ઈસ્લામિક સ્ટોરી 21
ઈસ્વીસન 661 થી 680 સુધી મુઆવીયાએ મુસ્લીમો ઉપર શાસન કર્યું.હઝરત અલી મદીનાથી ખિલાફતની રાજધાની કુફા લઈ આવ્યા હતા.અને મુઆવીયા રાજધાની કુફાથી સિરીયાના દમાસ્કસ શહેરમા લઈ ગયા.
અત્યાર સુધી જે પણ પાંચ ખલિફા થયા હતા એ એક જાતની ચુંટણી પ્રથાથી નિમાયેલા હતા.એટલે કે મોટા ભાગના મુસ્લિમો અને સરદારોની ઈચ્છાથી ખલિફા બન્યા હતા જ્યારે મુઆવીયા તાકાતના અને સંપતિના જોરે ખિલાફત ઉપર આવ્યા હતા.પણ પછી એમને મુસલમાનોએ ખલિફા તરીકે સ્વીકારી લીધા હતા.
મુઆવીયા પોતાના પછી પોતાના પુત્ર યઝીદને ગાદી સોંપવા માંગતા હતા.પણ યઝીદ એક અય્યાસ અને બદચલન વ્યક્તિ હતો આથી મુઆવીયા જાણતા હતા કે યઝીદને મુસ્લીમાનો ક્યારેય પોતાના ખલિફા તરીકે નહિ સ્વીકારે. આથી એણે સરદારોને ભેટ સોગાદો આપીને યઝીદની તરફેણમાં ધીરે ધીરે કરી લીધા હતા.પણ મુઆવીયા એ પણ જાણતા હતા કે બધા ભલે આજે મારી તરફેણમાં હોય પણ હઝરત અલીની ઔલાદો જ્યા સુધી મારી ખિલાફ હશે ત્યાં સુધી યઝીદ માટે ખતરો તો રહેવાનો જ.પણ એ માટે મુઆવીયા કંઈ કરી શકે એમ પણ ન હતો.
પોતાના જીવનના અંત સમયે એણે યઝીદને સમજાવ્યું હતુ કે.
"બેટા.આમ તો લગભગ તમામ સરદારો તારી બૈયત કરશે પણ અગર જો નબી સાહેબના નવાસા તારી બૈયત ના કરે તો તુ એમને સાથે કોઈ રીતે સમજોતા કરજે પણ ભૂલે ચુકે પણ એની હત્યા ન કરાવતો.મેં હઝરત હસનની હત્યા કરાવીને એક ભુલ કરી છે હવે તુ એવી કોઈ બીજી ભુલ નહિ કરતો.
અમીર મુઆવીયાની એપ્રિલ છસો એંસીના વફાત થઈ અને ત્યાર બાદ તેમની ગાદી ઉપર તેમનો પુત્ર યઝીદ આવ્યો.ઇસ્લામમા અહીંથી વંશ પરંપરા ની શરૂઆત થઈ.આ પરંપરાથી ઉમૈયા વંશની ખિલાફત પણ શરુ થઈ.
યઝીદે ખિલાફત સાંભળતા જ સહુથી પહેલા પોતાની બૈયત લેવરાવવાની શરુ કરી.એમણે મદીના પોતાના ગવર્નર વલીદ બીન ઉત્બાને એક પત્ર લખીને જણાવ્યું કે તાત્કાલિક હઝરત હુસૈન. અબ્દુલા બીન ઝુબેર અને અબ્દુલા બીન ઉમર પાસેથી કોઈ પણ પ્રકારે વફાદારી ની બૈયત લય લેવી.ગવર્નર ઉત્બા જ્યારે હઝરત હુસૈન પાસે બૈયત લેવા ગયા તો હઝરત હુસૈને બૈયત કરવાનો સાફ ઈનકાર કર્યો.ગવર્નર વલીદ બીન ઉત્બા એ યઝીદનો પોતાના ઉપર આવેલો પત્ર દેખાડ્યો અને કહ્યુ.
"મને ધર્મ સંકટમાં ના નાખો તમે નબી સાહેબના નવાસા છો એટલે હું તમારી સાથે સખ્તી નથી કરી શકતો.પણ મને યઝીદે હુકમ કર્યો છે કે જો તમે બૈયત ના કરો તો મારે તમારું માથુ ઉતારી લેવુ."
હઝરત હુસૈને કહ્યુ કે.
"તમને જે મુનાસિબ લાગે તે કરો પણ હું બૈયત નહિ કરુ."
ગવર્નર કોઈ પણ કલંક પોતાના ઉપર આવે એનાથી બચવા ઈચ્છતા હતા આથી તેમણે કહ્યુ.
"હું તમને વિચારવાનો સમય આપુ છુ."
કહીને ગવર્નર ત્યાંથી ઝુબેર પાસે ગયા.
ઝુબેરે પણ એજ જવાબ આપ્યો કે.
"યઝીદની બૈયત કરવાનો તો સવાલ જ નથી આવતો."
ગવર્નરે ઝુબેરને પણ એમજ કહ્યુ.
"હું તમને વિચારવાનો સમય આપુ છુ."
કહીને ગવર્નર ઉમર પાસે ગયા તેમને પણ યઝીદનો પત્ર દેખાડીને બૈયત કરવાનું કહ્યુ.
ઉમરે ઉંડો વિચાર કર્યો.એ જાણતા હતા કે યઝીદની બૈયત કરવાથી પોતે એક અનૈતિક અને ખોટા માણસને સાથ આપી બેસસે.પણ અગર જો બૈયત નહિ કરે તો યઝીદ એક મોટુ લશ્કર પણ મદીના મોકલી શકે છે અને જો તેમ થયુ તો ફરીથી કેટલા મુસલમાનોનુ લોહી વહેશે.કેટલા મુસલમાનો શહીદ થઈ જશે.આમ વિચારીને ઉત્બાએ યઝીદની બૈયત કરી લીધી.
અને હઝરત હુસૈન અને ઝુબેર પોતાના પરિવારોને લઈને મદીનાથી હિજરત કરીને મક્કા ચાલ્યા ગયા.મક્કા એટલા માટે ગયા કે મક્કાના મુસલમાનો હઝરત હુસૈનના વફાદાર હતા.અને મક્કા એક પવિત્ર શહેર હતુ અને ત્યા યઝીદ લશ્કરી કાર્યવાહી કરવા માટે બે વાર વિચાર કરે.