જો તમે પ્રેમમાં પડી જાઓ તો પછી શું કરો? તમારા પ્રિયપાત્રને તમારા જીવનમાં લાવવા તમે કઈ હદ સુધી જઈ શકો? આ બે સવાલનો જવાબ નવલકથામાંના ત્રણેય પાત્રો, શોધી રહ્યાં છે. કેદારને લાગે છે કે તે એક યુવતીને ચાહે છે અને એક દિવસ એ તેને જરૂર મળશે. જ્યાં સુધી કેદારને એ યુવતી નહીં મળે એ બીજી કોઈ યુવતી સાથે આગળ નહીં વધે.. વાર્તાની નાયિકા આત્મજા પણ કેદાર જેવું જ વિચારે છે. એની ચિંતા એ છે કે એનું પ્રિય પાત્ર એની નજીક આવે ત્યારે એ તેને ઓળખશે કેવી રીતે? આ સમસ્યા નિવારવા આત્મજા કુદરત પાસે મદદ માંગે છે. એ માને છે કે જ્યારે એના મનનો માણિગર એની પાસે આવશે ત્યારે કુદરત જ એને સંકેત આપશે. એની આસપાસ કંઈક એવું બનશે કે એને જાણ થઈ જ જશે. વાર્તાનો ત્રીજો ખૂણો, આલોક, વિચારે છે કે જે થવાનું એ થઈને રહેશે એવું નથી. તમારે જે જોઈતું હોય એ મેળવવા મહેનત કરવી પડે, પ્લાનિંગ કરવું પડે અને છેલ્લે સુધી જીતી જવાની આશા રાખવી પડે.
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1
જો તમે પ્રેમમાં પડી જાઓ તો પછી શું કરો? તમારા પ્રિયપાત્રને તમારા જીવનમાં લાવવા તમે કઈ હદ સુધી જઈ બે સવાલનો જવાબ નવલકથામાંના ત્રણેય પાત્રો, શોધી રહ્યાં છે. કેદારને લાગે છે કે તે એક યુવતીને ચાહે છે અને એક દિવસ એ તેને જરૂર મળશે. જ્યાં સુધી કેદારને એ યુવતી નહીં મળે એ બીજી કોઈ યુવતી સાથે આગળ નહીં વધે.. વાર્તાની નાયિકા આત્મજા પણ કેદાર જેવું જ વિચારે છે. એની ચિંતા એ છે કે એનું પ્રિય પાત્ર એની નજીક આવે ત્યારે એ તેને ઓળખશે કેવી રીતે? આ સમસ્યા નિવારવા આત્મજા કુદરત પાસે મદદ માંગે છે. એ માને છે કે જ્યારે ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1.2
પ્રકરણ 1. 2 કેદારહું એના ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર વટાવી અંદર તો પ્રવેશી ગયેલો પણ છેલ્લી ઘડીએ મન ઢચુંપચું થઈ હતું અને હું ત્યાં જ ઘડીક ઊભો રહી ગયેલો. એમના પ્રવેશદ્વાર પર મોટી બોગનવેલ ઝૂલી રહી હતી. એના ફૂલોના ગુચ્છ જોતા હું વિચારી રહ્યો હતો કે મારી પાછળ આવી રહેલા આલોકને કહી દઉં કે જા તું અંદર જઈને છોકરી જોઈ આવ હું અહીંયા જ ઊભો છું... મારી આગળ જવાની જરાય ઈચ્છા જ નહતી. ઝમકું ભલે ગમ્મે એટલી સારી હોય, રૂપાળી હોય, ભણેલી હોય તો પણ મને એ પસંદ નહીં જ આવે એ હું જાણતો હતો. મારા મનમાં જેવી છોકરીનું મારી ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1.3
મેં ફરી એ પત્ર વાંચ્યો હતો, I love you. આખી દુનિયામાં કોઈએ કોઈને ના કર્યો એટલો પ્રેમ હું તમને કરું છું અને મને વિશ્વાસ છે કે તમે પણ મને એટલું જ ચાહો છો. મને નથી ખબર કે આપણે ક્યાં અને ક્યારે મળીશું પણ જો આ દુનિયામાં ખરેખર પ્રેમ જેવું કઈંક છે તો આપણે મળીશું ચોક્કસ. હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા આગમનની પ્રતિક્ષા કરીશ. તમે આવશો ને? તમારી પ્રેયસી, - અ જા કાગળના અંતમાં જ્યાં એ છોકરીએ એનું નામ લખેલું હતું એ ભાગ થોડોક ફાટી ગયો હતો. મને યાદ આવ્યું કે પેલા બળદીયા મહેન્દ્રએ ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2
આત્મજા જેને સંસ્કૃતનો એક શ્લોક પણ શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલતા ના ફાવે એવા મારા બાપુ અને સાતમું ધોરણ બાદ ચોપડીને ક્યારેય હાથ નહીં લગાડું એવી પ્રતિજ્ઞા લેનાર મારી બા, આ બંનેએ મારું નામકરણ કેવી રીતે કર્યું એ હજી મારી સમજમાં નથી આવ્યું. ‘આશા’ કે ‘આરતી’ જેવા બોલવામાં સરળ અને તરત કોઈને યાદ રહી જાય એવા નામ છોડીને એ લોકો આ ‘આત્મજા’ જેવું ભારેખમ નામ ક્યાંથી ઉપાડી લાવ્યા હશે? ક્યારેક તો મને થાય છે કે હું એમની સગી દીકરી નથી. એ નક્કી મને કોઈ મંદિરને પગથિયેથી ઉઠાવી લાવ્યા હશે અને ત્યાં જ એ મંદિરના પૂજારીએ કહી દીધું હશે ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.1
એ સવારે હું ભીના કપડે ઘરે પાછી ફરી હતી. જો કે કોઈનું મારી તરફ ધ્યાન નહોતું ગયું. એ આખો મેં અવનવા સપનાં જોવામાં કાઢેલો. દરેક સપનામાં અલગ અલગ રીતે મારી એ ચીઠ્ઠી અને બોટલ મારા પ્રેમી સુધી પહોંચતી હતી, પણ શું એ સાચે પહોંચતી હતી ખરી? દરેક સપનાનાં અંતમાં જાણે એ પણ મારી રાહ જોઈને બેસી રહ્યો હોય એમ ચીઠ્ઠી વાંચતાં જ ખુશખુશાલ થઈ જતો અને પછી કોઈ ને કોઈ રીતે મારા દ્વાર સુધી આવી પહોંચતો હતો. ફક્ત નામ પરથી એક અજાણી છોકરીને શોધી શકાય, છેક એના ઘર સુધી પહોંચી શકાય એ માટેના સેંકડો આઈડિયા મારા મગજમાં આવી રહ્યાં ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.2
મારા રડવાનો અવાજ છેક બહાર સુધી જતો હતો અને મારી નાની બહેન મારી પાસે દોડી આવી હતી. એને જોતાં મેં જાતને સંભાળવાનો પ્રયત્ન કરેલો અને તોય હું મારા આંસુને રોકવામાં નિષ્ફળ નિવડેલી. એણે પાસે આવીને મને બાથ ભીડી હતી અને એ લાગણીમાં હું આખી ઓગળી ગઈ હતી. એ પછી યાદ નથી કે કેટલા દિવસે હું સ્વસ્થ દેખાતી થઈ હતી, ક્યારે મારા બાબાપુએ મને આલોક વિશે વાત કરી હતી, ક્યારે મેં એની સાથે લગ્ન કરવાની ‘હા’ કહી હતી, ક્યારે મેં મારા ફોનમાંથી કેદારનો નંબર કાઢી નાંખ્યો હતો અને કસમ ખાધી હતી કે આજીવન કેદારને દરેક જગ્યાએ બ્લૉક કરી રાખીશ. ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.3
મને એમનો વાર્તાલાપ સાંભળી જરાય હસવું નહોતું આવ્યું. હું એમને હસતાં છોડીને ઓરડામાં અંદર આવી ગયેલી અને ફૂલોથી શણગારેલ પર એક કિનારે બેસી ગઈ હતી. “નવા જમાનાની છોકરી છે.” એ લોકો કઈંક બબડતી ચાલી ગઈ હતી. જો કે જતાં જતાં એ દરવાજો આડો કરતી ગયેલી એ એક સારું કામ કરેલું. એ ક્ષણે પલંગ જોઈને મને આડા પડવાની ઈચ્છા થઈ આવી હતી. થતું હતું કે હું બસ સૂઈ જાઉં આરામથી. છેલ્લા બે દિવસથી ઊંઘવાના બિલકુલ ઠેકાણા નહોતા પડ્યા. હું ખરેખર હવે થાકી ગઈ હતી. શારીરિક અને માનસિક રીતે પણ મારે આરામની સખત જરૂર હતી. મને એક ફિલ્મનો સીન યાદ ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.4
“અરે શું થયું? તું આમ રડે છે કેમ બકા? છ સાત દિવસ જ આપણે જુદા રહેવાનું છે એ પછી કહે તોય તને પિયર નહીં જવા દઉં. આઈ લવ યુ.” એણે મને જોશભેર છાતીએ વળગાડી હતી અને એ પહેલીવાર હતું જ્યારે આલોકનો સ્પર્શ મને ગમ્યો હતો. એ આલિંગનમાં ભારોભાર ઉષ્મા હતી, સ્નેહ હતો. મારા દીલને હાલ કદાચ એની જ જરૂર હતી. હું આંખો બંધ કરીને આલોકની છાતીમાં શાંતિ શોધી રહી હતી અને ત્યાં જ એણે કહ્યું, “કેદાર બિલકુલ સાચું કહેતો હતો. એણે મને કહેલું કે આ છોકરી ખૂબ લાગણીશીલ છે જેના પણ જીવનમાં જશે એને પ્રેમથી ભરી દેશે.” ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.5
હોસ્ટેલમાં આવ્યા બાદ મારી આખી દુનિયા બદલાઈ ગઈ હતી. ઘરે ટીવીમાં દૂરદર્શન સિવાય કંઈ જોવાનું નહતું જ્યારે હોસ્ટેલમાં કેબલ આવી ગયેલી. વરસમાં ફક્ત એકવાર સહકુટુંબ ફિલ્મ જોવા જવા ટેવાયેલી છોકરી રોજ ફિલ્મો જોતી થઈ ગઈ હતી. હોસ્ટેલમાં મારાથી નાની, મોટી અને મારા જેવડી એમ દરેક ઉંમરની છોકરીઓ હતી. સારી, સાદી, ચાંપલી, ચાલું, માથાફરેલ, શાણી, મણીબેન, પુસ્તકિયો કીડો, ભૂખડી બારસ, સુકલકડી, ટૂનટૂન...બાપ રે કેટકેટલા પ્રકારની છોકરીઓ હતી. ઢગલો વાતો હતી. નવી નવી જાણકારી હતી. મજાક અને મસ્તી હતી. ત્યાં જ મને મારી સહેલી સલોની મળી હતી જેની સાથે પછી હું મારી દરેક વાત વહેંચતા શીખી હતી. હોસ્ટેલમાં મને સૌથી ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.6
એક પળ મને લાગ્યું કે એ ક્યાંક મારું જ નામ કહેશે. હું ઇચ્છતી હતી કે એ મારું નામ દે, નહોતી ઇચ્છતી. એ મારી સાવ નજીક હતો. એ હસી નહોતો રહ્યો, સહેજ પણ હસી નહોતો રહ્યો. એની આંખો મારી સામે જ તાકી રહી હતી અને હું બેચેન થઈ રહી હતી. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા, મારું આખું શરીર અજીબ બેચેની અનુભવી રહ્યું હતું. હું મારી જાતને શાંત પાડવા હવાતિયાં મારી રહી હતી અને એણે કહ્યું, “મિનલ.” મિનલ. આટલું કહીને એ પાછો સીધો ઊભો રહી ગયો હતો અને હું તરત પાછી નોર્મલ અવસ્થામાં આવી ગયેલી. મનમાં થોડુંક દુખ થયેલું ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.7
સાંજે આલોક ઘરે આવશે એવો શું કરશે? મારા પર ગુસ્સો કરશે? એને ગુસ્સે થવાનો હક છે. મને મારશે તો? મને મારવાનો હક છે. એ હવે વાતે વાતે લવનું નામ લઈ મને હેરાન કર્યા કરવાનો... હશે એણે જે કરવાનું ધાર્યું હશે એમ એ કરી લેશે. કાશ હું પણ મારા મનનું ધાર્યું કરી શકતી! મને જમવાની જરાય ઈચ્છા ન હતી. કોઈ કામ કરવાનું કે જ્યાં બેઠી હતી ત્યાંથી ઊભા થવાનું પણ મન નહોતું. હું જીવતી હતી પણ જીવંત ન હતી. મારા અંદરની ચેતના મરી ગઈ હતી. કેટલા કલાક હું એમ જ વિચારશૂન્ય દશામાં બેઠી રહી હોઈશ એ મને યાદ નથી ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.8
મારા માસિકમાં આવવાના હજી દસ દિવસ બાકી હતાં અને તોય મને લોહી પડવાનું ચાલું થઈ ગયું હતું. આલોકનું કહેવું કે દવા એનું કામ કરી રહી છે. એકવાર શરીરનો બધો બગાડ બહાર નીકળી જાય પછી મારા પેટમાં બીજ પાંગરશે. બીજ પાંગરશે. હું ગર્ભ ધારણ કરીશ. મને હસવું આવી ગયું હતું. આલોક પર દયા પણ આવતી હતી. જ્યારે મારી જીવવાની ઈચ્છા મરી પરવારી ત્યારે એને બાળક યાદ આવ્યું હતું. લગ્નના એકાદ વરસની અંદર બાળક આવી ગયું હોત તો કદાચ એક માની આગળ એક પ્રેમિકા ક્યારનીય ઘૂંટણીયે પડી ગઈ હોત. મારા બાળકને મારા ખોળામાં લેવાનું મારા નસીબમાં જ નથી. અચાનક મને લાગી ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 3
પ્રકરણ 3 આલોક. હું આલોક, હું એક સામાન્ય માણસ છું અને બધી વાતે સામાન્ય જ રહેવાનું મેં પસંદ કર્યું છે. મારામાં મહાન માણસ બનવાનો એક પણ કીડો સળવળતો દેખાય કે તરત જ હું એને જડમૂળથી રહેંસી નાંખું છું. હું અમારા કુટુંબનો સૌથી નાનો અને સૌથી લાડકો દીકરો હતો, છું. કેદાર મારા પિતાના મોટા ભાઇનો છોકરો અને મારો પિતરાઇ ભાઈ મારાથી એક વરસ મોટો છે. એમ તો અમારે બીજા પણ ભાઈ બહેન છે પણ હું અહીંયા કેદારની જ વાત કરીશ. મારી જિંદગીની વાટ લગાડવામાં એનો જ સાલાનો સૌથી મોટો ફાળો છે. મને એમ કે જીવન ખૂબ ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 3.1
મેં ત્યારે કેદારને ફૉન કર્યો હતો. જ્યારે જ્યારે પણ હું આત્મજાને લઈને હેરાન થતો મારી પાસે ફરિયાદ કરવા માટે કેદાર જ હતો. એને લીધે જ આ સ્ત્રી મને ભટકાઈ હતી. એણે જ મને આત્મજા સારી છોકરી છે, તને ખૂબ પ્રેમ આપશે વગેરે જેવી મોં માથા વગરની વાતો કરી ભોળવ્યો હતો. કેદાર સાથે વાત કરવાનું બીજું એક કારણ એ પણ હતું કે એની આગળ હું મારી અસફળતા કહી શકતો હતો. જે મિત્રો મારી સાથે દારુ પીતા એ બધા એમની રાતોની રંગીન વાતો કરતા ત્યારે હું ચૂપ થઈ જતો. સાલું મારી પાસે એમને કહેવા જેવું કશું જ નહતું. મને ખબર ...Read More
પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 3.2
આત્મજા મૃત્યું પામી હતી. કેદારે જ એની હત્યા કરી હતી અને હું આ બધી બાબતે સાવ નિર્દોષ હતો. હકીકત હતી એ હતી પણ હવે દુનિયા આગળ મારે આ જ કહેવાનું હતું અને મેં એ જ કહ્યું. મારી અને આત્મજાના માબાપની વિનંતી ધ્યાનમાં લઈ એના શરીરને ચિરફાડથી બચાવી લેવામાં આવેલું. આમેય ગુનેગાર હાજર હતો અને આત્મજાનાં શરીર પર બીજી કોઈ ઈજાના નિશાન ન હતાં, અમારા દાંપત્યજીવન વિશે કશી ફરિયાદ ન હતી એટલે એમને મન આ કેસ પૂરો થઈ જતો હતો. ****** કેદારે એની જાતે એનો ...Read More