વળાંક - Novels
by Sheetal
in
Gujarati Short Stories
કાળા વાદળો વિખરાવાનું નામ નહોતા લેતા. કાળા ડિબાંગ આકાશમાં એકેય તારો ટમટમતો નહોતો દેખાતો. વચ્ચે વચ્ચે ઝબુકતી વીજળીના અજવાળે અલપઝલપ આકૃતિઓ ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં પસાર થતી દેખાઈ રહી હતી. નંદિનીએ રિસ્ટવૉચમાં જોયું તો સાંજના 7:50નો સમય થયો હતો. ...Read Moreતો અજમેર જંકશનથી દસ મિનિટ પહેલા જ ટ્રેન આગળ વધી હતી. આબુ સ્ટેશન આવવાને હજી અઢીથી ત્રણ કલાકની વાર હતી. નંદિની ફરી નોવેલ વાંચવામાં લાગી ગઈ. એની સામેની સીટ પર બેસેલા આધેડ વયના દંપતી લાગતા કાકા અને કાકી પોતાની સાથે લાવેલ ટિફિન ખોલી જમવા બેઠા હતા. એમણે નંદિનીને વિવેક-આગ્રહ કર્યો પણ નંદિનીએ નમ્રતાપૂર્વક ના પાડી પાછી પુસ્તકમાં ખોવાઈ ગઈ.
કાળા વાદળો વિખરાવાનું નામ નહોતા લેતા. કાળા ડિબાંગ આકાશમાં એકેય તારો ટમટમતો નહોતો દેખાતો. વચ્ચે વચ્ચે ઝબુકતી વીજળીના અજવાળે અલપઝલપ આકૃતિઓ ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં પસાર થતી દેખાઈ રહી હતી. નંદિનીએ રિસ્ટવૉચમાં જોયું તો સાંજના 7:50નો સમય થયો હતો. ...Read Moreતો અજમેર જંકશનથી દસ મિનિટ પહેલા જ ટ્રેન આગળ વધી હતી. આબુ સ્ટેશન આવવાને હજી અઢીથી ત્રણ કલાકની વાર હતી. નંદિની ફરી નોવેલ વાંચવામાં લાગી ગઈ. એની સામેની સીટ પર બેસેલા આધેડ વયના દંપતી લાગતા કાકા અને કાકી પોતાની સાથે લાવેલ ટિફિન ખોલી જમવા બેઠા હતા. એમણે નંદિનીને વિવેક-આગ્રહ કર્યો પણ નંદિનીએ નમ્રતાપૂર્વક ના પાડી પાછી પુસ્તકમાં ખોવાઈ ગઈ. ***
ગતાંકમાં વાંચ્યું...... ગુડગાંવમાં રહેતી નંદિની અગ્રવાલ મોડી રાતે આબુ પહોંચે છે ત્યારે વરસાદ વરસતાં એને ટેક્સી ન મળતા એની કામ્યા ત્રિપાઠી નામની યુવતી સાથે એની ટેક્સીમાં હોટેલ પહોંચે છે. કામ્યાનો ચહેરો એને જાણીતો લાગે છે..... હવે આગળ.... કામ્યા ત્રિપાઠી, ...Read Moreજાણીતા ડાયમંડ મર્ચન્ટ સત્યવાન ત્રિપાઠીની બે દીકરા સાકેત અને શિખર પછી જન્મેલી લાડકી દીકરી. એના જન્મ પછી સત્યવાન ત્રિપાઠીનું નામ ડાયમંડ બિઝનેસમાં ટોચ પર પહોંચ્યું હતું. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા સત્યવાન ત્રિપાઠી દીકરી કામ્યા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હતા અને એમની પત્ની બેલા ત્રિપાઠી તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતી અહંકારની પૂતળી પણ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી પણ મધ્યમ
ગતાંકમાં વાંચ્યું.... કામ્યાને મળવા નીરજ આબુ આવે છે. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને બંને પોતપોતાના હૃદયનો ભાર હળવો કરે છે. બંનેની વાતચીત પુરી થાય છે ત્યાં કારના દરવાજે કોઈ નોક કરે છે. નીરજ બહાર નીકળી જુએ છે તો ...Read Moreનંદિની ઉભી હોય છે.... હવે આગળ..... શારીરિક સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતાનો તાલમેળ મેળવતો નીરજ સામે ઉભેલી નંદીનીને જોઈ લાગેલા આંચકાને છુપાડવા મથતો ચહેરા પર પરાણે સ્મિત લાવી ઉભો રહ્યો. "નીરજ... પૂછીશ નહિ હું અહીંયા ક્યાંથી, કેમ, કેવી રીતે??" નંદિનીની આંખોમાં ઉઠેલી રોષની લહેરખી નીરજથી છાની ન રહી. કામ્યા પણ કારનો દરવાજો ખોલી બહાર આવી અને નીરજની અડોઅડ ઉભી રહી ગઈ.