Rudiyani Raani - 2 books and stories free download online pdf in Gujarati

રૂદીયાની રાણી - 2

નમસ્કાર મિત્રો!

હું આવી ગઇ છું. રૂદિયાની રાણીનો બીજો ભાગ લઈને.
આગળના ભાગ માં આપણે જોયું રૂહ સુરતની છોકરી છે.એને ગામડું ગમતું નથી.પણ મમ્મીના આગ્રહથી તિથલ મામાના ઘરે થોડા દિવસ રહેવા જાય છે .મામા મામી રુહને રૂપા જ કહે છે. તિથલમાં રૂપાનો રઘુડા નામનો દોસ્ત બને છે.રઘુડો રૂપાને જોઈ ને જ પ્રેમમાં પડી જાય છે.






ભાગ- ૨

મારા રુદિયાની રાણી કરી રાખું તને
મારા હૈયાના હીંચકે ઝુલાવું તને...

રૂપા ઉભીરે ક્યાં જાય છે ? ઊંઘમાં ને ઊંઘમાં રઘુડો રૂપાનું નામ લેતો હતો.રૂપા કેવી મસ્ત લાગે છે.તારી આંખોમાં મારે તો ડૂબી જવું છે. ઓય મારી રૂપા આ ચણીયાચોળી તને ખૂબ જ સુંદર લાગે છે. તારા ચહેરા પરથી નજર જ હટતી નથી.રૂપા રૂપા....

અરે ઊભો થા. સવાર ક્યારની પડી ગઇ ભાઈ.શું રૂપાના સપના જોઈતો રહેશ? રઘૂડા રૂપા સુરત જતી રહી છે. ચલ હવે મોડું થાય છે. બેડ પરથી ઊભો થા.

મમ્મીને પણ એના આંગણવાડી ના છોકરાઓ આવવાનો ટાઇમ થઈ જશે.પપ્પા તો નિશાળે જતા રહ્યા. મમ્મી એ કહ્યું હવે ભાઈ ને જગાડ . એટલે હું તને જગાડવા આવ્યો.મેહુલ એ રઘૂડા ને જગાડતા કહ્યું.તારે સ્કૂલ એ પણ જવાનું છે.જ્યાં સુધી તારી સરકારીનોકરી નો ઓર્ડર નહિ આવે. ત્યાં સુધી તો આ વલસાડ પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી તો કરવી જ પડશે.

મારે પણ કોલેજ જવાનું છે.આપણે સાથે જ વલસાડ જતા રહીએ. ભાઈ ચાલને હવે.

આમ તો મેહુલ રઘુડાથી બે વરસ નાનો. મેહુલને કોલેજ માટે વલસાડ જવું પડતું .પણ રોજ વહેલા ઊઠી ને મમ્મી ને કામમાં મદદ કરતો.એના પપ્પાને બાજુના ગામની નિશાળમાં મૂકવા જતો.મેહુલ એટલે રઘૂડાનો નાનો ભાઈ.

શું મેહુલ્યા તે મને અત્યારમાં જગાડી દીધો.હજી તો મારા સપના માં રૂપા આવી જ હતી.અને હું એને મારા પ્રેમનો ઈઝહાર કરતો હતો. મારા રુદિયાની રાણી ગીત ગાતો હતો.રૂપા મને કંઈપણ
જવાબ આપે. એ પહેલાં તો મને જગાડી દીધો.મને સપનામાં પણ મારો જવાબ ના મળ્યો.

હવે ગાંડો થા માં ભાઈ.ઊભો થા.આમ નિશાળે ચાલ મારી હાથે ભાઈ.

ચલ હવે તૈયાર થઈ જા. આપણી વલસાડની બસ જતી રહેશે.

હા. હું તૈયાર થાવ છું.ત્યાં તું મમ્મીને કહેજે ચા-નાસ્તો તૈયાર રાખે. આપણે ચા-નાસ્તો કરીને નીકળીએ.

મમ્મી ચા બની ગયો? રઘુ રૂમમાંથી પૂછતાં પૂછતાં બહાર આવ્યો.

હા,બેટા.ચાલો નાસ્તો કરી લો બન્ને ભાઈઓ.

મેહુલ પણ નાસ્તો કરવા બેઠો.હવે તું મારા માટે વહુ લઈ આવ.એટલે મારે થોડું ફ્રી થવાય.મમ્મી એ રઘુને કહ્યું.

મમ્મી ભાઈએ તો મનોમન તારી વહુ નક્કી કરી લીધી છે.પણ હજી તારી વહુ ને પૂછવાનું બાકી છે કે તારી વહુ બનશે કે નહિ.મેહુલ એ હસતાં હસતાં કહ્યું.

શું કીધું મેહુલ? મને સાચી વાત તો કર. મમ્મીએ મેહુલ ને પૂછ્યું.
મમ્મી એવું કશું નથી.એ તો મેહુલ મને હેરાન કરે છે.મારી ખોટી મસ્તી કરે છે. રઘુ એ મમ્મી ને કહ્યું.
ચલો મમ્મી હવે અમારે મોડું થાય છે. બસ છુટી જશે.

રઘુ તૈયાર થઇ વલસાડ જવા નીકળે છે.ચલ મેહુલ્યા હવે તારે મોડું નથી થતું.સૌથી વધારે ટાઈમ તને કોલેજ જવા માટે તૈયાર થવામાં લાગે છે . મારો નાનો ભાઈ તો છોકરી જેવો છે. વલસાડની બસ તારી જેમ મોડી નથી..

બન્ને ભાઈ વલસાડની બસમાં બેસે છે. ભાઈ સાથે બન્ને ભાઈબંધ પણ ખરા. બોલ ભાઈ ક્યારે સુરત જવું છે .રૂપા ને પ્રોપોસ કરવા. મેહુલ એ રઘુને પૂછ્યું.

ના,હજી એ ટાઈમ નથી આવ્યો બકા. મને તો હજી એ પણ નહિ ખબર કે રૂપા મારા વિશે શું વિચારે છે. અને મારો સરકારી નોકરીનો ઓર્ડર આવી જાય. પછી મારી ઈચ્છા પ્રપોઝ કરવાની છે.રઘુએ મેહૂલને કહ્યું.

તમારા બન્ને વચ્ચે વાત-ચીત થાય છે? મેહુલ એ પૂછ્યું.
હા, અહીં થી સુરત પહોંચી પછી મેસેજ આવ્યો હતો.કે તિથલ ખૂબ મજા આવી. અને રઘુ તારી સાથે પણ મજા આવી.રઘુ એ જવાબ આપ્યો.

આ બાજુ રૂપા સુરત પહોંચી જાય છે. બસ,હવે તને બધા રૂહ જ કહેશે.મામી એ રૂપાના ગાલ ખેંચતા કહ્યું. રૂહ તમારું સુરત તો આવી ગયું.સુરત પહોંચતા જ રૂહ એ રઘુને મેસેજ કરી દિધો કે અમે પહોંચી ગયા છીએ.મજા આવી તિથલ તારી સાથે.

આવો આવો મિતા ભાભી અને રમન ભાઈ. રીટાબેન તો ખુશ ખુશ થઈ ગયા. રૂહ પણ મમ્મીને જોઈને ખુશ ખુશ થઈ ગઈ.

ભરતભાઈ પણ આવો આવો કરતા રૂમમાંથી બહાર આવે છે.રૂહ (રૂપા) પપ્પા કરી ને પપ્પાને ભેટી જાય છે. શું પપ્પા કેમ છો? અરે મારો રૂહ દીકરો આવી ગયો.પપ્પા આટલા દિવસ મારા વગર તમને ગમતું હતું ?રૂહ એ ભરતભાઈને પૂછ્યું. ના બેટા તારા વગર તો ઘર સાવ સૂનું લાગે હો. મારે તો મારી બેઉ દિકરીઓ જોય. સીમા હતી. પણ તારા વગર આટલું બોલ બોલ કોણ કરે. સીમા મારી ઓછું બોલે.

સીમા ક્યાં ગઇ પપ્પા? સીમા તો બેટા સ્કુલ એ ગઇ છે. એ 12th માં છે.એટલે એને તો ટાઈમએ પહોંચી જવું જ પડે.પાછું બેનાએ સાયન્સ લીધું છે.એટલે વાંચવું પણ પડે.ભરતભાઈ એ રમનભાઈ ને સંબોધતા કહ્યું.

હા.કુમાર સાચી વાત છે.રમન ભાઈએ ભરત ભાઈની વાતનો જવાબ આપ્યો. રૂહના મામા - મામી અને મમ્મી - પપ્પા નાસ્તો કરતા કરતા વાતો કરતા હતા.

ભરતભાઈ રીટાબેન સામે જોતા જોતા રૂહના મામા સાથે વાત આગળ વધારી. અરે રમન ભાઈ ક્યાંય તમારા ગામમાં ભણેલો અને નોકરી કરતો વ્યવસ્થીત છોકરો હોય તો કહેજો. આપણે રૂહ માટે વાત કરજો. હવે રૂહને છેલ્લું વર્ષ છે કોલેજનું. સારું ઠેકાણું ગોતતા ગોતતા કોલેજ પૂરી થઈ જશે.

રૂહ(રૂપા) બધું સાંભળતી હતી. રૂહ એ ભરતભાઈની વાત કાપતા કહ્યું મારે લગ્નની તો હજી વાર છે. પપ્પા કાલથી મારી કોલેજના છેલ્લા સેમેસ્ટર ની ઇન્ટરશીપ ચાલુ થાય છે અને ગામડામાં તો પપ્પા મારે લગ્ન નથી જ કરવા .એટલે મામા તમે ગામડાનો છોકરો શોધતા પણ નહિ. રૂહ નાસ્તો અધુરો મૂકી રૂમમાં જતી રહે છે.

ક્રમશ:

યોગી