રાધેશ્યામ - Novels
by DIPAK CHITNIS. DMC
in
Gujarati Motivational Stories
// રાધે-શ્યામ-૧ // "મારા દીકારાને જેટલો આઘાપાછા થવું હોય તો થવાદો ! હું પણ દયાશંકર બક્ષી છું અને તેના બાપ છું તેનું ધાર્યુ તો હું કોઇ કાળે નહીં થવા દઉં ! ભલે ને મારો બેટો..જે કોલ દાવ તેને ખેલવા હોય તે ખેલે રાખે પણ હું દયાશંકર તેની ગાડી મારી મરજી વિરૂદ્ધ પાટે ચડવા જ દઉં નહિ ને ! "આ મુજબના તીખા તમતમતા વેણ કહીને તેની હંમેશની લત મુજબપોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર પણ જૂના જમાનાનું ઘરનું ચોખ્ખુ ઘી ખાધેલ પીધેલ એટલે સારા બોલ્યા."જોયું ! આ મારી તાળી પણ મારી
// રાધે-શ્યામ-૧ // "મારા દીકારાને જેટલો આઘાપાછા થવું હોય તો થવાદો ! હું પણ દયાશંકર બક્ષી છું અને તેના બાપ છું તેનું ધાર્યુ તો હું કોઇ કાળે નહીં થવા દઉં ! ભલે ને મારો બેટો..જે કોલ દાવ તેને ખેલવા ...Read Moreતે ખેલે રાખે પણ હું દયાશંકર તેની ગાડી મારી મરજી વિરૂદ્ધ પાટે ચડવા જ દઉં નહિ ને ! "આ મુજબના તીખા તમતમતા વેણ કહીને તેની હંમેશની લત મુજબપોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવેલી તમાકુ ઉપર એક, બે ને ત્રણ થાપટ મારી લીધી. તાબોટાના રણકાર પણ જૂના જમાનાનું ઘરનું ચોખ્ખુ ઘી ખાધેલ પીધેલ એટલે સારા બોલ્યા."જોયું ! આ મારી તાળી પણ મારી
// રાધે-શ્યામ-૨ //જ્ઞાતિનાં ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યાં હતાં, ત્યારે રાધેશ્યામના પેશીદાર, લઠ્ઠ પગ ગામને બીજે છેડે સોંસરા નીકળી ચૂક્યા હતા. “દાક્તર સાહે...બ', 'ફોજદાર સાહે..બ', 'હીરાચંદ પાનાચંદ', 'સપાઈ દાદુ અભરામ', 'પગી ઝીણિયા કાળા' અને 'મેતર માલિયા ખસ્તા' એવા ...Read Moreએક પછી એક શેરીને અને ફળીને ચમકાવતો, ઘરેઘર કાગળ ફેંકતો રાધેશ્યામ, કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પાડ્યા વિના, ગાંડાની માફક ચાલતો હતો. આડુંઅવળું જોવાની એને ટેવ નહોતી. એક તો જાતનો નાગર, અને પાછો અભણ, એટલે તોછડો તો ખરો. ખુદ નગરશેઠ પૂછે કે ‘મારો કાગળ છે ?' તો જવાબમાં ‘ના જી‘ને બદલે એકલી ‘ના’ જ કહેવાની રાધેશ્યામની
// રાધે-શ્યામ-૩ //મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઇ રહેવાનાં હતાં. ટૂંકામાં, વકીલ પચાસ માણસોની જાન લઇને એક દિવસ આવ્યા. ઠાકોર સાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઇને એક કલાક માટે વકીલની જાનમાં ...Read Moreતે બનાવે આખા ગામને નવાઇ પમાડી દીધી. હસ્તીનાપુરના મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક દયાશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વહેંત અધ્ધર ચાલતા થયા. વકીલે ચોરાસી જમાડી, તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને હરીજનવાસ ધરાયા અને મોટેમોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્ડયા. રાજ્યનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી ગીત-સંગીતનાજલસા કરાવી ગયું, એ તો અવધિ થઇ
// રાધે-શ્યામ-૪ //દયાશંકરકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને રાધેશ્યામે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો બીસ્ત્રા-થેલા ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજે-રોજ ચાલી નીકળતો. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યો હતો. બન્ને એકલા છે, બન્ને મૂંગા હતા, બન્નેને તાપમાં તપતાંતપતાં, ...Read Moreકેવળ પંથ જ પસાર કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વાદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા જયારેબીજાના માથા પર અનેક માનવીઓનાં સુખ–દુ:ખની છૂપી–અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ–તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ રાધેશ્યામના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, ધબકાર એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્નેનું જીવતર
//રાધે-શ્યામ-૫//નદી-કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી પૂરા ગોહિલવાડ પંથકમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઇ રંગ ઊઘડતો ! દયાશંકરે નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડ્યે પોતાની નાની કીકલીને તેડી. ખંભે કોસ ઉપાડી, માથા ...Read Moreપછેડી લઇ મંજુલાએ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘરકામ હોય, તેથી ભર બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઇને જ રાધેશ્યામના હલકારાનો કેડો જાતો. એ રીતે કોઇકોઇ વાર એ નદીપ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથી વ્યક્તિ ભળતી પતિ વિનાની મંજૂલા. મંજુલાની કીકલી સારુ રાધેશ્યામ પોતાની કેડ્યે પીપરર્મીટની પડીકી