Preet Na Kario Koi, Chapter 2.3 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.3

Featured Books
Categories
Share

પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.3

મને એમનો વાર્તાલાપ સાંભળી જરાય હસવું નહોતું આવ્યું. હું એમને હસતાં છોડીને ઓરડામાં અંદર આવી ગયેલી અને ફૂલોથી શણગારેલ પલંગ પર એક કિનારે બેસી ગઈ હતી. “નવા જમાનાની છોકરી છે.” એ લોકો કઈંક બબડતી ચાલી ગઈ હતી. જો કે જતાં જતાં એ દરવાજો આડો કરતી ગયેલી એ એક સારું કામ કરેલું. એ ક્ષણે પલંગ જોઈને મને આડા પડવાની ઈચ્છા થઈ આવી હતી. થતું હતું કે હું બસ સૂઈ જાઉં આરામથી. છેલ્લા બે દિવસથી ઊંઘવાના બિલકુલ ઠેકાણા નહોતા પડ્યા. હું ખરેખર હવે થાકી ગઈ હતી. શારીરિક અને માનસિક રીતે પણ મારે આરામની સખત જરૂર હતી.
   મને એક ફિલ્મનો સીન યાદ આવ્યો, એમાં નાયિકા એના લગ્નની રાતે જ પલંગ પર સૂઈ ગઈ હોય છે અને નાયક બિચારો એને જોઈને આખી રાત જાગતો બેસી રહે છે. મારે આલોકની એવી હાલત નહોતી કરવી.
   એક બીજો વિચાર આવી ગયેલો, કપડાં બદલી લેવાનો! ટાઈટ બ્લાઉઝ અને ભારે સાડી, ઘરેણાં વગેરે મને અકળાવી રહ્યાં હતાં. મને થયું કે આ બધું કાઢીને ગાઉન પહેરી લઉં. પાછું વિચાર્યું કે આ બધો ઠઠારો જેને માટે કર્યો છે એને મને મન ભરીને જોઈ લેવા દેવો જોઈએ. આજ પછી હું ફરી થોડી દુલ્હન બનવાની છું. આટલે સુધી બધું સહન કર્યું જ છે તો થોડી વાર ઔર સહી.
   લગભગ અડધો કલાક વીતી ગયેલો તોય આલોક આવ્યો નહોતો. મને હવે ઊંઘ આવવા લાગી હતી. આજે મારી સુહાગરાત છે એ હું જાણતી હતી અને તોય મનમાં કોઈ હરખ કે કોઈ ઉમંગ નહોતો. ફિલ્મોમાં જોયેલાં કેટલાક ઉત્તેજક દ્રશ્યો આજે મારી સાથે ભજવાશે એનાથી વધારે મને કોઈ ખ્યાલ પણ નહતો. ઘણી વખત વાંચવામાં આવેલું કે પહેલી વખત સ્ત્રીઓને પીડા થતી હોય છે. થોડું લોહી પણ વહી આવી શકે. યોનિપટલ તૂટે અને લોહી વહી આવે ત્યારે જ સ્ત્રી આજ સુધી અખંડ હતી, કુંવારી હતી એ સાબિત થાય. મને સહેજ ડર લાગી ગયો. મારાથી સહેજ પણ દર્દ સહન નથી થતું. શરૂઆતમાં તો માસિક આવે ત્યારે પણ મને બે દિવસ તાવ આવી જતો. આજે કેટલી પીડા થશે?
    દરવાજો ખૂલ્યો અને આલોક અંદર આવેલો. હું પલંગની કિનાર પર પગ નીચે લબડાવીને બેઠી હતી. મારા માથેથી ઘુંઘટ સરકી ગયો હતો. એ પળે થયું કે ઘુંઘટ હોત તો સારું થાત, આલોકની નજરોનો મારે સામનો તો ના કરવો પડત.
   એ મારી સામે ઘડીક જોઈ રહેલો અને પછી દરવાજો ભીડીને અંદર આવેલો. “સોરી થોડું લેટ થઈ ગયું. તને રાહ જોવડાવવાનો મારો સહેજે ઇરાદો નહોતો પણ આવા સમયે મિત્રોને મસ્તી સૂઝતી હોય.”
   એ મારી બાજુમાં જ આવીને બેઠયો હતો. હું નજર ઢાળીને બેઠી રહી હતી તોય મને ખ્યાલ આવી ગયો હતો કે આલોકની નજર મારા શરીર પર ફરી રહી હતી. મને બધું ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું, સંકોચ થઈ રહ્યો હતો અને તોય મારે આજે કશું જ બોલવાનું ન હતું. આલોક હવે મારો પતિ હતો અને એને એનો હક ભોગવી લેવા દેવાનો હતો. એક પત્ની તરીકે એ હવે મારું કર્તવ્ય હતું અને મને એનો કોઈ વિરોધ ન હતો બસ બધું ખૂબ અજીબ લાગી રહ્યું હતું.
   “તારે કંઈ જોઈએ છે? પાણી? બાથરૂમ જવું હોય તો?” એણે મારી સામે જોઈ પૂછ્યું. મેં ડોકું ઘુણાવી ના કહી.
   એ ઊભો થયો અને એનો ઝભ્ભો કાઢીને ખૂંટીએ લટકાવ્યો. લેંઘો પણ કાઢી નાંખેલો અને ખાલી એક નાની ચડ્ડી ભેર મારી બાજુમાં આવીને બેઠો હતો. આ વખતે થોડો વધારે નજીક.
    એણે મારો હાથ પકડી કઈંક કહ્યું હતું, કદાચ કોઈ શાયરી જેવું કશુંક પણ મારી સમજમાં નહોતું આવ્યું કે એણે શું કહ્યું. એની પાસેથી શરાબની બુ આવી રહી હતી. એણે સહેજ વધારે નજીક આવીને મારા ખભે એનો હાથ વીંટાળ્યો અને મારી ચુંદડી ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ એ સહેજે સરકી નહીં. પાર્લર વાળીએ કેટલીયે પીનો મારીને એને ફિટ કરી હતી. મેં જાતે જ ઊભા થઈ મારા માથેથી ચુંદડી હટાવી. ગળામાનો હાર અને કાનના લટકણિયા કાઢી બાજુના એક નાના ટેબલ પર મૂક્યા. ખભેથી સાડીના છેડાની સેફટી પિન પણ જાતે જ કાઢી આપી, ખબર હતી કે આલોકથી એ નહીં નીકળે અને એ ક્યાંક મને વગાડી ના દે એની મને ફિકર હતી.
    મારી સાડીનો પાલવ હવે મારા ખભેથી સરકી રહ્યો હતો. મને થયું કે હું પાછી જઈને આલોક પાસે બેસી જાઉં પણ મને સંકોચ નડ્યો. આમેય કોઈ જુવાન પુરુષને આમ ચડ્ડી ભેર જોવાનો આ મારો પહેલો અનુભવ હતો અને મને એમાં કંઈ જોવા જેવું નહોતું લાગી રહ્યું. હું જેમની તેમ ઊભી રહી અને મારો સંકોચ પામી ગયો હોય એમ આલોક ઊભો થઈ મારી પાસે આવ્યો હતો.
   એણે મારા ખભેથી સરકી રહેલા પાલવને આખો નીચે સરકાવી દીધો અને મારા પેટ પર હાથ મૂકી એને ધીરેથી નીચે સરકાવી ચણિયામાં ખોસેલી સાડીની બધી પાટલીઓ ખેંચી નીચે ફેંકી દીધી. એનો એક હાથ મારી કમર પર, પેટ ફરી રહ્યો હતો અને બીજો મારી છાતી પર...મારા પેટમાં કશુંક થઈ રહ્યું હતું. એનો હાથ ઠંડો હતો, ખૂબ ઠંડો અને એની એ ઠંડકમાં હું ઠરી રહી હતી. અચાનક જ એ આગળ વધ્યો હતો અને મારા હોઠ પર જોરથી એના હોઠ મૂકી દીધેલાં. મારાથી એનું વજન ખમવું શક્ય નહોતું. હું એને પાછળ ધકેલી રહી અને એણે મને કમરેથી પકડીને ફેરવીને પલંગ પર લેટાવી દીધી. એના હોઠ મારાં હોઠ પર ખૂબ જ આવેગ અને જોરથી ઘસાઈ રહ્યાં હતાં. મારું મોઢું ખોલવવા માટે એ જાણે બળજબરી કરી રહ્યો હતો. મેં મારા હોઠ સહેજ ખોલ્યા અને એણે એની જીભ મારા મોઢામાં નાંખવા પ્રયત્ન કર્યો. મારા દાંત મે ઘચઘચાવીને ભીડી રાખ્યા હતાં ત્યાં આવીને એની જીભ અટકી હતી. એના હાથ બેરહમીથી મારા સ્તન પર ફરી રહ્યાં હતાં. એણે પછી એ અવસ્થામાં જ મારા બ્લાઉઝના હૂક ખોલી નાંખેલા, ચણિયાનું નાડું ખેંચી કાઢેલું અને ખબર નહીં એ બીજું શું શું કરી રહ્યો હતો. એક બાજુ એના હોઠ મારા હોઠ સાથે લડી રહ્યાં હતાં, મેં એ દર્દથી કંટાળીને મારું મોઢું થોડું વધારે ખોલેલું અને એણે એની આખી જીભ મારા મોઢામાં ઘૂસેડી દીધેલી. મારી જીભ એની જીભ સાથે અથડાઇ રહી હતી. એના હાથ મારા સ્તન, મારા પેટ અને મારી કમરને દબાવી રહ્યાં હતાં, એ આખો મારા બે પગ વચ્ચે આવી ગયેલો અને પછી અચાનક...
   એકવાર બાએ કહેલું કે કોઈ બાવા જેવો માણસ ઘરે માંગવા આવે તો એનાથી દૂર રહેવું, એ છોકરીઓને ઉઠાવીને લઈ જાય છે. મેં પૂછેલું કે બા એ પછી એ છોકરી સાથે શું કરે? બાએ કહેલું કે ગંદુ કામ કરે! ખૂબ ગંદુ!
   અમે કેટલીક સખીઓ ભેગી થઈને ચર્ચા કરતી હતી ત્યાં એકે પૂછેલું કે લગ્ન થાય એટલે વર અને વહુ એક રૂમમાં ભેગા પુરાઈને શું કરતા હશે? તરત એક મોટી છોકરીએ જવાબ આપેલો કે એ લોકો નાગા થઈ એકબીજાને ભેટીને સૂઈ જાય.
   એકવાર મારી એક પિતરાઇ બહેને મને કહેલું કે કોઈ પુરુષનો પ્રાઇવેટ પાર્ટ તને ઢીંચણથી ઉપરના ભાગે અડી ના જાય એનું ધ્યાન રાખજે. એને ત્યાં કશુંક ધોળું ધોળું હોય છે જો એ છોકરીને કમરથી નીચેના ભાગે અડી જાય તો એ પ્રેગનન્ટ થઈ જાય!
    કેટલી બધી બાલિશતા હતી મારામાં. હું સાવ એટલે સાવ ભોટ હતી. બાવો છોકરીને ઉપાડી જાય તો શું ગંદુ કામ કરે, વરવધૂ લગ્ન બાદ એક રૂમમાં પુરાઈને શું કરતા હશે, સ્ત્રીના ઉદરમાં બાળક કેવી રીતે આવી જતું હશે એ બધાનો જવાબ હવે મને આવડી ગયો હતો. જે કંઈ શાળા, કૉલેજમાં ભણ્યા હતાં એ બધું સાવ અલગ હતું, જે જે સાહિત્યની ચોપડીઓમાં વાંચેલું એ બધું ગલત હતું, વાસ્તવિકતા બિહામણી હતી. ડરામણી હતી. હાલ મારી હાલત કેવી છે એમ કોઈ પૂછે તો હું તરત કહી દઉં એક ટામેટામાં કોઈ ખંજર ગોપી દે, ધારદાર ખંજર અને પાછું એક વાર નહીં પણ વારંવાર ભોંકયા જ કરે તો એ ટામેટાંની હાલત શું થાય? બસ મારી હાલત પણ એવી જ હતી.
   મને સમજાઈ નહોંતુ રહ્યું કે આલોક મને પ્રેમ કરી રહ્યો હતો કે કોઈ વાતનો બદલો લઈ રહ્યો હતો. એ મારા અંગેઅંગને કેમ પીડી રહ્યો હતો? મારા હોઠ, મારી જીભ, મારું આખું જડબું દુખી રહ્યું હતું. મારી છાતીનો ઊભાર...મને થતું હતું કે કોઈ એને કાપીને લઈ જાય તો સારું, એમેય એ આલોકના હાથમાંથી તો છૂટી જાય. એકવારની પીડા અને પછી કાયમી અંત આવી જાય. મારા પેટ અને કમરના સ્નાયુઓ સખત દુખી રહ્યાં હતાં. એક પગની નસ ખેંચાઇ ગઈ હતી કદાચ અને હું આંખો બંધ રાખી રડી રહી હતી...
    ખ્યાલ નથી એ ત્રાસ કેટલી મિનિટો ચાલેલો. પછીથી એ થાક્યો હતો અને મારા શરીર પરથી નીચે ઉતરી બાજુમાં લેટી ગયો હતો. છેલ્લે ઉંઘરેટા અવાજે એણે મને પૂછેલું, “મજા આવી?”
   જવાબમાં એક ગંદી ગાળ છેક મારા હોઠ સુધી આવીને અટકી ગઈ હતી...
                             ******
    એ ભયાનક સુહાગરાત વીતી ગઈ પછી સવારે શાંતિ હતી. આલોક મારો ખ્યાલ રાખી રહ્યો હતો. એ આખો દિવસ મહેમાનો વચ્ચે જ વીતેલો. મારી આંખો કેદારને એક નજર જોવા પૂરતું શોધી રહી હતી પણ એ કયાંય નહોતો દેખાણો.
    એ સાંજે અમારું રિસેપ્શન હતું. મારા ઘરેથી મારા પરિવારના બધા સભ્યો આવેલા. એ બધા સાથે સાંજ ક્યાં વીતી ગઈ એનો ખ્યાલ જ નહોતો આવ્યો. જમવાનું પતાવીને ઘરે જવા નીકળતી વખતે મારી એક ભાભીએ મારા ગાલે ચૂંટલો ભરીને કહેલું કે જોજે જમાઈ રાજાને થોડા માપમાં રાખજે, પુરુષોને તો જેવી ટેવો પાડીએ ને એવી પડે.
   મને એમની વાત સમજાઈ હતી છતાં નહોતી સમજાઈ! પુરુષોને કાબુમાં કેવી રીતે રાખી શકાય? કંઈ પણ કહેવા કે બોલવા જેવી મારી હાલત જ ક્યાં હતી. ગઈ કાલે એ પીધેલો હતો. આજે પણ એવું જ રહેવાનું, એના મિત્રો એને ખેંચી ગયાં ત્યારથી જ મને ખાતરી હતી. જો કે હાલ પ્રસંગ જ એવો હતો કે મારાથી એને કંઈ કહેવાય એમ નહોતું.
    હું ફફડતી ફફડતી મારા રૂમમાં ગઈ હતી. આજે મન થતું હતું કે આલોક ખૂબ મોડો આવે અને આવતા જ પલંગમાં પડી ઊંઘી જાય તો કેવું સારું. ગઈ કાલે પહેલી રાત વીતી ગઈ હતી, જે યોનિપટલ ભેદાવાનું હતું તે ભેદાઈ ચૂક્યું હતું હવે વધારે દર્દ નહીં થાય એ વાતે મને થોડી નિરાંત હતી પણ તોય આલોક સાથે સંબંધ બાંધવાની મન ના કહી રહ્યું હતું. આજે મેં કપડાં બદલી લીધેલા અને એક આરામદાયક ગાઉન પહેરી હું પલંગ પર આડી પડી હતી.
    ખાસ્સી વર થઈ તોય આલોક નહોતો આવ્યો અને મારી આંખ મિચાઈ ગઈ હતી. બે રાતના ઉજાગરા બાદ મને સખત ઊંઘ ચઢેલી. હું એક સપનું જોઈ રહી હતી જેમાં બે આખલા લડી રહ્યા હતા અને કોણ જાણે કેવી રીતે પણ હું એમની હડફેટે આવી ગઈ હતી. એમની વચ્ચેની લડાઈનો હવે હું પણ એક હિસ્સો હતી. એ બંને એમની પૂરી તાકાતથી એક બીજા સાથે એમના માથા ભટકાવી રહ્યા હતા અને એમની વચ્ચે હું ચગદાઈ રહી હતી. મારું અંગ અંગ એમના શિંગડાને પ્રહારને લીધે ઘાયલ થઈ થઈ રહ્યું હતું. એમના બે વિશાળ માથાની વચ્ચે હું ભિસાઈ ગઈ હતી. મારા મોઢામાંથી અવાજ પણ નીકળી શકે એમ નહોતું. અચાનક જ પછી ત્યાં બળદને બદલે એક વરુ આવી ગયું હતું અને એ મારી ગરદન પર ત્રાટક્યું હતું. એના દાંત મારી ગરદન પર ભીડાયા હતાં. અસહ્ય દર્દને લીધે મારી આંખ ખૂલી ગયેલી. મારા શરીર પર એટલું વજન હતું, હું હલી પણ નહોતી શકતી. મને પીડા પહોંચાડનાર, મારા અંગ અંગને ઘાયલ કરનાર હજી મારા શરીર પર ચઢેલો હતો. એ આલોક હતો. ત્યાં કોઈ આખલો નહતો, કોઈ વરુ ન હતું પણ મારી પીડા એની એ જ હતી જેવી સપનામાં હતી. નશામાં ધૂત આલોક અંધારામાં મને રાક્ષસ જેવો લાગી રહ્યો હતો. એ આજે કાલ કરતાંય વધારે પીને આવ્યો હોય એવું મને લાગ્યું, એને જરાય હોશ નહતો કે શું કરી રહ્યો છે અને તોય કોઈ પાશવી ઇચ્છાને વશ થઈ એ મારા અંગેઅંગનું મર્દન કરી રહ્યો હતો. પેલું ખંજર પાછું ટામેટમાં ખોપાઈ રહ્યું હતું, ટામેટુ છૂંદાઈ રહ્યું હતું, એમાંથી રસ કે રક્ત જેવું કંઇક વહી રહ્યું હતું. હું એ પ્રવાહીનો રંગ નહોતી જોઈ શકતી પણ એની ચીકાશ અનુભવી શકતી હતી.
એ રાતે બધું પતી ગયા બાદ આલોક મારા શરીર પર જ સૂઈ ગયેલો. એના નસકોરાં, એના શ્વાસ મારી છાતીએ અથડાતાં હતાં. એના માથાનો ભાર ધીમે ધીમે મારી છાતી પર ભારે ને ભારે થઈ રહ્યો હતો. મેં એને પછી ધક્કો મારીને મારા પરથી નીચે ગબડાવી દીધો હતો. એણે મને પીંખીને શું મજા કરી લીધી હશે એ વિશે મારે વિચારવું પણ નહતું. મારા ભાગે આજે પણ પીડા આવી હતી, ફક્ત પીડા એ પણ સહી ના શકાય એવી. ફરીથી હવે ઊંઘ આવે એવી કોઈ શક્યતા નહતી. હું મારા ઘાયલ અંગોને પંપાળી શકું એ દશામાં પણ નહતી. રૂમમાં એક નાનકડી બત્તી ચાલુ હતી અને તોય મને લાગ્યું જાણે ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયો છે. ઘોર અંધકાર. કાળો ડિબાંગ અને ઘટ્ટ અંધકાર. મને થયું કે હું એ અંધકારને સુખડીની જેમ ચોસલામાં કાપી શકું છું. હું એના અસંખ્ય ટુકડા કરી શકું છું અને મને મારી એ શક્તિ વ્યર્થ લાગેલી. મને થતું હતું કે કેમે કરીને હવે હું એ અંધકારમાંથી બહાર નહીં આવી શકું. એને હજાર ચોસલામાં વિભાજિત કરી નાંખું તોય રમવું તો મારે એ અંધારા જોડે જ પડશે, રોશનીનું એક કિરણ પણ હવે ક્યાંય નહીં દેખાય...ક્યારેય નહીં દેખાય...
   એ રાતે મને સહેજે ઊંઘ નહોતી આવી. એક પળ તો થયેલું કે હું મરી ગઈ છું. લગ્નના બીજા જ દિવસે દારૂના નશામાં પતિએ એની પત્નીને એવો ખતરનાક પ્રેમ કર્યો કે એ મરી ગઈ. છૂટી બિચારી!
   મારું આખું જડબું દુખી રહ્યું હતું. મારા મોંમાંથી પણ જાણે શરાબની બુ આવી રહી હતી. મારા શરીરના પરસેવાની ગંધ તક મારો સાથ છોડી ગઈ હતી. મારાથી આ નવી ગંધ બરદાસ્ત નહોતી થઈ રહી. એકવાર થયું કે બાથરૂમમાં જાઉ અને સાબુ લગાડી ઘસી ઘસીને નહાઈ લઉં. આલોકે મારા શરીર પર છોડેલી એની એક એક નિશાની મિટાવી દઉં પછી કદાચ હું શાંતિથી સૂઈ શકું. મારા દાંત પણ બ્રશ કરી લઈશ અને એક ઊલટી કરી છેક પેટ સુધીની સફાઇ કરી લઈશ. મને મારો આ વિચાર ગમ્યો હતો અને હું ઊભી થવા જ જતી હતી કે પાછો એક નવો વિચાર આવેલો, શરીર પરના ડાઘ તો પાણીથી ધોવાથી નીકળી જશે પણ તારી આત્મા પર લાગેલા ડાઘનું તું શું કરીશ આત્મજા? એને કેમ કરીને દૂર કરીશ?
   હું ઊભી ના થઈ. પડી રહી એમ જ. મારું ઓશીકું મારા માથા નીચેથી સરકીને ક્યાંક આગળ ચાલી ગયું હતું. મને આરામદાયક અને સરખી રીતે મારા માથા નીચે ગોઠવાયેલું ઓશીકું ના મળે ત્યાં સુધી ઊંઘ નથી આવતી એ વાત મારા ઘરના ઓશિકા સમજતા હતાં પણ અહીં તો ઓશીકુંય પરાયું હતું એ મને ક્યારે સમજતું થશે, થશે કે નહીં કોને ખબર?
   આ ઘર આલોકનું, આ બેડરૂમ આલોકનો, આ પલંગ અને પલંગ પર પડેલી હું પણ આલોકની, બધુંય આલોકનું અને આલોક મારો! ના. ના એ મારો નથી. મારી નજર આગળ કેદારનો હળવેથી હસતો ચહેરો આવી ગયો. એ આમ મલકાય ત્યારે કેવો સરસ લાગે છે. થાય કે એને જોયા જ કરું. એ મારો છે, ભલે હું એની ના થઈ શકું પણ એ મારો જ છે, મારી એકલીનો. દૂર દૂર એક નવી દુનિયામાં હું એને રોજ મળીશ. એની સાથે મારો સંસાર વસાવીશ અને એની સાથે જ એ બધું કરીશ જે મારે કરવું હતું.
   “શરમ કર પાગલ એ તારો જેઠ છે અને એ કોઈ બીજી યુવતીને ચાહે છે.” અચાનક કેદારનો ચહેરો હવામાં ઓગળી ગયો હતો અને આલોક આવીને કહી રહ્યો હતો, “તું ગમ્મે એટલા ધમપછાડા કરી લે એ હવે તારા હાથમાં નહીં આવે. તું મારી છે, આવનાર સાત સાત જનમ સુધી તું મારી છે,” એ હસી રહ્યો હતો. એનો ચહેરો પણ સુંદર હતો, કેદાર કરતાં આલોક વધારે રૂપાળો હતો, એનો રંગ વધારે ગોરો હતો, એનો ચહેરો વધારે ઘાટીલો હતો, એ કેદાર કરતા બે ઇંચ વધારે ઊંચો હતો, એ કેદાર જેવો મીંઢો નહોતો છૂટથી વાતો કરી શકતો, મજાક કરી શકતો અને સહી પણ શકતો, એક રીતે બધી વાતે એ કેદાર કરતા બહેતર હતો અને તોય મને એના કરતા કેદાર વધારે ગમતો હતો.
   કેદાર? એ જ કેદાર જેણે તારું દિલ તોડ્યું? એ કેદાર જેની પાસે અગાઉથી એક પ્રેમિકા હોવા છતાં તારે આંગણે આવીને ઊભો રહ્યો હતો? જેણે તારા દિલમાં પડેલી પેલી માન્યતા કે હજી આ દુનિયામાં સાચો પ્રેમ થઈ શકે છે કે ને ભડકાવી અને જેવી તું એ રસ્તે આગળ વધી એટલે તરત જ તને એક જાટકે અટકાવી? કેટલી બૂરી રીતે એણે તારું અપમાન કર્યું એ તું કેમ ભૂલી જાય છે આત્મજા? તું આજીવન પ્રેમ વગર રહી લેજે પણ એ કેદારને ભૂલી જજે. હંમેશને માટે ભૂલી જજે. મારી જ અંદરથી કોઈ પાછું મને કહી રહ્યું હતું.
   આલોકની આ હેવાનિયત સહ્ય છે. આ તો બસ થોડીક શારીરિક પીડા છે જે ઠીક થઈ જશે પણ દિલ તૂટવાનું જે દર્દ કેદાર આપી ગયો એ અસહ્ય છે, એમાંથી ક્યારે કળ વળશે? કળ વળશે કે નહીં? આલોક સારો છે, કેદાર ખરાબ. હા, આલોક મારો પતિ સારો છે, કેદાર ખરાબ છે. હું એક સારી પત્ની બનીશ, આલોકની પત્ની. હું કોઈ ખરાબ સ્ત્રી નથી, કેદાર જ ખરાબ છે. એ મારા જીવનમાં આવ્યો જ કેમ? હું કદાચ આલોકને જ મારો પ્રિયતમ માની એની સાથે જ રાજીખુશીથી જીવી લેત, પણ આ કેદારે આવીને જ મારી અવદશા કરી!
    બીજે દિવસે સવારે હું તૈયાર થઈને નીચે આવી ત્યારે આલોક ઘસઘસાટ સૂતો હતો. મારા સાસુએ મને કહ્યું કે હું ચા નાસ્તો કરીને તૈયાર થઈ જાઉં પછી મારા કાકા સસરા મને મારા પિયર મૂકવા આવશે. સાત દિવસ બાદ આલોક આવીને મને તેડી જશે.
   આજે મારે મારા પિયર જવાનું છે એ વાત હું કેમ કરીને ભૂલી ગયેલી? ખેર, હાલ એ વાત યાદ આવતા જ હું ખુશ થઈ ગઈ હતી. મારા ચહેરા પર એક સ્મિત એની મેળે જ ખીલી ઉઠ્યું હતું. ફટાફટ ચા પીને સાસુમાને પગે લાગી હું મારા ઓરડામાં આવી. આલોક હજી સૂતો હતો. મને થયું કે એને ઉઠાડું પછી થયું કે પહેલા હું તૈયાર થઈ જાઉં.
    મેં કપડાં બદલ્યા, નવી સાડી અને એને મેચિંગ ઘરેણાં પહેર્યા. અરીસામાં મારો ચહેરો ધારી ધારીને જોયો. નીચેનો હોઠ જમણી બાજુથી સહેજ ફૂલી ગયો હતો. બાકી બધું જેમનું તેમ હતું. ખરેખર જેમનું તેમ હતું?
    છેલ્લા બે દિવસથી બાથરૂમમાં નહાવા જાઉં ત્યારે મારા બે પગ વચ્ચેથી પસાર થતું શાવરનું પાણી લાલ રંગે રંગાતું હતું. મારા સ્તન મારા જ શરીર પર ભાર વધારી રહ્યાં હોય એવા ભાસતાં હતાં. મારા હોઠ, મારી જીભ, મારા દાંત... આ માણસે મારા શરીરની એક એવી જગ્યા બાકી રાખી હતી જ્યાં હજી સુધી એ અડ્યો ના હોય? શેને માટે એને બધે જ અડવું હતું, અડવું છે? એને મજા આવતી હશે પણ મને ચિતરી ચઢે છે એનું શું? મારા લગ્ન કેદાર સાથે થયાં હોત તો એ પણ આવું જ કરત? ના, ના, એ આવું ના કરત. કદાચ કરત. કદાચ...
   “ચાલો ઉઠો હવે સવાર પડી ગઈ.” મેં જઈને આલોકને ઢંઢોળ્યો.
   “શું ઉતાવળ છે? સુવા દે મને?” આલોકે પડખું ફરી કહ્યું.
    આલોક રૂપાળો હતો. કોઈ પણ સ્ત્રીને જોવો ગમે એવો. વાતચીત કરવામાં પણ સારો હતો, એના અવાજમાં સહેજ પણ ઉગ્રતા કે તોછડાઈ ન હતી. આખો દિવસ એ કોઈ દેવ જેવો બની રહેતો હતો પણ રામ જાણે રાત પડતાં જ એને શું થઈ જતું હતું.
    “આજે મારે ઘરે જવાનું છે. તમે ઉઠો ત્યાં સુધી હું કદાચ નીકળી ગઈ હોઈશ.” મેં એને જગાડવા કહ્યું હતું અને મારી આ વાતની અસર થયેલી.
    “આજે જ જવાનું છે?” એણે પરાણે આંખ ઉઘાડી મારી સામે જોઈ કહ્યું હતું. મેં ડોકું ઘુણાવી હા પાડેલી.
   “તારા વગર હવે મારી રાત કેમની પસાર થશે? એય મને પણ સાથે લઈ જા ને.”
    જાણું છું કે એણે મજાકમાં કહેલું પણ મારું દિલ એક ધબકારો ચૂકી ગયેલું. મારે એક અઠવાડિયું શાંતિ જોઈતી હતી અને હવે મારા જીવનની શાંતિ એટલે આલોક સાથે ના હોય એવી ક્ષણો! આ તું શું વિચારી રહી છે આત્મજા? એ તારો પતિ છે!
   “શું વિચારમાં પડી ગઈ?” એ પથારીમાં બેઠો થયો હતો અને હાથ લાંબો કરી મારો હાથ પકડી મને એની નજીક ખેંચી લીધેલી. હું એની બાજુમાં પલંગ પર બેઠી પડેલી અને એના હાથ મારી કમર ફરતે વીંટળાઇ રહ્યા હતા. એના હોઠ મારી ગરદન પર ઘસાઈ રહ્યાં હતાં અને મને એ બધું જ વિચિત્ર લાગી રહ્યું હતું. ના સારું, ના ખરાબ ફક્ત વિચિત્ર! કેમ વિચિત્ર એનો મારી પાસે કોઈ જવાબ નહોતો. મારો પતિ હાલ ખૂબ જ પ્રેમથી મને સ્પર્શી રહ્યો હતો અને મને કોઈ સંવેદન જ નહોતું થઈ રહ્યું. કોઈ જ સંવેદન નહીં. ગલીપચી કે શરમ પણ નહીં. આ જાણે મારું શરીર જ નહોતું. હું મારા શરીરમાંથી બહાર નીકળી આવી હતી. મારો આત્મા મારું શરીર છોડી બહાર આવી ગયેલો અને એ ખાલી ખોંખા જેવા મારા શરીર સાથે મારો પતિ હવે ગમ્મે તે કરી લે મને કોઈ ફરક જ નહોતો પડતો...
   હે ભગવાન હું આ શું વિચારી રહી છું? હું મારા શરીરમાં નથી તો હું ક્યાં છું? લગ્નના માંડવામાં કેદારને જોયેલો એ પછી એ ક્યાંય દેખાયો નથી! એ ક્યાં ચાલ્યો ગયો હશે? હું એને કેમ યાદ કરું છું? એ નાલાયક અને નપાવટ કરતા આલોક લાખ દરજ્જે સારો છે. હા આલોક સારો છે. સારો છે. મેં સહેજ પાછળ ફરીને આલોકને ગળે હાથ ભેરવી દીધાં. ખબર નથી એ કયા પ્રકારની લાગણી હતી, આવેગ હતો કે નિરાશા પણ હું રડી પડી હતી. એક ડૂસકું આવી ગયેલું જેને હું ખાળી નહોતી શકી અને એક મિનિટ માટે ધ્રૂસકાં ભરીને રડી પડેલી.
    “અરે શું થયું? તું આમ રડે છે કેમ બકા? છ સાત દિવસ જ આપણે જુદા રહેવાનું છે એ પછી તું કહે તોય તને પિયર નહીં જવા દઉં. આઈ લવ યુ.” એણે મને જોશભેર છાતીએ વળગાડી હતી અને એ પહેલીવાર હતું જ્યારે આલોકનો સ્પર્શ મને ગમ્યો હતો.