Islamic Story - 10 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 10

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 10

ઈસ્લામિક સ્ટોરી 10

   અલ્લાહે મુસાને કહ્યુ.
"એ મુસા હું તને મારો સંદેશવાહક યાને મારા પયગમ્બર તરીકે તારી નિમણુંક કરું છુ." 
મુસાએ સજદામા જતા અલ્લાહનો આભાર માન્યો.અને હાથ ઉંચા કરીને અલ્લાહ પાસે આજીજી કરી.
"યા અલ્લાહ.હું તારો શુક્ર ગુઝાર છુ કે તે મને તારા કાર્યો કરવા માટે પસંદ કર્યો.પણ મારી તારી આગળ યાચના છે કે તુ મને ગુઢ રહસ્યોનુ જ્ઞાન આપીને મારી છાતી પર વિટળાયેલા અજ્ઞાનના પરદાઓને હટાવી દે.મારી લડખડાતી જીભને સ્થિરતા આપ.અને તે જે કામ માટે મને પસંદ કર્યો છે એ કામમા મારા મોટા ભાઈ હારુનને મારો સહાયક બનાવ." 
ફરીથી અલ્લાહનો સ્વર સંભળાયો.
"મેં તારી તમામ વિનંતી કબુલ કરી છે.હવે તુ કોઈ પણ ખોફ વગર મિસર ફિરઓન પાસે જા."

    હઝરત મુસા પોતાના મોટા ભાઈ હારુન સાથે ફિરઓનના દરબારમા દાખલ થયા અને ત્યા જઈને તેમણે ફિરઓનને કહ્યુ. 
"એ ફિરઓન.મને પરવરદિગારે રસુલ બનાવીને તારી પાસે તને ચેતવણી આપવા મોકલ્યો છે."
મુસાની વાત સાંભળીને ફિરઓન ખડખડાટ હસવા લાગ્યો.
"પરવરદિગારનો રસુલ?એટલે કે સંદેશ વાહક.અને તુ મને ચેતવણી આપવાનો છે?પહેલા તો તુ મને કહીશ કે કોણ છે તારો પરવરદિગાર?"
"એજ જે ફક્ત મારો જ નહિ પણ તારો પણ પરવરદિગાર છે.આ તમામ સૃષ્ટિનો એ રચયિતા છે.અને એના તરફથી હું તને ચેતવી રહ્યો છુ કે હવે તુ સત્ય માર્ગે આવી જા અને તુ બની ઇસરાયેલીઓને તારી ગુલામીમાંથી મુક્ત કરી દે."
મુસા જાણે કોઈ મઝાક કરતા હોય તેમ ફિરઓન વધુ જોશથી હસવા લાગ્યો.
"જુવો તો આ માણસ શુ કહી રહ્યો છે?હું એનાથી ડરીને બની ઇસરાઈલોને છોડી દઉ.એ મુસા હું તને જિંદાન(જેલ) મા નાખી દઉં તો?અને હું એવુ કરી શકુ એમ છુ."
"અને હું મારા અલ્લાહના રસુલ હોવાની નિશાની તને દેખાડુ તો?તો પણ શુ તુ મને જિંદાન નાખવાની વાત કહીશ?"
મુસાએ નીડરતા પુર્વક કહ્યુ.
ફિરઓને ફરી અક્કડતાથી કહ્યુ.
"રસુલ હોવાની નિશાની તુ દેખાડીશ?લાવ ત્યારે હું પણ જોઉ કે શુ નિશાની છે તારી પાસે." 
જેવી ફિરઓને એની વાત પૂરી કરી.કે મુસાએ પોતાના જમણા હાથમાં પકડેલી અસા(લાઠી)જમીન પર ફેંકી. અને બીજી જ ક્ષણે એ લાઠી એક વિશાળ સાપ બનીને ફિરઓન ના દરબારમા દોડવા લાગી.ફિરઓને પોતે ગભરાઈને પોતાના પગ તખ્ત ઉપર ખેંચી લીધા અને એના દરબારીઓ પણ ડરના કારણે આમ તેમ દોડા દોડી કરવા લાગ્યા.
પણ પછી તરત ફિરઓને પોતાના ડર પર કાબુ મેળવતા કહ્યુ.
"આતો એક જાદુ છે.અચ્છા તો મુસા તુ આટલા વર્ષે પાછો મિસરમાં આવ્યો એક જાદુગર થઈને?જાદુ શીખીને?"
મુસાએ કહ્યુ. 
"આ જાદુ નહિ પણ એક ચેતવણી છે."
કહીને એમણે પોતાનો જમણો હાથ પોતાના ગિરેબાનમાં નાખ્યો અને જ્યારે પાછો એને બાહર કાઢ્યો ત્યારે એ હાથ રોશનીથી ઝગમગી રહ્યો હતો.
ફિરઓન ક્ષણ ભર હેરતથી આંખો ફાડીને મૂસાના રોશન થયેલા હાથને જોઈ રહ્યો.
પણ છતા ફિરઓન ચેત્યો નહિ.
એણે ગુમાન પુર્વક કહ્યુ.
"મુસા.યૌમુઝઝીનાના દિવસે મેદાનમાં મારા જાદુગરો સાથે જો તુ મુકાબલો કરશે અને તેમા જીતશે તો હું તારી વાત માની લઈશ.અને તારી કોમના લોકોને આઝાદ કરી દઈશ." 
મુસાએ ફિરઓનની વાત માની લીધી.
એણે કહ્યુ.
"મને મંજુર છે." 
*યૌમુઝઝીના*
એટલે એ વખતે મિસરમાં ભરાતો એક રાષ્ટ્રીય મેળો હતો.જે દર વર્ષે મિસરના લોકો ઉજવતા હતા.બધા સાથે મળીને એ દિવસે ખુશી મનાવતા.
આ દિવસે ફિરઓને જાદુગરો અને મુસાનો મુકાબલો રાખવાનું એટલા માટે આયોજન કર્યું કે અગર તમામ રાષ્ટ્રના લોકોની સામે જો પયગમ્બરીનો દાવો કરનાર મુસાનો પોતાના જાદુગરોની સામે પરાજય થાય તો જે લોકો મનોમન મૂસાના પાછા આવવાથી ખુશ થયા હોય એ લોકોને સબક મળે.અને જે લોકો હજી પોતાને સર્વ શક્તિમાન નથી માનતા એ લોકો ઉપર પણ પોતાનુ પ્રભુત્વ સ્થાપિત કરી શકાય.
અને યૌમુઝઝીનાનો દિવસ પણ આવી ગયો.એક વિશાળ મેદાનમા ફિરઓને પોતાના જાદુગરોને ભેગા કર્યા હતા. મિસરના તમામ નાના મોટા.નામી ગરામી જાદુગરો આવ્યા હતા.
અને તેમની સામે હતા અલ્લાહના રસુલ મુસા પોતાના ભાઈ હારુન સાથે.એક તરફ જાદુગરો જાદુ કરવાના હતા.જ્યારે બીજી તરફ થવાનો હતો સત્ય અને અલ્લાહનો મોઝીઝો.
અને જીત તો થવાની હતી હંમેશાની જેમ સત્યની અને અલ્લાહની.