સ્વર્ગની મુલાકાત - Novels
by Alpa Bhatt Purohit
in
Gujarati Short Stories
શ્રીનગરનાં ઠંડાં, ઘેનભર્યાં વાતાવરણમાંયે સવારનાં પાંચ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠતાં હેલી અને નિમય એક આંચકા સાથે જાગી ગયાં. અલબત્ત, આંચકો સુખદ જ હતો. ૭૦-૮૦નાં દશકની હિન્દી ફિલ્મોમાં માણેલાં એ બરફાચ્છાદિત પહાડો અને જીવંત બરફવર્ષામાં મોજ કરતાં રૂપકડાં ફિલ્મી કલાકારો, ...Read Moreબેયને જીવનમાં ક્યારેક, પણ જરૂરથી, પૃથ્વીનાં અને ખાસ તો ભારતનાં સ્વર્ગ સમા કાશ્મીરની મુલાકાત લેવાં લલચાવતાં. આજે તેમની આ ઇચ્છા પૂરી થનાર હતી. હેલીએ નિમયને 'ગુડમોર્નિંગ' કહ્યું અને તેમની વચ્ચે સુતેલી દીકરી, રીયાનાં કપાળ ઉપર હેતથી હાથ ફેરવ્યો. નિમયે વળતું જવાબી સ્મિત આપ્યું અને રીયાએ ઓઢેલ બ્લેન્કેટ થોડો વ્યવસ્થિત કર્યો. ઠંડી તો રાત કરતાં પણ વધુ કાતિલ જણાતી હતી.
હૂંફાળાં બ્લેન્કેટ પાથરેલી પથારી છોડવાનું કામ ઘણું હિંમત માંગી લે તેવું હતું છતાંયે હેલીએ ધીમે રહીને ઓછાડમાંથી પોતાનો એક પગ જમીન ઉપર સરકાવ્યો જે હાઉસબોટનાં તે ઓરડાની લાકડાની સપાટી ઉપર બિછાવેલ ગાલીચાને અડ્યો. રાત્રે હંમેશા પાતળાં, કોટનનાં કુર્તા અને પાયજામામાં જ સૂવા ટેવાયેલી હેલીનાં પગમાંયે ઊનનાં મોજાં જોઈ નિમય હસવું ન રોકી શક્યો. હેલીએ થોડાં છોભીલાં પડતાં કહ્યું, "આપણે ત્યાં તો અગિયાર - બાર ડિગ્રી જેટલું તાપમાન બે-ત્રણ દિવસ પણ માંડ રહે છે. અહીં તો આવ્યાં ત્યારથી ૪ ડિગ્રીથી ઉપર તાપમાન જ નથી જતું?" નિમય મહામહેનતે ઓછાડ કાઢી પથારીમાંથી નીચે ઊતર્યો પણ, પગની પાની ખુલ્લી થતાં જ ટાઢનું લખલખું શરીરમાં વ્યાપી ગયું.
પ્રકરણ : ૦૧ - ગુલમર્ગ તરફસર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાશ્રીનગરનાં ઠંડાં, ઘેનભર્યાં વાતાવરણમાંયે સવારનાં પાંચ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠતાં હેલી અને નિમય એક આંચકા સાથે જાગી ગયાં. અલબત્ત, આંચકો સુખદ જ હતો. ૭૦-૮૦નાં દશકની હિન્દી ફિલ્મોમાં માણેલાં એ ...Read Moreપહાડો અને જીવંત બરફવર્ષામાં મોજ કરતાં રૂપકડાં ફિલ્મી કલાકારો, તે બેયને જીવનમાં ક્યારેક, પણ જરૂરથી, પૃથ્વીનાં અને ખાસ તો ભારતનાં સ્વર્ગ સમા કાશ્મીરની મુલાકાત લેવાં લલચાવતાં. આજે તેમની આ ઇચ્છા પૂરી થનાર હતી. હેલીએ નિમયને 'ગુડમોર્નિંગ' કહ્યું અને તેમની વચ્ચે સુતેલી દીકરી, રીયાનાં કપાળ ઉપર હેતથી હાથ ફેરવ્યો. નિમયે વળતું જવાબી સ્મિત આપ્યું અને રીયાએ ઓઢેલ બ્લેન્કેટ થોડો વ્યવસ્થિત કર્યો.