Rudiyani Raani - 15 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 15

રૂદીયાની રાણી - 15


(ભાગ - ૧૫)

જતીન અને મારિયા એમની વાતોમાં ત્યાંથી ચાલ્યા જાય છે.રૂહ ઘરમાં એકલી હોય છે.જોકે રૂહ માટે આ નવી વાત નથી.મહિનામાં 10days જતીન આ રીતે કામના બહાને બહાર જ રહેતો.પણ આજ રૂહ ફીલ કરે છે કે ખરેખર એ એકલી છે.

હોસ્પિટલમાં બધી જતીન અને મારિયાની વાત સાંભળી લીધા પછી પોતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય એવો અહેસાસ થતો હોય છે. શું કરવું એ કંઈ સમજી શકતી નથી.

હોસ્પિટલમાં જ dr.Haiyatની મદદથી બીજે દિવસે afternoon ની ઇન્ડિયાની ટિકિટ બુક કરી લીધી હતી.કેમકે એ હવે અહિં રહેવા માંગતી ન હતી કે જતીન સાથે કોઈ પણ disction કરવા માંગતી ન હતી.
કેમકે, જો એ જતીન સાથે કંઈ વાત કરત તો જતીન તેને contract બતાવી ચૂપ કરી દેત.રાત્રે જતીનની તિજોરીમાંથી રૂહ ને કોન્ટ્રાકટ પેપર પણ મળી ગયા હતા.કોન્ટ્રાકટ વાંચીને વધારે તૂટી ગઈ હતી. મેં જતીન ને કેવો માન્યો હતો એ કેવો નીકળ્યો.જતીન કરતા વધારે તેને પોતાના પર ગુસ્સો આવતો હતો. મેં આવા માણસ સાથે પ્રેમ કર્યો.આવા માણસ પર વિશ્વાસ કર્યો.

રૂહને ક્યારેય આવા ખરાબ માણસનો અનૂભવ થયો ન હતો.રૂહ હમેશા માનતી હતી કે આપણે સારા તો જગ સારું.પણ ખરેખર એવું બન્યું ન હતું.રૂહનો પ્રેમ જ આવો નીકળ્યો હતો.

એ તો જતીનને પોતાના પ્રેમથી બદલવા માંગતી હતી.પણ સચ્ચાઈ તો કંઇક અલગ જ હતી.જતીન એ રૂહને ક્યારેય પ્યાર કર્યો જ નહતો.એ તો માત્રને માત્ર રૂહનો ઉપયોગ કરતો હતો.એ પણ પ્રેમનો દેખાવ કરીને.

રૂહ આજ આખી રાત રડી હતી.ક્યારેક પોતાના પર ગુસ્સો કરતી ક્યારેક જતીનને યાદ કરીને ખુન્નસ અનુભવતી.

બીજે દિવસે બેડ પર એક લેટર રાખી રૂહ એરપોર્ટ જવા નીકળી જાય છે.ઇન્ડિયાની ફ્લાઇટ platform પર આવી ચૂકી હતી.રૂહ પણ પોતાનો સામાન લઈ ફલાઇટમાં બેસી ગઇ.

આખી ફલાઇટમાં બે દિવસ એ પોતાનાથી જ જજુમી રહી. હતી. પોતાની ભૂલોને જ વારંવાર યાદ કરતી પોતાના પર જ ગુસ્સે થઈ રહી હતી.રૂહને એક એક પળ યાદ આવતું હતું કે મમ્મી પપ્પા તો તૈયાર જ ન હતા આ લગ્ન માટે પણ મેં તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કર્યા હતા. કાશ!હું પપ્પાની વાત માની ગઈ હોત. તો આજ આ દિવસ જ ન આવત.

હજાર વાર વિચાર આવી ચૂકી હતી કે હું મરી જ જાવ.અને મરી પણ જવાની જ હતી .જો dr. Haiyat એને સમજાવી ના હોત. હોસ્પીટલમાં જ એ ભાંગી ગઈ હતી.dr. Haiyat એ રૂહ ને સમજાવી આવા માણસ માટે પોતાની આવી કિંમતી જિંદગી ખત્મ ના કરી નખાય.

જે માણસ માટે તું જિંદગી પૂરી કરવા જઈ રહી છો એને તારાથી કોઈ ફરક પડતો જ નથી.તું છો તો એ માણસને કોઈ ફરક નથી પડતો તો તું મરી જઈસ તો તેને કોઈ ફરક પડશે એવું તને લાગે છે.ખૂબ સમજાવી ત્યારે રૂહ સમજી હતી.અને ઇન્ડિયા જતો રહેવાનો idea પણ dr. Haiyat નો જ હતો.પોતાના બધા કોન્ટેક્ટ લગાવી રૂહ માટે ઇન્ડિયા જવાની ઇમરજન્સી ટિકિટ પણ કરાવી આપી હતી.

બહુ થયું હવે જતીનને ક્યારેય માફ નહિ કરું અને જતીનને divorce આપી દઈશ.એવા માણસનું મોં પણ હું ક્યારેય જોવા માંગતી નથી.

ઇન્ડિયા ફ્લાઇટ land થઈ જાય છે.રૂહને યાદ પણ ના રહ્યું હતું કે એ ક્યારેય ફલાઇટમાં બેસવાથી ડરતી હતી.તેનો બધો ડર જતો રહ્યો હતો. મનમાં ગુસ્સા અને અફસોસ સિવાય કંઈ હતું જ નહિ.

રૂહ થાકી ગઇ હતી.ગુસ્સામાં પણ હતી. પણ હિમ્મત હારી ના હતી.એ આજ સુરત જવાને બદલે અમદાવાદ પહોંચી હતી. ફ્લાઇટમાંથી એ ડાયરેક્ટ જતીનના ઘરે પહોંચી હતી.જતીનના મમ્મી-પપ્પા રૂહને જોઈ shocked હતા.કેમકે,જતીન સાથે વાત થઈ હતી.તો પણ રૂહ ઇન્ડિયા આવવાની છે એવી કશી જાણ થઈ ના હતી.

આ બાજુ જતીન બીજે દિવસે ઘરે આવ્યો.ઘરમાં જોયું તો રૂહ ક્યાંય દેખાતી ન હતી.કોલ કર્યો તો લાગતો પણ ન હતો.બેડરૂમમાં ગયો તો બેડ પર એક રૂહ એ લખેલો લેટર પડ્યો હતો.હું હમેશા માટે ઇન્ડિયા જાવ છું. હવે ક્યારેય અહીં પાછી નહિ આવું.તને તારી મારિયા મુબારક.આટલું લખ્યું હતું.જતીન સમજી ગયો હતો કે હોસ્પિટલમાં તેને લાગ્યું હતું કે કોઈ વાત સાંભળી રહ્યું છે.એ જતીન નો વહેમ ન હતો એ રૂહ હતી.એને આખી તિજોરી ફેંદી નાખી પણ કોન્ટ્રાકટ પેપર મળ્યા નહિ.એરપોર્ટ પહોંચવાની ટ્રાય કરી પણ ફ્લાઇટ નીકળી ગઇ હતી.ઘણા હાથ પગ માર્યા પણ કશું થયું નહિ.


જોઈએ આગળ શું થાય છે??રૂહ જતિનના ઘરે કેમ ગઈ છે? વાંચતા રહેજો રૂદિયાની રાણી

યોગી

Rate & Review

rasila

rasila 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Bhavna Patel

Bhavna Patel 6 months ago

Khyati Pathak

Khyati Pathak 6 months ago