Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૨

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨ : સુરગ્રામની યાત્રા

તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં પણ તે સર્વ ગામ બહાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતાં. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજાની આગળ-પાછળ રેખામાં આવેલા હતા. એ બે માર્ગની વચ્ચે ઘરોની એક હાર હતી તેમ તેનાથી માર્ગની બીજી પાસ બે હારો મળી, ત્રણ હારો ઘરની હતી. વચલી હાર બેવડી હતી એટલે એક ઘર આ પાસ અને બીજું બીજી પાસ દ્વારવાળું હતું. એક માર્ગનું નામ ગુરુમાર્ગ અથવા ગોરની શેરી હતું. બીજો માર્ગ ચૌટાને નામે પ્રસિદ્ધ હતો. ગોરની શેરીમાં તીર્થના ગોરબ્રાહ્મણો રહેતા. ચૌટામાં વસવાયા અને વ્યાપારી લોકો તથા ખેડૂતો રહેતા. શેરી અને ચૌટાની વચલી હારમાં એક મોટું શિવાલય હતું અને તેની આસપાસ કઠેરાબંધ ઉઘાડો ચોક છોબંધના તળવાળો હતો. પૂજા અને દર્શન કરનારની ભીડ આછી થતી હતી, કારણ સ્નાન વગેરેમાંથી પરવારી ભોજનસામગ્રીનો આરંભ કરવા જવાની વેળા હવે સર્વને થતી હતી.

પ્રાતઃકાળો નવ વાગતાં સરસ્વતીચંદ્ર પોતાના સાથે સાથે અહીં આવી પહોંચ્યો અને આ શિવાલયના આ ચોકની એક પાસના ઓટલા ઉપર બેઠા બેઠા સર્વ થાક ઉતારવા લાગ્યા. મુંબઈનગરીના રોનકદાર બંગલામાં રહેલાને ગામડું જ નવાઈની વાત હતી તો આ સ્થાને કાંઈ વિશેષ લાગે એ સ્વાભાવિક હતું. સુવર્ણપુરના કારભારીના ઘરમાં અને યદુશૃંગના મઠમાં તો કંઈક ભવ્યતા હતી અને રાજેશ્વરના દેવાલયથી આ દેવાલય બહુ જુદી જાતનું ન હતું, પણ ચારે પાસનો ગામડા ગામનો દેખાવ તેના મન ઉપર કંઈ વિચિત્ર મુદ્રા પાડતો હતો. કુમુદસુંદરીને દીઠા પછી તે એ જ છે એવો નિર્ણય થવામાં ઘણો બાધ હતો પણ તેના સ્વરૂપના સંસ્કાર મસ્તિકમાંથી ખસતા ન હતા, એટલું જ નહીં પણ અનેક વિચારોને ઉત્પન્ન કરતા હતા. શિવાલયને જોઈ રાજેશેવર અને ત્યાંના અનેક ઈતિહાસ અનુભવ મનમાં તરવરવા લાગ્યા. સહચારી બાવાઓની સાથે તે ગોષ્ઠિવિનોદ કરતો હતો તેમાં આ સર્વ સંસ્કાર ખડા થઈ વિઘ્ન નાખતા હતા. વાર્તા કરતાં વચ્ચે વચ્ચે અધ અધ ઘડી સુધી કોઈ પણ બોલે નહીં એવી વેળા પણ આવતી હતી. આવી મૌનભરી ઘડીઓમાંની એક ઘડી વહી જતી હતી તેટલામાં એક બ્રાહ્મણ મહાદેવના દર્શન કરવા આવ્યો, ઘંટ વગાડવા લાગ્યો, અને દર્શન કરી, ચોખા નાખી, મંડપના બહારના પગથિયા ઉપર બેસી પાઘડી ઉતારી બેઠો. દર્શન કરવા આવનાર બેચાર છોકરાં તેની આસપાસ વીંટાઈ વળ્યાં.

‘અલ્યા છેકરાઓ, જુઓ ! કહું છું તે સાંભળજો ને જિહ્નાગ્રે કરજો. બધા દેવ તો કપટી છે, પણ આપણા શિવજી તો મારા જેવા ભોળા છે. માથામાં અક્કલ ન હોય, હાથમાં સ્વભાવ ન હોય ને કાળજામાં ભાન ન હોય તો લોક શું નરકમાં પડે છે ? ના, અક્કલવાળાની સંભાળ અક્કલ રાખે ને ભાનવાળાની સંભાળ તેમનું ભાન રાખે. પણ તે કાંઈ ન હોય તે ભોળાઓની સંભાળ ભોળાનાથ રાખે ! ભોળાઓનો ભોળાનાથ તો અવતાર કે આકાર વગરનો ગોળમટોળ એટલા માટે છે તે તેને ભોળાઓ જેમથી ઝાલે તેમ ઝલાય અને રાંકના પાણીની પૂજાથી તૃપ્ત થાય. માટે ડાહ્યા હો તો ભોળાને જ ભજજો !

ભોળા ભોળા શંભુ ! વિજયાનું પાન !

ઘરનું ખર્ચ નહીં- સૂવાને સ્મશાન ! બમ્‌ ભોળા !’

આમ બૂમ પાડી આ બ્રાહ્મણ ઊઠ્યો અને બાવાઓ પાસે આવ્યો : ‘કહો, બાવાજી ! આજ અત્યારે અહીં ક્યાંથી ?’

‘મહેતાજી ! આ અમારી બેની મધ્યે બેઠેલા અમારા અતિથિ છે. તેમને ગુરુજીની આજ્ઞાથી તમારું ક્ષેત્ર બતાવવા લાવ્યા છીએ. વિહારપુરીએ ઉત્તર દીધો.

મહેતાજી - ‘સરસ્વતીચંદ્રને નમસ્કાર કરી ) ‘આપનું નામ ?’

સરસ્વતીચંદ્ર- (સામો નમસ્કાર કરી) ‘નવીનચંદ્ર.’

મહેતાજી - ‘વર્તમાનપત્રોમાં એક...ચંદ્રની વાત આવે છે તે તો

આપ નહીં ?’

સરસ્વતીચંદ્ર - ‘શી વાત આવે છે ?’

મહેતાજી - ‘મુંબઈ છોડી એક વિદ્વાન અદૃશ્ય થઈ ગયા છે તેનું નામ ચંદ્ર ઉપર છે.’

સરસ્વતીચંદ્ર - ‘વાત જાણીએ ત્યારે ઉત્તર દેવાય. તમે કયા પત્રમાં વાંચ્યું ? અહીં વર્તમાનપત્રો આવે છે ?’

મહેતાજી - ‘પાસે જ અમારી શાળા અને પુસ્તકશાળા છે તેમાં છે.’

સરસ્વતીચંદ્ર - ‘ત્યાં ચાલશો ?’

‘જી મહારાજ’ કરી તેના સહચારીઓ ઊઠ્યા અને સર્વ જણ એક માળ વગરની ઓરડી આગળ આવ્યા. તેને દ્વારે એક કાગળ ચોડી તે ઉપર શાહીથી ‘પુસ્તકશાળા’ એમ લખ્યું હતું. અંદર પુસ્તકોની પેટી, એક ગાદી, ત્રણચાર તકિયા અને આખી ઓરડીમાં માયેલી જાજમ, એટલી સામગ્રી હતી. ટેબલખુરશી ન હતાં, ગાદી આગળ એક શેતરંજી ઉપર રાજ્યકર્તાએ મોકલાવેલા બે વર્તમાનપત્ર હતાં, અને એક પુસ્તકશાળાના વર્ગણી આપનારાની વર્ગણીમાંથી રાખેલું પત્ર હતું. રાજ્યના નિયમ પ્રમાણે દરેક ગામડાની શાળાની પુસ્તકશાળામાં એક વર્તમાનપત્ર મફત અપાતું અને વર્ગણી આપનારાઓ વર્ગણીમાંથી જેટલા પૈસાનાં વર્તમાનપત્ર મંગાવે તેટલા જ ખરચનાં બીજાં પત્ર રાજ્યમાંથી મળતાં પુસ્તકોની અમુક સંખ્યા ઉપર પણ એવો જ નિયમ હતો. મુંબઈના એક પત્રમાં લક્ષ્મીનંદન શેઠ પ્રસિદ્ધ કરાવેલા ગદ્યપદ્યાત્મક લેખ હતા અને તેને મથાળે ‘સરસ્વતીચંદ્રનો શોધ-નંબર ૧૦’ એવા અક્ષર મોટામોટા હતા. એ અક્ષર ઉપર દૃષ્ટિ પડતાં સરસ્વતીચંદ્રનું હ્ય્દય ધડકવા લાગ્યું અને ઉતાવળથી ફરી ફરી સર્વ વાત વાંચતાં આવતાં આંસુ મહાપ્કયત્નથી તે દાબી શક્યો. ‘બીજા કંઈ પત્રો અને સમાચાર છે કે ?’

મહેતાજી - ‘હા જી. આ રત્નનગરીમાં નીકળતા પત્રમાં અમારા

પ્રધાનજીના કુટુંબમાં બનેલા શોક કારક સમાચાર છે.’

તે ઉતાવળથી વાંચતાંવાંચતાં સરસ્વતીચંદ્ર ગભરાયો. પ્રમાદધન મૂઓ, કુમુદસુંદરી ડૂબી ગયાં, સૌભાગ્યદેવી ગુજરી ગયાં, અને બુદ્ધિધનને સંન્યસ્તનો વિચાર છે ! આ સર્વ વાંચતાં સરસ્વતીચંદ્ર હબકી ગયો, છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો અને નેત્રમાં આંસુ ખાળી ન શક્યો. પોતાની વાત ગુપ્ત રાખવાની શક્તિ ખસવા લાગી.

મહેતાજી - ‘આપને આ સમાચારથી આટલું દુઃખ થાય છે - આપ જ સરસ્વતીચંદ્ર તો નથી ?’

વિહારપુરી - ‘જી મહારાજ ! જ્ઞાન અને વૈરાગ્ય એ શોકનાં શામક છે.’

રાધેદાસ - ‘જી મહારાજ ! આ સમાચાર સાથે આપનો સંબંધ જાણીએ તો આપનાં દુઃખ હલકાં કરવાનો માર્ગ સૂઝે.’

વિહારપુરી - ‘ગુરુજી સંસારથી અને દુઃખથી મુક્ત છે, પણ એમના પ્રિયજનને દુઃખથી મુક્ત કરવામાં સંસારને શૂન્ય નથી ગણતા.’

સરસ્વતીચંદ્ર શોકને દાબી શક્યો. તેના અશ્રુ દૂર થયાં. માત્ર મુખ ઉપર શોકની છાયા રહી. સર્વને એકઠો ઉત્તર આપવા પ્રયત્ન કર્યો. તેમ કરતાં કપાળે પ્રસ્વેદ - પરસેવો - વળ્યો તે લોહતો લોહતો બોલ્યો :

‘સરસ્વતીચંદ્ર નાસી ગયો તેની મને લેશ ચિંતા નથી. આ મુંબઈના સમાચાર નિષ્ફળ છે. પણ હું સુવર્ણપુરમાં રહેલો છું અને બુદ્ધિધનભાઈના સૌજન્યનું આસ્વાદન કરેલું છે તેનો આ ક્ષણિક શોક ક્ષણમાં શાંત થયો. સાધુજન ! મારું દુઃખ તો ગુરુજીએ દૂર કર્યું છે જ. હવે તેમને શ્રમ આપવાનો કંઈ અવકાશ નથી.’

મહેતાજીની જિજ્ઞાસા નષ્ટ થઈ. સાધુજન તૃપ્ત થયા. એટલામાં એક વણિક ગૃહસ્થ આવ્યો અને વિહારપુરીને નમીને બોલ્યો :

‘મહારાજે મારા ઉપર કૃપા ઓછી કરી દીધી કે પોતે અહીં પધારી મને કહાવ્યું નહીં. પણ મારી ભક્તિ ઉપર પ્રભુએ જ નજર કરી ને મને આપનાં દર્શન થયાં. મહારાજ ! ત્રણે મૂર્તિઓ રંકને ઘેર પધારી ભોજન લેવાની કૃપા કરો.’

વિહારપુરી - ‘શેઠજી ! બ્રાહ્મણ પાસે શુદ્ધ અન્ન કરાવો. પર્યટણ કરીને અમે પાછા આવશું. મહેતાજી ! અમારી જોડે ચાલશો ?’

મહેતાજી - ‘શાળાની વેળા થતાં સુધી સાથે આવી શકીશ. આપને ક્યાં ક્યાં જવું છે ?’

મહેતાજી - ‘ત્યારે તો તેને માટે બે ત્રણ દિવસ જોઈએ.’

સરસ્વતીચંદ્ર - ‘એક સ્થાન જોયે તેના જેવા બીજાં અનેક જોયાનું વળે એવાં નમૂનાનાં સ્થાન દેખાડો.’

મહેતાજી - ‘સાંજ સુધીમાં તેટલું થઈ શકે.’

વિહારપુરી - ‘એવાં સ્થાન તમે ક્યાં ક્યાં ગણો છો ?’

મહેતાજી - ‘નદી અને મહાસાગર ઉપરનાં સર્વ દેવાલયોની પ્રદક્ષિણા કરી લો. અને માર્ગમાં મુખ્ય દેવાલય આવે તેનાં ગર્ભગાર સુધી જોઈ લેવાં. રત્નાકરેશ્વરનું શિવાલય, રાધિકેશજીનું મંદિર, લક્ષ્મીનું મંદિર, અને અર્હતનાથનો અપાસરો એટલાં ધામ મનુષ્યે બંધાવેલાં બરાબર જોવાં. રત્નાકર સાથે નદીનો સંગમ, બેટનાં માતાજી, ગિરિરાજની તળેટી પરનો હરિકુંડ, બુદ્ધગુફા, મહાસાગરનો આરો, પેલી પાસનું બંદર અને મોટી વાવ-એટલાં સ્થાન પાસે સૃષ્ટિની સુંદરતા જોવાની છે.’

સરસ્વતીચંદ્ર - ‘એ તો જડ સૃષ્ટિ બતાવી. પણ જોવા જેવી કંઈ ચેતનસૃષ્ટિ પણ હશે.’

મહેતાજી - ‘હાજી, જોવા જેવી જીવતી સૃષ્ટિમાં મુખ્ય વસ્તુ હું પોતે, બીજો અમારા ગોર અને ભટ, અને ત્રીજીચોથી ચીજો અમ સંસારીઓને માટે છે; આ ભેખને માટે નથી.’

‘તમારાં દર્શન તો થયાં. હવે પાંચ-છ દિવસનાં વર્તમાનપત્ર લઈ સાથે કોઈને મોકલો તો અવકાશ મળ્યે વાંચીશું. બકીનો સમય તમે અને વિહારપુરી લેઈ જાઓ ત્યાં ગાળીશું’ સરસ્વતીચંદ્ર કંઈક સ્મિત કરી બોલ્યો.

રાધેદાસ - ‘બધાં સ્થાનોમાં જવાને ઠેકાણે એકલા રાધિકેશજીના મંદિરમાં જઈએ, કારણ ત્યાં આજ ઠાકોરજીની પ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હશે.’

તે પ્રમાણે ઠર્યું. માર્ગ ચાલતાં ચાલતાં મહેતાજીએ પૂછ્યું :

‘નવીનચંદ્રજી ! તમને વર્તમાનપત્રની કસિકતા ક્યાંથી પ્રાપ્ત થઈ?એ તો અમારી નવી વિદ્યાની સૃષ્ટિ છે.’

સરસ્વતીચંદ્ર - ‘નવી વિદ્યાનો મને પણ કંઈક અનુભવ છે. કહો, રાજકીય વગેરે બીજા વર્તમાન શા છે ?’

મહેતાજી - ‘રાજકીય સમાચાર ત્રણ જાતના. આ સંસ્થાનના તમે જાણ્યા. કુમુદસુંદરી ગયા. સામંતસિંહ ગયા. ને રાણો ખાચર રત્નનગરીમાં છે. મોટા રાજ્યના સમાચાર તો જોઈએ તેટલા. કંઈક મ્યુનિસિપાલિટી ખરાબ તો કંઈક અંગ્રેજી અમલદાર ખરાબ. કંઈક અંગ્રેજી ધોરણ ખોટું તો કંઈક તેનો પ્રયોગ ખોટો. કંઈક હસવાનું તો કંઈક ક્રોધે ભરાવાનું ને કંઈક રોવાનું. ત્રીજા રાજકીય સમાચાર બીજાં દેશી રાજ્યોના. ત્યાં તો ગમે તો કોઈનાં વખાણનાં બુંગાં ફૂંકાય છે તો કંઈ કોઈને ગધેડે બેસાડાય છે. ટાઢું ધાન ને ચાડિયું માણસ-બે વહાલાં લાગે તેમ પરનિંદાની વાતો વર્તમાનપત્રોનો રોજગાર વધારનારી થઈ પડી છે. શું કરીએ ? જેવા રાજા તેવા લોક, ને જેવા લોક તેવા રાજા. એ બે જેવાતેવા તેમના કારભારી- એ ત્રણનાં જાન, જોડું, ને જાત્રા. પ્રજાઓ અભણ, રાંક-અન્યાયી, અદેખી અને વિઘ્નસંતોષી. અધિકારીઓ સ્વાર્થી, ખુશામતિયા, પ્રમત્ત, ઉન્મત્ત અને માણસથી ડરે પણ ઈશ્વરથી ન ડરનારા રાજાઓ મૂર્ખ, આળસુ, દંભી, સ્ત્રીલંપટ, દારાડિયા, પ્રજાને ડુબાવનારા, અને જાતે દેવામાં અને દાસોમાં ડૂબનારા. વર્તમાનપત્રોની આ વાતો સાંભળી સાંભળીને હું કાઈગયો, અને કોઈ કોઈ વખત તો આ પુસ્તકશાળા બંધ કરાવવા પ્રધાનજી ઉપર લખવા વિચાર થાય છે, પણ બીજા વિચારથી કલમ અટકે છે. છપું વાંચવું ને મગજ ઉકાળવું. કાજી કયા દૂબળા કે સારા શહેરકી ચિંતા - તેવી આખી દુનિયાની ચિંતા વહોરી લેવી.’

સરસ્વતીચંદ્ર ગંભીર થઈ ગયો. ઉત્તર દીધો નહીં. વાર્તા ચાલી નહીં. માત્ર સૌના ચરણ ચાલતા હતા. આખા દેશના અનેક વિચારો એના મસ્તિકને અને હ્ય્દયને વલોવવા લાગ્યા.

‘મારો દેશ ! મારી કુમુદ ! મારા પિતા ! મારી મુંબઈ ! કુમુદ -દેશ-’ એવા અવ્યક્ત ઉચ્ચાર એના હ્ય્દયમાં ઊછળવા લાગ્યા. આમ જતાં જતાં દેવાલયો માર્ગમાં આવવા લાગ્યાં અને શાંતિનો મેઘ ઝરમર ઝરમર વૃષ્ટિ કરવા લાગ્યો.

હવે માર્ગમાં બે પાસ નાનાંમોટાં દેવાલયોની હારો આવવા લાગી. છેક નાની દેરીઓ ચારપાંચ વેંતની હતી તો મોટાં દેરાં એકાદ માળથી બબે માળ જેવડાં ઊંચાં પણ હતાં. તેમની બાંધણી, તેમના ઘાટ, તેમના ઈતિહાસ, તેમની વ્યવસ્થા અને વર્તમાન અવસ્થા-આ સર્વ વિષયની વાતો ચાલી. ચાલનારાના પગનાં પગલાં જોડે, પલટણોના પગલાં પેઠે, સરખે વેગે આ વાતો ચાલી, અને સરસ્વતીચંદ્રના જાગેલા સાંસાર્ક સંસ્કારોને ઘડી ઘડી ઝાંખા કરવા લાગી : ‘શું નવા યુગને બળે એક દિવસ આ દેરાં નવાં બંધાતાં બંધ પડશે અને જૂનામાં પ્રતિમાઓને સ્થાને સમાજો ભરાશે અને સરકારની ઑફિસો બેસશે ?’ પ્રશ્ન ઊઠ્યો તેવો ઉત્તર મેળવ્યા વિના જાતે સહજ શાંત થઈ ગયો.

સુરગ્રામની વસ્તી એવી ન હતી કે આ સર્વ રચના ઊભી કરી શકે. પણ એક કાળે આ સ્થાને મોટું તીર્થ હતું તેવામાં ઘણે છેટેથી આવનાર દ્રવ્યમાન યાત્રાળુઓની વાસનાઓએ આ ઠાઠ ઊભો કરેલો હતો. એ ઠાઠ વચ્ચેનો માર્ગ સાંકડો પણ સ્વચ્છ હતો. માણસની દશા બદલાય છે તેમ આ સ્થાનને પણ વારાફેરા અનુભવવા પડ્યા હતા. યાત્રાળુઓની મોટી ભીડનો અને મોટા મેળાઓનો કાળ ગયો. પછી તીર્થ ગોઝારા જેવું થયું. વળી મલ્લરાજના સમયમાં તેનો જીણોદ્ધાર થવા લાગ્યો. વચ્ચે આ દેરાંઓ ઉપર લીલોતરી ઊગી હતી અને લીલ બાઝી હતી, અને લૂણો લાગ્યો હતો; તેને સ્થાને આજ સર્વ સાફ અને ધોળાવેલું હતું. માર્ગમાં પ્રથમ ઘાસ ઊગતું અને પથરાઓ નડતા તેને સ્થાને હવે ઘાસનું નામ દેખાતું ન હતું અને સાટે સાફ બાંધેલો માર્ગ હતો. દેરાંઓ પાસે કાગડા ઊડતા હતા અને તેને સ્થાને બીજાં પક્ષીઓ જણાતાં હતાં. કૂવાઓનાં થાળાં ભાંગેલાં અને પાણી ગંધાતાં હતાં ત્યાં નવાં થાળ અને મીઠાં નિર્મળ પાણ થયાં. દેરાનાં ભાંગેલા પગથિયાં નવાં સમા કરાવેલાં તેમાં વચ્ચે વચ્ચે દાણા વેરાયેલા જોવામાં આવતા હતા તેથી શ્રદ્ધાળુ સ્ત્રીઓનો પગસંચાર જણાતો હતો. જીનૂ નિશાનીમાં માત્ર એટલું જણાતું હતું કે લીમડા, પીપળા, વડ વગેરે પવિત્ર વૃક્ષોએ દેરાંઓની ભીંતોમાં, ઘૂમટમાં અને નળિયામાં પોતાની શાખાઓ પેસાડી દીધી હતી. તેને કાપી નાખવાનું કામ વૃક્ષમાં પણ જીવ ગણનાર દયાળુ વસ્તીને ગમ્યું ન હતું, અને જેમ અનેક પ્રાચીન આચારને આપણે પ્રીતિથી આપણી આસપાસ વીંટાવા દઈએ છીએ તેમ આ પ્રાચીન ડાળાંઓ અને પાંદડાંઓને પણ દેરાંઓની આસપાસ નિરાંતે વીંટાઈ રહેવા દીધાં હતાં. આ સર્વ કથા મહેતાજી અને સરસ્વતીચંદ્ર વચ્ચે માર્ગમાં ચાલતી હતી અને સાધુઓ તેમની પાછળપાછળ અનુચર પેઠે પણ છાતી કાઢી બોલ્યાચાલ્યા વિના ચાલતા હતા. દેરાંઓને શાખાઓ નિરાંતે ગમે ત્યાં વળગેલી જોઈ સરસ્વતીચંદ્ર બોલ્યો :

‘મહેતાજી સાહેબ ! આર્યોનાં ચિત્તની કોમળતા મનુષ્યજાતિનું રક્ષણ કરી પૂરી થતી નથી, પશુપક્ષીને સંભાળી રાખી સંતોષ પામતી નથી, પણ વૃક્ષજીવનનું પણ પોષણ કરે છે તેમાં તેમની ભૂલ હશે. પણ એ ભૂલ પણ માહાત્મ્યની છે. આવાં કોમળ હ્ય્દયવાળા મહાત્માઓની ભૂમિમાં જન્મ લીધાનું અભિમાન આ દેહથી છૂટતું નથી. એવા કોમળ મહાત્માઓનાં ચિત્ર પ્રત્યક્ષ કરાવતી આ રચના ઉપર પ્રીતિ થાય છે, વિહારપુરી !’

વિહારપૂરી - ‘જી મહારાજ !’

સરસ્વતીચંદ્ર - ‘આ અભિમાન અને આ પ્રીતિ આ ભેખને પાત્ર ખરાં કે નહીં ?’

હસીને વિહારપૂરી પાછળ ચાલતો ચાલતો બોલવા લાગ્યો : ‘જી મહારાજ ! સત્પુરુષના હ્ય્દયમાં જે પદાર્થ લખ થાય તે અલખને પ્રિય જ હોય, કારણ એવાં હ્ય્દયશ્રી અલખની વિભૂતિઓમાં શ્રેષ્ઠ છે.’

રાધેદાસ - ‘ગુરુજી પાસે શ્રવણ કરેલું છે કે વિરક્તજનોનાં મન અન્યથા શીર્ણ થાય છે અને વિકારમાત્ર શાંત થાય છે ત્યારે પણ રંક જીવ ઉપર દયા, સમૃદ્ધસજ્જનનો અનુમોદ, દુર્જનોનાં દૃષ્કૃત્યોની ઉપેક્ષા અને અલખની વિભૂતિનાં દર્શનની પ્રીતિ - એટલો તેમના મનનો સ્વભાવ શેષ રહે છે.’

વિહારપૂરી - ‘જી મહારાજ ! રાધેદાસ યથાર્થ કહે છે.’

મહેતાજી - ‘મહારાજ ! અંગ્રેજી વિદ્યા એ સર્વનો અસ્ત કરશે.’

સરસ્વતીચંદ્ર - ‘અંગ્રેજોની સત્તાના કાળમાં અને અંગ્રેજી ભણેલા રાજાપ્રધાનની સંમતિથી આ જીણોદ્ધાર થયો છે.’

મહેતાજી - ‘એ વાત તો સત્ય. કાનની બૂટ પકડું છું.’

આમ ગોષ્ઠિ ચાલે છે ને સર્વ ચાલ્યા જાય છે એટલામાં રાધિકેશજીનું મંદિર આવ્યું. પંદરેક પગથિયાં ચડી તેમાં જવાનું હતું. પગથિયાં ઉપર મોટાં કમાડોમાં થઈ માંહ્ય જવાનું હતું. કમાડની માંહ્યલી પાસ બે સામસામી નાની ઓટલીઓ હતી તેમાં એક પાસ થોડા દિવસ થયાં એક પોળિયો રાખ્યો હતો, તે એક કપડાનો કટકો પાથરી ઉપર બેઠેબેઠો ચલમ ફૂંકતો હતો. મંદિરને કંઈક ઊપજ હમણાંહમણાંની વધી હતી અને એક સાધુને ભંડારી બાવો કરી અંદર રાખ્યો હતો. સરસ્વતીચંદ્રે આ મંદિરનાં પગથિયાં ઉપર પગ મૂક્યો ત્યાં ભંડારીની ઘંટ-ઘડિયાળમાં અગિયારના ટકોરા થયા. તે ગણવા સર્વ પળવાર ઊભા. મંદિરમાં આવી પહોંચવું ઘડિયાળનું વાગવું ઈત્યાદિ નવી સૃષ્ટિએ ચાલતી વાર્તામાંથી સર્વને જગાડ્યા અને નવા જીવનને જોતા કર્યા.

એક પાસ મંદિરના આગળનાં મહાદ્વાર અને કોટ, અને બીજી પાસ મંદિરનો મંડપ, અને તેમની વચ્ચે મંદિરની આસપાસ ફરતો ચોક હતો. કોટ અને ચોક વચ્ચે ભંડારી વગેરે મંદિરના સ્થાપક, વ્યવસ્થાપક અને પૂજક વર્ગને માટે અને તેમના સેવકોને પોતપોતાના કામમાં ઉપયોગી થાય એવી ઓરડીઓ કરી હતી. મંદિરના આગલા મંડપને ત્રણ પાસથી કમાનોવાળા અને કમાડ વગરના ઊંચા દરવાજા હતા. તેની વચ્ચે આરસનો ચોક ને ઉપર ઘૂમટ હતો. પાછળ ગર્ભાગાર હતું ને તેમાં સિંહાસન હતું. જોડે શય્યાખંડ તથા જલગૃહ વગેરે રચના હતી.

નાનપણથી મુંબઈ અને અંગ્રેજી અભ્યાસના જ પરિચિત પુરુષને આ દેખાવ નવીન લાગે તે પહેલાં તો અંદર હરતાફરતા તથા બેઠેલા ભક્તમંડલનાં ગાનકીર્તન એના કાનના પડદા સાથે અથડાવા લાગ્યાં અને એના હ્ય્દયના નિત્ય સહવાસી સંસ્કારોને અદૃશ્ય કરી તેને સ્થાને ચડી બેઠાં.

એક વૃદ્ધ પણ બળવાન બાંધાવાળી સ્ત્રી કોટમાં પોળિયા પાસે સાથરો નાખી બેઠી હતી અને પોતાની જંઘા થાબડતી થાબડતી અને શરીર આગળ અને પાછળ વીંઝતી વીંઝતી ગાતી હતી :

‘જાવું છે, જી - જાવું છે- જાવું છે જરૂર ! (ધ્રુવ)

કાયા તારી કામ ન આવે, ઝાંખુ થાશે નીર !

એવા સરખા આથમી ગયા ઊગમતા અસુર ! જાવું

મોટે ઘેર હાથી ઘોડા હળ અને હજૂર !

એવા સરખા વહી ગયા - નદીઓનાં પૂર ! જાવું

રહ્યા નથી, રહેશે નહીં, રાજા ને મજૂર !

એવા સરખા ઊડી ગયા-આકડાનાં તૂર ! જાવું

એકી સાથે જમતા હતા દાળ ને મસૂર !

દાસ જીવણ કહે, કર જોડી, ‘ભજી લો ભરપૂર !’ જાવ ુ ં

જીવન અને મૃત્યુનો વિચાર સરસ્વતીચંદ્રના મનોરાજ્યમાં એકદમ ખડો થયો. ડોસી ગાઈ રહી તેની સાથે તેના સાથરા ઉપર રૂપિયોરાંટો નાખવાને હાથ ખીસું ખોળવા લાગ્યો. અંચળાનું ખીસું નહીં અને રૂપિયો તો સ્વપ્નમાં જ સાથે રહ્યો. ઉદાર હાથ નિરાશ થઈ પાછો ફર્યો અને હ્ય્દયના એક ભાગે બીજાને પૂછવા માંડ્યું : ‘આવું સંસ્કારરત્ન આપનારી આ સ્ત્રીને બદલામાં આપવાનું દ્રવ્ય તે હવે મારી પાસે ન મળે ! હાથ ધરીને કંઈ પ્રતિગ્રહ ન કરનારો હું- તે મારું હ્ય્દય સંસ્કારનો પ્રતિગ્રહ વગરપૂછ્યે કરે છે. અથવા બ્રાહ્મણનું હ્ય્દય જ્ઞાન અને સંસ્કારના પ્રતિગ્રહ કરવાનો જ સરજેલું છે.’

ત્યાંથી પગ ભાગ્યે ઊપડ્યો એટલામાં તો ચોકના બીજા ભાગમાં કોઈ લહેકા કરી ગાતો હતો તેના લલકારે સંસ્કારશોધકને ઊભો રાખ્યો.

‘મુકરર મા...નની કહ્યું મા....રું,

એક દિન મા...ટીસેં મિલ જા....વું...

એક દિન પં...ખીસેં....ઊડ જા....વું...

મુકરર મા....નની....કહ્યું મા....રુંઉઉઉ....’

મારુંના રુનો ઉકાર સાંભળનારના કાનમાંથી કાળજામાં પેઠો અને કાળજું વલોવવા લાગ્યો. રુકારનો રણકારો ઘણો પહોંચ્યો. સરસ્વતીચંદ્ર દાઢી ઉપર હાથ ફેરવતો ઊભો. ગાનારે એટલામાં તો કેટલીક કડીઓ પૂરી કરી અને વિચારની ધૂનમાં આ વચલો ભાગ કાનમાં કે ધ્યાનમાં પેસે ત્યાર પહેલાં છેલ્લી કડીઓ સંભળાઈ. ગાનાર ખીલી ખીલીને ગાવા લાગ્યો :

‘જૂઠી રે કા...યા.....જૂઠી રે માયા

જૂ.....ઠા માલ ફટા......યા..

જૂ.ઠાં રે તારાં સગાં સંબંધી

ફો......કટ ફે.રા..ખા....યા- મુકરર

અંત સમે કોઈ કામ ન આવે,

પા..છળથી પસ્તા.....વું......

ભોજો ભગત કહે ભજી લ્યો ભાઈ !

હું ગુણ ગોવિન્દના ગાઉં..... !

મુકરર માનની કહ્યું મારું,

એક દિન માટીસેં મિલ જાવું....’

‘ઊડ જાવું....ઊડ...જાવું’ એ અક્ષરો આજ ચિરંજીવ થયા.

‘કાયા જૂઠી...એ સત્ય. ઊડી....જવું..એ સત્ય. ફેરો ફોકટ થયો કે સાર્થક થયો એ બીજો પ્શ્ન. એ ફેરો ક્યારે સાર્થક થયો ગણવો એ ત્રીજો પ્રશ્ન અને એ જ સૌથી કઠણ પ્રશ્ન.’

મહેતાજી - ‘વિહારપૂરીજી ! આ ગાયું એટલે સુધી બધા ધર્મનો બોધ એક-માયા ખોટી, મૃત્યુ નક્કી, ને હરિભજન કરી મોક્ષ પામવો ત્યાં સુધી વાંધો નહીં, પણ કીયા હરિને ભજવો ? વિષ્ણુને, શંકરને, શક્તિને, ખ્રિસ્તને કે મહમદ પેગંબરને ? પેલા મંદિરમાં હતા ત્યાં શિવકીર્તન કરવાં અને અહીંયા રાધાકૃષ્ણનો વિહાર ગાવો. ત્યારે સાચું તે શું ?’

રાધેદાસ - શિવ ઓર વિષ્ણુ તો એક જ હૈ.

મહેતાજી - ‘જો એક જ છે તો આ અનેક નામ ને અનેક મૂર્તિઓ ને અનેક કથાપુરાણ ને ભજન શું કરવા જોઈએ ? બધુંય એક જ કરોની કે આ નકામી કડાકૂટ, નકામાં ખરચ, ને નકામા ઝઘડા ન થાય ! ગોળમટોળ મારા શિવજીને પાણીપાંદડાંની સોંઘી પૂજા કરવી મૂકી આ ઢોંગ ને ખરચ શું કરવા કરવા ?’

વિહારપૂરી - ‘મહેતાજી ! અલખ તો એક જ છે પણ તે જ્ઞાનમાર્ગનું લક્ષ્ય છે. લખ પણ એક જ છે, પણ તેના વિહાર અનેક છે અને તે ભક્તિમાર્ગનું લક્ષ્ય છે. માટે જ ભક્તિ બહુમાર્ગિણી અને બહુરૂપિણી છે. તેમાંથી જે માર્ગે, જે રુપે, ભક્તિ પામો તે ભક્તિથી ભક્તિનું પરમ સાધ્ય લખરૂપ પમાય છે.’

મહેતાજી - ‘પણ અનેક માર્ગ અને અનેક રૂપમાંથી લેવું કયું ને પડતું કયું મૂકવું ?’

વિહારપૂરી - ‘અધિકાર પ્રમાણે.’

મહેતાજી - ‘શિવ ભજવા કે વિષ્ણુ ભજવા તેમાં અધિકાર શો ?’

વિહારપૂરી - ‘જો બચ્ચા ! અધિકાર સર્વમાં છે. લખરૂપનો અનેક

લહરીવાળો પ્રવાહ સર્વ પાસ મહાસાગર પેઠે ચાલી રહ્યો છે. તેમાંની સહરીઓ કેણી પાસ જાય છે ? જેની પાછળ જે હોય તેની પાછળ તે જાય છે. તેમ જ પિતા પાછળ પુત્રને પિતાની ભક્તિ પાછળ પુત્રની ભક્તિ. સર્વ ધર્મ અને સર્વ ક્રિયાઓ સમીપસ્થ પદાર્થોને ઉદ્દેશી વર્તે છે. પિતા કોણ ને પુત્ર કોણ ? તેમના પરસ્પર સામીપ્યથી તેમના શરીરના ધર્મ રચાય છે. અનેક બાળકોને ભૂખ્યાં રહેવા દઈ પોતાનાં બાળકને સ્તન્યપાન આપવું તે માતાનો ધર્મ ને બાળકનો ધર્મ છે. તેમ જ કુટુંબનો ઈષ્ટ દેવ સ્વીકારવા તે બાળકને શીખવવું એ કુટુંબનો અધિકાર.’

મહેતાજી - ‘ત્યારે તો કુળધર્મ છોડવો નહી.’

વિહારપૂરી - ‘નહીં.’

સરસ્વતીચંદ્ર રસથી સર્વ સાંભળી રહ્યો હતો. તેણે પૂછ્યું : ‘વિહારપુરીજી ! એ ઉત્તરમાં દોષ નથી ?’

વિહારપુરી આગળ આવીને પૂછવા લાગ્યો : ‘જી મહારાજ ! કયા દોશ આતા હૈ ?’

સરસ્વતીચંદ્ર - ‘કાલ સવારે ગુરુકૃપાથી મારો જ કુળધર્મનો અધિકાર બદલાયો તમે દીઠો.’

રાધેદાસ - ‘એ વાત તો સચ.’

વિહારપુરી - ‘જી મહારાજ ! મારી ચૂક થઈ. મહેતાજી ! તમારું સમાધાન અમારા નવીન જૈવાતૃક કરશે ને તેનો અમને પણ લાભ મળશે.’

સરસ્વતીચંદ્ર - ‘આપને વિદિત હશે કે જન્મના જાયતે શૂદ્રઃ સંસ્કારાદ્‌ દ્વિજ ઉચ્યતે ।’

વિહારપુરી - ‘હા જી.’

સરસ્વતીચંદ્ર - ‘જન્મથી ભક્તિમાર્ગમાં જન્મ્યો હોય તે સંસ્કારથી જ્ઞાનમાર્ગમાં જાય.’

મહેતાજી - ‘પણ જ્ઞાનમાં જાય તે કાંઈ ભક્તિને વખોડે કે ?’

સરસ્વતીચંદ્ર - ‘વખોડવાની કંઈ આવશ્યકતા નથી. ઉપલે પગથિયે ચડીએ એટલે નીચલા સાથે કાંઈ સંબંધ રહેતો નથી. નવો સંબંધ થાય એટલે જૂનો જાય. પ્રાતઃકાળે જ વિહારપુરીએ ઉપદેશ કર્યો હતો કે અલખનો પ્રકાશ અને અધિકારીની બુદ્ધિ બેના સંયોગથી લખસૃષ્ટિ ઉપરામ પામે છે.’

વિહારપુરીનો આત્મા અતિ પ્રસન્ન થયો.

‘જી મહારાજ ! હું અલખનાં રહસ્ય શુકમુખ પેઠે ઉચ્ચારું છું. પણ આપ તેને પ્રકાશિત કરો છો -’

રાધેદાસ - ‘અને સાથે અમારાં હ્ય્દયકમળને વિકસાવો છો.’

મહેતાજી - ‘નવીનચંદ્રજી મહારાજ ! ત્યારે ભક્તિમાર્ગમાંના અનેકમાંથી કયો સ્વીકારવો ?’

સરસ્વતીચંદ્ર - ‘અનેક સંસ્કારોના અનેક પ્રવાહમાંથી જેનો પટ તમારી બુદ્ધિ ઉપર વધારે બેસે તે ઈચ્છાથી કે અનિચ્છાથી તમે સ્વીકારવાના જ.’

વિહારપુરી વિચારમાં પડ્યો હતો તે સ્મરણ વિકસાવી બોલ્યો : ‘જી મહારાજ ! ગુરુનું વચન હવે સ્મરણમાં સ્ફુર્યું. આપનું વચન તેને અનુસરતું જ છે. સર્વના સરખા જઠરાગ્નિને દેશકાળ પ્રમાણે જુદી જુદી જાતના અન્નાદિની આહુતિઓ અપાય છે. તેમ સર્વની સરખી ભક્તિવાસનાને માટે એક દેશમાં વિષ્ણુ પ્રિય છે, બીજામાં શિવ છે, ત્રીજામાં પેગંબર છે અને ચોથામાં વિશ્વાસીઓનો દેવ છે. એ સર્વ સંસ્કાર જન્મ અને સહવાસથી અનધિકારીઓને મળે છે. એ ધર્મોમાંથી એકનો ત્યાગ કરી બીજાનું ગ્રહણ કરવાથી અનધિકાર અધિકારી થતો નથી પણ ઊલટો ભ્રાંત થાય છે. તેને માટે જ કહેલું છે કે, સ્વધર્મ નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ।। પણ અનધિકારી અધિકારી થાય એટલે તો તેને જ્ઞાન સ્વતઃ ઉદય પામે છે.’

મહેતાજી - ‘તે તમારા જ્ઞાનમાં પણ ક્યાં એકપણું બળ્યું છે ? આ જૂનો કબીરપંથી, જૈન, સાંખ્ય, વેદાંત વગેરે-અખો કહે અંધારો કૂવો ને ઝઘડો ભાગી કોઈ ના મૂઓ. માટે જ તમારા જ્ઞાન કરતાં અમારી જેવી તેવી ભક્તિ સારી.’

વિહારપુરી - ‘અલખમાર્ગમાં ભક્તિ તો પ્રથમ સાધન જ છે. યોગજ્ઞાનાદિ તો તે પછી છે. અધિકારનો ક્રમ છે.’

મહેતાજી -‘તો ખરું. બાકી આ તો શું ? જ્ઞાનની બડાશો મારવી એ તો સર્વને આવડે ને બડાશો મારવા સિવાય બીજું તો જ્ઞાન પણ નહીં ને ભક્તિ પણ નહીં.’

સૌ વાતો કરતા ચાલતા હતા તે આટલી વાત થઈ એટલામાં તો મંદિરના મંડપનાં પગથિયા ચડી અંદર આવ્યા. સરસ્વતીચંદ્રને બીજાં વર્તમાનપત્રો મંગાવેલાં તે આપી, સમય થયે મહેતાજી શાળામાં ગયા.

મંદિરમાં અત્યારે રાજભોગનો સમય થવાને કંઈક વાર હતી, પણ ધીમે ધીમે લોક ભરાતા હતા. ગામની વસ્તી થોડી હતી તે થોડાં વરસથી વધવા માંડી હતી. તેમાં થોડા થોડા પરગામના યાત્રાળુઓ તો હંમેશ આવજા કરતા. મંદિરમાં બહુ ભીડ કવચિત્‌ થતી. પણ શરદઋતુના આકાશમાં આછી વાદળીઓ અહીંતહીં હોય તેમ દર્શન કરવા આવનાર મંદિરમાં અહીંતહીં બેઠેલા, ઊભેલાં, ચાલતાં, પ્રતિમાને નિહાળી રહેતાં, વાતો કરતાં, કીર્તન કરતાં, અને અમસ્તા રાગ કાઠતાં, યુવક અને વુદ્ધ સ્ત્રીપુરુષો અને બાળકોનાં અછાં ટોળાં દ્વારોમાં, પગથિયાં ઉપર, ભીંત અઠીંગેલાં, ચોકમાં અને મંડપમાં ભરાયેલાં લાગતાં હતાં. કોઈ સ્નાનઆદિ કરી પવિત્ર થઈ ઉઘાડે અંગે ટીલાંટપકાં સાથે હતાં. મુંબઈવાસીને નિર્માલ્ય લાગે એવાં પણ ગામડામાં તો સુંદર અને આકર્ષક લાગતાં વસ્ત્રો કોઈએ પહેરેલાં હતાં. કોઈએ માત્ર અબોટિયાં જ પહેર્યાં હતા. મહેતાજી ગયા તે વેળા ત્રણે સાધુવેશ યુવકો આ સ્થાને આવી પહોંચ્યા હતા. વિહારપુરી અને રાધેદાસ દેવને નમસ્કાર કરી ઊભા. સરસ્વતીચંદ્રનું હ્ય્દય જ મૃદુભાવથી પ્રવણ થયું અને બાહ્ય આકૃતિ સ્વસ્થ જ રહી.

એના જમણા હાથ ભણી એક ભક્ત એક પગે ઊભો રહી ઈષ્ટદેવની સુંદરતાના અભિમાનની લેહમાં દેવને એકીટશે ન્યાળી રહી બિહાગ ગાતો હતો.

રાધેદાસ - ‘જી મહારાજ ! શ્રીકૃષ્ણ પરમાત્મા માટે રાધિકાજી વાસકસજ્જા થઈ આખી રાત વાટ જોઈ રહ્યાં હતાં. સંસારની રાત્રિમાં ભક્ત પણ તેવી જ વાટ જુએ છે. એ વિયોગ અને આતુરતાને કાળે રાધિકાજીએ જેવી રીતે કાળક્ષેપ કર્યો તેનું જ અનુકરણ ભક્ત કરે છે. એ રાત્રિ પૂરી થઈ ત્યારે જ રાધાજીને પ્રભુ મળ્યા. સાધારણ કામીજનનો મેળાપ રાત્રે થાય છે. રાધિકાજીની પરમભક્તિને પ્રભુ વશ થાય તે તો માયાનો અંધકાર ગયો અને આતુર ભક્તિની સીમા આવી ત્યારે રાધાસ્વરૂપ થઈ રાધિકેશજીનો ભક્તિપ્રયોગ ધરતાં ધરતાં આ ભક્તનું હ્ય્દય દ્રવે છે તે જુઓ.’

સરસ્વતીચંદ્રે દૃષ્ટિ ફેરવી. ગાનાર ભક્તને પોતાને કીર્તનમાં અન્ય પદાર્થોનું ભાન જ ન હતું. તે એકનું એક પદ ફરી ફરી ગાતો હતો :

‘જલસૂત વિલય ભયે, સુરતબિન જલસૂત વિલખ ભયે ! (ધ્રુવ )

હિમસુતા પતિરિપુ તન પ્રગટે...ખગપતિ ચખ ન પયે ઃસુરત

સારંગસુતા સારંગ લિયો કરપ... સારંગ સ્થિર ભયેઃસુ

સારંગ દેખ રીઝ રહે સારંગ... લે રથ રાખ રહે રે !સુ

સારંગસુતઅંક કર લીનો...સારંગચિત્ર ઠયે; સુ

સારંગ દેખ ચૌકે ઓહી સારંગ...લે રથ ભાગ ગયે રે. સુ

પ્રાતઃ ભયો જબ પ્રકટે કચ્છપનંદન, સંતન સુખ ભયે ! સુ

સુરદાસ કહત હરિપ્રતાપ વ્રજવનિતા સુખ લહે. સુ’

છેલ્લી પંક્તિ ફરી ફરી ગાઈ અશ્રુભર્યો ભક્ત લાંબો થઈ દેવને સાષ્ટાંગ નમસ્કાર કરી ભીંતને ટેકી ઊભો રહ્યો, અને નેત્ર મીંચાઈ ગયાં. ફરી ફરી સંભળાતાં સર્વને અર્થ બેસી ગયો.

રાધેદાસ - ‘નવીનચંદ્રજી ! આ ભક્તરાજે ભક્તિનો યોગ શ્રી રાધિકેશના દર્શનમાં સાધ્યો અને વ્રજવનિતાનું સુખ અનુભવે છે. આ પરમભક્તિનો સમાધિ.’

સરસ્વતીચંદ્રે ઉત્તર મુખવડે ન દીધો પણ તેના હ્ય્દયમાં ધ્વનિ થયો :

“ ‘્‌’ૈજ ંરી અીટ્ઠહિૈહખ્ત ર્કિ ંરી મ્ીટ્ઠેૈંકેઙ્મ ! -ર્કિ ંરી મ્ીટ્ઠેૈંકેઙ્મ ૈહ ંરી ડ્ઢૈદૃૈહી. ૈંં ૈજ ંરી મ્ીટ્ઠેંઅ ઉરૈષ્ઠર ંરી જૈખ્તરીંીજિ ટ્ઠઙ્ઘદ્બૈિી, હ્વેં ર્ં ંરી મ્રટ્ઠાંટ્ઠ ૈજ ટ્ઠ ંટ્ઠિહષ્ઠીર્ ક ૈહીંહજી ર્ઙ્મદૃી. ્‌રીિી ૈજ ટ્ઠ ર્કદ્બિર્ ક હ્વીટ્ઠેંઅ કર્ઙ્મટ્ઠૈંહખ્તર્ હ ંરી ટ્ઠૈિ હ્વીર્કિી રૈજ ર્ઙ્મદૃૈહખ્ત ીઅી ટ્ઠહઙ્ઘ જૈહખ્તૈહખ્ત ંરી જુીીં દ્બીર્ઙ્મઙ્ઘૈીજર્ ક ડ્ઢૈદૃૈહી ટ્ઠિેંિીજ ૈહર્ં રૈજ ુૈજંકેઙ્મ ીટ્ઠજિ.”

એક પ્રૌઢ સ્ત્રી મંડપની વચ્ચે દેવના દર્શન કરતી હાથ જોડી ગાતી હતી. તેના આગળ એક તુલસી ભરેલો ટોપલો પડેલો હતો તેમાંથી લીધેલી એક માળા એના હાથમાં લટકતી હતી. એનું શરીર દુખિયું અને દૂબળું હતું, એના ગાલ બેસી ગયા હતા. એનાં વસ્ત્રમાં અનેક થીંગડાં હતાં. આ દુખી અબળાના પગ આગળ એક બાળક-પુત્ર એના શરીરને બાઝી ઊભો હતો, અને રહી રહીને રોતો હતો. પણ તે કાંઈ લક્ષમાં ન લેતાં આ બાળકની માતા માત્ર દેવને ન્યાળી રહી હતી અને એ પ્રતિમામાં આરોપેલો સર્વવ્યાપી ઈશ્વર સાંભળતો હોય તેમ તેના મુખમાંથી ધીરે ધીરે અક્ષર ખરતા હતા :

‘મીરાં ભક્તિ કરે રે પ્રકટકી ! નાથ તુમ જાનત હો સબ ઘટકી. (ધ્રુવ)

રામમંદિર મીરાં દર્શન આવત, તાલ બજાવત ચટકી,

પાયલ ઘુઘરુ રુમઝુમ વાગત, લાજ સંભાળો ધૂંઘટકી ! મીરાં

ધ્યાન ધરત મીરાં ઘરણીઘરનકો ને સેવા કરત ખટપટકી,

શાલિગ્રામકો તુલસી ચઢાવત, ભાલ તિલકસ્, માંહી ટપકી ! મીરાં

વિખના પ્યાલા રાણાજીએ ભેજ્યા, ને સાધુ સંગત મીરાં અટકી,

હરિચરણામૃત કરી પી ગઈ મીરાં, જેસી જાનત અમૃક ઘટકી. મીરાં

સુરદોરપર ચલી એક ધારા ને સિર ગગરી પર મટકી,

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાગર, એસી સુરત બની જ્યમ નટકી.

મીરાં ભક્તિ કર્‌ રે પ્રકટકી !’

‘વિખના પ્યાલા’ ની કડી ગાતાં ગાતાં આ સ્ત્રીના નેત્રમાંથી આંસુની ધારા નિરંકુશ થઈ. છેલ્લી કડી ગાતાં તે ઘેલી જેવી દેખાઈ. તેના અંતરમાં કંઈક ઊંડું દુઃખ હતું. તેના રોતા બાળક ભણી તે દૃષ્ટિપાત પણ નાંખતી ન હતી. અંતે દીર્ધ નિઃશ્વાસ મૂકી, બાળકને એમનું એમ રહેવા દઈ, તુલસીનો ટોપલો લઈ સામી સામી ચાલી અને સિંહાસન ઉપર ઊંધો વાળ્યો. એ તુલસીની ભેટનો સ્વીકાર થયો જ હોય અને ઈશ્વર ઉપર વિશ્વાસ આવ્યો હોય તેમ આશ્વાસન પામી આ સ્ત્રી સ્વસ્થ વદનથી પાછી આવી બાળકને ઊંચક્યું, અને તેની પાસે ઠાકોરજીને ‘જય જય’- ‘જે જે’ કરાવી એક પુરાણી ભાગવતની કથા કરતો હતો તેની પાસેબાળકને ખોળામાં લઈ સાંભળવા બેઠી.

આ સર્વ પ્રત્યક્ષ કરતો કરતો સરસ્વતીચંદ્ર કહેવા લાગ્યો : ‘વિહારપુરી ! આ સ્ત્રી બહુ દુઃખી હશે અને તેના અનાથ હ્ય્દયમાં એની ભક્તિએ આશ્વાસક અમૃત રેડ્યું તે આજે પ્રત્યક્ષ કર્યું. સુખી જીવને ભક્તિથી શું થાય છે તે જોવાનું બાકી રહ્યું.’

વિહારપુરી - ‘જી મહારાજ ! તે પણ ક્યાંક લખ થશે.’

આ ઉત્તર કાનમાં પહોંચતા પહેલાં તો કુમુદસુંદરી સાંભરી : ‘કુમુદ ! દુઃખી કુમુદ ! આવા જ દુઃખથી તું ડૂબી ! તારા જેવાં કેટલાં સુંદર પુષ્પો દુઃખના ભાર નીચે કચરાઈ, ચીમળાઈ, નિર્માલ્ય થઈ, ઘૂળ ભેગાં લોકના પગ નીચે છૂંદાતાં હશે !-તારા જેવી જ આ દુખિયારી ! તેના જેવું આશ્વાસન તને ન મળી શક્યું. અંગ્રેજી વિદ્યાએ ન આપ્યું, સંસ્કૃત વિદ્યાએ ન આપ્યું, માતાપિતાએ ન આપ્યું, મેં ન આપ્યું, તે અમૃત આ રંક અશિક્ષિત સ્ત્રીને આ સ્થાને મળ્યું-આજ જે સુંદર દુખી મુખ દીઠું તે જ તું ન હોય ! તું તે હોય-તો તને આવું અમૃત ન મળે ? તારા દુઃખમાં આ અમૃતથી શાંતિ ન વળે ? એ શાંતિ આપવી તે મારા અધિકારમાં નથી. - આ ભેખ-હવે બુદ્ધિધનના ઘરના જેટલું પણ- આશાવાસન આપવા દે તેમ નથી. પ્રમાદધન મૂઓ. તુ વિધવા થઈ. સુંદરગિરિ ઉપર આવી. અલખની સ્વતંત્રતાને પ્રાપ્ત થઈ...મારા અપરાધનું પ્રયશ્ચિત શક્ય થયું.- પણ..આ ભેખ..પણ તું તે હોય ખરી ! મળતાં મોંનાં માણસ જગતમાં ક્યાં નથી હોતાં ?-સર્વથા આ સંકલ્પવિકલ્પ અપ્રાપ્તકાલ છે.’

મન સ્વાધીન થયું અને વિચાર બંધ પડ્યા. દેવના સિંહાસન પાસે ઊભી ઊભી એક સુંદર મુગ્ધા ગાતી હતી. તેનાં વસ્ત્ર ભગવાં હતાં, પણ મુખ અનમે અવયવોમાં લાવણ્ય અને લાલિત્ય ઉભય હતાં. બે ત્રણ પુરુષો કેટલેક છેટેથી તેના સામી વિકારભરેલી દૃષ્ટિ કરી ઊભા હતા. પણ એની આસપાસ બીજી સ્ત્રીઓ કિલ્લો રચી ફરી વળી હતી, અને વચ્ચેનો માર્ગ જરા વધારે રાખી તેમાં આ મુગ્ધાને રાખી હતી. આ બાળા ચંદ્રાવલીની ભાણેજ હતી અને માશીનું અનુકરણ કરી કુમારી રહેવાનો નિશ્ચય કરી બેઠી હતી અને સાધુજનોમાં એવા નિશ્ચયવાળી સ્ત્રીઓ મરતાં સુધી પરણે નહીં તેની નિંદા થતી ન હતી. આ મુગ્ધા પોતાના મનથી શ્રીકૃષ્ણપરમાત્માને જ વરેલી હતી. અને તેમ સમજી તેવા હાવભાવ કરી દેવને ઉદ્દેશી ગાતી હતી :

‘આવત મોરી ગલિયનમેં ગિરિધારી !

આવત મોરી ગલિયનમેં ગિરિધારી!’

ગલીને એક છેડે પોતે હોય ને બીજે છેડેથી પિર્યજનને આવતો દેખી આંખો ને હાથ તે છેડા ભણી લંબાવતી હોય તેમ કરવા લાગી, અને પ્રિયજનને જોઈ શરમાઈ મુગ્ધા મોં સંતાડતી હોય તેમ અચિંતી પાછી હઠીને મોં પર લાજ તાણવા લાગી.

‘મેં તો છુપ રહી લાજ કુમારી,

આવત મોરી ગલિયન મેં ગિરિધારી

મેં તો છુપ રહી...લાજ...કુમારી....આવત.’

મોઢું ઉઘાડી નાંખી શ્રીકૃષ્ણને આલિંગન દેવા બે હાથ પ્રસારતી હોય અને ઉમંગમાં આવતી હોય તેમ કરી બોલી :

‘વૃન્દાવનમેં મિલ ગઈ મોહન,

છુપ રહી રાધે જ્યું પ્યારી ! આવત ’

એ ગાતી ગાતી દોડી જઈ મૂર્તિના પગને બાઝી ચૂમવા લાગી.

વળી આઘી ખસી તેને દૃષ્ટિપાતથી લલચાવવા દૃષ્ટિ નાખી, મન્મથના ઘેનમાં આવી ડોલતા મદનવશ પ્રિયને સમાનભાવથી કહેતી હોય તેમ લહેંકાતે ધીરે સ્વરે હાથ લંબાવી ધીમે ધીમી મૂર્તિ ભણી જતી ગાવા લાગી :

‘મિલ જાઓ, મનમોહન પ્યારે !

મોહન પ્યારે ! નંદદુલારે !-મિલ-’

સરસ્વતીચંદ્રના હ્ય્દયમાં વીજળીના કડાકા પેઠે ધ્વનિ થયો !

‘ૈં જુીટ્ઠિ - ૈં જુીટ્ઠિ - ંરીિી ૈજ ર્હ ઙ્મટ્ઠજષ્ઠૈર્દૃૈેજ ર્હીં ૈહ ંરીજી ઙ્મૈહીજર્ કર્ ેિ ર્ખ્તર્ઙ્ઘ કિૈીહઙ્ઘ ડ્ઢટ્ઠઅટ્ઠટ્ઠિદ્બ ૈહ જૈિૈંર્ ક ટ્ઠઙ્મઙ્મ ંરટ્ઠં ઙ્મૈહ્વૈઙ્ઘૈર્હેજ દૃીહીીિર્ દૃીિ ંરીદ્બ ુરૈષ્ઠર ૈજ દ્બીટ્ઠહં ર્ં ઙ્ઘટ્ઠડડઙ્મી ટ્ઠહઙ્ઘ ષ્ઠટ્ઠંષ્ઠર ૈહર્ં ૈંજ કઙ્મટ્ઠદ્બી ંરી ેહઙ્મીટ્ઠહિીઙ્ઘર્ ુઙ્મિઙ્ઘઙ્મઅ જૈહૌહખ્ત ર્જેઙ્મ ૈહર્ ઙ્ઘિીિ ંરટ્ઠં જરી દ્બટ્ઠઅ િૈજી ંરીિી કર્િદ્બ ઙ્મૈાી ંરી ર્રીહૈટ ૈહર્ં ંરી રીટ્ઠદૃીહર્ ક ડ્ઢીર્દૃર્ૈંહ. ૈંજ ંરીહ ંરૈજ ટ્ઠ ઙ્મીુઙ્ઘ િીઙ્મૈર્ખ્તૈહ ટ્ઠજ ંરીઅ જટ્ઠઅ ? ૈંજ ંરૈજ દ્બીિીર્ ુજિરૈર્ ક ંરી કીૈંજર ટ્ઠજ ંરીઅ જટ્ઠઅ ? ર્સ્જં ષ્ઠીિંટ્ઠૈહઙ્મઅ ર્હં. છજ ૈં ેહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ િીટ્ઠઙ્મૈડી ંરી ઙ્ઘીંરર્ ક ંરૈજ જુીીં ખ્તૈઙ્મિ’જ રીટ્ઠિં, જરી ૈજ ર્હં દ્બિી ઙ્ઘૈજંટ્ઠહં કર્િદ્બ ંરી રૈખ્તરીજં ેિૈંઅ ટ્ઠહઙ્ઘ ંરી ટ્ઠહ્વજંટ્ઠિષ્ઠીંજં ઙ્ઘીર્દૃર્ૈંહ ંરટ્ઠહ ર્ઝ્રુીિ ુટ્ઠજ ુરીહ રી ર્ઙ્મદૃીઙ્ઘ ટ્ઠહઙ્ઘર્ ુજિરૈીઙ્ઘ ંરી ઈીંહિટ્ઠઙ્મ હ્લટ્ઠૈિ ૈહ રૈજર્ ઙ્મહીઙ્મઅ રઅદ્બહ. ્‌રી ખ્તૈઙ્મિ’જ દૃૈર્જૈહ ૈજ ટ્ઠં ંરૈજ ર્દ્બદ્બીહં જીંિંષ્ઠરીઙ્ઘર્ દૃીિ ંરી દૃૈજંટ્ઠજર્ ક ૈહકૈહૈંઅ ટ્ઠહઙ્ઘ મ્ીટ્ઠેંઅ ટ્ઠહઙ્ઘ ર્ઙ્મદૃી કટ્ઠિ હ્વીર્અહઙ્ઘ ંરૈજ દ્બજહ-દ્બટ્ઠહેકટ્ઠષ્ઠેંિીઙ્ઘ ૈર્ઙ્ઘઙ્મ, કટ્ઠિ હ્વીર્અહઙ્ઘ ંરૈજ ્‌ીદ્બઙ્મીર્ ક ષ્ઠઙ્મટ્ઠઅ ટ્ઠહઙ્ઘ જર્ંહી, ીટટ્ઠષ્ઠંઙ્મઅ ઙ્મૈાી ંરી દૃૈર્જૈહર્ ક મ્અર્િહ’જ ડ્ઢઐહખ્ત ય્ઙ્મટ્ઠઙ્ઘૈટ્ઠર્િં ર્ઙ્મરૈહખ્ત ટ્ઠં રૈજ ઙ્ઘૈજંટ્ઠહં ડ્ઢટ્ઠષ્ઠૈટ્ઠહ ઙ્ઘટ્ઠદ્બી ટ્ઠહઙ્ઘ ષ્ઠરૈઙ્મઙ્ઘિીહ ટ્ઠજ ૈક ંરીઅ ુીિી િીજીહં હ્વીર્કિી રૈજ ીઅીજ ૈહ ંરી દ્બૈઙ્ઘજંર્ ક ંરી ર્ઇદ્બટ્ઠહ ટ્ઠેઙ્ઘૈીહષ્ઠી ટ્ઠખ્તટ્ઠૈહજં ુર્રદ્બ રી રટ્ઠઙ્ઘ ષ્ઠર્ઙ્મજીઙ્ઘ ંરીદ્બ. ૐીિ ૈઙ્ઘીટ્ઠઙ્મ ૈજ જુીીં ટ્ઠહઙ્ઘ રટ્ઠદ્બિઙ્મીજજ, ટ્ઠહઙ્ઘ રટ્ઠજ ટ્ઠઙ્મઙ્મ ંરી ઙ્મીટ્ઠજેિી ટ્ઠહઙ્ઘ જર્િં ુરૈષ્ઠર ંરીઅ ૈહ ંરી ઉીજં ખ્તીં કર્િદ્બ ંરીૈિ હ્વટ્ઠઙ્મઙ્મજ ટ્ઠહઙ્ઘ ઙ્ઘટ્ઠહષ્ઠીજ ! ૈંક ંરીિી હ્વી ર્હ દૃૈષ્ઠી ૈહ ંરી ઙ્મટ્ઠંીંિ, જેિીઙ્મઅ ંરીિી ૈજ ર્હહી ૈહ ંરૈજ-ંરી ર્કદ્બિીિ. છહઙ્ઘ રટ્ઠદૃી દ્બઅ ર્ષ્ઠેહિંઅદ્બીહ ટ્ઠ િૈખ્તરં ર્ંર્ હ્વદ્ઘીષ્ઠં ર્ં ટ્ઠઙ્મઙ્મ ંરૈજ ટ્ઠજ હ્વીૈહખ્ત ટ્ઠ ુર્િહખ્ત જૈઙ્ઘીર્ ક િીઙ્મૈર્ખ્તૈહ ?-ર્દ્ગ- ર્હ-ર્હં ેહૈંઙ્મ ંરી ખ્તીહીટ્ઠિર્ૈંહ ંરટ્ઠં કર્િુહજ ટ્ઠં ંરૈજ ષ્ઠટ્ઠહ ર્હ્વટ્ઠજંર્ ક ંરી હ્વૈિંરર્ ક ટ્ઠ હીુ ર્ીંર્ ક ર્ય્ઙ્ઘ ુર્રજી કીર્દૃિેિર્ ક જરટ્ઠઙ્મઙ્મ હ્વી ટ્ઠહ્વઙ્મી ર્ં ર્જટ્ઠિ ટ્ઠજ રૈખ્તર ટ્ઠજ ર્ઙ્ઘીજ ંરી જૈિૈંર્ ક ંરૈજ ર્જહખ્ત ૈહ ંરૈજ ષ્ઠરૈઙ્મઙ્ઘ ! ટ્ઠહઙ્ઘ-ંરી ષ્ઠરિૈજૈંટ્ઠહ દ્બૈજર્જૈહટ્ઠિૈીજ ? - ૈં ંરૈહા ૈં િીટ્ઠઙ્મૈડી ુરટ્ઠં દ્બેજં ટ્ઠઙ્મુટ્ઠઅજ દ્બટ્ઠાી ંરીદ્બ કટ્ઠૈઙ્મ ૈહ ટ્ઠ ર્ષ્ઠેહિંઅ ર્જ િૈષ્ઠર ૈહ ંરી ઙ્મૈખ્તરંર્ ક ંરી ૐીટ્ઠિં. ્‌રીૈિર્ હઙ્મઅ ષ્ઠરટ્ઠહષ્ઠી ઙ્મૈીજ ૈહ ુટ્ઠૈૈંહખ્ત ેહૈંઙ્મર્ ેિ ર્ીઙ્મી હ્વીર્ષ્ઠદ્બી ર્ષ્ઠર્ઙ્મેિ-હ્વઙ્મૈહઙ્ઘર્ હ ંરૈજ ંરીૈિ ઙ્મૈખ્તરંર્જદ્બી ઙ્મટ્ઠહઙ્ઘ. છિી ંરીઅ ઙ્ઘીજૈંહીઙ્ઘ ર્ંહ્વી ર્જ હ્વઙ્મૈહઙ્ઘ ? ર્દ્ગ-ંરૈજ જુીીં ખ્તૈઙ્મિ જટ્ઠઅજ-ર્દ્ગ ! દ્ભીજરટ્ઠહ્વ ઝ્રરેહઙ્ઘીિ’જ ઙ્મટ્ઠજં જંટ્ઠખ્તી, ર્ંર્, જટ્ઠઅજ - ર્દ્ગ ! ઈદૃૈઙ્મઙ્મ ુૈઙ્મઙ્મ હ્વી ંરટ્ઠં ઙ્ઘટ્ઠઅ ર્કિ ૈંહઙ્ઘૈટ્ઠ ુરીહ ંરીજી ીંદ્બઙ્મીજર્ ક ઙ્ઘૈદૃૈહી ટ્ઠિેંિીજ ુૈઙ્મઙ્મ રટ્ઠદૃી હ્વીીહ ેંહિીઙ્ઘ ૈહર્ં ંરી ર્જેઙ્મઙ્મીજજ ઙ્મટ્ઠર્હ્વટ્ઠિર્િંૈીજ ટ્ઠહઙ્ઘર્ ુિાજર્રજર્ ક દ્બટ્ઠીંિૈટ્ઠઙ્મૈજૈંષ્ઠ ૈઙ્ઘીટ્ઠઙ્મજ ! જીષ્ઠૈીહષ્ઠીૈં ર્ઙ્મદૃી ! હ્વેં ર્હં ટ્ઠં ંરી ર્ષ્ઠજંર્ ક ંરૈજ- ંરી જુીીં ઙ્મૈદૃૈહખ્ત રીટ્ઠદૃીહર્ ક ંરી ર્દૃીિંઅ - જિંૈષ્ઠાીહ ટ્ઠહખ્તીઙ્મજર્ ક દ્બઅ ર્ષ્ઠેહિંઅ. ઝ્રટ્ઠહ’ં ખ્તૈદૃી ંરીદ્બ ે ર્કિ ંરી રૈખ્તરીજં હ્વઙ્મીજજૈહખ્તજર્ ક ંરી ઉીજીંદ્બ ષ્ઠૈદૃૈઙ્મૈડટ્ઠર્ૈંહ ! ર્ર્િ જુીીં ટ્ઠહખ્તીઙ્મજ ! ર્એ જરટ્ઠઙ્મઙ્મ ઙ્મૈદૃી ંરર્િેખ્તર ંરી ઙ્ઘૈહ ટ્ઠહઙ્ઘ ંરી ેંર્દ્બિૈઙ્મ ંરટ્ઠં ંરીર્ ુઙ્મિઙ્ઘ ુટ્ઠાીજ ુૈંર !’

વિચાર થઈ રહ્યા. કુમુદનું મધુરી-સ્વરૂપ સાંભર્યું. જિજ્ઞાસા સૂતેલી જાગી. મન ચંચળ થયું. પગ અસ્વસ્થ થયા. મોટેથી બોલાયું :

‘વિહારપુરી ! આપણે ચાલશું ?’

‘જી મહારાજ, ભલે ચાલો.’

સરસ્વતીચંદ્ર વિના સર્વ જણે દેવને પ્રણામ કર્યા, એ અને તે સર્વ જણ પાછા ફર્યા અને મંદિર બહાર નીકળ્યા. સામી ચંદ્રાવલી મળી. તેને જોઈ વિહારપુરી આગળ નીકળી ગયો. એ પણ એની પાછળ છેટે ઊંચું જોયા વિના ચાલી ગઈ. ચાલતા ચાલતાં કંઈક વિચાર થતાં પાછી ફરી અને રાધેદાસને પકડી પાડી ઊભો રાખી પૂછવા લાગી :

‘રાધેદાસજી ! ભક્તિમૈયા માર્ગમાં દૃષ્ટ થઈ ?’

‘હા, હવે તો તે યદુશૃંગ ઉપર પહોંચી હશે.’

સરસ્વતીચંદ્ર ઉત્તર સાંભળવા ઊભો .

‘કોઈ નવીન ગ-હસ્થકન્યા તો હતી.’

‘તે શ્રાન્ત હતી કે અશ્રાન્ત હતી ?’

‘અમે આવ્યા ત્યારે બેઠી હતી. જુદા પડ્યા ત્યારે એને તેડી લીધી હતી. એ કન્યા કોણ છે ?’

‘તમે પુરુષજાતિની કઠોરતાનો ભોગ થઈ પડેલી એ બાપડી ડૂબતી ડૂબતી માતાને શરણ આવી જીવી છે.’

‘જ્યાં ત્યાં અમ પુરુષનો જ દોષ ?’

‘છે તે છે.’

‘એકના દોષને માટે સર્વને દૂષિત ગણવા યોગ્ય નથી.’

‘રાધેદાસ ! ઉત્કર્ષના લોભને હું દોષ કેમ કહું ? જે લોભ મેં રખાવ્યો તેને હું દોષ કેમ કહું ? પણ આપણે આ વાત પડતી જ મૂકવી. બિંદુમતીને દીઠી ?’

‘મંદિરમાં છે. ઠાકોરજી જોડે પ્રણય અને અભિનય કરતી હતી.’

‘પુરુષનો પ્રણય કરવા કરતાં આ વસ્તુ સારી.’

‘સત્ય બોલે ત્યાં ના કેમ કહેવાય ?’

રાધેદાસ બહાર ચાલ્યો. ચંદ્રાવલી અંદર ચાલી. સરસ્વતીચંદ્ર રાધેદાસથી આગળ ચાલતો હતો. વિહારપુરી સૌથી આગળ નીકળી ગયો હતો અને આમની વાટ જોતો માર્ગમાં ઊભો હતો.

ચંદ્રાવલીને બિંદુમતી સામે મળી અને ભેટી પડી બોલી :

‘મૈયા ! વિહારપુરી જોડે નવીન કોણ હતું ?’

‘આપણે શી ચિંતા ?’

‘તેની આકૃતિ રમણીય હતી.’

‘તારે ક્યાં પુરુષનું કામ છે ?’

‘હું તો સહજ પૂછું છું. એ ઘણું કરીને વિષ્ણુદાસજીના અતિથિ છે.’

‘હેં ! ત્યારે તો આપણે તેનું કામ છે. મધુરીની કથા તેં સાંભળી છે કની ?’

‘તે પુરુષ આ ?’

‘એમ જ હોવું જોઈએ.’

‘સૂર્ય ગયે પદ્મિની મીંચાય છે તે યોગ્ય જ છે. મધુરીનાં દુઃખની મધુરતા અને તીવ્રતા હવે સમજાય છે.’

‘બચ્ચા ! તું માજીનું મંદિર બે દિવસ જાળવીશ ?’

‘હા. કે ?’

‘મધુરી વિશે મારો જીવ ઊંચો હતો તે હવે વધારે ઊંચો થયો.’

‘તે યદુશૃંગ જવા ધારો છો ?’

‘હા.’

‘પણ વિહાર-’

‘મારે તેનું શું કામ છે ? મધુરીને સુખ કરી પાછી આવીશ.’

‘ભલે. જાઓ ત્યારે.’

‘કોઈ સ્ત્રીઓને તારી સાથે રહેવાનું કહીશ.’

‘ક્યારે જશો ?’

‘તે બેટ જઈને નિર્ણય કરીશું.’

‘ભલે.’

‘અથવા-બિંદુ બેટા ! તું પણ મારી સાથે જ ચાલશે; મંદિર કોને સોંપીશું ?’

‘કેમ વિચાર ફેરવ્યો ?’

‘શરીર એકલું પડે ત્યારે કાળજું હાથમાં ન રહે-તો વિપરીત થાય. બેટા ! જેને એવો ભય હોય તેણે કોઈ ન મળે તો બોલતું બાળક પણ સંગતમાં રાખવું.’

‘માશી ! સાધુજનોનો કાળ સર્વદા મનને આમ અંકુશમાં રાખવામાં જ જતો હશે ?’

‘સંસારમાં જન્મ લેનાર સર્વને માટે એ સાધુચરિત ઉચિત છે, તો સાધુનો આ ભેખ ધરે તેનું તો પૂછવું જ શું ?’

‘પણ વિવાહિત જનોને એ પ્રયાસની આવશ્યકતા નહીં રહેતી હોય ?’

મંદ સ્મિત કરી, મુગ્ધાને ચુંબન કરી, તેને વાંસે જરીક થાબડી, ચંદ્રાવલી બોલી :

‘બેટા ! અનેક ભોગ અને ભોગનાં સાધન હાથમાં છે તેને પણ સંતોષ દુર્લભ છે તે પામવાને આવું સાધુચરિત જોઈએ છે તો તારા જેવી નાની સરખી કોમળ દેહલતિકાને શ્રી અલખ ભગવાનના અશરીર યોગથી તૃપ્ત રહેવા માટે કેટલું જાગૃત રહેવું પડે વારું ? બેટા બિન્દુ ! તારા અને મધુરીના વયમાં બહુ ફેર નથી. તારી સાથે એ મન મૂકી વાત કરશે ને એને સુખી કરવામાં તું સાધનભૂત થાય તો એ પુણ્ય તારે ઓછું નથી. માટે પણ મારી સાથે ચાલ. મન ઉપર જય, માજીનો યોગ, અને અન્ય જીવોને સુખી કરવા : એ ત્રણેય કામ પૂરાં થાય તો સાધુજીવનનું ફળ પૂર્ણ મળ્યું ગણવું.’

૧. સ્તન્ય એટલે ધાવણ -તેનું પાન. ૨. કમળ; રાધાનાં નેત્રકમળ.૩. (કૃષ્ણચંદ્રની)સુરત એટલે મુખછબી વિના. * કામદેવ, મદન.૪. ખગપતિ = ગરુડપતિ = કૃષ્ણ.૫. ચખ (ચક્ષુ,આંખ) ખગપતિને પીતી (પામતી)નથી. ૬. રાધા,૭. વીણા,૮. હરિણ,૯. ચંદ્રમાનું હરિણ, ૧૦.સારંગ એટલે દીપ. તેનો પુત્ર કાજળ. કાજળનો અંક (નિશાની) હાથમાં કર્યો. ૧૦. સારંગ એટલે વાઘ; વાઘનું ચિત્ર. ૧૨. ઠયે-ચીતર્યું. ૧૩. કશ્યપનંદન-સૂર્ય. ૧૪. કૃષ્ણને વિયોગે રાધાએ વીણા લઈ વિનોદ ઈચ્છ્યો ત્યારે, તે સાંભળવા હરિણવર્ગ અને ચંદ્ર સત્બ્ધ થઈ ઊભા. રાધાએ વિરહથી ચંદ્રદર્શન ન વેઠાતાં હથેલીમાં કાજળવડે વાઘ ચીતર્યો, તે જોઈ હરણ નાઠાં. ચંદ્રનું હરણ બીન્યું ને રથ લઈ નાઠું તે ચંદ્ર અસ્ત થયો ત્યાં સૂર્ય ઊગ્યો ને કૃષ્ણદર્શન પણ થયાં. એ આ પદનો અર્થ.૧