આપણાં મહાનુભાવો

(166)
  • 171.3k
  • 16
  • 59.1k

ધારાવાહિક :- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીજય શ્રી કૃષ્ણ મિત્રો.આપ સૌનાં સહકાર અને પ્રેરણાથી હું મારી વધુ એક ધારાવાહિક આપ સૌની સમક્ષ રજુ કરું છું. આજની પેઢીનાં બાળકો બેટમેન, સ્પાઈડરમેેેન, કે અન્ય આવા બધા કાલ્પનિક પાત્રો પસંદ કરે છે, એટલું નહીં એમનાં વિશે ઘણુ બધુ જાણે પણ છે. દુઃખની વાત એ છે કે આપણા દેશનાં જ મહાનુભાવોને એઓ ઓળખતા નથી. હુુ આવા કેટલાંક મહાનુભાવો વિશે જાણકારી આપીશ.આની શરૂઆત કરીએ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાથી.મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો

New Episodes : : Every Wednesday & Friday

1

આપણાં મહાનુભાવો - ભાગ 1 - સામ માણેકશા

ધારાવાહિક :- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીજય શ્રી કૃષ્ણ મિત્રો.આપ સૌનાં સહકાર અને પ્રેરણાથી હું મારી વધુ ધારાવાહિક આપ સૌની સમક્ષ રજુ કરું છું. આજની પેઢીનાં બાળકો બેટમેન, સ્પાઈડરમેેેન, કે અન્ય આવા બધા કાલ્પનિક પાત્રો પસંદ કરે છે, એટલું નહીં એમનાં વિશે ઘણુ બધુ જાણે પણ છે. દુઃખની વાત એ છે કે આપણા દેશનાં જ મહાનુભાવોને એઓ ઓળખતા નથી. હુુ આવા કેટલાંક મહાનુભાવો વિશે જાણકારી આપીશ.આની શરૂઆત કરીએ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાથી.મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ...Read More

2

આપણાં મહાનુભાવો - ભાગ 2 - સરદારસિંહ રાણા

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાલો, મહાનુભાવોની મુલાકાત આગળ વધારીએ. આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.તેમનો જન્મ 11 એપ્રિલ 1870નાં રોજ, હિંદુતિથી મુજબ રામનવમીનાં દિવસે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કંથારિયા ગામે થયો હતો. તેમનાં પિતાનું નામ રવાજી રાણા અને માતાનું નામ ફૂલજીબા હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. મહાત્મા ગાંધી તેમનાં સહાધ્યાયી હતા. ગાંધીજી રાણાને વ્હાલથી 'સદુભા' કહેતા હતા. બંને ખૂબ જ સારા મિત્રો હતા. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ અને પુના ગયા. ...Read More

3

આપણાં મહાનુભાવો - ભાગ 3 - જ્યોતિબા ફૂલે

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીતો મિત્રો કેવા લાગ્યા આગળના બે પ્રકરણ? માહિતી પસંદ પડી જ હશે સામ અને સરદારસિંહ રાણા વિશે એવી આશા રાખું છું.ચાલો આજે ચર્ચા કરીએ એક સમાજ સુધારક, લેખક, સંપાદક અને વિચારક શ્રી જ્યોતિબા ફૂલે વિશે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં 11 એપ્રિલ 1827નાં રોજ જન્મ્યા હતા. તેમનુ પુરુ નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતુ. તેમને 'મહાત્મા' ઉપનામ મળેલ છે. બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. મહાત્મા ગાંધીજી પહેલા તેઓ મહાત્મા કહેવાયા હતા. તેમણે કન્યા કેળવણી, અંધ વિશ્વાસ, બાળ વિવાહ, વિધવા વિવાહ, છૂત અછૂતનો ભેદભાવ દૂર કરવો તેમજ ખેડૂતોના ...Read More

4

આપણાં મહાનુભાવો - ભાગ 4 - ડૉ. ભીમરાવ આંબેડકર

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણાં મહાનુભાવોનો પરિચય આગળ વધારતા આજે હું માહિતી આપીશ ડૉ. ભીમરાવ આંબેડકર વિશે. બાબાસાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદા પ્રધાન છે. પુરુ નામ: ભીમરાવ રામજી સકપાલજન્મતારીખ: 14 એપ્રિલ 1891જન્મસ્થળ: મહુ, ઇન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)પિતાનું નામ: રામજી માલોજી સકપાલ માતાનું નામ: ભીમાબાઇપત્નીનુ નામ: રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)અવસાન: 6 ડિસેમ્બર 1956 (દિલ્હી)ડૉ. ભીમરાવ આંબેડકર રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ...Read More

5

આપણાં મહાનુભાવો - ભાગ 5 - રામનારાયણ પાઠક

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીતો ચાલો, મહાનુભાવોની ઓળખ આગળ વધારીએ. આપ સૌનાં પ્રતિસાદ થકી જ મને લખવાની મળે છે. તો વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો. દેશને પ્રસિધ્ધ બનાવવામાં માત્ર વેપારીઓ કે કલાકારોનો જ ફાળો નથી હોતો. કેટલાંક લેખકો અને કવિઓ પણ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કોઈ પણ દેશને આઝાદ કરાવવામાં એનાં શહીદો મહત્ત્વનો ભાગ ગણાય છે તેમ દેશની સંસ્કૃતિને ઓળખ અપાવવામાં કવિઓ અને લેખકનો ફાળો અમૂલ્ય હોય છે. દેશની સંસ્કૃતિ ખૂબ જ ઓછાં શબ્દોમાં યોગ્ય રીતે સમજાવવી એ કામ એક લેખક કે કવિ જ કરી શકે.આજે જાણીએ આવા જ એક સુપ્રસિદ્ધ કવિ, લેખક, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર અને ...Read More

6

આપણાં મહાનુભાવો - ભાગ 6 - સંત કબીર

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણાં દેશનાં મહાનુભાવો વિશેની ચર્ચા આગળ વધારતા આજે જોઈશું હિંદુ તેમજ મુસ્લિમ અને ધર્મનાં સાહિત્યમાં જેમનો પ્રભાવ છે એવા સંત કબીર વિશે. એમનો સમયગાળો 1440 થી 1518નો ગણાય છે. લોકવાયકા પ્રમાણે એમનો જન્મ એક વિધવા બ્રાહ્મણ સ્ત્રીને ત્યાં કાશીમાં થયો હતો. પરંતુ તેમની માતાએ તેમને ત્યજી દીધા હતા. એમનો જન્મદિવસ ગણાય છે વિક્રમ સંવત 1297નાં જેઠ માસની પૂનમ. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે કબીરનો જન્મ ઈ. સ. 1398માં થયો હતો અને મૃત્યુ ઈ. સ. 1518માં. આમ, સંત કબીર 120 વર્ષ જીવ્યા હતા. કાશીના લહરતારા પાસે ત્યજી દેવાયેલ બાળક ત્યાંના એક મુસ્લિમ વણકર દંપતિ નીરૂ અને ...Read More

7

આપણાં મહાનુભાવો - ભાગ 7 - આર્યભટ્ટ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાલો મિત્રો, મહાનુભાવોની ઓળખ કરતાં કરતાં આજે આપણે જાણકારી મેળવીશું ભારતનાં સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી એવા આર્યભટ્ટ વિશે. આર્યભટ્ટનો જન્મ ઈ. સ. 476 ની આસપાસ થયો હોવાનું મનાય છે. તેઓ પ્રાચીન યુગનાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. આર્યભટ્ટીય ગ્રંથ જે તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે ઈ. સ. 499માં લખ્યો હતો તે તેમજ આર્ય સિદ્ધાંત એ તેમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે. આર્યભટ્ટનાં જન્મ અને જન્મસ્થળ વિશે ઘણાં વિવિધ મતો છે. આર્યભટ્ટીયમાં તેમનાં જન્મ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાં છતાં કેટલાંકનાં મતે તેઓ અશ્માકા તરીકે ઓળખાતા નર્મદા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં જન્મ્યા હતા અને અશ્માકાને તેઓ મહારાષ્ટ્ર ...Read More

8

આપણાં મહાનુભાવો - ભાગ 8 - મહારાણા પ્રતાપ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ. મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ(હાલનો રાજસમંદ જિલ્લો) માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં 3 પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ ...Read More

9

આપણાં મહાનુભાવો - ભાગ 9 - ભગવાન પરશુરામ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः | कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः || ભાગ્યે કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. શા માટે, એની પાછળ એક ઘણી લાંબી કથા જોડાયેલી છે. તેમનાં જન્મને લઈને ત્રણથી ચાર અલગ અલગ વાતો જાણવા મળી છે, પરંતુ જે વાત ઘણી બધી જગ્યાએ એકસમાન જાણવા મળી છે તે હું અહીં રજુ કરું છું. ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ઋષિ જમદગ્નિ તથા રેણુકાનાં પુત્ર શ્રી પરશુરામ વૈશાખ સુદ ત્રીજ ...Read More

10

આપણાં મહાનુભાવો - ભાગ 10 - શંકરાચાર્ય

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે જગદગુરુ શંકરાચાર્ય. તેમનાં મિત્ર મત મુજબ શંકરાચાર્યનો જન્મ નંદન સંવત્સર 2593માં વૈશાખ સુદ પાંચમ, રવિવાર, પુનર્વસુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યઅંબા હતું. એમનાં દાદાનું નામ વિદ્યાધર હતું. શિવગુરુ અને તેમની પત્નીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું. આથી જ આ બાળકનું નામ તેમણે શંકર રાખ્યું હતું. જન્મથી જ આ બાળકના ...Read More

11

આપણાં મહાનુભાવો - ભાગ 11 - ભગવાન દત્તાત્રેય (ભાગ 1)

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ??? ચાલો, આજે જોઈએ ભગવાન દત્તાત્રેય વિશે. એ અવતાર છે કે શિવના કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના એ એક ચર્ચાનો વિષય હંમેશા જ રહ્યો છે. તેમને ગુરુ વંશના પ્રથમ ગુરુ, સાધક, યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. તેમનામાં ઈશ્વર અને ગુરુ બંને રુપ સમાયેલા છે. હિંદુ માન્યતા અનુસાર દત્તાત્રેયે પારદથી વ્યોમયાન ઉડ્ડયની શક્તિની જાણ કરાવી હતી અને ચિકિત્સાશાસ્ત્રમાં ક્રાંતિકારી અમલીકરણ કર્યું હતું. જોઈએ એમનાં વિશે થોડી માહિતી. પૌરાણિક ગ્રંથોમાં મળતાં ઉલ્લેખો મુજબ અશ્વત્થામા, બલિ, હનુમાન, વ્યાસ, વિભીષણ, કૃપ અને પરશુરામ આ સાત ચિરંજીવીઓની જેમ ભગવાન દત્તાત્રેય પણ ...Read More

12

આપણાં મહાનુભાવો - ભાગ 12 - ભગવાન દત્તાત્રેય (ભાગ 2)

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ભગવાન દત્તાત્રેય વિશે વધુ માહિતી જોતાં.... ભગવાન દત્તાત્રેયનાં મંદિરો:- વલસાડ જીલ્લામાં:- મહારાષ્ટ્રના પરિવારના પરમ પૂજ્ય અનસૂયામાજી એ તેમના પુત્ર અને શિષ્ય ગુરૂદાસ સ્વામીજી સાથે બે વખત સમગ્ર ભારતની પદયાત્રા કરી. પરમ પૂજ્ય અનસૂયામાતાજી તેમના જીવનના શરૂઆતના તબક્કાથી જ ભગવાન દત્તાત્રેયના પ્રખર અનુયાયી હતા. શ્રી દત્ત ભગવાનના આશિર્વાદથી તેમણે ત્રણ વખત કન્યાકુમારીથી હિમાલય સુધીની પદયાત્રા કરી. તેમણે જંગલોમાં વર્ષો સુધી "શ્રી દત્ત ઉપાસના" કરી. ભગવાન દત્તાત્રેયએ તેમની "ભક્તિ"થી પ્રસન્ન થઈ તેમને દર્શન દીધા અને તેમને વલસાડમાં એક જગ્યા બતાવી અને તેમને અહીં દત્તપીઠની સ્થાપના કરવા અને સ્થાયી થવા કહ્યું. પરમ પૂજ્ય માતાજી અને ...Read More

13

આપણાં મહાનુભાવો - ભાગ 13 - ડૉ. શ્રીકાંત જીચકર

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. મહાનુભાવોનો પરિચય આગળ વધારતાં આજે એવા વ્યક્તિની વાત કરવી છે જે સૌથી વધુ ભણેલ વ્યક્તિ છે. તેમનાં ભણતરને કારણે જ તેમનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. દેશમાં સૌથી નાની વયે વિધાયક બનવાનું બહુમાન પણ એમનાં ફાળે જાય છે. તેઓ માત્ર 26 વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બન્યા હતા. તેમનો જન્મ 14 સપ્ટેમ્બર 1954નાં રોજ મહારાષ્ટ્રનાં એક સુખી સંપન્ન મરાઠી જૈન ખેડૂત કુટુંબમાં કટોલ ખાતે થયો હતો. એમની પાસે 20 જેટલી ઉચ્ચ ડિગ્રીઓ હતી. આ ઉપરાંત કેટલીક ડિગ્રીઓ એવી હતી કે જેની પરીક્ષા તેમણે આપી હતી અને પાસ ...Read More

14

આપણાં મહાનુભાવો - ભાગ 14 - નીલમ સંજીવ રેડ્ડી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મહાનુભાવોની મુલાકાત યાત્રા આગળ વધારતાં આજે મળીશું સ્વાતંત્રય સેનાની, ભારતનાં છઠ્ઠા અને આંધ્ર પ્રદેશનાં પ્રથમ મુખ્યમંત્રી એવા શ્રી નીલમ સંજીવ રેડ્ડીને. તેમનો જન્મ 19 મે 1913નાં રોજ આંધ્રપ્રદેશ રાજ્યનાં અનંતપુર જિલ્લાનાં ઈલ્લુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિન્નપ્પા રેડ્ડી હતું. તેમનાં પત્નીનું નામ નીલમ નાગારત્નમ્મા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ મદ્રાસની થિયોસોફિકલ હાઈસ્કુલમાં થયું હતું. સ્નાતક અભ્યાસક્રમ માટે તેઓ મદ્રાસ યુનિવર્સીટીની સાથે જોડાયેલ અનંતપુર ગવર્મેન્ટ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઈ. સ. 1958માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા તેની સ્થાપના કરવામાં આપેલ યોગદાન બદલ શ્રી નીલમનું ડૉક્ટર ઑફ લોની પદવી આપી સન્માન કરવામાં આવ્યું. ...Read More

15

આપણાં મહાનુભાવો - ભાગ 15 - ગણેશ ઘોષ

લેખ:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણો દેશમાં દેશની આઝાદી માટે ઘણાં બધાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણાં ક્રાંતિવીરો જગજાહેર છે, જ્યારે ઘણાં બધાં ઓછાં જાણીતા છે અને અમુક તો ગુમનામ જ થઈ ગયા છે. આજની પેઢીને આમનો પરિચય મળે એ હેતુથી મેં આ ધારાવાહિક શરુ કરી છે. આજ સુધી તમારા સૌનાં આ ધારાવાહિક માટે મળેલા પ્રતિસાદ માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ લાંબા સમય પછી ફરીથી લેખ લઈને આવી છું. આશા રાખું છું કે હવે પછી પણ તમારો આવો સહકાર મળતો રહેશે. આપણાં દેશમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા છે, જેમણે દેશની આઝાદીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કેટલાકે જીવ ...Read More

16

આપણાં મહાનુભાવો - ભાગ 16 - હંસાબેન મહેતા ભાગ 1

ધારાવાહિક:-આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતનાં ઘડવૈયા એવા ક્રાંતિકારીઓમાં માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ પોતાનો ફાળો આપ્યો છે. આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં સન્નારી શ્રીમતી હંસા મહેતા વિશે આજે જાણીશું. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનાં પત્ની હંસા મહેતાનો જન્મ 3 જુલાઈ 1897નાં રોજ સુરતનાં ધનાઢ્ય નાગર પરિવારમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મનુભાઈ મહેતા અને માતાનું નામ હર્ષદકુમારી હતું. તેમનાં પિતા વડોદરાના દીવાન હતા. ઉપરાંત સયાજીરાવ ગાયકવાડનાં અંગત વિશ્વાસુઓમાં સ્થાન ધરાવતા હતા. તેમનાં દાદા શ્રી નંદશંકર તુળજાશંકર મહેતા હતા. જેઓ ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત લેખકોમાંના એક હતા. ગુજરાતની પ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' તેમણે જ ...Read More

17

આપણાં મહાનુભાવો - ભાગ 17 - હંસાબેન મહેતા ભાગ 2

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહંસાબેન મહેતાની ચર્ચા આગળ વધારતા.....હંસાબહેન જ્યારે મુંબઈમાં સેવિકાસંઘના સભ્ય હતાં, તે સમયે મુંબઈના વિસ્તારમાં તેમને સાઈમન કમિશન વિરુદ્ધ ધરણાં કરવા માટેની જવાબદારી સોંપાઈ હતી.ધરણાં દરમિયાન અન્ય સ્ત્રીઓની સાથે હંસાબહેને સક્રિય ભાગ ભજવ્યો. પરંતુ એ દરમિયાન તેમનાં બાળકો નાનાં હોઈ તેમણે અમુક સમય માટે ઘરે પરત જવું પડ્યું. પરંતુ જ્યારે તેઓ પાછાં ફર્યાં ત્યારે પોલીસ દ્વારા તમામ ધરણાં કરનાર સ્ત્રીઓની ધરપકડ કરી લેવાઈ હતી.આ વાત ખબર પડતાંની સાથે જ તેઓ સીધાં પોલીસ સ્ટેશન પહોંચી ગયાં અને પોતાની ધરપકડ કરવા પોલીસને જણાવ્યું. પરંતુ ધરપકડ સમયે તેઓ હાજર ન હોવાને કારણે પોલીસે તેમની ધરપકડ કરવાની ના ...Read More

18

આપણાં મહાનુભાવો - ભાગ 18 - શ્રી રંગ અવધૂત મહારાજ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. આવા જ એક સંત જેમનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક નામ લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂતનો આજે ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે પરિચય મેળવીએ. શ્રી રંગ અવધૂતનો જન્મ 21 નવેમ્બર 1898, કારતક સુદ નોમનાં રોજ ગુજરાતના ગોધરા મુકામે થયો હતો. જન્મ સમયે તેમનું નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે હતું. તેમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ કાશીબેન હતું.તેઓ હિંદુ ધર્મના દત્તપંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના ...Read More

19

આપણાં મહાનુભાવો - ભાગ 19 - દુર્વાસા ઋષિ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હિંદુ ધર્મના પુરાણોમાં સૌથી ગુસ્સાવાળા ઋષિ તરીકે જો કોઈની ગણના થાય તે છે દુર્વાસા ઋષિ. તેઓ અત્રિ ઋષિ અને માતા અનસૂયાના સંતાન હતા. દુર્વાસાને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. તે પોતાનાં ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઈ કેટલાંય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. આ કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા કે જેથી કરીને તેમનાં ગુસ્સા અને શાપથી બચી શકાય. દુર્વાસા ઋષિના જન્મ સાથે જોડાયેલી કથા અત્રિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા. તેમની પત્નીનું નામ અનસૂયા હતું. તેમને કોઈ સંતાન ન હતું. આથી ...Read More

20

આપણાં મહાનુભાવો - ભાગ 20 - રણછોડ પગી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ - ધ પ્રાઈડ ઓફ (Bhuj - The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડદાસ રબારી ઉર્ફે રણછોડ પગીની પરાક્રમગાથા છે. બનાસકાંઠાના નાનકડાં ગામમાં જન્મેલા રણછોડ રબારીએ રણપ્રદેશમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી હારથી અકળાયેલા પાકિસ્તાને તેમના માથા માટે ૫૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા. બનાસકાંઠાના સુઈ ગામ નજીક સાવ નાનકડાં કસ્બામાં તેમનો જન્મ થયો હતો. 1965 અને 1971નાં ભારત ...Read More

21

આપણાં મહાનુભાવો - ભાગ 21 - ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં મદ્રાસ રાજ્ય (હાલ તમિલનાડુ)નાં રામેશ્વરમ તીર્થ સ્થળ પાસેના પામ્બન દ્વીપ પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનુ પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમના પિતા જૈનુલાબ્દીન એક હોડીના માલિક અને સ્થાનિક મસ્જિદના ઈમામ હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા. તેમના પિતા તેમની હોડીમાં હિન્દુ તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. ડૉ. કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં આવકપૂર્તિ માટે તેઓ સમાચારપત્ર વહેંચવાનું કામ કરતા હતા. તેઓ કોઈ ખૂબ ...Read More

22

આપણાં મહાનુભાવો - ભાગ 22 - શ્રી અટલ બિહારી વાજપેયી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોમહાનુભાવ:- શ્રી અટલ બિહારી વાજપેયી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઅટલ બિહારી વાજપેયીજીનો જન્મ 25 ડિસેમ્બર 1924નાં કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં ગ્વાલિયરમાં થયો હતો. તેઓ સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ જે હવે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખાય છે, તેમાંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત તેઓ સાહિત્ય, કળા, વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ઉપલબ્ધીઓ ધરાવે છે. તેઓ ...Read More

23

આપણાં મહાનુભાવો - ભાગ 23 - આદિકવિ નરસિંહ મહેતા

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 23 આદિકવિ નરસિંહ મહેતા લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નરસિંહ મહેતા કે જેને આપણે ગુજરાતી આદિકવિ કે ભક્તકવિ કે નરસી ભગત કે ભક્ત નરસૈયો જેવા લોકપ્રિય નામથી ઓળખીયે છીએ. ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર તરીકે નરસિંહ મહેતાની ગણતરી થાય છે. એમના દ્વારા રચાયેલ પ્રભાતિયા સવારે ગવાય છે. પાંચસો વર્ષ પહેલાં એમણે રચેલ ભજનો અને કાવ્યો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ખૂબ જ ભક્તિભાવથી લોકો એમનાં રચેલ પદો ગાય છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. 1414માં વડનાગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ હાલનું જુનાગઢ કે જે તે સમયે જુર્ણદુર્ગ તરીકે ઓળખાય ...Read More

24

આપણાં મહાનુભાવો - ભાગ 24 - મહર્ષિ વાલ્મિકી

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 24 મહર્ષિ વાલ્મિકી લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મહાન ભારતીય મહાકાવ્ય રામાયણના લેખક, મહર્ષિ વાલ્મિકી, હિંદુ ઋષિ હતા, જે પ્રથમ સહસ્ત્રાબ્દીની શરૂઆતની આસપાસ જીવતા હતા. તેમને 'હિંદુ' શ્લોકના મૂળ નિર્માતા 'આદિકવિ' તરીકે ઓળખવામાં આવે છે. એમને કારણે જ શ્લોક સ્વરૂપ રામાયણ, મહાભારત , પુરાણો અને અન્ય કૃતિઓ જેવા મહાન મહાકાવ્યો બનેલા છે. આદ્યકવિ, રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. પ્રાચેતસ નામ એટલાં માટે કે તેમના પિતાનું નામ પ્રચેતા હતું. તેમનું સાચું નામ રત્નાકર હતું. એક વખત તેમના માતાપિતા તપ કરવા જંગલમાં ગયા હતા તેમણે તેમને જંગલમાં જ મૂકી દીધા. પછીથી કોઈ ભીલ દંપતિએ તેમને જોયા અને પોતાની સાથે ...Read More

25

આપણાં મહાનુભાવો - ભાગ 25 - કવિ નર્મદ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 25 કવિ નર્મદ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની કવિ નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે ઓગસ્ટ 1833 - ફેબ્રુઆરી 1886 ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. અભ્યાસ પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ...Read More

26

આપણાં મહાનુભાવો - ભાગ 26 - મહર્ષિ કપિલ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 26 મહર્ષિ કપિલ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતના સંતો અને ઋષિમુનિઓ માત્ર વેદ જ પરંતુ વિજ્ઞાનનાં પણ જાણકાર હતાં. કેટલાંક ઈજનેરી ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતાં હતાં તો કેટલાંક તબીબી ક્ષેત્રે. અન્ય ઘણી બધી શાખાઓ એવી છે કે જેમાં તેઓ સૌ માહિર હતાં. એવા જ એક શ્રી મહર્ષિ કપિલ વિશે આજે જોઈશું. મહર્ષિ કપિલને મનુના વંશજ માનવામાં આવે છે. કહેવાય છે કે ભારત અને વિશ્વને વિશ્વની રચનાનું રહસ્ય સૌ પ્રથમ વખત બતાવનાર મહર્ષિ કપિલ જ હતા. કપિલ (સંસ્કૃત: कपिल), એ ઋષિ કર્દમ અને દેવભૂતિના 10મા સંતાન હતા. વેદ મુજબ, કર્દમને ભગવાન નારાયણ દ્વારા વરદાન આપવામાં આવ્યું ...Read More

27

આપણાં મહાનુભાવો - ભાગ 27 - ઉમાશંકર જોશી

લેખ : - ઉમાશંકર જોશીલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુજરાતી ભાષાના તેજસ્વી અને શીલભદ્ર વિદ્યાપુરુષ તથા સંસ્કાર પુરુષ તરીકે ગણના થાય છે એવા શ્રી ઉમાશંકર જોશી, જેઓ 'વાસુકિ' અને 'શ્રવણ' ઉપનામોથી જાણીતા છે, એમનાં વિશે આજે આપણે જોઈશું. જન્મ અને પરિવાર :- ઈડરના બામણા ગામમાં ઈ. સ. ૧૯૧૧ના જુલાઈ માસની એકવીસમી તારીખે, અષાઢ વદ દસમનાં રોજ ઉમાશંકર જેઠાલાલ જોષીનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ નવલબેન હતું. તેમનાં માતા પિતાનાં નવ સંતાનોમાં તેઓનું ત્રીજું સ્થાન હતું. ઈ. સ. ૧૯૩૭માં તેમનાં લગ્ન જ્યોત્સના નામની છોકરી સાથે થયાં હતાં. તેઓ બંનેને નંદિની અને સ્વાતિ નામની બે પુત્રીઓ છે. શિક્ષણ:- પ્રાથમિક શિક્ષણ ...Read More

28

આપણાં મહાનુભાવો - ભાગ 27 - કવિ દયારામ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ 28 કવિ દયારામલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુજરાતનાં અનેક કવિઓ અને લેખકોમાંનાં એક એટલે કવિ દયારામ. જીવન વિશેની સંક્ષિપ્ત માહિતિ મેળવીએ.જન્મ:-ગુજરાતી સાહિત્યની એક વિરલ વિભૂતિ એવા કવિ દયારામનો જન્મ નર્મદા નદીને કિનારે આવેલા ‘ચાંદોદ’ એટલે કે 'ચાણોદ' ખાતે ઈ. સ. 1775માં થયો હતો. (કોઈક સ્થાને એમનાં જન્મનું વર્ષ 1776, 1777 પણ દર્શાવવામાં આવ્યું છે) તેમના પિતાનું નામ પરભુરામ આણરામ ભટ્ટ અને માતનું નામ મહાલક્ષ્મી હતું. તેમનાં માતા રાજકોટના વતની હતાં. તેઓ સાઠોદરા ના ...Read More

29

આપણાં મહાનુભાવો - ભાગ 28 - ડૉ. મોતીબાઈ કાપડિયા

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો ભાગ:- 29મહાનુભાવ:- ડૉ. મોતીબાઈ કાપડિયાલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક જમાનામાં જ્યારે ડૉક્ટરો વિશે બહુ ઓછી ચર્ચા હતી એ સમયમાં મહિલા ડૉક્ટરો વિશેની માહિતિ મળવી તો લગભગ અશક્ય હોય. બહુ જૂજ મહિલા ડૉક્ટરો જાણીતાં છે અથવા તો એમનાં વિશે માહિતિ મળે છે. આવા જ એક જાણીતાં મહિલા ડૉક્ટર કે જે ગુજરાત અને મુંબઈ ખાતેના સૌપ્રથમ ડીગ્રી ધરાવતાં મહિલા તબીબ ગણાય છે, એમનાં વિશે જોઈશું.આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં ...Read More

30

આપણાં મહાનુભાવો - 30 - અખો

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 30મહાનુભાવ:- અખોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆપણું ગુજરાતી સાહિત્ય ખૂબ જ વિશાળ છે. અનેક કવિઓ અને લેખકો સર્જનશક્તિ દ્વારા સમાજને પ્રેરણારૂપ રચનાઓ લખી ચૂક્યાં છે, અને લખી રહ્યાં છે. આમાંના કેટલાંક ખાસ સાહિત્યપ્રકારો તો સર્જનકર્તાનાં નામની સાથે અમર રીતે જોડાઈ ગયા છે. જેમ કે, નરસિંહ મહેતા અને પદ, પ્રેમાનંદ અને આખ્યાન, દયારામ અને ગરબી, ભોજા ભગત અને ચાબખા, અખો અને છપ્પા. આજે હું ચર્ચા કરવા જઈ રહી છું આવા જ એક સાહિત્યકાર અખા વિશે. 'છપ્પા' એ અખાની ઓળખ છે. સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, દંભ, પાખંડ, ધતિંગ જેવા દુષણોથી કંટાળીને અખાએ રચેલ છપ્પા એ કટાક્ષ રચનાઓ છે. તોછડાઈભર્યાં ...Read More

31

આપણાં મહાનુભાવો - 31

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 31મહાનુભાવ:- કવિ શ્રી પ્રેમાનંદલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમધ્યકાલીન સાહિત્યને અનેક કવિઓએ પોતાના સર્જનથી સમૃદ્ધ કર્યું છે. કવિની પોતાની આગવી લાક્ષણીકતા અને સિદ્ધી હોય છે. નરસિંહ-મીરાં પદોમાં, અખો જ્ઞાનકવિતામાં, શામળ પદ્યવાર્તામાં, દયારામ ગરબીમાં પોતાની પ્રતિભાથી મધ્યકાળના મોટા કવિઓ ગણાય છે તેમ પ્રેમાનંદ સમર્થ આખ્યાનકાર તરીકે મોટા ગજાના કવિ ગણાય છે. જન્મ:- કવિ પ્રેમાનંદનાં જન્મ વિશેની કોઈ ચોક્ક્સ માહિતિ મળતી નથી. અર્વાચીન યુગના કવિઓની જેટલી વ્યવસ્થિત માહિતિ મળે છે, એટલી મધ્યકાલીન કવિઓની નથી. તેમને વિશે જે કઈ માહિતી મળે છે તે તેમની કૃતિને અંતે તેમણે કૃતિના રચનાકાળ અને પોતાને વિશે જે થોડી પરીચયાત્મક માહિતી આપેલી તેને આધારે ઉપલબ્ધ ...Read More

32

આપણાં મહાનુભાવો - 32 કવિ દલપતરામ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 32મહાનુભાવ:- કવિ દલપતરામપરિચય આપનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુજરાતી સાહિત્યનાં અનેક મહાન કવિઓમાંના એક એટલે કવિશ્રી દલપતરામ. કવિ ન્હાનાલાલનાં તેઓ પિતા થાય. એમની મૂળ અટક 'ત્રિવેદી.' પણ વ્યવસાયને ધ્યાનમાં લઈને અટક 'કવિ' થઈ ગયેલી. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. ચાલો જાણીએ આજે એમનાં જીવનકવન વિશે.જન્મ:-તેમનો જન્મ સૌરાષ્ટ્રનાં વઢવાણ ગામે 21 જાન્યુઆરી 1820નાં રોજ ડાહ્યાભાઈ ત્રિવેદીને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ અમૃતબા હતું. પોતાની પરંપરા અનુસાર તેમનાં પિતા વેદનું જ્ઞાન આપતા હતા. ...Read More