Awadh - 5 - last part books and stories free download online pdf in Gujarati

અવઢ ભાગ - 5 - છેલ્લો ભાગ

પિતા રચના ને દુનિયા ના રશ્મો રિવાજ કેમના ચાલું થયા તે સમજાવે છે. દિકરી નો એક સવાલ જે ચાલતું આવ્યું છે, તે ચાલું રાખવું જરૂરી છે? ભાગ – 5 અંતિમ ભાગ વાચકમિત્રો સમક્ષ રજૂ કરૂ છું.
---------. --------
તો પપ્પા જે ચાલતું આવ્યું છે તે ચલાવું જરૂરી છે? રચના એ સવાલ કર્યો.
ના બદલાવ જરૂરી છે. પણ જેમ તારી મમ્મી નથી સ્વીકારી શકતી તેમ સમાજ ની દરેક સ્ત્રી જ આ વાત નહી સ્વીકારે. પુરૂષ તો કદાચ લગ્ન નહી કરવાનું સ્વીકારે કે નાય સ્વીકારે પણ સ્ત્રી નો ખુદ સમાજ આડોશ પડોશ માં સગા સંબંધી ના મહેણાં તે સહન નહીં કરી શકે.
કારણ હું એમ સમજું છું કે જે સ્ત્રી લગ્ન કરી લીધા છે તે પોતાના સંસાર મા મજા છે કે નહી પોતે લગ્ન થી ખુશ થઈ કે નહી તે જોતા નથી, પણ બીજી સ્ત્રી મેરેજ વગર રહે તે સહન નથી કરી શકતી. તરેહ તરેહ ની વાત કરશે. ષુરૂષ તેમાં મજા લેશે. તું જ વિચાર કર આજ તું ૨૪ વર્ષે ની છું, હાલ તને તકલીફ નહી જણાય પણ જેમ જેમ ઉમર થશે દરેક ને ખાલીપો લાગવા માડે છે. એકલતા લાગવા માંડે ત્યારે સમય આપણા હાથમાં થી સરકી ગયો હોય છે.
વિશાલભાઈ વાત આગળ વધારી. તમે કોઈ પ્રસંગ જાવ કે ફ્રેન્ડ સર્કલ કે કુટુંબ સાથે જાવ ત્યારે બધાં પોત પોતાનાં કબીલા જોડે ફરે. ફોટા પડાવે ને ધ્યાન રાખે ત્યારે બધા તમને પોતાના ફોટામાં બોલાવશે પોતાના ફેમિલી સાથે બેસવાનું કહેશે, ત્યારે બહુ ઓડ લાગે છે. જાણે આપણે પત્તા માં આવતાં જોકર જેવા થઈ જઈએ. દરેક માં આપણે એકલા હોઈએ!!. એકલા રહેનાર નો સમાજ નથી બેટા.
તો મારે શું કરવાનું ? હું આજીવન તમારી જોડે રહેવા માગું છું. માંરો વિચાર ખોટો છે? રચના નો સવાલ ત્યા ઉભો હતો. ત્યાં તો વિશાખાબેન બોલી ઉઠ્યાં સાવ ખોટો છે. દિકરી નું ઘર વસે તો મા બાપ ખુશ થાય કઈ ઘરે બેસી રહે તેમાં મા બાપ ની આંતરડી કકળે.
રચના તારાં વિચાર સારાં પણ સમાજમાં આપણે રહેવું પડે, પુરૂષે બહાર જવું પડે, મુશ્કેલી નો સામનો કરવો પડે, અને ઘર નો નિર્વાહ કરવા ની જવાબદારી તેમની છે. આપણે તેમને સાચવવા ની જવાબદારી. વિશાખાબેન સંપૂર્ણ વિશાલભાઈ ને સમર્પિત હતાં.
રચના એ મમ્મી ને જવાબ વાળ્યો. મતલબ સંબંધો બધાં મતલબી છે?. સ્વાર્થી છે? એમજ ને ? પ્રેમ ની મૅરેજ માં વાત નથી ને?
અરે તને કોણ સમજાવે શું મારે ને તારાં પપ્પા ને પ્રેમ લાગણી હૂંફ નહી હોય? રચના લગ્ન પછી તે નિરખાતા નથી. કારણ તે કામ વ્યવહાર અને સંગાથ માં વણાઈ ગયાં હોય છે. તે આમ ફિલ્મ માં બતાવે તેમ ના નિરખાય તે સંસારમાં વણાઈ જાય છે. બંન્ને એકબીજાની જરૂરિયાત સાચવે તે પ્રેમ!!
રચનાએ જવાબ વાળ્યો હું તે નથી માનતી. હા મને પુરૂષ જાતિ જોડે દુશ્મની નથી પણ મહત્વ જે પુરૂષ ને આપવામાં આવે તે સ્ત્રી ને નથી મળતું તેની સામે વાંધો છે. વિશાખાબેન અકળાયા અરે માંરી મા તારે જે સમજવું હોય તે સમજશે હવે તમે બંને જમવાનું પતાવો. બધા ઉભા થયાં.
વિશાલભઈ એક વાત ઉમેરી જો રચના તું મેરેજ ના કરે તો હું તને ટોકીશ નહી, પણ એક બાપ તરીકે મારી જવાબદારી અધૂરી રહેશે, તેમ માનીશ. અને હા કાલ અમે ના હોઈએ ત્યારે તારૂ કોણ? એ પણ તારે વિચાર કરવો રહ્યો.
રચના ને પપ્પા જોડે વાત કરી કંઈક સ્થિતી ક્લીયર થઈ. તેને બધી વાત નો મનમાં એક સાર નીકળ્યો કે મમ્મી પપ્પા મારા લગ્ન કરૂ તેમાં આનંદ થશે.
મારાં વિચાર માંરી ભાવના નો જવાબ નથી. લોકો શું કહેશે? મને શું તકલીફ બાહ્ય પડશે તેની વાત કરે છે, મને અંતર ની વાત ની કોઈ અહેમીયત નથી. અરમાનો તેના દફન થતાં જણાયા. મનમાં વિચાર પણ સ્ફુર્યો કે માતા-પિતા ના હોય તો શું? એ મુદ્દા ની વાત કઢાય નહી. આખી જીન્દગી એકલા નિકળવામાં તકલીફ તો પડે.
રચનાને આજ કુંજ યાદ આવી ગયો. તેને મળવા ની વાત કરી. કુંજ હા તો પાડી. પણ હવે તે રચના ને સમજી શકયો નથી તેમ લાગ્યું. એક તરફ રચના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારી શક્તિ નથી, અને મનમાં મારી તરફ નો વર્તાવ પ્રેમિકા જેવો હોય તેમ વર્તન કરે છે.
રોજ ના સ્થળે મળ્યાં. આજ કુંજ ચુપ હતો. રચના તેની માનસિક તનાવ ની વાત કરતી રહી. મમ્મી પપ્પા ના વિચાર એક મિત્ર તરીકે બધા રજુ કર્યા. રચના ચુપ થઈ પછી કુંજે એકજ સવાલ કર્યો.
તું શું ઈચ્છા ધરાવે છે?.
રચના ગમગીન અવસ્થામાં હતી. તેને નિર્ણયમાં તેના માતા-પિતા ની ચિંતા હતી. હું નિર્ણય કરી શકતી નથી મને તારાથી નજદીક આવ્યાં પછી અસમંજસ વધી ગઈ છે. મને જાણે બેય લાડવા નું મન થતું હોય તેમ મન થાય છે.
કુંજે ફરી કહ્યું હું તારી જોડે છું. તારો મિત્ર છું. પણ હું તને આજેય એટલો જ પ્રેમ કરૂ છું. તું નક્કી કર કે તને જીવનભર નો સાથી જોઈએ છે કે મિત્ર હું બંને માં સંમત છું. રચના એ કુંજ નો હાથ પકડી પ્લીઝ મને થોડો સમય જોઈશે. હું હાલ જવાબ નહી આપી શકુ.
કુંજે આજ રચના ને ઠપકો આપ્યો ક્યાં સુધી વાસ્તવિક્તા થી ભાંગતી રહીશ. તારાં મમ્મી પપ્પા ની ખુશી લગ્ન માં હોય તો તારે તારાં વિચારો બાજું પર મુકી નવા જીવન ને સ્વીકારી લેવું જોઈએ. હું તારી રાહ જોવા તૈયાર છું, પણ તું નિર્ણયજ ના કરી શકે, શું તે યોગ્ય છે? કેમ તને મારો વિચાર નથી આવતો? તારે મને હવે જીવન ભર નો સાથ આપવો રહ્યો. હવે નિર્ણય કરી લે બહું થયું. હું તને વચન આપું છું તારાં મમ્મી પપ્પા ની જવાબદારીમાં તારી જોડે કાયમ ઉભો રહીશ. એ તારે માંરી ઉપર વિશ્વાસ મુકવો પડશે. રચના સાંભળતી રહી. તેને કુંજ નો હાથ પકડી રાખ્યો. કુંજે તેને તેની તરફ ખેંચી આજ પૂછ્યા વગળ જ ગાલ પર કીસ કરી લીધી.
રચના કઈ બોલી ના શકી. તેને મન કુંજ તેને હકદાર હતો. પણ મનમાં સ્વીકાર નહોતો.
ઘરે આવી બીજા દિવસે મમ્મી ને પપ્પા ને કુંજ વિષે વાત કરી. વિશાખાબેન ને કોઈ તકલીફ નહોતી.
હાશ શ્રીનાથજી એ મારૂ સાંભળ્યું કરો કંકુ ના.
અંતે કુંજ રચના પરણી ગયાં. કોરોનાકાળ કયારે સમાપ્ત થાય તેની રાહ જોવાને બંને ફેમિલી તૈયાર નહોતાં. પરિચય છોકરા છોકરી ને એકબીજા નો હતો પછી કુટુંબ ની કઈ તપાસ કરવી કે રશ્મો રિવાજ સમજવાની તકલીફ લેવાની રહી નહોતી. સાદગીથી પાંચ વ્યક્તિઓ ની હાજરીમાં રચના એ કુમકુમ પગલે સપ્તપદી ના પગલાં પાડતા પરણી ગયાં.
મમ્મી પપ્પા એકલાં થયા. ઘર સૂનું થઈ ગયું. દિકરી ના માતા-પિતા કરે તોય શું કરે દિકરીના લગ્ન ના થાય ત્યાં સુધી જવાબદારીની ચિંતા ને વળાવ્યા પછી એકલતા ની વ્યથા.
રચના ખુશ હતી તેને નવું ઘર કુંજ નો પ્રેમ અને તેના માતા-પિતા ની ચિંતા થી થોડી મુક્ત થઈ હતી. ફોન પર વાત થતી. ઓફીસ ચાલું થઈ ગઈ હતી. રચના બે છેડા ભેગા કરવામાં થોડી થાકતી, પણ કુંજ નો સહકાર સારો મળતો. જીવન રાગે પડતું ગયું.
વિશાખાબેન રચનાને ફોન કરે રહેવા આવ તો, એજ જવાબ ઓફિસ સાથે ઘર સાચવવું અધરૂ છે. હું આવતાં મહિને રજા આવશે ત્યારે આવીશ.
આજે પણ વિશાખાબેન અને વિશાલભઈ રસ્તો જોવે છે, દિકરી તેના સંસાર માં ઓતપ્રોત થઈ ગઈ છે. કુંજ તેને કાયમ ખુશ રાખી રહ્યો છે. વિશાલભાઈ અને વિશાખાબેન રચના નો સંસાર જોઈને ખુશ છે.
સમાપ્ત
આભાર જીજ્ઞેશ શાહ