Islamic Story - 18 in Gujarati Spiritual Stories by Amir Ali Daredia books and stories PDF | ઇસ્લામિક સ્ટોરી - 18

Featured Books
Categories
Share

ઇસ્લામિક સ્ટોરી - 18

ઈસ્લામિક સ્ટોરી 18

   હઝરત ઉમરની વફાત પછી ખિલાફત ની મસનદ એટલે કે તખ્ત ઉપર આવ્યા હઝરત ઉસ્માન ગની.
હઝરત ઉસ્માન મક્કાના એક પૈસા પાત્ર પ્રતિષ્ઠિત વ્યાપારી પરિવાર બની ઉમૈયા થી તાલુક રાખતા હતા.અને હઝરત અલીની માફક તેઓ પણ નબી સાહેબ ના જમાઈ હતા. 
પૈસા પાત્ર હોવાને કારણે જ્યારે ઇસ્લામ સ્થાપિત થઈ રહ્યો હતો ત્યારે એમણે ઘણા ગરીબ મુસલમાનોને સહાય કરી હતી.મદીનામા પાણીની કિલ્લત હતી તો તેમણે કૂવાઓ ખોદાવીને પાણીની સમસ્યા દૂર કરી હતી.એક યહૂદીનો માલિકીનો કુવા*રુમા કા કુઆ*ખરીદીને જનતાને અર્પણ કર્યો હતો.
 પહેલા ખલીફાએ કુરઆનની જે પ્રતિનુ સંકલન કર્યું હતુ એને પોતાની પાસે સાચવીને રાખી અને તેની અનેક નકલો કરાવીને પ્રમુખ સામ્રાજ્ય કુફા.દમિષ્ક. બસરા વગેરે સ્થળોએ મોકલાવી.અને આ ઐતિહાસિક કાર્યના કારણે તેઓને જામે ઉલ કુરઆન પણ કહે છે. 
  ઈસ્લામ અને સામ્રાજ્યનો એમણે ઉત્તરી આફ્રિકા જેમકે લિબિયા ટ્યુનિશિયા અને મધ્યમા અફઘાની સ્થાન તથા સિંધ સુધી વિસ્તાર કર્યો. એમણે મુસલમાનોની પહેલી અધિકારીક નૌસેનાની સ્થાપના કરી અને તેની મદદથી સાયપ્રસ જેવા દ્રીપો ઉપર પણ ઇસ્લામનો ઝંડો ફરકાવ્યો.
   એમણે ૬૪૪ થી ૬૫૬ સુધી શાસન કર્યું.જેમા શરૂઆતી છ વર્ષ શાંતિ પૂર્વક ગયા અને પછીના છ વર્ષ રાજનીતિક મતભેદો ખાસ કરીને મિસર અને ઈરાક મા થવા લાગતા ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.ઘણા લોકોનો એવો આરોપ હતો કે ઉંચા રાજકીય પદો પર હઝરત ઉસ્માને પોતાના જ સગા સંબંધીઓને અથવા પોતાના વંશના સભ્યોને જ બેસાડ્યા હતા.તેના કારણે તેમની વિરુદ્ધ કાવાદાવા અને સાજીશો શરુ થઈ ગઈ હતી.
   જુન ૬૫૬ ના કાવતરા ખોરોએ મદીના
મા હઝરત ઉસ્માનના ઘરને ચારે બાજુ થી ઘેરી લીધુ.અને અમુક દિવસની ઘેરા બંદી બાદ વિદ્રોહીઓ દીવાર ઓળંગીને ઘરમા દાખલ થયા.૧૭ જુન ૬૫૬ ના હઝરત ઉસ્માન કુરઆનની તિલાવત કરતા હતા તેમના ઉપર હુમલો કરીને વિદ્રોહીઓએ એમને શહીદ કર્યા.
હઝરત ઉસ્માનની વફત પછી ચારે તરફ ઉથલ પાથલ મચી ગઈ હતી.સત્તા હાંસિલ કરવા માટે જે તે શહેરોમાં નિમાયેલા ગવર્નરો કાવા દાવા કરવા લાગ્યા.કોઈ કોઈ ઠેકાણે તો ખુલ્લો બળવો પણ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિ અત્યારે તો ઘણી જ ખરાબ અને કઠણ હતી.દરેકને ખલિફા બનવુ હતુ.અને કોઈને પણ સામી છાતીએ ગાદી સંભળાવી પણ ન હતી.કારણકે બધા જાણતા હતા કે અત્યારે ખલિફા બનવુ એટલે કાંટાળો તાજ માથે પહેરવો.આખરે મોટા મોટા સહાબા અને મદીનાના લોકોના આગ્રહને વશ થઈને હઝરત અલીએ ઇસ્લામના ચોથા ખલિફા થવાનુ સ્વીકાર્યુ.
   શરુઆત થી જ એમણે ચાલી રહેલા બળવાઓ અને કાવા દાવાઓને શાંત પાડવા ઉપર પહેલા ધ્યાન કેન્દ્રિત કર્યું. એમનુ માનવુ હતુ કે થોડીક શાંતિ થાય પછી હઝરત ઉસ્માનના કાતિલોને પકડવામાં આસાની રહેશે.જ્યારે હઝરત ઉસ્માનના સાસુ એટલે કે નબી સાહેબના છેલ્લા પત્ની હઝરત આયેશા અને તેમની સાથેના સરદારોનુ કહેવુ હતુ કે પહેલા કાતિલોને પકડીને સજા કરો. જે કાવતરા બાજો હતા એ બન્ને પક્ષમાં હતા હઝરત અલીના અને હઝરત આયેશા.અને એ લોકો આગમાં ઘી નાખવાનુ કાર્ય કરતા હતા.
   એક વાર હઝરત આયેશા બસરા પાસે પોતાના લશ્કર સાથે છાવણી નાખીને રોકાયા હતા.અને તે વખતે હઝરત અલી કુફા પાસે થયેલા વિદ્રોહ ને કાબુમા કરવા ગયા હતા.અને પોતાના લશ્કર સાથે પાછા ફરી રહ્યા હતા.ત્યારે હઝરત આયેશાના લશ્કરમા રહેલા કાવતરા ખોરોએ હઝરત આયેશાના કાન ભરતા કહ્યુ.
"હઝરત અલી આપણી સાથે યુદ્ધના ઈરાદાથી આવી રહ્યા છે." 
હઝરત આયેશા તેમની વાતોમાં આવીને તરત પોતાના લશ્કરને લડવાનો આદેશ આપ્યો બન્ને લશ્કર સામસામે આવી ગયા.પણ જંગ શરુ થાય તે પહેલા હઝરત અલી હઝરત આયેશાની છાવણીમાં ગયા.અને તેમને જે ગલત ફહમી થઈ હતી તેનુ સમાધાન કર્યુ.અને થોડીક કલાકો માટે યુદ્ધ અટકી ગયુ.