વાત એક રાતની - Novels
by અંશતઃ. ગોસાઇ ભરતવન
in
Gujarati Horror Stories
હું હંમેશાથી માનતો આવ્યો છું કે જિંદગીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં બે રસ્તા માંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો હોય ત્યારે ભગવાન હંમેશા એક હિન્ટ આપતા હોય છે. તે આપણને બતાવે છે કે કયો રસ્તો સાIચો છે અને કયો ખોટો. ક્યારેક ...Read Moreદ્વારા તો ક્યારેક પ્રાર્થનાઓથી તો ક્યારેક કોઈની સલાહોથી તો ક્યારેક એવું કોઈ દ્રશ્ય દેખાડીને કે જે પોતાની પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં મદદ કરી શકે. પણ દિલની એ અવાજ આપણે ઘણીવાર સાંભળતા નથી. એવી જ એક ઘટના મારા કોલેજકાળની છે. લગભગ આંઠ વર્ષ પહેલાની. બપોરના સમયે હું રેલવે સ્ટેશન પર ટ્રેનની
હું હંમેશાથી માનતો આવ્યો છું કે જિંદગીની મુશ્કેલ પરિસ્થિતિઓમાં બે રસ્તા માંથી કોઈ એક રસ્તો પસંદ કરવાનો હોય ત્યારે ભગવાન હંમેશા એક હિન્ટ આપતા હોય છે. તે આપણને બતાવે છે કે કયો રસ્તો સાIચો છે અને કયો ખોટો. ક્યારેક ...Read Moreદ્વારા તો ક્યારેક પ્રાર્થનાઓથી તો ક્યારેક કોઈની સલાહોથી તો ક્યારેક એવું કોઈ દ્રશ્ય દેખાડીને કે જે પોતાની પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં મદદ કરી શકે. પણ દિલની એ અવાજ આપણે ઘણીવાર સાંભળતા નથી. એવી જ એક ઘટના મારા કોલેજકાળની છે. લગભગ આંઠ વર્ષ પહેલાની. બપોરના સમયે હું રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહમાં બેઠો હતો. સ્ટેશન પરના કોલાહાલની વચ્ચે હું દુંર થી આવતા
મારા મગજમાં એક વાત ઘૂમી રહી હતી " સેકન્ડ એસી માં ધક્કા ખાતા ખાતા." પોતાની થાળીની રોટી ત્યાં સુધી ખરાબ નહી લાગતી જ્યાં સુધી સામે વાળની થાળીમાં ઘી વાળા પરોઠા ન દેખાય. એમની વાત સાંભળીને હું પોતાની જાતને ગરીબ ...Read Moreફીલ કરવા લાગ્યો. મારી જિંદગીમાં થર્ડ એસી થી ઉપર ક્યારેય સફર નથી કરી. આતો કઝીન સિસ્ટરના લગ્ન હતા અને ટિકિટ ખાલી સેકેન્ડ એસીમાં બાકી હતી એટલે પેહલી વખત સેકેન્ડ એસી કંપાર્ટમેન્ટમાં આવવાનો શુભ અવસર આવી પડ્યો.અને એક આ લોકો હતા જે સેકેન્ડ એસીને ધક્કા ખાવાની જગ્યા કહી રહ્યા હતા. બસ કાઈ નહીં બીજું
ટ્રેનને સ્ટેશન ઉપરથી નીકળ્યાના લગભગ ચાર કલાક જેવું થયું હશે. કંપાર્ટમેન્ટ ની બારીઓની બહાર ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. કંપાર્ટમેન્ટના ડોગ સ્કોડના જવાન એક ઊંચી જાતિના કુતરા સાથે આંટો મારી રહ્યા હતા. ડબ્બાના બધા જ મુસાફરો હવે ધીરે ...Read Moreઊંઘવા લાગ્યા હતા. નિહારિકાની સાથે રહેલા એ વડીલ અને એમની પત્ની પણ નીંદરમાં હતા. પણ નિહારિકાની આંખોમાં એક ગજબની બેચેની હતી. એમની આંખો જોતાં લાગતું હતું કે, એ વર્ષોથી સુતી ના હોય. એમણે સાવધાનીથી આજુબાજુ જોયું અને પોતાના હાથમાં રહેલી ડાયરી સીટ ઉપર રાખી અને ઉભી થવા લાગી. "ક્યાં જઈ રહી છે...?" સાથે રહેલી મહિલાએ પૂછ્યું તો તે ગભરાય ગઈ.
એ છોકરી નિહારિકા પાછી પોતાની સીટ ઉપર જઈને બેસી ગઈ. લોવર સીટમાં એકદમ કિનારા પાસે પેસેજની એકદમ નજીક કે જ્યાંથી લોકોની અવરજવર હોય. ત્યાં બેસી અને મારા તરફ એકીટસે જોઈ રહી હતી. હું પેસેજની બીજી તરફ એટલે કે એક ...Read Moreછોડી અને લોવર સીટ ઉપર હતો. અમે બંનેના ચેહરા સામસામે હતા. એમને આપેલો કાગળનો ટુકડો હજુ પણ મારા હાથમાં જ હતો. મારા હાથમાં વળેલા પરસેવાના કારણે એ થોડો મૂરઝાયેલ થઈ ગયો હતો. પરંતુ એમાં લખાયેલ ત્રણ અંગ્રેજી અક્ષરો "પ્લીઝ હેલ્પ મી" મારા મનમાં અગણિત બેચેની પેદા કરી રહી હતી. મેં પહેલી વાર નજર ભરીને એમની સામે જોયું, એમની આંખોમાં એક
"ચાઈ..ચાઈ.. અદરક ઈલાયચી વાલી સ્પેશલ ચાઈ..."ચા વાળાના અવાજથી કંપાર્ટમેન્ટની ખામોશી તૂટી ગઈ. સામેની તરફથી એક મોટું કન્ટેનર લઈ ચા વાળો આવી રહ્યો હતો. ત્યાં અચાનક જ અવાજ ગુંજી ઉઠ્યો. "ભૈયા એક ચાય દેદો" મેં મારું ધ્યાન એ અવાજ તરફ ...Read Moreતો એ અવાજ નિહારિકાના સીટ પરથી આવી રહ્યો હતો. મેં જોયું તો ચા વાળો નિહારિકાની સીટ પાસે ઉભો રહી ચા આપી અને પૈસાની લેવડદેવડ થઇ. ચા વાળાએ કન્ટેનર ઉઠાવ્યું અને મારી સીટ તરફ આગળ વધ્યો. મને ચા પીવાનું બિલકુલ મન નહોતું. મેં એની તરફ કશું જ ધ્યાન ના આપ્યું. મારી નજર એ સીટ ઉપર હતી જ્યાંથી નિહારિકાના સુંદર પગ દેખાઈ
એની સીટની નજીક પહોંચી હું ચપ્પલ સરખી કરવાના બહાને ત્યાં ઉભો રહી ગયો. જોયું તો તે બર્થ ઉપર ઉંધી સુતી પોતાની ડાયરીમાં કશુંક લખી રહી હતી. મેં આછા અજવાળામાં આજુબાજુ જોયું અને હાથના ઇશારાથી કહ્યું કે, " હું છું ...Read Moreસાથે, તારે ગભરાવાની કોઈ જરૂર નથી." પહેલીવાર તેમના ચહેરા ઉપર રાહતની રેખાઓ જોવા મળી. મરૂન સાડીનો પાલવ સંભાળતા એ થોડી હસી અને બંને હાથની હથેળીઓથી પોતાના ચહેરાને ઢાંકી દીધો, બિલકુલ આંચલની જેમ! કોઈની મદદ કરવાનો અહેસાસ કેટલો ખુબસુરત હોય છે નહિ! નરમ નરમ મખમલ ઉપર હાથ ફેરવતા હોય એવો.!!! તેણે સાવધાનીથી પોતાની ડાયરીનું પાનું ફાડી સાવધાનીથી આજુબાજુ જોઈ મારા તરફ
"હા એ આંચલ જેને બસમાં પણ મુસાફરી કરવા તકલીફ પડે છે તે પોતાના પ્રેમ માટે પિતા સામે બગાવત કરી શકશે?"હું હજી વિચારી રહ્યો હતો ત્યાં, એક ઉલ્ટી દિશામાં ગુજરતી ટ્રેને મારું ધ્યાન તોડ્યું. મારા હાથમાં પકડી રાખેલ કાગળ જે ...Read Moreડાયરીમાંથી ફાડી અને મારા હાથમાં હતો એ પવનની ગતિના કારણે મારા હાથમાં ઉડી રહ્યો હતો. મેં વાંચવાનું ચાલુ કર્યું."હું નથી જાણતી કે તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો કે પછી ખુદામાં, પણ હા તમે જરૂર માનવતામાં વિશ્વાસ ધરાવો છો. બસ એજ માનવતા ની કસમ આપું છું. વિરમગંજ સ્ટેશને ઉતરવું છે, ત્યાંથી હું મારા પિયર ભાગી જઈશ, પણ હું પેલી પીળા રંગની
પાંચ મિનિટ બાદ ટ્રેન વિરમગંજ સ્ટેશન ઉપર ઊભી રહી. ટ્રેન થોડા સમય સુધી ઊભી રહી પછી તેને સ્ટેશન છોડવા માટે પોતાની ગતિ ધીરે ધીરે ચાલુ કરી તો મેં જોયું કે, મરૂન કલરની સાડી સરખી કરતી નિહારિકા પોતાની મિડલ સીટ ...Read Moreવીજળીવેગે ઉતરી અને ઉઘાડા પગે દરવાજા તરફ ભાગી. તેણે કંપાર્ટમેન્ટ નો દરવાજો ખોલ્યો હું ત્યાં જ ઉભો હતો. "તમે ઉતરી જાવ હું બેગને ફેંકી દઈશ" મેં કહ્યું. ટ્રેનની ગતિ ધીરે ધીરે વધી રહી હતી. તે એકદમ મારી નજીક આવી. મરૂન કલર ની સાડી નો પાલવ ઉડી અને મારા મોઢા ઉપર આવ્યો. તેને પાલવ સંભાળતા મારી એકદમ નજીક આવી અને બોલી.
ટ્રેન હવે ધીરે ધીરે પોતાની ગતિ વધી રહી હતી. વિરમગામ સ્ટેશન હવે પાછળ છૂટી ગયું હતું ટ્રેન હવે શહેરની બહાર નીકળી ગઇ હતી. હું કમ્પાર્ટમેન્ટ ની બહાર વોશબેસિનને ટેકો દઈ ને ઉભો હતો. ટ્રેન ના દરવાજા પરથી આવી રહેલી ...Read Moreમારા માથાના વાળ ઊડી રહ્યા હતા અને સાથે સાથે એ ડાયરીના પાના પણ ઉડી રહ્યા હતા જે ડાયરી મારા હાથમાં હતી. અને બીજા હાથમાં હતી એ તસવીર જેને હું હેરાન થઈ જોઈ રહ્યો હતો. એ તસવીરમાં નિહારિકા હસી રહી હતી કોઈ છોકરા સાથે, બંનેના ગળામાં હાર હતો અને કોઈ નાના એવા મંદિરમાં પાછળ મંડપ સજાવેલો હતો. આ તસવીરને જોઇને એવું
મેં ગભરાતા ગભરાતા વાતને બનાવવાની કોશિશ કરી. "આઈ મીન કે વિરમગંજ સ્ટેશન સુધી તો હું જાગતો હતો, ત્યાં સુધી તો મેડમ પોતાની સીટ ઉપર જ હતી. એના પછી નું ના કહી શકું કારણ કે હું પછી સૂઈ ગયો હતો." ...Read Moreમને તાકી તાકીને જોયો એ એસી કમ્પાર્ટમેન્ટમાં મારા કપડાની અંદર મને ગરમ ગરમ ફીલ થઈ રહ્યું હતું. પછી તે ત્યાંથી બીજા ડબ્બામાં નિહારિકાની તલાશ કરવા માટે જતો રહ્યો. મેં એ શ્વાસ ક્યારની રોકી રાખેલી હતી એ હવે બહાર કાઢી. સિતનાં કિનારા ઉપર રાખેલી પાણીની બોટલ માંથી બે ઘૂંટ પાણી પીધું. કમ્પાર્ટમેન્ટના બીજી બાજુએ આંટીને આજુબાજુ બીજી સ્ત્રીઓએ ઘેરી લીધી હતી