ઈસ્લામિક સ્ટોરી 23
ઈમામ હુસૈનનો કાફલો કરબલાના મેદાનમા પહોંચ્યો અને ત્યા તંબુઓ લગાવ્યા.એ દિવસ હતો બે મોહરમ હિજરી સન 61 એટલે કે બે ઓક્ટોબર 680.
હઝરત ઇમામ હુસૈન મક્કાથી કુફા તરફ આવવા નીકળ્યા ત્યારે તેમના કાફલામા દોઢસો લોકો હતા અને રસ્તામાં પણ જે જે લોકોને સમાચાર મળ્યા કે ઈમામ હુસૈનને કુફાના લોકોનો સાથ છે અને ઈમામ હુસૈન કુફાની ગાદી ઉપર બેસસે તો ઈમામને સાથ દેવા ઘણા લોકો કાફલામાં જોડાવવા લાગ્યા.
પણ અર્ધે રસ્તે પહોંચ્યા બાદ ઈમામ હુસૈનને જાણ થઈ કે તેમના દુત મુસ્લિમ બીન અકીલને શહીદ કરી દેવાયા છે અને કુફાના લોકો પણ પોતાની વાતથી ફરી ગયા છે તો ઈમામ હુસૈને કાફલાને સંબોધ્યો.અને સ્પષ્ટ શબ્દોમા કહ્યુ કે.
"કુફાના લોકોએ દગો આપ્યો છે આગળ શુ થશે આપણી સાથે એ નક્કી નથી માટે જે લોકો દુનિયાના લોભે કે કોઈ માલમત્તાના લોભે આ કાફલામાં જોડાયા હોય તેવો મને છોડીને જઈ શકે છે."
આ સાંભળીને જે લોકો સત્તા અને માલ મેળવવા માટે કાફલા સાથે જોડાયેલા હતા તેઓ રાતોરાત કાફલો છોડીને જતા રહ્યા.
કરબલાના મેદાનમા યઝીદના શાસકો દ્વારા દબાણ અને અત્યાચારોનો સિલસિલો શરૂ થયો.
ત્રીજી મોહરમના કુફાના ગવર્નર ઇબ્ને ઝિયાદે ચાર હજારના લશ્કર લઈને ઉમર બીન સાદને મુખ્ય કમાન્ડર બનાવીને મોકલ્યો.સાદ ઈમામના કાફલા ઉપર દબાણ વધારી રહ્યો હતો.તેણે ઈમામ સાથે પહેલા વાટાઘાટો શરૂ કરી. એણે ઈમામ હુસૈનને પૂછ્યુ.
"તમે મક્કાથી કુફા શા માટે આવ્યા છો?"
ઈમામ હુસૈને કુફાના લોકોએ લખેલા હજારો પત્રો સાદને દેખાડ્યા અને કહ્યુ.
"હું જાણુ છુ કે હવે કુફાના લોકો ફરી ગયા છે અને કોઈ મને હવે સાથ નહિ આપે અને તમે લોકો પણ નથી ઈચ્છતા કે હું કુફામા દાખલ થાઉં તો હું પાછો મક્કા અથવા કોઈ બીજી સુરક્ષિત જ્ગ્યાએ ચાલ્યો જઈશ."
સાદ ઈમામ હુસૈનની વાત સાથે સહમત હતા અને ઈમામના આ પ્રસ્તાવથી એ પણ યુદ્ધ ટાળવા માંગતો હતો.પણ એને ઝિયાદની પરવાનગી લેવી જરૂરી હતી આથી તેણે ઝિયાદને પત્ર લખીને જણાવ્યું કે ઈમામ હુસૈન મક્કા પાછા જવા માંગે છે.
ઇબ્ને ઝિયાદે અત્યંત ક્રુર અને પાપી એવા શિમર ઝીલ જવસાનને એક બીજા મોટા લશ્કરને લઈને મોકલ્યો અને ઈમામને જવા દેવા માટે શર્ત મૂકી કે જો ઈમામ હુસૈન યઝીદની બૈયત કરે તો તેમને જવા દેવા નહિ તો યુદ્ધ કરવુ. એવી શિમરને તાકીદ કરી વધુમા એમ પણ કહ્યું કે.જો ઉમર બીન સાદ ઈમામ પ્રત્યે જરા પણ ઢીલ આપે તો સંપુર્ણ લશ્કરની કમાન પોતાના હાથમાં લઈ લે અને ઈમામ હુસૈનને કચડી નાખે.
સીમરે ઈમામ હુસૈનને કહ્યુ.
"આ અમારી આખરી શરત છે કે યઝીદ ની બૈયત કરી લ્યો અથવા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ."
શિમર જસવાનની વાત સાંભળીને ઈમામ હુસૈને ઝૂકવાનો કે યઝીદની બૈયત કરવાનો સાફ ઈનકાર કરતા જવાબ આપ્યો.જે ઇતિહાસના પાનાઓ પર દર્જ છે.
ઈમામ હુસૈને કહ્યુ.
"મારા જેવો જે સત્ય અને ઇસ્લામનો રક્ષક છે તે યઝીદ જેવા જુલ્મી ભ્રષ્ટ અને પાપીની બૈયત ક્યારેય ન કરી શકે. હું અપમાન જનક જીવન કરતા ઇજ્જતની શહાદત વધુ પસંદ કરું છુ."
સીમરે ક્રોધ પુર્વક કહ્યુ કે.
"તો પછી અમારા સૈન્યનો સામનો કરવા તૈયાર રહો."
સિમરની ધમકી ના જવાબમાં ઈમામ હુસૈને શાંતિ પૂર્વક કહ્યું.૮૦
"આજની એક રાતની મોહલત આપો હું મારા અલ્લાહની ઇબાદત કરવા અને આખરી નમાઝ પઢવા અને કુરઆનની તિલાવત કરવા માંગું છુ.કારણકે અલ્લાહ જાણે છે કે મને નમાઝ અને ઈબાદત કેટલી વહાલી છે."
ઘણી વિચારણા અને વિમર્શ કર્યા બાદ ઉમર સાદ અને શિમરે ઈમામ હુસૈનને છેલ્લી રાતની મોહલત આપવાનું સ્વીકાર્યું.
આ રાત નવમી મોહરમની રાત હતી.
આ રાત્રે ઈમામ હુસૈને પોતાના તંબુનો દીવો બુઝાવી નાખ્યો અને પોતાના બાકી બચેલા બોંતેર સાથીઓને ભેગા કરીને કહ્યું.
"સાથીઓ આ દુશ્મનોને ફક્ત મારાથી જ ભય છે એટલે એ લોકો ફક્ત મને જ મારવા ચાહે છે.માટે તમે બધા જઈ શકો છો."