Dadimani diwali books and stories free download online pdf in Gujarati

દાદીમાની દિવાળી

આજે હું જેની વાત તમને કહું છું તે ભલે લખી હું રહ્યો છું પણ શબ્દો તો મારી સીત્તેર વર્ષે ની દાદીમા ના જ છે .
     આવી દિવાળી મારા ગામ ની દિવાળી
  બાર મહિને આવતી દિવાળી અમારી ગામડા ની દિવાળી અમારી દિવાળી ની સફાઈ કરવા હું માળિયા મા ચડ્યો ત્યાં મને મારા બાળપણ નું ઘોડિયું મળ્યું જેમાં હું નાને થી મોટો થયો હતો . દિવાળી આવે ને ખુશી ઓ લાવે દાદીમા નો વહાલ  ને પ્રેમ લાવે રંગોળી તે જીવનમાં લાવે
નાના બાળકો માટે દારૂખાનું લાવે ખુશીઓ બધી સાથે લાવે
દારૂખાનું કેવુ ખબર છે ?
તેમાં 2 ખરા બપોરિયા 3 કોઠી 2 સાપોલિયા 2 તારામંતર
4 ભીત ભડકીયા 5 ચકલી ટેટા અને મારી પેલ્લી ટીકડી ને બધુંક તો ખરી પાછી
દિવાળી આવે તો ઘરે કુંભાર આવી ને કોળિયા આપી જાય પણ અમે રહ્યા રાજપૂત ખાલી હાથ થોડા જવા દઈએ તે કુંભાર ને અમે 5-10 કિલ્લો અનાજ આપી એ કોઈક વસ્તુ આપીએ અમારા પૂર્વજો જે પ્રથા મૂકી ને ગયા કે કુંભાર કોળિયા આપી જાય તો ખાલી હાથ પાછો ના જાય
આમ અમે અમારા તે જુના વડલા ની પરંપરા અમે જાળવી રાખી છે .
આ પ્રથા નો ઉલ્લેખ મારી નવી કૃતિ શું તમેં આવુ ગામ જોયું છે મા જોશો .
તે કોળિયા અમે ઘર ના તમામ ગોખલા મા રાખીયે અને આખું ઘર દિવડા થી ઝળહળી ઉઠે .
આખા ઘર ની સફાઈ થાય અમારા ગામડા ઓ મા દિવાળી એ દેવા ચોકવાય એવી પણ કહેવત છે .
કહેવાય છે કે ગામડા કેમ દિવાળી આવતા સજી જાય છે તો તેનું એક જ કારણ છે કે તે દિવસો મા ઘર મા ભગવાન નો વાસ રહે  છે અને આખું વર્ષ સારું જાય છે એવી માન્યતા છે.
અમે અને અમારું ગામડું ગામડા માં શેરીઓ ને શેરીઓ મા અમારા મકાનો ને સજાવી દઈએ છીએ
ગામડા માં માન્યતા છે કે સારું કામ દિવાળી એ જ થાય કેમ કે તે દિવસો માં ગામડા માં કંઇક નવું જ બનતું હોય છે.
જેમ સગાઈ , નવું સાધન લેવું , નવું ઘર લેવું આ બધું ગામડા ના લોકો દિવાળી એ કરે છે. ગામડા ની મારી કેહવાય
કેહવાય છે ને કે દિવાળી એ દેવા ચૂકવાય
જૂનું ભૂલી નવું સ્વીકારી લેવાય
એક બીજા ના ગળે મળી એક થઈ કામે લાગી જવાય
મને તો દિવાળી બહુજ ગમે થશે કેમ ભલે ને મારે માળિયા મા સાફ કરવા ચડવું પડે પણ મારા નાન પણ નું પેલું બળદ ગાડું
મારું ઘોડિયું ને મારી પેલી મારા દાદીમા ની યાદ
મારા સગા દાદી મા તો નથી ને જોયા પણ નથી કેવા હસે પણ તેમની એક યાદ હજુ સાચવી ને રાખી છે .
અમારા ગામડા મા જ્યારે પોતાના સ્વજન નું મૃત્યુ થાય તો તેમને બેસાડવા પડે આ શું નવું લાવ્યા એમ થશે ને તમને પણ ગામડા ની એક પરંપરા છે .
મારા દાદી મા ને પણ બેસાડ્યા છે એમાં એક નાળિયેર હોય અને એક ચુંદડી તેને ઓઢાડે અને તેને દીવો કરે
હું તો દિવાળી માં ૫ દીવસ દાદી મા ને બે હાથ જોડી ને નમન કરું અને બસ એટલું જ કહું કે બા તમે મારી સાથે  જ રેહજો
ભલે મારી જોડે નથી પણ મને તમે યાદ કરાવી દેજો
જો હું કોઈ ખોટા રસ્તે જતો હોય તો મને પાછો વાળજે.
હવે હું પાછો આવું દિવાળી ઉપર તો આપડે ક્યાં હતા
વાત કરું તો અમે ૫ દીવસ રોજ વેહલા ઉથીએ ને મમ્મી પપ્પા
દાદા દાદી ને ઘર ના બધા જ સભ્યો ના ચરણ સ્પર્શ કરીએ અને તેમના આશીર્વાદ લઈને ને દીવસ ની શુંભ શરૂવાત કરીએ
હવે હું વાત કરું ધન તેરસ નું ગામડા મા શું મહત્વ
તો ગામડું એટલે જૂની પરંપરા ને જાળવી ને તેને સાચવી રાખતું સ્થળ તે એટલે ગામડું
ધન તેરસ આ દીવસ અમારા ઘર મા ને ગામડા મા એક પરંપરા રહેલી છે કે ધનતેરસ ના દિવસે અમે સોનું ખરીદીએ હવે સોના ની વાત આવી છે તો મારા દાદા ની તમને એક વાત જણાવું તો મારા દાદા કેહતા કે તારા ફઈબા( દાદા બહેન)
ના જ્યારે લગ્ન લેવા ના હતા ત્યારે વાત કરું છું હું ૧૯૬૩ ની આસપાસ ની જ્યારે મારા ફઈબા ના લગ્ન થયા ત્યારે દાદા કેહતા કે ત્યારે તેવો સોનું ૧૫૦ રૂપિયા ના ભાવે લાવ્યા તા
ત્યારે શું પરિસ્થિતિ હતી અને આજે એજ સોનું ૩૦ હજાર રૂપિયા થઈ ગયા જો આપડે જ તે વખતે વધુ સોનું લઈ લીધું હોય તો ત્યારે દાદા એ પણ કીધું કે ત્યારે ૧૦ રૂપિયા મા ઘર નું હટાણું આખું ગાડું ભરી ને આવતું તો તમને થશે કેમ ગાડું તો શું એ સમય માં કોણ ગાડી લાવ્યું હશે અમારા ગામ મા પેહલું ટીવી પણ ૧૯૯૨ મા આવ્યું ત્યારે તો રામાયણ જ આવતી
લાગે છે થોડો આગળ નીકળી ગયો તો પાછા આપડે દિવાળી તરફ જઈએ ધન તેરસ ના દિવસે સાંજે એક તાબા નો ઠાર લેવા નો એમાં ચાંદી ના સિક્કા અને પોતે દર વર્ષે એક સિક્કો મને યાદ છે મારા તે સિક્કા ના કલેક્શન મા ૧૦ પૈસા નો સિક્કો ,પાવલી આઠ્ઠના અને ૫ પૈસા નો સિક્કો પણ મે સાચવી રાખ્યો છે તેનો ફોટો હું પછી મૂકીશ
આ દિવસે ઘર મા ગાય ની દૂધ , ઘી , માખણ,મધ , દહીં, નું પંચામૃત બનાવે ને તેનાથી અમે ધન ધોઈ અને લક્ષ્મી ની પૂજા કરીએ આ દિવસે અમે બંને ત્યાં સુધી પૈસા આપીએ જ નહિ પણ પૈસા લઇએ એવી ગામડા ની માન્યતા છે
મને કાલે મારો પેલો જૂની ૫ પૈસા નો સિક્કો જોવા મળશે
અને પ્રસાદી મા જે પંચામૃત હોય તે બધા ઘરે આપવા જવાનું પણ મને એ બહુજ ભાવે એટલે આગળ ના જવું પડે એટલે કોઈને ખબર ના પડે એ રીતે હું તે પંચામૃત પી જાઉં
પછી નો દિવસ એટલે  કાળી ચૌદશ કેહવાય છે કે મહાકાળી મા એ આ દિવસે નરકાસુર દૈત્ય નો નાશ કર્યો ને તેથી આ દિવસ ને નર્ક ચતુર્દશી પણ કહે છે.
આ દિવસે ગામડા મા ભજીયા બને પૂરી બને બાજરી ના લોટ ના વડા બનાવી એ હવે તમને એક ગામડા ની કહેવત કહું
કાળી ચૌદશે તેલ બાળવું જ પડે જેથી આશૂરી શક્તિ તેમાં બળી જાય અને આનું મહત્ત્વ ઘણું જ છે ગામડા મા
એ દિવસે જે તેલ નો તાવડો કર્યો હોય તેના નીચે જે કાળા ભાગ ને આંખો મા આંઝવાનું હોય છે જેથી બાહ્ય શક્તિ થી દુર રહી શકાય ખાસ કરી ને નવા જન્મેલા બાળકને માતા
આખે મેષ આંગે અને કપાળે એક તિપકુ કરે
આ દિવસે ગામ ના ભુવા મિષ્ટાન ( મીઠાઈ ) લઈ જાય  અને મહનીયા (સ્મશાન) મા  મા જાય ને બોલે કેટલા વાગ્યા તો ભૂતડા બોલે બાર વાગ્યા આ સમય માં ગામ નું કોઈ પણ બાળક બહાર ના આવે ,
બધા ના ઘરે થી કાંઈક ને કાંઈક વસ્તુ લઈ જાય જેમ કે
કોઈ  પેડાં આપે કોઈ ચવાણું આપે અને રાત્રી ના ૧૨ વાગે
બધા ભૂતડા ભેગા થાય છે  ગામડા ની એક કેહવત છે કે
ભૂતડા ને જે જોઈએ તે આપો તો તે આખું વર્ષ તેના કાબૂ મા રહે  કોઈક ભૂત ચવાણું ભાવે તો કોઈક ને મીઠાઈ એમાં
ઝંડ સૌથી મોટો ભૂતો મા તેને દારૂ _ બિસ્ટોલ અને જો માસ કે. તો  મટન પણ આપવું પડે નહિ તો તે શું કરે આપને કલ્પના પણ ના કરી શકીએ તને પોતાના નું લોહી પણ આપવું પડે અને રીતે ભુવા ભૂતડા ઓ ને તેમને જે ખાવું હોય તે ખવડાવતા હોય છે
પછી નો દીવસ દિવાળી આ દિવસે ગામડા નું પ્રખ્યાત
( મેર મેરાયું ) તમને થશે આ શું પાછો નવું લાવ્યો પણ આતો ગામડા ની શાન છે . મેર મેરાયુ છું તેનો પરિચય આપુ.
મેર મેરાય મા એક કોડ્યું લેવા મા આવે તેની વચ્ચે છિદ્ર (કાણું)  કરી એક નેતર કે કોઈ લાકડી લગાડી છાણ થી તેને લિપિ દેવા મા આવે છે અને તેમાં તેલ નો દીવો કરી તેમાં દીવેટ પ્રગટાવી આખા ઘર મા ફેરવી પછી ગામ ના ચોક મા કે જેને અમે દેહલી કહીયે છીએ ત્યાં આવા કુલ ૫૦ મેર મેરાંયું ભેગા થાય ને બધા સાથે દારૂ ખાનું એક બીજા નું ફોડી આનંદ મનાવી એ છીએ
મેર મેરાતું એટલે અમારા રાજા રજવાડાઓ વખત એક પરંપરાગત મેરમેરાયું જેને ઘર ચાર ખૂણે ઘેરવવા થી  ઘર ની બધી જ કંકાસ નીકળી જાય છે
પછી આવે આપડો તેહવાર આપડું નવું વર્ષ એટલે બેસતું વર્ષ
આ દિવસે હું સવારે ૪ વાગે ઉઠી પેહલા મમ્મી પપ્પા દાદા દાદી ના ચરણ સ્પર્શ કરીએ કેહવાય છે આ દિવસે તો દુશ્મનો પણ એક બીજા ને ભેટતા હોય છે આ દિવસે અમારા ગામ મા. કુલ ૧૦૦ ઘર દરબારો ના છે બધા ઘરે વારા ફરતી અમે ૭/૮ મિત્રો સાથે ફરિયે અને સાંજે જોઈએ તો ખીચા માથી ૫૦૦ તો નીકળે જ કેમ કે તે દિવસે જેને પગે લાગીએ તે ૧૦/૨૦ રૂપિયા તો આપે નાના હતા ત્યારે આવી રીતે પૈસા ભેગા કરી ને વસ્તુ લાવતા
અને આંખો દીવસ ખુશ રેહતા વધારે મારે સમય ના બગડતા
છેલ્લે આવે ભાઈ બીજ આ દિવસે ભાઈ બહેન ના ઘરે આવે
આ દિવસે બહેન ભાઈ માટે રસોઈ બનાવી ભાઈ ની રાહ જોઈ રહી હોય છે અને ભાઈ જમી રહે પછી જ જમતી હોય છે અને છેલ્લે ભાઈ બહેન ને ભેટ મા સાડી કે પૈસા  આપે
દિવાળી ના દિવસો ના ઋષિ (ભંગી) ગામડા ની ભાષા મા ગામ આખું ચોખ્ખું કરી દે  એના બદલા મા અને તેને સીધું આપીએ ૧૦૦ મોરસ આપીએ વસ્તુ આપીએ વાસણ આપીએ સાડી કે કપડાં આપીએ અને . આ રીતે તેના મુખ ઉપર સ્મિત લાવી એ. અને તેના ઘરે પણ દીવડા પ્રગટે તેવું ઇચ્છીએ.
અને છેલ્લે આવે દેવ દિવાળી આ દિવસે દેવો ઉપર દિવાળી મનાવે અને અમે અમારા ખેતર ની ધરતી ને સ્પર્શ કરી તેને નમન કરી ત્યાં એક દીવો પ્રગટાવી એ અને ત્યાં જ ટે ટા ફોડીએ અને રીતે અમે ઉત્સાહથી દિવાળી ઉજવી એ
મારા દાદી ૭૦ વર્ષ ના થાય થોડા શબ્દ મારા અને બીજા મારી દાદી ના છે
            બધા ને મારા તરફ થી દિવાળી ની શુભ કામના
દિવસો નવા આવ્યા તેને પ્રેમ થી વધાવજો