ઈસ્લામિક સ્ટોરી 17
મોહરમ મહિનો સમાપ્ત થવા આવ્યો છે આજે આપણે વાત કરીશુ ઈમામ હુસૈનની શહાદતની.કરબલાના યુદ્ધની. સુન્ની અને શિયાના વિભાજનની.
પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.લ.વ)ની વફાત હિજરી સન ૧૧ની રબી અલ અવલ ૧૨ના થઈ હતી અંગ્રેજી તારીખ ના હિસાબે ૮ જુન ૬૩૨ના મદીનામા થઈ હતી.અને ત્યાર પછી જ મુસ્લિમો મા સમસ્યાઓ સર્જાઈ હતી.
શિયાઓની માન્યતા અનુસાર નબી સાહેબ છેલ્લી હજ ૬૩૨ માર્ચ મહિના મા કરી હતી તેમની સાથે હજારો મુસલમાનો એ હજમા સામેલ હતા. મક્કાથી મદીના પાછા ફરતી વખતે એક ચોક આવે છે જ્યા ગદીરે ખુમ નામનુ એક તળાવ છે ત્યા નબી સાહેબે પડાવ નાખ્યો.એમને એક અગત્યની જાહેરાત કરવાની હતી એટલે જે લોકો આગળ નીકળી ગયા હતા તેમને પાછા બોલાવવામાં આવ્યા.અને જે લોકો પાછળ રહી ગયા હતા તેમની રાહ જોવામાં આવી.બધાના આવી ગયા બાદ.ઊંટોની પીઠ પર બેસવા માટે જે લાકડાના કજવા યાને જે સ્ટેન્ડ હોય છે તે એક ઉપર એક ગોઠવીને એક સ્ટેજ બનાવવામાં આવ્યુ અને નબી સાહેબે તે મિમ્બર પર ચઢીને હઝરત અલીનો હાથ ઉંચો કરીને એલાન કર્યું.
"मन् कुन्तु मवलाहु फ़ हाज़ा अलिय्युन् मवलाह"
(अर्थ: "जिसका मैं मौला हूँ, उसके यह अली भी मौला हैं।")
હઝરત અલી ઈબ્ને અબુ તાલિબ.
તેઓ નબી સાહેબના પિતરાઈ ભાઈ હતા અને સાથે સાથે નબી સાહેબના જમાઈ પણ હતા.નબી સાહેબની દિકરી ફાતિમાના લગ્ન હઝરત અલી સાથે થયા હતા.
નબી સાહેબના આ એલાનને શિયાઓ આ રીતે માને છે કે નબી સાહેબે સ્પષ્ટ રુપે પોતાના વારસદારની ઘોષણા કરી છે કે જેનો હું મૌલા છુ હવે અલી પણ તેઓના મૌલા છે.એટલે નબી સાહેબની વફાત પછી જે લોકોએ હઝરત અલીની પેરવી કરી યાને નબી સાહેબના વારિસ ગણ્યા અને તેમને જ ધાર્મિક અને ખિલાફતના નેતા ચાહ્યા તેઓ શિયા કહેવાયા.
જ્યારે સુન્ની લોકોનુ માનવુ અલગ છે. એ લોકો પણ ગદીરે ખૂમના વાકયાને માને જરુર છે.પણ એ લોકો એ નથી સ્વીકારતા કે હઝરત અલી નબી સાહેબના વારિસ છે કે નબી સાહેબે તેમને વારિસ નીમ્યા છે.એ લોકોનુ માનવુ આ પ્રમાણે છે.હઝરત અલીથી યમનના થોડાક મુસલમાનો નારાજ હતા ફક્ત એ લોકોને સમજાવવાનો નબી સાહેબે પ્રયાસ કર્યો હતો અને એમને કહ્યું હતુ કે જેનો હું મૌલા છુ તેના અલી પણ મૌલા છે.અને અહી સુન્નીઓ મૌલાનો અર્થ મિત્ર તરીકે કરે છે. સુન્નીઓનુ કહેવુ એમ છે કે નબી સાહેબે એમ કહ્યું છે કે જેનો હું દોસ્ત છુ અલી પણ તેઓના દોસ્ત છે.
અને આ વાત સાથે બહુમતીમા લોકો સહમત હતા.એટલે નબી સાહેબની વફાત પછી નબી સાહેબની ધાર્મિક અને ખિલાફતની બાગડોર એ બધાએ ભેગા મળીને પહેલા અબુ બકર સિદ્દીક જેઓ નબી સાહેબના સસુર પણ હતા તેઓના હાથમા આપી.બે વરસ અને અઢી મહિના સુધી તેમણે ખિલાફત ભોગવી. પોતાના કાર્ય કાળ દરમિયાન એમણે ઘણે ઠેકાણે થયેલા વિદ્રોહોને શાંત કર્યા. અને કુરઆન જે છૂટ્ટ છવાયુ હતુ યાને જ્યારે પણ અલ્લાહ તરફથી કોઈ આયાત આવતી તો એને ખજૂરના સુકાયેલા પત્તા ઉપર લખી રાખવામા આવતી હતી એ પત્તાઓને ભેગા કરીને એક પુસ્તકનું સ્વરૂપ આપ્યુ હતુ.
એમની વફત પછી ખિલાફતની ગાદી પર આવ્યા હઝરત ઉમર.
હઝરત ઉમરે ઇસ્લામનો પરચમ ચારે તરફ ફેલાવ્યો.ઈજીપ્ત.ઈરાક.ઈરાન.
જેરુસલેમ.મુસલમાનોએ જ્યારે જેરુસલેમ જીત્યુ ત્યારે શહેરની ચાવી ત્યાંના ઈસાઈ પાદરી પાસે હતી અને એણે કહ્યું કે હું ચાવી ફ્ક્ત હઝરત ઉમરને જ સોંપીશ ત્યારે એ ચાવી લેવા હઝરત ઉમર મદીનાથી ઉંટ પર સવાર થઈ સાદા લિબાસમાં જેરુસલેમ સુધી આવ્યા હતા.
હઝરત ઉમરે હિજરી કેલેન્ડરની શરૂઆત કરી.પોલીસ અને જાસૂસી સંસ્થાઓની સ્થાપના કરી.બસરા.મિશ્ર અને ઈરાકમા સૈનિક પ્રશિક્ષણ કેન્દ્રો બનાવ્યા.પોતે મુસલમાનોના ખલીફા હોવા છતા સાદગી પૂર્ણ જીવન જીવતા. દસ વર્ષ સુધી ખિલાફત એમણે ભોગવી ૩૧ ઓગસ્ટ ૬૪૪ ના તેઓ જ્યારે મદીનાની એક મસ્જીદમા નમાઝ પઢતા હતા ત્યારે એક ઈરાનીએ જેનુ નામ અબુ લુમલુ હતુ તેણે ખંજરના અનેક ઘા મારીને હઝરત ઉમરને ઘાયલ કર્યા. ૩ નવેમ્બરના હઝરત ઉમર શહીદ થયા.