Prem - Paryay Jindagi no - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - પર્યાય જીંદગીનો - 5

સીમાબેન બોલ્યાં “ક્યાં છે અમારી થનાર વહુ જરા બાર બોલાવો અમીશ પણ એને જુએ...”

આટલું સાંભળતાં જ અમીશ અને આયેશા બંનેની આંખો એકદમ ફાટી જ ગઈ હતી જાણે, મોં ખુલ્લા રહી ગયાં, આયેશાને તો પગ નીચેથી જમીન જ સરકી ગઈ હતી, ‘ને આ એક જ પળ માં બિચારીનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું જાણે, પળ ભર માં તો એના મન માં વિચારોનું પુર ઉમટી પડ્યું હતું, અનેકો સવાલો ચાલી રહ્યા હતા, આયેશા જીવનની સૌથી ખરાબ ઘડીઓ માંથી પસાર થઇ રહી હતી....

હવે આગળ:

હૃદયમાં જાણે દુઃખ નું કોઈ ભયંકર વાવાઝોડું ફૂંકાય રહ્યું હોય એવી પરિસ્થિતિ હતી એના માટે, એણે પોતાની જાતને સંભાળવા ખુબ પ્રયત્ન કર્યો, પણ એના સંયમનો બંધ તૂટી રહ્યો હતો કદાચ, અને આમ સાંભળતાં જ આયેશા ઘર છોડીને બાર નીકળી ગઈ, જબરદસ્ત ડરી ગયેલી આયેશા એકદમ અવાચક જ રહી ગઈ. એમ તો ખુબ મજબુત મનોબળ ધરાવતી હતી આયેશા અને હિંમતવાન પણ હતી. પણ એ તો ઓફિસમાં ને! આ તો ઘરનો પ્રશ્ન હતો, એ પણ એના જ જીવનનો અને ખાસ તો એના અસ્તિત્વ નો! અને વાત જ્યાં અસ્તિત્વની આવે ત્યાં તો કુદરતે ય ધીરજ રાખવી પડે છે, તો આ તો એક માણસ જ હતી ને!

આયેશાની લાગણીનો દરિયો હવે તેની આંખો માંથી છલકાવા લાગ્યો હતો, તેની પીડા હવે તેને માટે અસહ્ય જણાતી હતી, આમ દુખ સહન ના થતાં આયેશા કોઈને કહ્યા વગર જ ત્યાંથી પોતાના ઘરે પરત ફરી, ઘરે પહોંચતાં જ તેને પોતાને પોતાના રૂમમાં જ અંદરથી બંધ કરી લીધી.

તો બીજી તરફ આયેશાના આમ બહાર નીકળી જવાથી ધીરુભાઈ એ કરશનભાઇ ને નવાઈ પૂર્વક પૂછ્યું, “તમે એમને બધી વાત નથી કરી કે શું?”

“ના, ના વેવાઈ એવું કઈ નથી.” સીમાબેન બોલ્યાં.

“માફ કરશો મોટા બહેન! અમે તમારા જેટલા મોટા તો નથી, પણ એમની સહમતી વિના આમ આપણે વેવાઈ ના બની શકીએ હો..!” ધીરુભાઈ એ લાગણી સહજ જવાબ આપ્યો.

સીમાબેન ધીરુભાઈની વાતને સમજી રહ્યા હતા, અને એટલે જ તો એમને પોતાના શબ્દો સુધારી ફરી કહ્યું “તમે કોઈ જ ચિંતા કરશો નહિ ધીરુભાઈ, એને બધી જ વાતની ખબર છે!”

“ના, એને નથી માં! એને કઈ જ ખબર નથી...” અમીશ તેની મમ્મીને અટકાવતાં બોલ્યો,

“હા, હું ય તો એ જ કહું છું ને “એને બધી જ વાતની ખબર છે તો નહિ પણ ચોક્કસ સમય મળતાં અમે એને જણાવી દઈશું.”

“એ જાતે જ તો જાણીને ગઈ, હવે આનાથી વધું શું જણાવશો બહેન તમે, કેટલું દુખ થયું હશે એને, બિચારી ના મનમાં શું ચાલતું હશે? કોઈ કલ્પના છે તમને” ધીરુભાઈ એ કહ્યું.

એટલામાં જ ધીરુભાઈની દીકરી આરતી એકદમ સજી – ધજી ને બધાની વચ્ચે ઉપસ્થિત થઇ, આરતી એમ તો સંસ્કારી બાપની દીકરી હતી એટલે બધી મર્યાદાઓ ની સમજ તો હતી, પણ એનું પોતાનું મંતવ્ય કંઈક એવું હતું કે “જેવાને તેવું”, જ્યાં સુધી જેવા સાથે તેવા ન થાવ ત્યાં સુધી કોઈના માં કઈ જ ફરક આવતો નથી, અભ્યાસમાં તો એ પણ મેનેજમેન્ટ કર્યા બાદ C. A. કર્યું હતું, ‘ને દેખાવ તો એવો કે જાણે રૂપ રૂપનો અંબાર, એણે જોતા જ ચંદ્ર પણ ઝાંખો માલૂમ પડે એટલું તેજ એના ચેહરા પર.

‘ને આવતાં જ પપ્પા ની વાત સાંભળતા એણે જાણ થઇ કે સામે પક્ષે એના થનાર પતિ ની પ્રથમ પત્નીને એમની સગાઈની જાણ સુધ્ધાં નથી તો એનાથી એ વાત સહન ન થઇ ને આરતી બોલી “શું? એમને આ સગાઈની અગાઉ થી જાણ ન હતી? તમે આમ કેવી રીતે કરી શકો? તમે જ તો કહ્યું હતું કે આ સગાઈ સૌની સહમતી થી થાય છે”

“હા, તો સહમતી થી જ તો થાય છે. એમાં વાંધો ક્યાં છે?” સીમાબેને જવાબ આપ્યો

“શું? સહમતી? હે માં? એક વાર પણ મને કે આયેશાને પૂછવાનો વિચાર આવ્યો હતો તમને? એક વાર? હે...... સહેજ પણ વિચાર ન આવ્યો અમારા માટે તમને?” અમીશે લાગણી વશ થઈને પોતાની માં ને પૂછ્યું.

“તમારા માટે જ તો વિચાર્યું છે બેટા.” સીમાબેન બોલ્યાં.

“ના માં, ખોટું, આ તો તદ્દન ખોટું જ કહેવાય, આ વખતે તમે એકદમ ખોટા જ છો.” સીમાબેન ની વાત ને અટકાવતાં અમીશ બોલ્યો , અને એ પણ ત્યાં થી ઊભો થઇ સીધો પોતાના ઘરે તરફ નીકળી ગયો.

આ બધું જોઇને ધીરુભાઈ ખુબ જ નારાજ થયા, અને થોડાક આકરા આવજે બોલ્યાં “શું બહેન, તમને કહ્યું તો હતું કે તમે કહેશો એમ જ થશે પણ બાળકોની મરજી વિરુદ્ધ નહિ. તો આમ ઉતાવળનો શું મતલબ?”

“જુઓ ધીરુભાઈ, આ તો મારા દીકરાની હાજરીમાં હું કશું બોલી શકી નહિ, એનો મતલબ એ નથી કે તમે મને ગમે તેમ સંભળાવો! માપ માં હા માપ માં. તમે મને કઈ જ કહી શકો એમ નથી. બસ એ વાત ક્યારે ય ના ભૂલતા.” સીમાબેન એકદમ ઘેરા અને કડક આવાજ માં જાણે ધીરુભાઈને ધમકાવતા હોય એમ બોલ્યાં.

“માપ માં હા તમે માપ માં, હજુ તો સગાઈ પણ નથી થઇ ને તમે આ રીતે વાત ના કરી શકો મારા પાપા સાથે. ને હા પપ્પા, તમે પણ સાંભળી લ્યો, આમ જ રહ્યું તો હું લગ્ન નથી કરવાની ત્યાં હા!” આરતી સીમાબેન સામે વિરોધ પ્રગટ કરતાં બોલી.

“હા, હા, હા, હા, સરસ જોક કર્યો હા બેટા, તું ચાહે કે ન ચાહે લગ્ન તો તારે કરવા જ પડશે! ખરું ને, કેમ વેવાઈ, કઈ બોલ્યાં નહિ?” સીમાબેન આરતીની વાતની મશ્કરી કરતાં બોલ્યાં.

“ચુપ, ચુપ થઇ જા તું, તને કઈ ખબર ના પડે. ખબરદાર જો કઈ બોલી છે તો!” ધીરુભાઈ આરતીને ઠપકો આપી અટકાવતાં બોલ્યાં

“પણ પપ્પા?” આરતી કઈ બોલવા જઈ રહી હતી કે તરત જ ધીરુભાઈ એને અટકાવતાં બોલ્યાં “એક વાર કહ્યું ને, ચુપ થઇ જા. હું વાત કરું છું ને!”.

“સરસ, એ ખરું કર્યું. મને ગમ્યું!” સીમાબેન બોલ્યાં.

“કરશન! ભાઈ તું તો કંઈક બોલ, તારી નજર ની સામે એટલું બધું થઇ રહ્યું છે તો તું તો કઈ બોલ!” ધીરુભાઈ બિચારા લાચાર બની પોતાના ભેરું પાસે થી મદદ માંગી રહ્યા હતા.

કરશનભાઇ કંઈક બોલવા જઈ રહ્યા હતા કે તરત જ એમને રોકતા સીમાબેન બોલ્યાં “એ શું બોલવાના? એ પણ બધી વાત ના સાક્ષી જો છે! ‘ને હવે અમારો જવાનો સમય થઇ ગયો છે તો અમે રાજા લઇએ”. એમ કરી સીમાબેન અને કરશનભાઇ ઊભા થઇ જવા લાગ્યા.

આ સાંભળી આરતી બોલી “કઈ બાબત પપ્પા? શા ના સાક્ષી? પપ્પા હું શરુ થી જ આ સંબંધ ના વિરુદ્ધ હતી, પણ તમારી જીદ ના કારણે હું માની એ પણ એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા જેને એક પત્ની પહેલે થી જ છે. ને હવે એમ જાણવા મળે છે કે તમારી વચ્ચે પહેલેથી જ કોઈ વાત થયેલી છે? શું છે પપ્પા આ બધું? મને કહો તમે, કઈ તકલીફ હોય તો મને કહો, હું છું જ પપ્પા, હરદમ તમારી સાથે જ, કહો પપ્પા”.

નોંધ:મિત્રો આગળ વાંચવા માટે વધું એક અંકની રાહ જુઓ / ડાઉનલોડ કરો અને વાંચો.

  • આભાર!