Rudiyani Raani - 1 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 1

રૂદીયાની રાણી - 1

ભાગ -૧.

મામા - મામી સાથેનો પહેલો પ્રવાસ

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય ,
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે



Good morning રૂહ! હા,મમ્મા Good morning. ખુશનુમાં સવાર હતી.ધીમો ધીમો વરસાદ વરસતો હતો. રૂહ બારી બહાર વરસાદ જોઈ ખુશ થતી હતી. મમ્મી વરસાદ તો આપણા સુરતનો હો. મજા પડી જાય.

હા,બેટા! હું શું કહું છું? તને વાત આગળ વધારતા રીટાબેન એ રૂહ ને કહ્યું.તારે થોડા દિવસની રજા છે કોલેજમાં, તો મામાના ઘરે જઈ આવીએ. મમ્મી તું જઈ આવને મને ગામડામાં જવું નહિ ગમતું. સુરતમાં જ મને તો મજા પડે. મારે ગામડે નથી આવું તું જઇ આવ.ચલ ને બેટા કેટલા વર્ષોથી મામાના ઘરે નથી આવી તું.મામા ને મામી તને બહુ યાદ કરે છે. તે કાનાને પણ નથી જોયો. રીટા બેનના આગ્રહથી રૂહ રીટાબેન ની વાત માની ગઇ. સારું! મમ્મી તું પપ્પા સાથે વાત કરી લેજે.

રૂહ તૈયાર થઇ ગઇ.રીટાબેન પણ ખુશ થઇ ગયા.બન્ને માઁ - દિકરી મામાના ઘરે તિથલ ચાલ્યા.

મામા-મામી તો આટલા વર્ષે ભાણીને જોઈને ખુશ-ખુશ થઈ ગયા.મામીએ જતા ની સાથે જ રૂહને ચિડવાનું ચાલુ કરી દીધું.
મારી રૂપા આવી ગઇ.મામી રૂહને રૂપા જ કહેતા. પહેલે થી જ મામી ને રૂપા નામ ગમતું. મામા પણ રૂપા જ કહેતા. રૂહ ને રૂપા નામ ગમતું નહિ. મમ્મી તું મામા-મામી ને કહી દે કે મને રૂપા ના કહે. મારું નામ રૂહ છે. રીટાબેન અમે તો રૂપા જ કહેશું હો! મામીએ રીટાબેનને કહ્યું.

તમે મામી ભાણેજ જાણો.હું કંઈ જ ન કહું. રીટાબેન એ હસતાં હસતાં જવાબ આપ્યો.

રિટા, આજ તો મારે રૂપાને આખું તિથલ ફરવા લઇ જવાનું છે મામા એ કહ્યું.

રીટાબેન એ કહ્યું, સારું! તમે લોકો જઇ આવજો. હું તો આ તમારા કાનુડાને રાખીશ. ભાઈ તું અને મિતાભાભી ને રૂહ જઇ આવજો દરિયા કિનારે. અમે ફઈ- ભત્રીજો ઘરે રહેશું.

સાંજે મામા - મામી અને રૂપા તિથલ ફરવા નીકળે છે.
એકબાજુ એકદમ શાંત અને શીતળ પાણી દરિયાનું. એક બાજુ સાઈનાથનું મંદિર. ધીમો ધીમો વરસાદ વરસતો હતો. દરિયાની શાંતી જોઈ રૂપાને મજા પડી ગઇ.આટલો શાંત દરિયો! રૂપાના પગમાં આવતી એ કાળી રેતી એક અલગ જ આનંદનો અહેસાસ કરાવતી હતી.

ખરેખર, નયનરમ્ય દ્રશ્ય હતું. રૂપાના નયનપટ પર આ દ્ર્શ્ય છવાઈ ગયું હતું. સુર્ય ને દરિયાકિનારે આથમતો જોઈ રૂપાની તો આંખો ખૂલી જ રહી ગઇ.


મામા એ કહ્યું, તિથલ બીચ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં વલસાડ નગર નજીક તિથલ ગામ ખાતે અરબી સમુદ્રના કિનારા પર આવેલ એક બીચ છે. તિથલ વલસાડ જિલ્લામાં આવેલું નાનું એવું ગામ છે.

તિથલનો દરિયો તો એકદમ શાંત છે અને તીથલનો દરિયો કાળી રેતી માટે વખણાય છે.મામા રૂપા ને દરિયાકિનારે ઊભા ઊભા જાણકારી આપતા હતા.અહીંના લોકો પણ દરિયા જેવા જ શાંત છે બેટા.



મામા આટલો શાંત દરિયો! જોઈ ને તો ખરેખર,મનમાં પણ એકદમ શાંતિની અનુભૂતિ થાય છે. આ તિથલના પ્રવાસ તો મારો યાદગાર પ્રવાસ બની જશે.મામા - મામી સાથે દરિયા કિનારે રૂપા એ ઘણા ફોટો પડાવ્યા.


હજી ચલ આપણે સાઈનાથ અને સ્વામનારાયણના દર્શન કરીશું. અહી દરિયા કિનારે આ બન્ને મંદિર આવેલા છે.


રૂપા એ અને મામા-મામી એ દર્શન કર્યા બન્ને મંદિરમાં અને મંદિરના પગથિયે બેઠા.સેલ્ફી લીધી. ત્યાં ચાટ,પકોડી,ભજીયા ખાવાની તો બીચ પર રૂપાને મજા પડી ગઇ.મામા-મામી સાથેનો આ પહેલો પ્રવાસ હતો જે ખૂબ જ આનંદમય હતો.


દરિયા કિનારાની અને મંદિરની મુલાકાત લઈ રૂપા અને મામા - મામી ઘરે પહોંચ્યા. રીટાબેન એ રૂપાને જોઈ સમજી ગયા હતા કે રૂપાને બહુ મજા આવી હતી.


રૂપા દરિયાની વાતો કરતી થાકતી જ ના હતી. મમ્મી મારું આખું વેકેશન હું તો અહીં જ રહીશ.તારે જવું હોય તો જજે.રૂપાની આ વાત સાંભળી ને મામી પણ ખુશ થઈ ગયા.



બીજે દિવસે સવારે રીટાબેન તો સુરત જવા માટે નીકળ્યા.રૂપા રોકાઈ ગઈ. મામા - મામી રૂપા ને ખુબ જ પ્રેમ કરતા.


સાંજે ચાર વાગ્યા હતા. રૂપા એ મામી ને કહ્યું. મામી કોઈ દરવાજો ખખડાવે છે જોર જોરથી. કોણ હશે? રૂપા જા તો ખોલ તો રઘૂડો જ હશે.

રૂપા એ દરવાજો ખોલ્યો સામે રઘુડો ઊભો હતો.એ તો રૂપાને જોઈ ને જ મોહી ગયો હતો.રૂપા હતી જ એના નામ જેવી રૂપકડી અને દેખાવડી છોકરી. મામી એ પૂછ્યું કોણ છે બેટા? મામી આ રઘુડો જ લાગે છે.

રઘુની આંખમાં તો રૂપા વસી ચૂકી હતી.રઘૂની નજર જરા પણ ખસતી જ નહોતી રૂપા પર થી. શું કામ છે તારે? રૂપા પૂછતી રહી પણ રઘુડો એને જોયા જ કર્યો કંઈ બોલ્યો નહિ.


મામી રસોડા માંથી બહાર આવ્યા.અરે રઘૂડા! સરપંચ સાહેબ ને તારુ કામ હતું . રૂપાના મામા ગામના સરપંચ હતા. અને રઘુડો ગામના માસ્તર નો છોકરો.એટલે કંઈપણ કાગળિયા આવે કામના તો એ રઘુડો મામા ને વાંચી આપે.રઘુડો એમ તો એમ.એ ,બી.એડ.એટલે રઘુડા જેટલું ભણેલા ગામમાં ઓછા હતા.


રઘૂડા એ પૂછ્યું, મીતાબેન સરપંચ સાહેબને કંઈ કામ હતું અને આ તમારા ઘરમાં નવા મહેમાન કોણ છે? અરે રઘુડા! આ આપણા રીટાબેનની દિકરી છે.ભાણી છે મારી. રીટાબેન તો આવતા હોય.પણ રૂપા તો ઓછી આવે એટલે રૂપાને તું નહિ ઓળખતો હોય.


રઘુડો રૂપા સામે જ જોતો રહ્યો. મામા રઘુડો આવ્યો છે. રૂપાનો અવાજ સાંભળી સરપંચ સાહેબ બહાર આવ્યા.

કેમ છે રઘુડા? મજામાં ને તારો કોલલેટર આવી ગયો. ના, સરપંચ સાહેબ કંઈક કરો.હજી આવ્યો નથી. પછી રૂપા એના મામી સાથે વાતો માં વ્યસ્ત થઈ ગઇ અને રઘુડો સરપંચ સાહેબ સાથે કાગળિયા વાંચવામાં.


બીજે દિવસે વહેલી સવારે જ રૂપા દરિયા કિનારે ચાલવા માટે જતી રહી હતી. ત્યાં જ રઘુડો પણ પહોંચી ગયો.એ તો રૂપાને મળવાની જ રાહ માં જ હતો.


રૂપા ચાલીને થાકી. એટલે ત્યાં નાળિયેર પાણી પીવા માટે ઊભી રહી.રઘુ પણ ત્યાં જ હતો એટલે તરત જ રૂપા પાસે જઈ ને પૂછ્યું ઓળખ્યો મને.હું રઘુ કાલ તમારા ઘરે આવ્યો હતો.રૂપા એ ખાલી હા કહ્યું. તમારું નામ રૂપા છે ને. રઘુ એ પૂછ્યું. રૂપા એ કહ્યું ના મારું નામ રૂહ છે. આ તો મામા-મામી પ્રેમથી મને રૂપા બોલાવે છે. બાકી તારે મને રૂહ જ કહેવાનું. પણ રૂહ તો હવે મારા મોઢા પર નહિ આવે હું રૂપા કહી શકું. સારું! રૂપા એ કહ્યું.

બન્ને વચ્ચે વાતચીત ચાલુ થઇ ગઇ હતી. બન્ને મળે ત્યારે અલક-મલકની વાતો કરે.બન્ને સારા દોસ્ત બની ગયા હતા.


રઘુના મનમાં તો રૂપા વસી જ ગઇ હતી.પણ ક્યારેય બોલ્યો ના હતો.રૂપાનું વેકેશન પણ પૂરું થવા આવ્યું હતું.

રીટાબેનનો સાંજે જ ફોન આવી ગયો હતો, કે કાલ રૂપાને ઘરે મૂકી જજે રમન.તું અને મિતા આવજો. રૂહ ને મૂકી જજો સુરત.


બીજા દિવસે સવારે જ રૂપા એના મામા - મામી સાથે ઘરે જવા ગાડીમાં નીકળી ગઇ. રૂપાના માનસપટ પર તિથલનો દરિયા કિનારો છવાઈ ગયો હતો. અને રઘુ જેવો દોસ્ત પણ મળી ગયો હતો.એ આ પ્રવાસથી ખૂબ જ ખુશ હતી.


રૂપા સુરત ગઇ ત્યારે રઘુ કંઇક કામથી ગામથી બહાર ગયો હતો. બે - ત્રણ દિવસથી બન્ને મળ્યા પણ ના હતા.એટલે રઘુને રૂપા સુરત જતી રહેશે એવો અંદાજો પણ ન હતો. રઘુ ગામમાં આવ્યો તો એને ખબર પડી કે રૂપા તો સવારે જ સુરત જતી રહી. મનમાં ને મનમાં અફ્સોસ કરતો રહ્યો કે રૂપાને મારા પ્રેમનો એકરાર પણ માં કરી શક્યો...


હવે આગળ,


ક્રમશઃ


જોઈએ રૂપા(રૂહ) અને રઘુ પાછા ક્યારેય મળે છે કે બન્ને ક્યારેય મળતા નથી.રઘુ પ્રેમનો એકરાર કરી શકે છે કે નહિ આગળના ભાગમાં જોઈશું.



મારો આ પહેલો પ્રયાસ છે વાર્તા લખવાનો તો તમારો અભિપ્રાય જરૂર આપજો. કોઈપણ ભૂલ થઈ હોય તો પણ જરૂરથી જણાવજો.


ધન્યવાદ આપ સૌનો......



યોગી



Rate & Review

Ajay Rabadiya

Ajay Rabadiya 4 weeks ago

Mahesh Ramnani

Mahesh Ramnani 2 months ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 5 months ago

Rahul Rahul

Rahul Rahul 6 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago