વહાલા વાંચક મિત્રો. ઇસ્લામનો પવિત્ર મહિનો રમજાન અત્યારે ચાલી રહ્યો છે. અને તે 1/3 જેટલો પૂરો પણ થવા આવ્યો છે.અને જ્યારે આ લેખ તમારા હાથમા આવશે ત્યારે કદાચ પૂરો થઈ ગયો હશે યા પુરો થવા આવ્યો હશે. આજથી હર અઠવાડિયે એક ઇસ્લામિક સ્ટોરી રજૂ કરવાની હું કરીશ. ઇન્શાલ્લાહ. *બિસ્મિલાહિર રહેમાનીર રહીમ* તો શરુ કરુ છુ પહેલી સ્ટોરી પયગમ્બર હઝરત મુસા (av)થી. હિંદુ અને મુસ્લિમ ધર્મના અમુક કથાનકોમા કેટલુ બધુ સામ્ય છે તે તમને આ સ્ટોરી વાંચતા વાંચતા સમજાતુ જશે. તો ચાલો શરુ કરીએ સફર આપણી ઈસ્લા
ઇસ્લામિક સ્ટોરી - 1
ઈસ્લામિક સ્ટોરી 1વહાલા વાંચક મિત્રો.ઇસ્લામનો પવિત્ર મહિનો રમજાન ચાલી રહ્યો છે. અને તે 1/3 જેટલો પૂરો પણ થવા આવ્યો છે.અને જ્યારે આ લેખ તમારા હાથમા આવશે ત્યારે કદાચ પૂરો થઈ ગયો હશે યા પુરો થવા આવ્યો હશે. આજથી હર અઠવાડિયે એક ઇસ્લામિક સ્ટોરી રજૂ કરવાની હું કરીશ. ઇન્શાલ્લાહ. *બિસ્મિલાહિર રહેમાનીર રહીમ*તો શરુ કરુ છુ પહેલી સ્ટોરી પયગમ્બર હઝરત મુસા (av)થી.હિંદુ અને મુસ્લિમ ધર્મના અમુક કથાનકોમા કેટલુ બધુ સામ્ય છે તે તમને આ સ્ટોરી વાંચતા વાંચતા સમજાતુ જશે.તો ચાલો શરુ કરીએ સફર આપણી ઈસ્લામિક સ્ટોરીની.હઝરત મુસાને કલીમુલ્લાહ તરીકે ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 2
ઈસ્લામિક સ્ટોરી .2 પયગમ્બર હઝરત મુસા(av)નો જન્મ ઈસ્વીસન પૂર્વે ચઉદમી સદીમા થયો હતો.અને તેઓ બની ઈસરાઈલની કોમમાં જન્મ્યા હતા.બની ઈસરાયલ એટલે ઈસ્વીસન પૂર્વે દસમી સદીમા થઈ ગયેલા પયગમ્બર યાકુબ(av)ના વંશજો. મૂસાના જન્મના એક દિવસ પહેલા અલ્લાહે મુસાની માતા યુહાનાને સ્વપ્નમા સુઝાવ્યુ હતુ કે તે એક બંધ સંદુક જેવી ટોકરીમા મુસાને મુકીને નીલ નદીમાં તરતી મુકી દે.યુહાના એવી ટોકરી બનાવવા ગઈ તો એ ટોકરી બનાવવા વાળાએ એને પૂછ્યું કે."ટોકરીનું શું કરશો?"યુહાના ખોટુ ના બોલી શકી.અને જે સાચુ હતુ તેજ જવાબ તેણે તેને ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 3
ઈસ્લામિક સ્ટોરી 3 મોડી રાત્રે યુહાનાએ હ.મુસા(av)ને જન્મ આપ્યો.વહેલી પરોઢના યુહાનાએ ટોકરીમા એક કંબલ રાખીને મુસાને એમાં સુવરાવ્યા ટોકરીનુ ઢાંકણ બંધ કર્યું.અને પોતાની દિકરી મરિયમને સાથે લઈ નીલ નદીને કિનારે આવ્યા. નીલ નદી પાસે આવીને યુહાનાએ ફરી એક વાર ટોકરીનું ઢાંકણ ખોલ્યુ અને એક વાર પોતાના લાડલા દિકરાને પ્યાર કર્યો.એના કુમળા ગાલ અને નાના કપાળ પર હેત પુર્વક ચુંબન કર્યું.પછી ટોકરી ફરીથી જેમ હતી તેમ બંધ કરી દીધી. એણે આંખો મીંચીને અલ્લાહને એણે પ્રાર્થના કરી કે."યા અલ્લાહ.મારા બાળકને હું તારી ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 4
ઈસ્લામિક સ્ટોરી 4 ભુખને નાના અને હજુ થોડી વાર પહેલા જ જન્મેલા હઝરત મુસા (av) જોર જોરથી રડી રહ્યા હતા. ફિરઓનના મહેલમા રહેતી હર એક નાના બચ્ચાવ વાળી સ્ત્રીઓએ અને દાસીઓએ કોશીષ કરી જોઈ હઝરત મુસા (av) ને દુધ પીવરાવવાની. પણ મુસા કોઈનુ પણ દુધ પીવા માટે તૈયાર ન થયા.ત્યારે મુસાની બહેન મરિયમ કે જે નીલ નદીમાં તણાતી જતી ટોકરીનો કે જેમા એનો વહાલો ભાઈ હતો તેનો સંતાઈને પીછો કરતી ત્યા સુધી આવી ગઈ હતી.એણે કહ્યુ."હું એક એવી સ્ત્રીને જાણું છુ કે જે આ ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 5
ઈસ્લામિક સ્ટોરી 5 છાતીમાં શ્વાસ ભરતા ફિરઓન બોલ્યો."હું એની પરીક્ષા લઈશ.""પરીક્ષા?આટલા નાના બાળકની?"આયેશાએ નવાઈ પામતા પૂછ્યુ."હા પરીક્ષા.અને જો એ મારી પરીક્ષામા નાપાસ થયો તો એજ ક્ષણે હું એને કત્લ કરી નાખીશ."ફિરઓને પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો હતો.આયેશા વિચારમા પડી ગઈ કે એનો ખાવિંદ આ માસૂમ મુસાની કઈ પ્રકારની પરીક્ષા લેશે.ફિરઓને પહેલા તો બે વાસણ મંગાવ્યા.એક વાસણમાં જાત જાતની મીઠાઈઓ ભરેલી હતી અને બીજુ વાસણ સળગતા લાલ ચોળ કોલસાથી ભરેલુ હતુ.બન્ને વાસણ જમીન ઉપર મૂકી દીધા પછી મુસાને બન્ને વાસણથી દુર બેસાડ્યો.ફિરઓન મીઠાઈથી ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 6
ઈસ્લામિક સ્ટોરી 6 સિપાહીની સાથે બોલાચાલી થવાથી ઈસરાઈલે મુસા પાસે મદદ માંગી.પણ સિપાહીએ મુસા કંઈ મદદ કરે તે પહેલા બની ઇસરાયલની પીઠ પર એક જોરદાર ચાબુક ફટકાર્યું અને બીજુ મારવા માટે એણે જ્યાં ફરી ચાબુક ઉગામ્યુ.કે તરત મૂસાએ એને સાવધાન કરતા કહ્યુ."ખબરદાર જો તે હવે વધુ કોઈ પણ ઝુલ્મ આ મઝલુમની ઉપર કર્યો છે તો.""તો.તો તુ શુ કરી લઈશ?"પડકાર ફેંક્યો એ સિપાહીએ મુસાને.મુસાએ પહેલા તો દાંત ભીંસ્યા.પણ પછી ઠંડા સ્વરે કહ્યુ."તુ અહીંથી ચુપચાપ ચાલ્યો જા હવે.""તુ.તુ મને અહીંથી ચાલ્યા જવાનુ કહે છે?"આમ કહીને જાણે મુસાએ એનો ઘોર ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 7
ઇસ્લામિક સ્ટોરી 7 મુસાએ થોડુ ખાવાનુ અને સાથે લઈને પોતાની મદિયન તરફની સફર શરૂ કરી.મદિયન જવા માટે સહુથી પહેલા તો એક મોટુ રેગિસ્તાન પસાર કરવુ પડે.મુસા દિવસ આખો આરામ કરતા અને સમી સાંજે રેગિસ્તાનની મુસાફરી શરુ કરતા.જેથી ગરમી અને થાક ઓછો લાગે.આઠ દિવસે માંડ રેગિસ્તાનની મુસાફરી પુરી થઈ.પછી હવે શરુ થઈ પહાડો અને જંગલોની ઉબડ ખાબડ સફર.પોતે શરૂઆતમાં જે ખાવા માટેનુ ભાથુ લીધુ હતુ એ તો હવે પુરુ થઈ ગયુ હતુ.હવે તો ઝાડ ઉપરથી ફળો તોડીને કે પછી જ્યારે કોઈ રસ્તામાં નાનુ એવુ ગામ આવે ત્યારે કોઈ ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 8
ઇસ્લામિક સ્ટોરી 8 શોએબે નીચે સુધી પહેલા તો મુસાનુ બરાબર નિરીક્ષણ કર્યું.તંદુરસ્ત.ખડતલ અને મજબૂત શરીર હતુ હઝરત મુસા(av) નુ.નિરીક્ષણ કરી લીધા બાદ શોએબે કહ્યુ."તમે મદિયનના તો નથી લાગતા.ક્યાંથી આવો છો?અને અહીં આવવાનો તમારો ઉદ્દેશ શુ છે?""હું બની ઇસરાઈલની કોમનો છુ અને મિસરથી આવુ છુ.મારુ નામ મુસા છે. ફિરઓનના અમારી કોમ ઉપર ઝુલ્મ વધતા જ જાય છે.એ અમારી કોમ સાથે ગુલામો જેવો વ્યવહાર કરે છે. દરેક હલકા અને ભારી કામો અમારી કોમ પાસે કરાવે છે જરા જેટલી પણ ભુલ થાય તો ચાબુકથી ઢોર માર મારે ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 9
ઇસ્લામિક સ્ટોરી 9દસ વર્ષની મુદ્દત પુરી થતા હઝરત મુસાએ હઝરત શોએબ પાસે મિસર પાછા જવાની ઈઝાઝત માંગી.તો શોએબે કહ્યુ."તમને ત્યા મિસરમા ફિરઓનથી ખતરો છે ને?""હા બિલકુલ છે.પણ જે રીતે મને અહીં આવવાની અલ્લાહ તરફથી પહેલા પ્રેરણા થઈ હતી તેવી જ રીતે હવે ફરીથી મને પાછા મિસર જવાની પ્રેરણા મળી રહી છે.એટલે ડરવાનુ કોઈ કારણ નથી.કારણકે અલ્લાહ મારી અને મારા પરિવારની રક્ષા કરશે."મુસાએ અલ્લાહ ઉપર વિશ્વાસ કાયમ રાખતા આત્મવિશ્વાસ પુર્વક કહ્યુ.અને મુસાનો આત્મવિશ્વાસ જોઈને શોએબે મુસાને મિસર જવાની ઈઝાઝત આપી."અલ્લાહ ઉપરનુ તમારુ ઈમાન જોઈને હું તમને જવાની ઈઝાઝત આપુ છુ.જાવ અલ્લાહ તમને તેની પનાહમા રાખે." શોએબની ઈઝાઝત મળતા હઝરત મુસા ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 10
ઈસ્લામિક સ્ટોરી 10 અલ્લાહે મુસાને કહ્યુ."એ મુસા હું તને મારો સંદેશવાહક યાને મારા પયગમ્બર તરીકે તારી નિમણુંક કરું છુ."મુસાએ જતા અલ્લાહનો આભાર માન્યો.અને હાથ ઉંચા કરીને અલ્લાહ પાસે આજીજી કરી."યા અલ્લાહ.હું તારો શુક્ર ગુઝાર છુ કે તે મને તારા કાર્યો કરવા માટે પસંદ કર્યો.પણ મારી તારી આગળ યાચના છે કે તુ મને ગુઢ રહસ્યોનુ જ્ઞાન આપીને મારી છાતી પર વિટળાયેલા અજ્ઞાનના પરદાઓને હટાવી દે.મારી લડખડાતી જીભને સ્થિરતા આપ.અને તે જે કામ માટે મને પસંદ કર્યો છે એ કામમા મારા મોટા ભાઈ હારુનને મારો સહાયક બનાવ."ફરીથી અલ્લાહનો સ્વર સંભળાયો."મેં તારી તમામ વિનંતી કબુલ કરી છે.હવે તુ કોઈ પણ ખોફ વગર ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 11
ઈસ્લામિક સ્ટોરી 11 બકરા ઈદ વાચક મિત્રો. ૨૮-૫-૨૬ ના બકરી તહેવાર છે.તમારા માંથી ઘણા લોકો આ જાણતા હશે કે બકરી ઈદની શરુઆત કેવી રીતે થઈ.હું અહીં ટુંકમાં બકરી ઈદની જે કથા છે એનુ વર્ણન કરુ છુ.મિત્રો.એ પહેલા આપણે શેઠ સગાળશાની વાર્તાને ટૂંકમા જાણીશુ.બકરી ઈદની કથા અને શેઠ સગાળશાની કથામા પંચોતેર ટકા સામ્ય છે. શેઠ સગાળશા અને તેમના પત્નિ ચંગાવતીને રોજ એક અતિથિને જમાડ્યા પછી જ જમવાની ટેક હતી.ભગવાને એમની કૃષ્ટરોગીનું રુપ ધારણ કરીને પરીક્ષા લીધી હતી.બે દિવસ સુધી કોઈ અતિથિ શેઠને મળ્યુ નહિ તો ત્રીજે દિવસે વરસતા ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 12
ઈસ્લામિક સ્ટોરી 12 યોમુઝઝીનાના જ દિવસે એટલે કે મિસરના રાષ્ટ્રીય ઉત્સવના દિવસે ફિરઓને જાદુગરો અને મુસાનો મુકાબલોગોઠવ્યો હતો.આ આ મુકાબલો રાખવાનું એટલા માટે આયોજન કર્યું હતુ ફિરઓને કે અગર તમામ રાષ્ટ્રના લોકોની સામે જો પયગમ્બરીનો દાવો કરનાર મુસાનો પોતાના જાદુગરોની સામે પરાજય થાય તો જે લોકો મનોમન મૂસાના પાછા આવવાથી ખુશ થયા હતા એવા લોકોને સબક મળે.અને પોતાની સર્વપરિતા બરકરાર રહે. અને જે લોકો હજી સુધી પોતાને સર્વ શક્તિમાન નથી માનતા કે સમજતા એ લોકો ઉપર પણ પોતાનુ પ્રભુત્વ સ્થાપિત કરી શકાય.અને આખરે એ યૌમુઝઝીનાનો દિવસ પણ આવી ગયો.એક વિશાળ મેદાનમા ફિરઓને પોતાના જાદુગરોને એકઠા કર્યા હતા.મિસરના ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 13
ઈસ્લામિક સ્ટોરી-13"ફિરઓન.અમે હવે જાણી ગયા છીએ કે સત્ય શુ છે.અમને હવે મૃત્યુનો ખૌફ જ નથી રહ્યો.કારણકે તુ ભલે તાકાત હોઈશ પણ તારાથી પણ વધુ શક્તિશાળી તો ફક્ત મુસાનો અલ્લાહ એટલે કે પરવરદિગાર જ છે."હઝરત મુસા(av)નો મુકાબલો કરવા આવેલા તમામ જાદુગરોએ ફિરઓનને કહ્યુ."હું આની ઘણી જ સખ્ત સજા કરીશ તમને લોકોને."ફિરઓનના ગુસ્સાની કોઈ સીમા ન હતી એના મગજનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.હઝરત મૂસાએ ફરી એકવાર શાંતિ પૂર્વક ફિરઓનને સમજાવવાનો પ્રયાસ કર્યો."ફિરઓન.હું તને ફરીથી કહુ છુ કે સાચા અને નેકીના માર્ગને અપનાવી લે.અને અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ. અત્યાર સુધી તે જેટલા પણ ગુનાહો કર્યા છે એની અલ્લાહ પાસે માફી ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 14
ઈસ્લામિક સ્ટોરી 14 તીડોના આક્રમણ રુપે આવેલા અઝાબને રોકવા ફિરઓને ફરીથી એક વ્યક્તિને હઝરત મુસા(av) પાસે માણસ મુસા પાસે જઈને બોલ્યો."એ મુસા.મને ફિરઓને તારી પાસે મોકલ્યો છે.અને એ કહે છે કે આપણે મૂસાના અલ્લાહ ઉપર ઈમાન લઈ લાવીએ.જા મુસાને જઈને કહે કે આ તીડોના આક્રમણને દુર કરે."મૂસાએ ફિરઓનના માણસની વાત સાંભળીને તરત અલ્લાહને બન્ને હાથ ઉંચા કરીને આજીજી કરી."યા પરવરદિગાર.મિસરની ધરતી પર ત્રાટકેલા આ તીડના અઝાબને પાછો લઈલે."અને અલ્લાહે મુસાની દુઆ કબુલ કરી.ચંદ મિનિટોમા જ ધીરે ધીરે તીડો ગાયબ થઈ ગયા.તીડોનો અઝાબ અલ્લાહે દૂર કર્યો.હઝરત મુસા ફરી એકવાર ફિરઓન પાસે આવ્યા અને કહ્યું."ફિરઓન.બની ઇસરાઈલોને આઝાદ કરી ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 15
ઈસ્લામિક સ્ટોરી 15 દેડકાઓના અઝાબથી ત્રાસી ગયેલા ફિરઓને બીજા એક માણસને હઝરત મુસા(av)પાસે મોકલાવ્યો.એ માણસે મુસા પાસે આવીને મુસા.અમે આ દેડકાઓના અઝાબ થી ત્રાસી ગયા છીએ.મહેરબાની કરીને તારા અલ્લાહને કહે કે આ અઝાબને રોકી લે.""અલ્લાહ તો પરમ કૃપાળુ અને અતી દયાળુ છે એ ચોક્કસ અઝાબને રોકી લેશે.પણ અમારા બની ઇસરાઈલોનુ શુ?"મુસાએ એ માણસને પૂછ્યુ.ફિરઓનના એ માણસે જવાબ આપતા કહ્યુ."ફિરઓને કહ્યુ છે કે તે બની ઇસરાઈલો ને આઝાદ કરવા તૈયાર છે.અને એ તારા અલ્લાહ ઉપર ઈમાન પણ લઈ આવશે"મુસાએ આંખો બંધ કરીને અલ્લાહને ગિરિયાઝારી કરી."યા અલ્લાહ.રોકી લે આ અઝાબને."અને થોડીક જ વારમા દેડકાઓ ગાયબ થઈ ગયા.હઝરત મુસા ફરીથી ફિરઓન ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 16
ઈસ્લામિક સ્ટોરી 16 રાતા સમુદ્રના કિનારા પાસે હઝરત મુસા(av)અને બની ઇસરાઈલીઓ પહોંચવા આવ્યા હતા.અને ત્યારે એમને પોતાની પાછળની ધૂળની ડમરીઓ ઉડાડતુ પોતાની દિશામા દોડતું આવતુ ફિરઓનનુ વિશાળ લશ્કર દેખાયુ.બની ઇસરાઈલીઓ ફિરઓનના ભયથી થરથરવા લાગ્યા.કાંપવા લાગ્યા.મૃત્યુના ડરે અમુક લોકો તો આમ બબડવા પણ લાગ્યા."એય મુસા.અમે કાશ તારી વાતમા ના આવ્યા હોત.તારી વાતોમાં આવીને તારી સાથે ભાગ્યા ન હોત તો સારુ થાત ત્યા ભલે અમે મજદૂરી કરતા હતા. ફિરઓન અને ફિરઓની ઓની ગુલામી કરતા હતા પણ જીવતા તો હતા.હવે આ ફિરઓન અને તેનુ લશ્કર આપણને જીવતા નહિ મુકે."હઝરત મુસાએ એ લોકોને હિંમત આપતા ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 17
ઈસ્લામિક સ્ટોરી 17 મોહરમ મહિનો સમાપ્ત થવા આવ્યો છે આજે આપણે વાત કરીશુ ઈમામ હુસૈનની શહાદતની.કરબલાના યુદ્ધની. સુન્ની શિયાના વિભાજનની. પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.લ.વ)ની વફાત હિજરી સન ૧૧ની રબી અલ અવલ ૧૨ના થઈ હતી અંગ્રેજી તારીખ ના હિસાબે ૮ જુન ૬૩૨ના મદીનામા થઈ હતી.અને ત્યાર પછી જ મુસ્લિમો મા સમસ્યાઓ સર્જાઈ હતી. શિયાઓની માન્યતા અનુસાર નબી સાહેબ છેલ્લી હજ ૬૩૨ માર્ચ મહિના મા કરી હતી તેમની સાથે હજારો મુસલમાનો એ હજમા સામેલ હતા. મક્કાથી મદીના પાછા ફરતી વખતે એક ચોક આવે છે જ્યા ગદીરે ખુમ નામનુ એક તળાવ છે ત્યા નબી સાહેબે પડાવ નાખ્યો.એમને એક અગત્યની જાહેરાત કરવાની હતી ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 18
ઈસ્લામિક સ્ટોરી 18 હઝરત ઉમરની વફાત પછી ખિલાફત ની મસનદ એટલે કે તખ્ત ઉપર આવ્યા હઝરત ઉસ્માન ગની.હઝરત ઉસ્માન એક પૈસા પાત્ર પ્રતિષ્ઠિત વ્યાપારી પરિવાર બની ઉમૈયા થી તાલુક રાખતા હતા.અને હઝરત અલીની માફક તેઓ પણ નબી સાહેબ ના જમાઈ હતા.પૈસા પાત્ર હોવાને કારણે જ્યારે ઇસ્લામ સ્થાપિત થઈ રહ્યો હતો ત્યારે એમણે ઘણા ગરીબ મુસલમાનોને સહાય કરી હતી.મદીનામા પાણીની કિલ્લત હતી તો તેમણે કૂવાઓ ખોદાવીને પાણીની સમસ્યા દૂર કરી હતી.એક યહૂદીનો માલિકીનો કુવા*રુમા કા કુઆ*ખરીદીને જનતાને અર્પણ કર્યો હતો.પહેલા ખલીફાએ કુરઆનની જે પ્રતિનુ સંકલન કર્યું હતુ એને પોતાની પાસે સાચવીને રાખી અને તેની અનેક નકલો કરાવીને પ્રમુખ સામ્રાજ્ય કુફા.દમિષ્ક. ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 19
ઈસ્લામિક સ્ટોરી 19 હઝરત અલીની સમજાવટ પછી બન્ને પક્ષના સૈનિકો પોતપોતાના તંબુઓ માં જઈને સુઈ ગયા.પણ જેમણે ઉસ્માનની હત્યા કરાવી હતી. એ કાવતરાબાજોના માણસો બન્ને તરફના લશ્કરોમાં સામેલ હતા.અને એ લોકોની ઈચ્છા શાંતિની તો બિલકુલ ન હતી.રાત્રિના ત્રીજા પહોરમાંએ કાવતરા ખોરોએ એક બીજાની છાવણીઓ ઉપર અચાનક હુમલો કર્યો.અને પછી શરુ થયુ ભયંકર યુદ્ધ.વહેલી સવારે શરુ થયેલુ એ યુદ્ધ બપોર સુધી ચાલ્યુ હતુ અને ત્યા સુધીમા બન્ને પક્ષોના હજારો સૈનિકો શહીદ થઈ ગયા.હઝરતઅલીના પક્ષના પાંચથી સાત હજાર અને હઝરત આયેશાના પક્ષમાંથી બારથી પંદર હજાર સુધી સૈનિકો શહીદ થયા હતા. યુદ્ધ અટકાવવા માટે હવે હઝરત અલી ને એક જ ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 20
ઈસ્લામિક સ્ટોરી 20 જંગે સિફ્ફીન પછી હઝરત અલીએ મદીનાથી ખિલાફતની ગાદી કુફામા ફેરવી લીધી હતી. જંગે સિફ્ફીનમા બન્ને તરફ નુ મોટા પ્રમાણમાં લોહી વહ્યુ હતુ અને આથી એક નવો ફિરકો સામે આવ્યો. જે ખારજી તરીકે ઓળખાયો.અને એ લોકોએ હઝરત અલી.મુઆવિઆ અને અમ્ર ઇબ્ને આસની હત્યાનો મનસૂબો બનાવ્યો.કારણકે એ લોકોને લાગતુ હતુ કે આ ત્રણેના કારણે જ મુસ્લિમોનુ લોહી વહ્યુ છે. પ્લાન મુજબ પચીસ જાન્યુઆરી 661 ના ફ્જરની નમાઝના સમયે એક સાથે ત્રણે ઉપર હુમલો કરવો જેથી કરીને જો એક ઉપર હુમલો થાય તો તે બીજાને ચેતવણી ના આપી શકે.કુફામા ઝેર પાયેલી તલવાર સાથે ઇબ્ને મુલજીમે હઝરત અલી પર હુમલો ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 21
ઈસ્લામિક સ્ટોરી 21 ઈસ્વીસન 661 થી 680 સુધી મુઆવીયાએ મુસ્લીમો ઉપર શાસન કર્યું.હઝરત અલી મદીનાથી ખિલાફતની રાજધાની લઈ આવ્યા હતા.અને મુઆવીયા રાજધાની કુફાથી સિરીયાના દમાસ્કસ શહેરમા લઈ ગયા. અત્યાર સુધી જે પણ પાંચ ખલિફા થયા હતા એ એક જાતની ચુંટણી પ્રથાથી નિમાયેલા હતા.એટલે કે મોટા ભાગના મુસ્લિમો અને સરદારોની ઈચ્છાથી ખલિફા બન્યા હતા જ્યારે મુઆવીયા તાકાતના અને સંપતિના જોરે ખિલાફત ઉપર આવ્યા હતા.પણ પછી એમને મુસલમાનોએ ખલિફા તરીકે સ્વીકારી લીધા હતા. મુઆવીયા પોતાના પછી પોતાના પુત્ર યઝીદને ગાદી સોંપવા માંગતા હતા.પણ યઝીદ એક અય્યાસ અને બદચલન વ્યક્તિ હતો આથી મુઆવીયા જાણતા હતા કે યઝીદને મુસ્લીમાનો ક્યારેય પોતાના ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 22
ઈસ્લામિક સ્ટોરી 22 હઝરત ઈમામ હુસૈન મક્કા આવ્યા પછી ચાર મહિના સુધી તો કુફાના લોકો ને જાણ પણ હતી કે હઝરત હુસૈન ક્યા અને કઈ હાલાતમા છે.ચાર મહીને લોકોને જ્યારે જાણ થઈ કે હઝરત હુસૈન મક્કામાં છે તો કુફાથી તેમની ઉપર પત્રો આવવા લાગ્યા કે."અમારા ઉપર યઝીદનો ખુબ ત્રાસ છે.મહેરબાની કરીને યા હુસૈન તમે અહી આવો અને ઝુલ્મી યઝીદને ખિલાફત પરથી ઉથલાવીને અમોને એના ત્રાસથી છુટકારો આપાવો અમે તમારી સાથે છીએ."શરુઆતમા તો હઝરત હુસૈને એ પત્રોની અવગણના કરી. પણ પછી હજારોની સંખ્યામા જ્યારે એમની ઉપર પત્રો આવવા લાગ્યા.ત્યારે તેમણે પોતાના પિતરાઈ ભાઈ મુસ્લિમ બીન અકીલને કુફાના લોકોની હાલત ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 23
ઈસ્લામિક સ્ટોરી 23 ઈમામ હુસૈનનો કાફલો કરબલાના મેદાનમા પહોંચ્યો અને ત્યા તંબુઓ લગાવ્યા.એ દિવસ હતો બે મોહરમ હિજરી સન એટલે કે બે ઓક્ટોબર 680. હઝરત ઇમામ હુસૈન મક્કાથી કુફા તરફ આવવા નીકળ્યા ત્યારે તેમના કાફલામા દોઢસો લોકો હતા અને રસ્તામાં પણ જે જે લોકોને સમાચાર મળ્યા કે ઈમામ હુસૈનને કુફાના લોકોનો સાથ છે અને ઈમામ હુસૈન કુફાની ગાદી ઉપર બેસસે તો ઈમામને સાથ દેવા ઘણા લોકો કાફલામાં જોડાવવા લાગ્યા.પણ અર્ધે રસ્તે પહોંચ્યા બાદ ઈમામ હુસૈનને જાણ થઈ કે તેમના દુત મુસ્લિમ બીન અકીલને શહીદ કરી દેવાયા છે અને કુફાના લોકો પણ પોતાની વાતથી ફરી ગયા છે તો ઈમામ હુસૈને ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 24
ઈસ્લામિક સ્ટોરી 24 ઘણી વિચારણા અને વિમર્શ કર્યા બાદ ઉમર સાદ અને શિમરે ઈમામ હુસૈનને છેલ્લી રાતની મોહલત સ્વીકાર્યું.આ રાત નવમી મોહરમની રાત હતી.આ રાત્રે ઈમામ હુસૈને સહુથી પહેલા પોતાના તંબુનો દીવો બુઝાવી નાખ્યો અને પોતાના બાકી બચેલા બોંતેર સાથીઓને અંધારામાં ભેગા કરીને કહ્યું."સાથીઓ આ દુશ્મનોને ફક્ત મારાથી જ ભય છે એટલે એ લોકો ફક્ત મને જ મારવા ચાહે છે.માટે તમે બધા જઈ શકો છો અંધારાનો લાભ લઈને તમે એક પછી એક અહીથી નીકળી જાઓ આ યઝીદી સેનાના લોકો કદાચ તમને જતા જોઈ લેશે તો પણ તમારો પીછો નહિ કરે."આમ કહ્યા બાદ હઝરત ઇમામ હુસૈન થોડીક વાર માટે ...Read More
ઇસ્લામિક સ્ટોરી - 25
ઈસ્લામિક સ્ટોરી 25 દસમી મોહરમની સવાર થઈ ઈમામ હુસૈને સૌથી પહેલા પોતાના બોંતેર સાથીઓ સાથે નમાઝ અદા ત્યાર બાદ તેમણે લશ્કરની જમણી તરફની કમાન ઝુહેર ઈબ્ને કેનને અને ડાબી તરફની કમાન હબીબ ઇબ્ને મઝાહિરને સોંપી.અને લશ્કરનો ધ્વજ પોતાના ભાઈ હઝરત અબ્બાસ(a.s.) ના હાથમા સોંપી. બીજી તરફ ઉમર બીન સાદ અને શિમર ઝીલ જવસાનના નેતૃત્વમા હજારોનુ સૈન્ય તરેહ તરેહના હથિયારોથી સજ્જ તૈયાર ઉભુ હતુ.યુદ્ધ શરુ થાય તે પહેલા ઈમામ હુસૈન પોતાના ઘોડા ઝુલજનાહ પર સવાર થઈને દુશ્મનના લશ્કર સામે ગયા અને કુરઆન હાથમા રાખીને જોરદાર અવાજમાં ભાષણ આપ્યુ.જેથી મુસ્લીમોનુ લોહી વહેતુ રોકી શકાય."એય લોકો મને ઓળખો.હું તમારા પયગમ્બર.મોહમ્મદ ...Read More