Islamic Story - 13 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 13

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 13

ઈસ્લામિક સ્ટોરી-13

"ફિરઓન.અમે હવે જાણી ગયા છીએ કે સત્ય શુ છે.અમને હવે મૃત્યુનો ખૌફ જ નથી રહ્યો.કારણકે તુ ભલે તાકાત વાળો હોઈશ પણ તારાથી પણ વધુ શક્તિશાળી તો ફક્ત મુસાનો અલ્લાહ એટલે કે પરવરદિગાર જ છે." 
હઝરત મુસા(av)નો મુકાબલો કરવા આવેલા તમામ જાદુગરોએ ફિરઓનને કહ્યુ.
"હું આની ઘણી જ સખ્ત સજા કરીશ તમને લોકોને." 
ફિરઓનના ગુસ્સાની કોઈ સીમા ન હતી એના મગજનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.
હઝરત મૂસાએ ફરી એકવાર શાંતિ પૂર્વક ફિરઓનને સમજાવવાનો પ્રયાસ કર્યો. 
"ફિરઓન.હું તને ફરીથી કહુ છુ કે સાચા અને નેકીના માર્ગને અપનાવી લે.અને અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ. અત્યાર સુધી તે જેટલા પણ ગુનાહો કર્યા છે એની અલ્લાહ પાસે માફી માંગી લે અલ્લાહ તને જરુર માફ કરી દેશે અને જો તે તેમ ન કર્યું તો એવા એવા અઝાબ અલ્લાહ તરફથી તારી તરફ આવશે કે તુ એનાથી છટકી નહિ શકે." 
પણ મગરૂર ફિરઓન.કે જેણે હજુ હમણા જ અલ્લાહનો મોઝીઝો પોતાની નજરો નજર જોયો હતો અને તે છતા પોતાની તાકાતના ઘમંડના નશામાં એ ચુર હતો.
એ અકડીને.સીનો તાણીને ગર્વથી માથુ ઉંચું રાખીને બોલ્યો.
"હા.હા.હા.અઝાબ.અઝાબ?એ વળી કેવો હોય?હું જરૂર જોવા ચાહીશ."
એ મગરૂર ફિરઓનને ખબર ન હતી કે અલ્લાહને પડકાર ફેંકવાનો અંજામ શુ હશે.
  મિસરમા અલ્લાહનો પહેલો અઝાબ પાણીના સ્વરૂપમા આવ્યો.
એવો મુસળાધાર વરસાદ પડ્યો કે નદી નાળા તળાવો બધુ જ પાણીથી ઉભરાવા લાગ્યુ.જ્યા જુઓ ત્યા બસ પાણી જ પાણી.રસ્તાઓ ખેતરો વસ્તીઓ બધુ જ પાણીમા ડુબી ગયુ હતુ.
લોકોનુ ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ થઈ ગયુ હતુ.
  ફિરઓન અને ફિરઓનીઓ બધા જ સમજી ચુક્યા હતા કે આ અલ્લાહનો અઝાબ છે.
ફિરઓને પોતાના એક માણસને મુસા પાસે મોકલાવ્યો.
એ ફિરઓનીએ હઝરત મુસા પાસે જઈને કહ્યુ.
"એ મુસા.ફિરઓન તારા ખુદા પર ઈમાન લાવવા ચાહે છે.તુ તારા અલ્લાહને કહે કે આ વરસતા પાણીને રોકી લે." 
મુસાએ અલ્લાહ પાસે દુઆ ગુજારી કે.
"યા અલ્લાહ.આ અઝાબને રોકી લે."
અને પછી થોડી જ મિનિટોમાં ધોધમાર વરસતો વરસાદ થંભી ગયો.
વરસાદનો ઉઘાડ થતા હઝરત મુસા ફિરઓન પાસે ગયા.
અને ફિરઓનને કહ્યુ.
"તે માની લીધુ ને કે સર્વ શક્તિમાન એક ફક્ત અલ્લાહ જ છે?હવે તૌબા કરીને બની ઇસરાઈલોને આઝાદ કરી દે." 
પણ ફિરઓનની અક્ડ હજી અકબંધ હતી.
એ તાડુક્યો.
"તુ એમ કહેવા માંગે છે કે હું મારા ગુલામોને આઝાદ કરી દઉં?કદી નહિ કોઈ કાળે નહિ." 
"શુ આ અઝાબ જોઈને પણ તુ હજુ અલ્લાહ ઉપર ઈમાન નથી લાવતો?"
"ના.હરગીઝ નહિ." 
ફિરઓન ભાર પુર્વક બોલ્યો.
"તે મોકલેલા તારા માણસે તો કહ્યુ હતુ કે ફિરઓન અલ્લાહ ઉપર ઈમાન લાવે છે."
ફિરઓને અટ્ટહાસ્ય કરતા કહ્યુ.
"આ ધરતી ઉપર ફક્ત હું જ ખુદા છુ.હું બીજા કોઈ ખુદાને નથી ઓળખતો."
મુસાએ જવા માટે પોતાની પીઠ ફેરવી અને જતા જતા ચેતવણી આપી.
"તો હવે અલ્લાહના બીજા અઝાબ માટે તૈયાર થઈ જા નાદાન." 
અને મુસા પીઠ ફેરવીને ચાલ્યા ગયા.
   વરસાદના રોકાય ગયા પછી જે પાક ખેતરોમાં થયો હતો. ફિરઓનીઓ તેને કાપવાની હજી તો તૈયારી કરતા હતા ત્યા અચાનક કરોડો તીડ આસમાનથી ધસી આવ્યા અને તમામ પાકને એ રીતે સાફ કરી નાખ્યુ કે જાણે એ ખેતરમા ક્યારેય કંઈ ઉગ્યુ જ ન હોય.અને એ અનાજ ખાય લીધા પછી પણ એ તીડો એવી રીતે આસમાનમા અને તમામ ફિરઓનીઓના ઘરોની આસપાસ અને ફિરઓનના મહેલની ચારે બાજુ ઉડી રહ્યા હતા કે લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ. ફરી એકવાર ફિરઓને પોતાના બીજા એક માણસને હઝરત મુસા(av) પાસે મોકલ્યો.એ માણસે મુસા પાસે જઈને કહ્યુ.
"એ મુસા.મને ફિરઓને તારી પાસે મોકલ્યો છે.એ કહે છે કે આપણે મૂસાના અલ્લાહ ઉપર ઈમાન લાવીએ. જા મુસાને જઈને કહે કે આ તીડોના આક્રમણને દુર કરે." 
મૂસાએ ફિરઓનના માણસની વાત સાંભળીને તરત અલ્લાહને આજીજી કરી.
"યા પરવરદિગાર.મિસરની ધરતી પર ત્રાટકેલા આ તીડના અઝાબને પાછો લઈલે." 
અને અલ્લાહે મુસાની દુઆ કબુલ કરી..
અને ચંદ મિનિટોમા જ ધીરે ધીરે તીડો ગાયબ થઈ ગયા.