Islamic Story in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 25

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 25

ઈસ્લામિક સ્ટોરી 25

      દસમી મોહરમની સવાર થઈ ઈમામ હુસૈને સૌથી પહેલા પોતાના બોંતેર સાથીઓ સાથે નમાઝ અદા કરી.અને ત્યાર બાદ તેમણે લશ્કરની જમણી તરફની કમાન ઝુહેર ઈબ્ને કેનને અને ડાબી તરફની કમાન હબીબ ઇબ્ને મઝાહિરને સોંપી.અને લશ્કરનો ધ્વજ પોતાના ભાઈ હઝરત અબ્બાસ(a.s.) ના હાથમા સોંપી.
  બીજી તરફ ઉમર બીન સાદ અને શિમર ઝીલ જવસાનના નેતૃત્વમા હજારોનુ સૈન્ય તરેહ તરેહના હથિયારોથી સજ્જ તૈયાર ઉભુ હતુ. 
 યુદ્ધ શરુ થાય તે પહેલા ઈમામ હુસૈન પોતાના ઘોડા ઝુલજનાહ પર સવાર થઈને દુશ્મનના લશ્કર સામે ગયા અને કુરઆન હાથમા રાખીને જોરદાર અવાજમાં ભાષણ આપ્યુ.જેથી મુસ્લીમોનુ લોહી વહેતુ રોકી શકાય. 
"એય લોકો મને ઓળખો.હું તમારા પયગમ્બર.મોહમ્મદ સાહેબનો પૌત્ર છુ. શુ મેં ક્યારેય કોઈની હત્યા કરી છે?શુ મેં ક્યારેય કોઈનુ ધન લુંટ્યું છે?જો તમે મને અહીં કુફામા નથી ઈચ્છતા તો મને મક્કા પાછો જવા દયો." 
ઈમામ હુસૈનનો આ ખુત્બો સાંભળીને યઝીદના લશ્કરમાં સન્નાટો છવાઈ ગયો. ઘણા સૈનિકો અંદરથી હલી ગયા. ઈમામ હુસૈનના ભાષણે યઝીદના મુખ્ય કમાન્ડર હુર બીન યઝીદ અદ તમીમીનુ હૃદય પરિવર્તન થયુ.એ સમજી ગયા કે આ યુદ્ધ સત્ય અને અસત્ય વચ્ચેનુ છે અને પોતે સત્યની વિરુદ્ધ અસત્યની સાથે છે.તેઓ પોતાનો ઘોડો દોડાવીને ઈમામ હુસૈનના ચરણોમાં આવી ગયા. અને માફી માંગતા કહ્યુ. 
"યા ઈમામ હું એ કમનસીબ છું કે જેણે તમારો રસ્તો આંતર્યો અને તમને અહીં સુધી આ હાલતમા લઈ આવ્યો.મને માફ કરો અને તમારા તરફથી લડવાની મંજૂરી આપો."
ઇમામે હુરને ગળે લગાવીને માફી આપી અને હુરે સહુથી પહેલા યઝીદના લશ્કર સામે મેદાનમા જઈને અરબની યુદ્ધ સંસ્કૃતિ મુજબ દ્રંધ યુદ્ધ માટે પડકાર ફેંક્યો.કમાન્ડર સાદે પોતાના બહાદુર સૈનિકોને એકપછી એક હુરની સાથે લડવા માટે મોકલ્યા અને હુર એ લોકોને ક્ષણભરમાં ખતમ કરી દેતા હતા.આથી ક્રોધે ભરાઈને સાદે પોતાના સૈનિકોને કહ્યુ.
"મૂર્ખાઓ.આમ એક એક કરીને તો એ આપણા આખા લશ્કરને ખતમ કરી દેશે.એ તમારો કમાન્ડર હતો એ યાદ છેને એને એકલા હાથે મારવો મુમકિન નથી બધા સાથે મળીને હુમલો કરો." 
સાદનો આદેશ મળતા જ યઝીદના સૈનિકોએ યુદ્ધના તમામ નિયમો નેવે મૂકીને એક સાથે ઉપર ઘાવો બોલાવ્યો. પણ સિંહ જેમ ઘેટાંના ટોળા ઉપર તૂટી પડે તેમ હુર યઝીદના લશ્કર ઉપર તુટી પડ્યા અને સેંકડો સૈનિકોને એમણે મોતને ઘાટ ઉતાર્યા.અને પછી યઝીદના બીજા સેંકડો સૈનિકોએ એમને ઘેરી લીધા અને ચારે બાજુએથી ભાલાઓનો મારો ચલાવીને એમને વિંધી નાખ્યા.
આખરે ઝખમી હુર ઘોડા ઉપરથી નીચે પડ્યા ત્યારે ઈમામ હુસૈન દોડીને તેમની પાસે ગયા.ઈમામ હુસૈનને આમ દોડી આવેલા જોઈ યાઝીદના સૈનિકો પાછળ હટી ગયા એ લોકોના હૃદયમાં પયગમ્બર સાહેબના નવાસા પ્રત્યે હજી માન અને લાગણીઓ હતી.
અને સાદ પણ ઈમામ હુસૈનને કત્લ કરવા માંગતો ન હતો એની ગણતરી એવી હતી કે એક ના બાદ એક ઈમામના સાથીઓ શહીદ થઈ જશે અને ઈમામ હુસૈન એકલા પડી જશે તો કદાચ તે યાઝીદની બૈયત કરી લે.
ઈમામ હુસૈન ઘાયલ હુરની પાસે આવ્યા અને તેમનુ માથુ પોતાના ખોળામાં લઈને તેમના ચહેરા પરથી લોહી સાફ કરતા કહ્યુ.
"તુ દુનિયામાં પણ હુર(આઝાદ)હતો અને આખીરાતમા પણ હુર છો તારી માતાએ ઘણી સમજદારીથી તારુ નામ હુર રાખ્યુ છે."
આમ હુરે ઈમામ હુસૈનના ખોળામાજ ઈમામ તરફથી પહેલા શહીદ થવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યું.

ત્યાર બાદ યઝીદના કમાન્ડર ઉમર બીન સાદે પોતાના લશ્કર સાથે તંગે ઉલા એટલે કે સામૂહિક હુમલો ઈમામ હુસૈનના વફાદાર સાથીઓ ઉપર કર્યો અને તેમાં આડત્રીસ સાથીઓ શહીદ થયા.
ત્યાર બાદ બચેલા સાથીઓએ બપોર સુધી એક પછી એક મેદાનમાં જઈને બહાદુરીથી લડ્યા.
બપોર થતા સુધીમાં ઈમામ હુસૈનના મોટા ભાગના સાથીઓ શહીદ થઈ ગયા હતા.