Be Jeev - 9 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 9

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(9)

પ્રેમની અવઢવ

પ્રિતી એક સિનેમાની અદાકાર અને એક પ્રિતી મારી બેચમેટ બંનેનું મોહક અને આકર્ષક વ્યકિતત્વ, જાણે એને જોતાં જ તેની સુંદરતામાં ડુબી જવાય.

સેકન્ડયરથી હું અને પ્રિતી દેસાઈ એક જ પ્રેકિટકલ ગુ્રપમાં સાથે હતાં. હું દુરથી એની સુંદરતા નીહાળતો, પણ સંબંધ તો ઝઘડાનો. ફર્સ્ટયરમાં થયેલી અથડામણ બાદ અમારી મિત્રતા કંઈક અલગ રીતે જ આગળ ધપતી જતી હતી. હું હંમેશા પ્રિતીને ચીઢવતો. અને એ પણ મને એવા જ જવાબ આપતી. ખરેખર, અદ્‌ભુત અને કલર ફુલ લાઈફ, એ કોલેજકાળની. સેકન્ડયર બાદ ફાઈનલમાં પણ મારો અને પ્રિતીનો ઝઘડો ચાલુ જ રહ્યો. મારી લઠ્ઠા પાર્ટીનાં મિત્રો આ સંબંધને મિત્રતા થી કંઈક વિશેષ જ માનતાં. હર્ષ હંમેશા ચીઢવતો, આદિત્ય, તારી અને પ્રિતીની કેમેસ્ટ્રી અદ્‌ભુત છે. પણ મને આ બાબતમાં ઝાઝો રસ ન હતો. હું... સાંભળ્યુ ન સાંભળ્યું કરતો રહ્યો.

ફાઈનલમાં પ્રિતી એ ફેશન–શોમાં પાર્ટીસીપેટ કર્યું. અદ્‌ભુત સ્ટેજ ડેકોરેશન અને લાઈટીંગ, સાંજ ઢળી અને બધા સ્ટેજ સમક્ષ ગોઠવાઈ ગયાં. ઓડિટોરિયમ ખીચોખીચ ભરેલું હતું. ફેશન–શો પ્રાસંગિક ઉદ્‌બોધન બાદ ચાલુથયો.

અમારા મોડેલ્સ કમ મેડીકો સ્ટેજ પર રેમ્પ વૉક કર્યું. શાનદાર પર્ફોમર્સ આપી બધાના દિલ જીતી લીધાં. પરંતુ મારી નજર પ્રિતી પર સ્થિર હતી. એક ચંદ્રમાં અને બીજી જાણે સ્ટેજ પર ઉતરી આવી હતી. અદ્‌ભુત લાવણ્ય અને કામણ પાથરતી એ રેમ્પ પર આવતી ત્યારે મારું હૈયું પુલંકિત થઈ ઉઠતું.

'ખરેખર ચકાસ છે.' નીલ બોલ્યો.

'હા, અદ્‌ભુત' મેં ઉમેર્યું.

'આ ચપડગંજુ ની જગ્યાએ હું હોત તો, મારી અને અમીની જોડી સારી લાગત.' નીલે ઠેકડી ઉડાડતા કહ્યું.

'એ જ બરાબર છે. અહીં ફેશન–શોમાં દરેકનાં રોલ નક્કી છે. આ રંગમંચની જેમ જીવનનાં રંગમંચમાં પણ દરેક રોલ નક્કી જ છે. એટલે રહેવા દો.'

'બસ, ફિલોસોફી ન ઝાડ' નીલે કહ્યું.'

અમે વળી તૈયાર થયાં. સ્ટેજ પરનાં ચમકતા તારલાઓ નિહાળવા.

પ્રિતી વળી રેમ્પ પર આવી, ઘાટા બ્લ્યૂકલરનો ઝગમગતો ડ્રેસ,

બ્લેક સેન્ડલ, ચહેરા પર આત્મવિશ્વાસ અને નજરમાં થોડી શરારત.

ખૂબ જ સુંદર દેખાતી હતી એ અને હું એકદમ સ્થિર અને એકાગ્ર.

ઉત્તમે ધીરેથી મારા ખભા પર હાથ મૂકયો અને પ્રિતી તરફ જોઈ ઈશારો કર્યો.

'ના યાર, શકય નથી.' મેં ધીરેથી જવાબ આપ્યો.

આ પ્રસંગ પછી મારી લાગણીઓનું તુફાન રોકાતું ન હતું. મેં હંમેશા એને સમાવી દીધું. મારા હૃદયની ઊંડાઈમાં, પરંતુ ધકધકતા જ્વાળામુખીની જેમ એ કોઈ ને કોઈ રીતે બહાર આવતું. હું પ્રિતીને જોઈ જાણે પ્રેમમાં ખોવાઈ જતો. મેં આ ફીલિંગ્સને ઘણા મહિનાઓ સુધી દબાવી રાખેલ. 'વેલેન્ટાઈન–ડે' પણ જતો રહ્યો. એક દિવસ પ્રેમનાં તુફાને હદ વટાવી. મારું હૃદય જોરથી ધબકયું તે દિવસે નાગપંચમી હતી. અમી લાયબ્રેરીની બહાર નીકળી. મેં તુરંત જ કહ્યું, 'તું પ્રિતીને બોલાવી દઈશ, મારે એક્ઝામ છે.'

થોડી વાર લાગી, આજે એક પળ પણ એક સદી જેવો લાગતો હતો.

કયારે આવશે પ્રિતી ? હવે ઝઘડો બહુ થયો.

બસ, કહી દેવું છે પ્રિતીને હું તને ખૂબ ચાહુ છું.

બસ હવે તો મારી 'હા' ની જ ઈન્તેજારી છે. પછી જીવનભર માટે આપણે એકમેકનાં.

પ્રિતી લાયબ્રેરીની બહાર આવી. આસમાની ડ્રેસમાં સજજ, મરુન સેન્ડલ,ગોલ્ડન બ્યુટી અને લહેરાતા વાળ બસ હું એને જોતો જ રહ્યો.

તે મારી સામે ઊભી રહી, જાણે કોઈ અપ્સરા

'બોલ, શું કામ છે ?'

'આજ શું કહેવું એ અઘરું હતું.' મેં પ્રિતી સમક્ષ મારું મસ્તક ઝુકાવ્યું. થોડીવાર માટે સન્નટો છવાયો.

એક આવેગ આવ્યો, હૃદયની ગતિ વધી.

રોમેરોમમાં પ્રેમ નું સ્પંદન મેં અનુભવ્યું.

'આપણા વિશે ફ્રેન્ડઝ કહે છે કે હું અને તું... ?'

'શું કહ્યું ' તને કયારેય એવું લાગ્યું, બોલ'.

પ્રિતીનો અવાજ ઉચકાયો... સામે દાદરા પાસે ઊભેલી અમારી બે સિનિયર્સ આ ઘટનાની સાક્ષી બની ધ્યાનથી સાંભળતી હતી. મારી અને પ્રિતીની મુલાકાત નિહાળી રહી હતી.

શું બોલવું અને લાગણી કઈ રીતે અભિવ્યકત કરવી એહું સમજી ન શકયો.

તારે જે કહેવું છે એ સ્પષ્ટ બોલ, મારે મોડું થાય છે.' પ્રિતિએ પોતાની લહેરાતી વાળની લટને ચહેરા પરથી દુર કરતાં કહ્યું.'આપણે બંને વિશે બધા ફ્રેન્ડઝ કહે છે એ... કે હું અને તું... મારાથી આગળ બોલવું જાણે અશકય થઈ પડયું.'

'તને કયારેય એવું લાગ્યું આદિત્ય '

વળી, તેને કડક શબ્દોમાં કહ્યું. જાણે મેં ખૂબ મોડું કરી નાખ્યું હોય.

સરકતી રેતની જેમ મેં એ સમય કદાચ ગુમાવી દીધો હતો.

મેં મૌન સેવ્યું.

'ઠીક છે, હું જાઉં છું.'

એ ઠેંગો બતાવી જતી રહી... બસ, હું તેણીને નીહાળતો રહ્યો.

હું ઘસમસતા પ્રવાહની જેમ લાયબ્રેરીમાં આવ્યો. મારી બેગ લઈ હું નીકળ્યો.

'શું થયું તને કયાં જાય છે ? સામે જ બેઠેલા હર્ષે આશ્ચર્યથી પૂછયું.'

'કંઈ નહીં, મૂડ નથી. હું હોસ્ટેલ પર જાઉં છું.' હું ફટાફટ નીકળીગયો. પ્રિતીની આવી વાતથી મને ખૂબ ગુસ્સો આવ્યો.

શું માને છે આછો કરી ? શું તેને મારી આંખોમાં પ્રેમનો ઘૂઘવતો સાગર નથી દેખાતો ? શું એ મારા વિશે કશું નથી જાણતી ? એક પણ છોકરી સામે ન ઝુકેલો આદિત્ય આજે પ્રિતી સમક્ષ ઝુકી ગયો અને અંત પરિણામ શું આવ્યો કંઈ નહીં.

પરંતુ આ પ્રેમનો અંત ન હતો. ભવિષ્યના ગર્ભમાં હજુ કંઈક છુપાયેલું હતું. આગળ જઈ આ પ્રેમ મને ખૂબદુઃખ, પારાવાર કષ્ટ અને વેદના પહોંચાડે એમ હતું.

હોસ્ટેલ જઈ હું સુઈ ગયો. શું ખરેખર આજે મારા હૃદયમાં ઉઠતી ઉર્મિને કોઈ સમજી શકે એમ હતું ? પ્રેમની આ વેદના મને કઈ દિશામાં દોરી જશે ? પ્રિતી સમજશે કે આ ફીલિંગ્સને કે પછી આમારા હૈયામાં વલોવાય અંતે નષ્ટ પામશે. એક પછી એક પ્રશ્નો મારા મગજમાં ઉઠતા જતા હતાં.

થોડા દિવસ આમ ચાલ્યું. કેમ્પસમાં મારી અને પ્રિતીની મુલાકાતની ચર્ચા આગની જેમ પ્રસરી ગઈ હતી. મારી તકલીફ વધતી જતી હતી. એકઝામ નજીક હતી. પણ મારું મન વાંચવામાં ચોટતું જ ન હતું. નીલ એક દિવસ મારી મુંઝવણ પામી ગયો.

નીલ અને અમન મારી પાસે આવ્યાં.

'શું છે આદિ. હમણાં નથી મજાક કરતો કે ન ફિલસૂફી વગર તું જીવી શકે એ માન્યામાં નથી આવતું.'

'કંઈ નહીં યાર, આ તો... જાણે મારી જીભ ચોંટી ગઈ.'

નીલ અને અમને કંઈક ગુપચુપ વાતો કરી. નીલ વળી ધસી આવ્યો, શું છે યાર ?

કહી દે ને... ?

શું દોસ્તોથી છુપાવીશ ?

'કંઈ નથી દોસ્તો... હું તમારાથી શું છુપાવીશ ? તમે મારા મિત્રો નહીં. મારા અસ્તિત્વનાં પાયા છો '

'આ સાલી પ્રિતી શું માને છે, એની જાતને એણે... મેં છંછેડાઈને કહ્યું... '

'શું થયું ' નીલે ભવા ઊંચા કર્યાં.

'યાર, હું પ્રતિદિન અંદરથી તુટી રહ્યો છું. ન સમજાય એવી લાગણી મને એની તરફ ખેંચી રહી છે અને એ જાણે કે કંઈ સમજતી નથી.'

હવે, નીલ અને અમન હસી પડયાં.

'શું વાત કરે છે આદિત્ય... તું અને ઈલું–ઈલું ?'

'ના... હા, મને પણ નથી સમજાતું બટ આઈ એમ સીરીયસ.

'નો પછી પ્રિતીને સમજવું જ પડશે.' નીલે સ્પષ્ટતાથી કહ્યું.'

'થોડું અઘરું છે... માનો છો એટલું સહેલું નથી.'

અચાનક હર્ષે આવી કંઈક ગણતરી કરી બોલ્યો.

'કંઈ અઘરું નથી, અને હશે... તો પણ પાર પાડીશું લેટ્‌સ ગો. નીલ, અમન અને હર્ષ નીકળ્યાં.'

હું ત્રસ્ત હતો મારી આ અજાણી લાગણીઓ જે અંદરથી મને નબળો પાડતી જતી હતી. જાણે મારા મનમાં એક યુદ્ધ છેડાયું હતું. મારા જીવનનાં ફંડા બહુ સીમ્પલ હતાં. પણ મારું કશું ન આવે એવું તુફાન હવે રચાઈ ચુકયું હતું. બસ હવે રાહ જોવાની હતી કે, કિનારે પહોંચી શુંકે, આ લાગણી નું વાવાઝોડું વહાવીને સાથે લઈ જશે... કદાચ, આનું નામ જ પ્રેમ... જે અણધારી જ યુવાહૈયાના જીવનની દિશા જ બદલી નાખે છે.

૦૦૦

બીજે જ દિવસે એક આફત મારી સામે ઊભી રહી... એ બીજું કોઈ નહીં પણ પ્રિતી હતી. ખૂબ ગુસ્સામાં જણાતી હતી. પરંતુ હું તો પ્રિતીને અનિમેષ નજરે જોતો જ રહ્યો.

'ઈડિયટ, તે બધા ફ્રેન્ડઝને વાત કરી ?'

પ્રિતી બરાડી.

'ના, હું કયાં... '

'યુ કોન્સ્ટ્રેટ ઓન, સ્ટડીઝ, આદિત્ય એન્ડ લીવ મી એલોન.'

'બટ, આઈ વોન્ટ ટુ ટોક વીથ યુ.'

વાંકય પૂરું થતાં પહેલાં જ પ્રિતી નીકળી ગઈ. જાણે તુફાન શમી ગયું.

હું મનમાં જ બબડતો રહી ગયો. મારી લાગણીઓને વાચા આપવાનું આજે પણ રહી ગયું. ખરેખર, અણધારી આફત જ હતી. આજે મારા માટે...

દિલ અને દિમાગમાં શ્રેષ્ઠ કોણ ? દિમાગ મનુષ્યને શ્રેષ્ઠતા અર્પે છે અને કોઈ વાર નિમ્નતા પણ... પરંતુ યુવા હૈયા તો દિલની વાત સાંભળે છે. અહીંયા તો માર્ગ દિલનાં પ્રચંડ આવેગોથી વહી દિમાગ સુધી પહોંચે છે.

મારા માટે પણ કંઈક આવું હતું. આવેગો રોકી શકાય એમ ન હતાં. પણ દિમાગ હજુ ઝજુમી રહ્યું હતું. આ પરિસ્થિતિ સામે, આખરે એ ઘડી આવી ગઈ. જ્યારે પ્રેમથી તરબતર હૃદયે દિમાગને પરાસ્ત કરી દીધું.

રવિવારનો દિવસ. હું જમીને સુઈ ગયો. ઘણા દિવસોથી અશાંત રહે તું મન વિચારોનાં ચકડોળે ચડી ગયું. આખરે ઊંઘ આવી... પણ થોડી જ વારમાં ઊંઘ ઉડી... આ શું... ? એક કાળમીંઢ પત્થર જાણે હૃદય પર મૂકયો હોય એવી ભારેખમ લાગણી... વિચારો શૂન્ય અને સમગ્ર અસ્તિત્વ હૃદય પર કેન્દ્રિત હૃદય જાણે રડી રહ્યું હતું.

મેં જોરથી હૃદય પર મુક્કો માર્યો. બે–ચાર અને પછી શાંતિ... આ વેદના અસહય હતી. હૃદયનું એક સ્પંદન જાણે સમગ્ર અસ્તિત્વને ઝંઝોળી નાખતું હતું.

ન ચેન... ન આરામ... ન ધીરજ... બસ એક જ ઝંખના પ્રિતી... પ્રિતી...પ્રિતી...

પ્રેમના પ્રવાહમાં હું વહી રહ્યો હતો. શું મારા હૃદયનાં પ્રેમરૂપી પુષ્પોનો પ્રિતી સ્વીકાર કરશે... ?

***

Share

NEW REALESED