Islamic Story - 20 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 20

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 20

ઈસ્લામિક સ્ટોરી 20

   જંગે સિફ્ફીન પછી હઝરત અલીએ મદીનાથી ખિલાફતની ગાદી કુફામા ફેરવી લીધી હતી. 
  જંગે સિફ્ફીનમા બન્ને તરફ મુસલમાનો નુ મોટા પ્રમાણમાં લોહી વહ્યુ હતુ અને આથી એક નવો ફિરકો સામે આવ્યો. જે ખારજી તરીકે ઓળખાયો.અને એ લોકોએ હઝરત અલી.મુઆવિઆ અને અમ્ર ઇબ્ને આસની હત્યાનો મનસૂબો બનાવ્યો.કારણકે એ લોકોને લાગતુ હતુ કે આ ત્રણેના કારણે જ મુસ્લિમોનુ લોહી વહ્યુ છે. 
  પ્લાન મુજબ પચીસ જાન્યુઆરી 661 ના ફ્જરની નમાઝના સમયે એક સાથે ત્રણે ઉપર હુમલો કરવો જેથી કરીને જો એક ઉપર હુમલો થાય તો તે બીજાને ચેતવણી ના આપી શકે.
 કુફામા ઝેર પાયેલી તલવાર સાથે ઇબ્ને મુલજીમે હઝરત અલી પર હુમલો કર્યો હતો.હઝરત અલી ગંભીર રીતે ઘાયલ થયા. 
હુમલા પછી ઇબ્ને મુલ્જિમને પકડી લેવામાં આવ્યો.હઝરત અલી જ્યારે ગંભીર રીતે ઘાયલ હતા ત્યારે પણ તેમણે ન્યાયની મિસાલ પેશ કરી.તેમણે પોતાના પુત્રોને કહ્યું:
"આ હત્યારાને સરખો ખોરાક આપજો અને તેની સાથે ક્રૂરતા ન કરતા.જો હું બચી જઈશ તો તેનો ફેંસલો હું પોતે કરીશ,અને જો હું શહીદ થઈ જાઉં તો કાયદા મુજબ તેને માત્ર એક જ વાર (તલવારથી) સજા આપજો કારણ કે તેણે મારા પર એક જ વાર કર્યો છે."
ઘાયલ હઝરત અલી બે દિવસ પછી શહીદ થયા.અને ત્યાર બાદ કાતિલને મૃત્યુ દંડ દેવામાં આવ્યો હતો.
   એજ પચીસ જાન્યુઆરીની ફજરની નમાઝ વખતે દમાસ્કસની એક મસ્જીદ મા મુઆવિયા ઉપર ઇબ્ને અબ્દુલા નામના શખ્સે તલવારથી હુમલો કર્યો પણ તે ભરપૂર વાર ન કરી શક્યો.અને મુઆવીયા ફક્ત મામૂલી રીતે ઘાયલ થયો.હુમલાખોરને તરત મૃત્યુદંડ આપવામાં આવ્યો.
  ઈજીપ્તના ગવર્નર અમ્ર ઇબ્ને આસ ઉપર ત્યાંની મસ્જીદમા કાતિલ ઇબ્ને બક્ર નામની વ્યક્તિ હુમલો કરવા ગઈ હતી પણ એ દિવસે અમ્ર આસની તબિયત સારી ન હતી એટલે એ મસ્જિદમાં નમાઝ પઢાવવા ગયા ન હતા તેમના સ્થાને ઇબ્ને હુઝાફા નમાઝ પઢાવવા ગયા હતા અને હત્યારાએ તેમને અમ્ર આસ સમજીને તેમની ઉપર હુમલો કરીને શહીદ કરી દીધા.ઇબ્ને બક્રને પણ મૃત્યુદંડ દેવામાં આવ્યો. 
   હઝરત અલીની વફાત પછી ખિલાફત ની મસનદ ઉપર મદીના અને કુફાના મુસ્લિમોની સંમતિથી હઝરત અલીના મોટા પુત્ર હઝરત હસન બિરાજમાન થયા.પણ મુઆવીયાએ હઝરત હસનને ખલિફા માનવાનો ઈન્કાર કર્યો અને એક મોટુ લશ્કર લઈને સિરીયાથી કુફા તરફ જવા નિકળ્યો.હઝરત હસન મુઆવીયા નો સામનો કરવા પોતાનુ લશ્કર લઈને નીકળ્યા અને મિસ્કીન નામની જગ્યાએ બન્ને લશ્કરે સામસામે તંબુઓ તાણ્યા. મુઆવીયા પાસે ઘણુ મોટુ લશ્કર હતુ અને ધન પણ ખુબ હતુ.એણે ધનની લાલચ આપીને હઝરત હસનના સરદારોને પોતાના પક્ષમાં કરી લીધા. હઝરત હસને જોયુ કે પોતાનુ લશ્કર મુઆવીયા કરતા કમજોર છે અને બન્ને તરફ મુસલમાનોનુ લોહી મોટા પ્રમાણમાં વહી શકે છે.એટલે એમણે મુસલમાનો ની કત્લેઆમ રોકવા માટે મુઆવીયા સાથે સંધી કરવાનો નિર્ણય લીધો.
  સંધી એ રીતે થઈ કે હઝરત હસન ખિલાફત છોડીને મદીના જતા રહે.અને મુઆવીયા મુસ્લિમોના ખલિફા બને પણ મુઆવીયા પોતાના પછી કોઈ પોતાનો વારિસ ના મુકરર કરી શકે.એની વફાત પછી મુસલમાનો જેને પસંદ કરે તે ખલિફા બને.આ રીતના કરાર થયા પછી હઝરત હસન ખિલાફત છોડીને મદીના જતા રહ્યા અને મુઆવીયા મુસ્લિમોના ખલિફા બન્યા.
 હઝરત હસન તો કરેલા કરાર મુજબ મદીના ચાલ્યા ગયા.પણ મુઆવિયાને અંદર ખાને ડર રહેતો હતો કે ક્યારેક તો હઝરત હસન ફરીથી એક મોટુ લશ્કર તૈયાર કરશે અને પોતાને ખિલાફત પરથી ઉથલાવી દેશે અથવા હઝરત હસન અગર હશે તો હું મારા પુત્ર યઝીદ ને મારી ગાદી નહિ આપી શકુ એટલે તેણે છુપી રીતે હઝરત હસનના પત્ની જાયેદાનો સંપર્ક સાધ્યો.અને તેમને એક લાખ દીરહામ અને સાથે સાથે પોતાના પુત્ર યઝીદ સાથે નિકાહની લાલચ આપી ને કહેરાવ્યું કે તે હઝરત હસનને ઝેર આપે.
 જાયેદા મુઆવીયાની લાલચમા આવી ગઈ.એણે દુધમા ઝેર નાખીને આપ્યુ હઝરત હસનને.સાત એપ્રિલ છસો સીતેરના હઝરત હસન વફાત પામ્યા. એમની વફાત પછી મુઆવિયાએ એમને એક લાખ દિરહામ તો મોકલાવી આપી પણ યઝીદ સાથે નિકાહની સ્પષ્ટ ના પાડતા કહ્યું કે. 
"જે સ્ત્રી પયગમ્બર સાહેબના નવાસા સાથે બેવફાઈ કરી શકે છે તો તે મારા પુત્રની વફાદારી કઈ રીતે કરશે." 
અને ત્યાર બાદ જાયેદાએ બીજા બે લગ્નો તો કર્યા પણ આખી જિંદગી એને શરમ અને નામોશી સાથે જીવવુ પડ્યુ હતુ.