Islamic Story - 14 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 14

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 14

ઈસ્લામિક સ્ટોરી 14

        તીડોના આક્રમણ રુપે આવેલા અઝાબને રોકવા ફિરઓને ફરીથી એક વ્યક્તિને હઝરત મુસા(av) પાસે મોકલાવ્યો. 
એ માણસ મુસા પાસે જઈને બોલ્યો.
"એ મુસા.મને ફિરઓને તારી પાસે મોકલ્યો છે.અને એ કહે છે કે આપણે મૂસાના અલ્લાહ ઉપર ઈમાન લઈ લાવીએ.જા મુસાને જઈને કહે કે આ તીડોના આક્રમણને દુર કરે." 
મૂસાએ ફિરઓનના માણસની વાત સાંભળીને તરત અલ્લાહને બન્ને હાથ ઉંચા કરીને આજીજી કરી.
"યા પરવરદિગાર.મિસરની ધરતી પર ત્રાટકેલા આ તીડના અઝાબને પાછો લઈલે." 
અને અલ્લાહે મુસાની દુઆ કબુલ કરી.ચંદ મિનિટોમા જ ધીરે ધીરે તીડો ગાયબ થઈ ગયા.તીડોનો અઝાબ અલ્લાહે દૂર કર્યો.
હઝરત મુસા ફરી એકવાર ફિરઓન પાસે આવ્યા અને કહ્યું.
"ફિરઓન.બની ઇસરાઈલોને આઝાદ કરી દે.અને તારા ગુનાહોની માફી માંગી ને અલ્લાહની શરણ લઈલે." 
ફિરઓન ફરી એકવાર પોતાની વાતથી ફરી ગયો.
"બની ઇસરાઈલોને આઝાદ કરવાનો તો કોઈ સવાલ જ નથી મુસા.અને માફી તો હું હરગીઝ માંગુ નહિ.હું ખુદ ખુદા છુ. લોકો મારી શરણે આવે છે.અને હું બીજા કોઈની શરણમા જાઉં એ ના મુમકીન છે."
મુસાએ ફિરઓનને જતા જતા ફરીથી ચેતવણી આપી.
"તો એક નવા અઝાબ માટે તૈયાર થઈ જા." 
આમ કહીને મુસા ત્યાંથી નીકળી ગયા.
અને હવે શરુ થયો કીડા મકોડા.માંકડ અને જુ(ટોલા)નો અઝાબ.
હર એક ફિરઓની ઓના ઘરોમાં ચારે તરફ વંદા માંકડ ઈયળ અને બીજા કીડાઓ ઉભરાવા લાગ્યા અને જાણે એ પુરતુ ન હોય તેમ તેઓના માથા અને નૈણોના વાળમાં જુ (ટોલા) અચાનક ફુટી નીકળ્યા.અને એજ હાલત ફિરઓનના મહેલની પણ હતી.મહેલમાં ચારે બાજુ વંદાઓ દોડાદોડી કરતા હતા. પલંગ ઉપર સુવા જેવી સ્થિતિ ન હતી. કારણકે પલંગ માંકડો(ખટમલ) થી ખદબદતો હતો.ફિરઓનના માથા મા પણ જુ ફરી રહી હતી.બે દિવસમા તો ફિરઓન અને ફિરઓનીઓ ત્રાહિમામ થઈ ગયા.
 ફિરઓને ફરી પોતાના એક માણસને મુસા પાસે મોકલ્યો.એ માણસે મુસા પાસે આવીને કહ્યુ.
"ઓ અલ્લાહના રસુલ.ફિરઓન અને તમામ ફિરઓનીઓ અલ્લાહના આ અઝાબથી ત્રાસી ગયા છે.ફિરઓન તારા અલ્લાહ ઉપર ઈમાન લાવે છે તુ મહેરબાની કરીને તારા અલ્લાહને કહે કે આ અઝાબ ને પાછો લઈ લે." 
હઝરત મુસાએ અલ્લાહને આજીજી કરી.
"યા અલ્લાહ.આ અઝાબને પાછો લઈ લે." 
અને ફિરઓનીઓના ઘરોમાં તેમજ ફિરઓનના મહેલમાં ઉભરાયેલા કીડા મકોડાઓ ગાયબ થઈ ગયા.
ફરી એકવાર મુસા ફિરઓન પાસે આવ્યા.
"ફિરઓન.તે એક ઓર અઝાબ જોઈ લીધો ને?હવે બની ઇસરાઈલોને આઝાદ કરી દે.અને તુ પણ તૌબા કરી લે." 
પણ ફિરઓન પહેલાની માફક આ વખતે પણ પોતાનુ ગુમાન છોડવા રાજી ન થયો.
એ અકડીને બોલ્યો.
"બની ઇસરાઈલોને અગર હું આઝાદ કરી દઈશ તો અમારી ગુલામી કોણ કરશે?બની ઇસરાઈલોનો તો જનમ જ અમારી સેવા માટે થયો છે." 
મુસાએ ફરી એકવાર પોતાની પીઠ ફેરવતા કહ્યુ.
"તો વધુ એક અઝાબ માટે તૈયાર રહેજે ફિરઓન."
હવે જે અઝાબ રુપે આવે છે એ હોય છે દેડકાઓનો ત્રાસ. એક સાથે કરોડો દેડકાઓ મિસરમા ફુટી નીકળ્યા.તળાવો કૂવાઓ નદીઓ અને ખાબોચિયાઓ. ફિરઓની ઓના ઘરોમા.રસ્તાઓમા. ફિરઓનના મહેલમા.મહેલના સ્નાન ઘરોમા.શયન ગાહમા.જ્યા જુઓ ત્યા ફક્ત દેડકા જ દેખાતા હતા.દેડકાઓ ડગલુ ભરવા જતા પગની નીચે આવવા લાગ્યા.ફરી એકવાર ફિરઓન અને ફિરઓનીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
ફિરઓને ફરીથી પોતાના એક માણસને હઝરત મુસા(av) પાસે મોકલાવ્યો.
એ માણસે મુસા પાસે આવીને કહ્યુ.
"ઓ મુસા.અમે આ દેડકાઓના અઝાબથી ત્રાસી ગયા છીએ. મહેરબાની કરીને તારા અલ્લાહને કહે કે આ અઝાબને રોકી લે."
"અલ્લાહ તો પરમ કૃપાળુ અને અતી દયાળુ છે એ ચોક્કસ અઝાબને રોકી લેશે.પણ અમારા બની ઇસરાઈલોનુ શુ?" 
મુસાએ એ માણસને પૂછ્યુ.
ફિરઓનના એ માણસે જવાબ આપતા કહ્યુ.
"ફિરઓને કહ્યુ છે કે તે બની ઇસરાઈલોને આઝાદ કરવા તૈયાર છે.અને એ તારા અલ્લાહ ઉપર ઈમાન પણ લઈ આવશે"
મુસાએ આંખો બંધ કરીને અલ્લાહને ગિરિયાઝારી કરી.
"યા અલ્લાહ.રોકી લે આ અઝાબને." 
અને થોડીક જ વારમા દેડકાઓ ગાયબ થઈ ગયા.