યા સુધીમાં બધું જ રેડી થઈને આવી જશે... હવે બીજું કાઇં કામ બાકી રહેતું હોય તો મને કહો. દાનીશની અમ્મી તેના માથે હાથ ફેરવીને બોલી.... ના બેટા ! ...Read More

27

મારો શું વાંક ? - 27

મારો શું વાંક ? પ્રકરણ - 27 જાવેદનાં પરિવારને ઘરે પહોંચતા-પંહોચતા સાત વાગી ચૂક્યા હતા. બધાં છોકરાંઓ થાકીને ગાડીમાં સૂઈ ગયા હતા. ઘરે પહોંચીને નાનકડી સૂઈ ગયેલી અફસાનાને તેડીને રહેમત ઓરડામાં સૂવડાવવા ગઈ. શકુરમિયાં સુમીતને રોકીને બોલ્યા... સુમીત ! જમી કરીને રહેમતને દાનીશ વિશે વાત કરવાની છે... તારું અયાં રેવું જરૂરી છે... કારણકે તું અને જાવેદ જ રહેમતને આ વિશે સારી રીતે સમજાવી શકશો. સુમીત બોલ્યો... ભલે કાકા ! રહેમતબેન હારે દાનીશ વિશે વાત કરીને પછી જ જઈશ. પાંચેય છોકરાંઓ એવા તો થાક્યા તા કે એકેય જમવા ના ઉઠ્યા... જમી પરવારીને રહેમત અને શબાનાએ બધુ કામ પતાવ્યું ત્યાં જાવેદે ...Read More

28

મારો શું વાંક ? - 28

મારો શું વાંક ? પ્રકરણ - 28 એ આખી રાત દાનીશ સૂઈ ના શક્યો.. બીજી તરફ રહેમતને પણ આવી અણધારા સંજોગો સૂવા નહોતા દેતા... મનોમન તે અપરાધભાવ અનુભવી રહી હતી કે એક જ જાટકે એણે દાનીશનું દિલ તોડી નાખ્યું અને પોતાની જાતને કોસીને વિચારવા લાગીકે..... ” કાશ હું દાનીશને મળી જ ના હોત તો સારું થાત, અલ્લાહ...... હમેશાં એને ખુશ રાખે અને જલ્દીથી એનાં જીવનમાં કોઈક આવી જાય અને વહેલી તકે એ આમાંથી બહાર નીકળી જાય”. દાનીશને મળીને હું આ વિશે જરૂર વાત કરીશ. બે દિવસ આમને આમ વીતી ગયા... રહેમતને કામથી સુમીત સાથે અમદાવાદ જવાનું થયું. શબાનાની તબિયત ...Read More

29

મારો શું વાંક ? - 29

મારો શું વાંક ? પ્રકરણ - 29 જોત-જોતામાં બે મહિના પસાર થઈ ગયા. શકુરમિયાંની તબિયત હવે ખરાબ રહેવા લાગી એમની ઉંમર પણ થઈ ગઈ હતી એટલે હવે શરીર પણ સાથ નહોતું દેતું. અમદાવાદમાં અનેક ડોક્ટરોને બતાવી જોયું અને હોસ્પીટલમાં દાખલ પણ કર્યા હતા... પણ એમને એવી કોઈ બીમારી નહોતી... ફક્ત ઉંમરને કારણે શરીરમાં કમજોરી આવી ગઈ હતી જેથી તે પથારીવશ થઈ ગયા હતા... ડોક્ટરે પણ હોસ્પિટલમાંથી રજા આપી દઈને છે ત્યાં સુધી તેમની સેવા કરવાનું કહી દીધું હતું. શકુરમિયાંની બધી જ દૈનિક ક્રિયાઓ પથારીમાં જ થતી હતી... જાવેદ, શબાના અને રહેમત ખડેપગે તેમની સેવામાં હતા. શકુરમિયાંની તબીયત ખૂબ લથડી ...Read More

30

મારો શું વાંક ? - 30

મારો શું વાંક ? પ્રકરણ - 30 ઋતુઓનાં ફાટફાટ બદલાતા ચક્રની જેમ અને અવિરત વહેતા નદીનાં પ્રવાહની જેમ જોત-જોતામાં વરસ વીતી ગયા... રહેમત હવે આડત્રીસ વરસની થઈ ચૂકી હતી. આદમ પોતાનું ભણવાનું પૂરું કરીને સોફ્ટવેર એંજિનિયર બની ચૂક્યો હતો અને અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દે નોકરી પર લાગી ગયો હતો. જ્યારે અફસાના સાયન્સમાં માસ્ટર ડિગ્રી પૂરી કરીને એક વરસથી અમદાવાદમાં પોતાનું કોચિંગ ક્લાસ ખોલીને સાયન્સનાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી. રહેમતનાં ચહેરા ઉપર હજી સુધી ઉંમરનો કોઈ અણસાર વરતાતો જ નહોતો.. કોઈ કહી ના શકે કે તે આટલા મોટા છોકરાંઓની માં હશે. છોકરાંઓ એમની જિમ્મેદારી હવે જાતે ઉપાડતા થઈ ગયા હોવાથી ...Read More

31

મારો શું વાંક ? - 31

મારો શું વાંક ? પ્રકરણ - 31 બીજે દિવસે રહેમત સવારે ઊઠી ત્યારથી રહેમતને થોડીક ગભરામણ થતી હતી અને મન કોઈ જગ્યાએ લાગતું નહોતું. બધા છોકરાંઓ નોકરીએ જતાં રહ્યા... રહેમત આગળનાં હોલમાં એકલી બેઠી હતી ત્યારે જાવેદ એની પાસે આવીને એનાં માથા ઉપર હાથ ફેરવીને બોલ્યો... બેટા ! સવારથી જોવું છું... તું એકદમ ચૂપચાપ બેઠી છો... તારી તબિયત તો ઠીક છે ને? ચાલ ડોક્ટર પાસે જવું છે? રહેમત ધીરેકથી બોલી... ના ભાઈ ! તમે મારા પાસે બેસોને એટલે હું આપોઆપ ઠીક થઈ જઈશ.. પછી રહેમતે જાવેદનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી આ એક હાથ જ એવો છે જેને ...Read More

32

મારો શું વાંક ? - 32 - છેલ્લો ભાગ

મારો શું વાંક ? પ્રકરણ - 32 લગભગ રાતનાં દસેક વાગે ચિઠ્ઠી હાથમાં સાથે લઈને રહેમતે જાવેદનાં રૂમનો દરવાજો જાવેદે દરવાજો ખોલ્યો અને રહેમતને જોઈને બોલ્યો.... બોલ બેટા ! કાઇં કામ છે? રહેમત દરવાજો ખૂલતાની સાથે રૂમમાં દાખલ થઈ ગઈ અને બોલી... ભાઈ ! આપા ! મને બોવ એકલું-એકલું લાગે છે... તો આજે આપા તમારી સાથે સૂઈ જાઉં? શબાના એને પલંગ ઉપર બેસાડીને માથે હાથ ફેરવીને બોલી... મારી નાનકી તો કોઈ દી મોટી જ નથી થાતી... આટલી નાની વાતમાં પૂછવાનું હોય? તારે તો હકથી ફક્ત હુકમ જ કરી દેવાનો કે.... આપા... મારે તમારા સાથે સૂવું છે. જાવેદ શેતરંજી લઈને ...Read More