Rudiyani Raani - 6 books and stories free download online pdf in Gujarati

રૂદીયાની રાણી - 6

કેમ છો મિત્રો? આપણી વાર્તા રૂદિયાનીરાણી બરોબર જામી છે.આગળના ભાગમાં આપણે જોયું કે રઘુ રૂપાને propose કરવા જાય છે અને ઓફિસ માંથી ફોન આવી જાય છે.રૂપા ઓફિસ જવા નીકળે છે.રઘુ અને રૂપા ની સાથે મેહુલ અને સીમા પણ છે.

ભાગ -૬

રૂહની કાર ઓફિસ પહોંચી જાય છે.આજ રવિવાર છે આમ પણ અંધારું થઈ ગયું છે.કોઈ ઓફિસમાં લાગતું નથી. લગભગ ઓફિસની બધી લાઇટ પણ બંધ છે.કદાચ HR એક હશે.રૂહ રઘુ અને મેહુલ, સીમાને પણ ઓફિસ દેખાડવા માટે ઓફિસ લઇ આવે છે.

ઓફિસનો દરવાજો રૂહ ખોલે છે.અંદર અંધારું હોવાથી કંઈ દેખાતું નથી. દરવાજો ખોલતાંની સાથે જ એની આંખો આશ્ચર્ય સાથે ખૂલી ની ખૂલી રહી જાય છે. બધી લાઇટ ઓફિસની ચાલુ થઈ જાય છે.આટલી decorate ઓફીસ એને ક્યારેય જોઈ નથી.આખી ઓફિસ Happy Birthday Ruh ના અવાજથી ઓફિસ ગુંજી ઉઠે છે.શું પ્રતિક્રિયા આપવી એ સમજી નથી શકતી.

આખા સ્ટાફ વચ્ચે બોસની ઓફિસમાંથી જતીનsir Happy Birthday Ruh બોલતા બોલતાં બહાર આવે છે. રૂહ ના તો અરમાન ખુશ થઈ જાય છે. રુહનો હાથ પકડી જતીન કેક કટ કરવા લઈ આવે છે. આ બધું રઘુ અને મેહુલ,સીમા બાઘા ની જેમ જોતા રહે છે.

જતીન sir સાથે જ રૂહ કેક કટ કરે છે. બધાંને ખવડાવે છે. પછી રૂહ જતીન સરને રઘુ,મેહુલ અને એની નાની બહેન સીમાનો intro કરાવે છે. બધા ફોર્મલ હાય-હેલો કરે છે.

જતીન sir આટલી મોટી સરપ્રાઈઝ! અને તમે ક્યારે અમદાવાદથી આવ્યા? તમને મારો બર્થડે તમને યાદ છે? Sir ખરેખર Thank you so much.. અરે! હજી તો સરપ્રાઈઝ બાકી છે રૂહ. અને બીજા બધા સવાલના જવાબ હું તને આપીશ.

થોડી વાર પછી ત્યાં જતીનસર બોલે છે attension attention everyone. બધા સર સામે જોવા લાગે છે. Sir પાછો રૂહનો હાથ પકડી બધા વચ્ચે લઇ જાય છે.અને એક મોટો ફૂલનો ગુલદસ્તો આપે છે.અને જતીનsir રૂહ ને પ્રોપોઝ કરે છે.will you marry me??

આ પ્રશ્ન સાંભળી રૂહ પણ shocked થઇ જાય છે.રૂહને એકવાર પણ idea નહતો કે જતીન sir ખરેખર એને mrg માટે પ્રપોઝ કરશે.અને મને ઓસ્ટ્રેલિયા જવા મળશે.આમ પણ જતીન sir ને ના પાડી શક્યા એવું કોઈ કારણ પણ નથી.મન માં ને મન માં વિચારે છે.

અરે! હવે આ ગુલદસ્તો પકડીને રૂહ હું થાકી ગયો .જતીનsir બોલ્યાં.રૂહ બધા વચ્ચે હા બોલી દે છે.હા જતીન sir હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.જતીન sir રૂહને ગુલદસ્તો આપી દે છે. રૂહની ખુશી તો આજ આસમાને હતી.એ રહના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.

બધા બન્ને ને congrats wish કરે છે. રઘુ પણ એની લાવેલી રિંગને ધીમેથી સોરી કહે છે.અને આંખમાં આંસુ સંતાડતા
અને મો પર મોટી અને દુઃખ સાથેની સ્માઇલ સાથે રૂહ અને જતીન ને congrats wish કરે છે.

પછી મ્યુઝિક start થાય છે.અને રૂહ અને જતીન dance start કરે છે.

હવે, નહિ જોવાય મારાથી મેહુલ. આપણે જતા રહીએ.સીમાને bye કહી દઈએ.અમારા બસનો ટાઈમ થઈ ગયો છે સીમા.અમે લોકો તિથલ જાય છે.રૂપાને મારા બદલે bye કહી દેજે.અમે હવે રૂપાને ડિસ્ટર્બ નથી કરતા એવું કહી રઘુ અને મેહુલ ત્યાંથી નીકળી જાય છે.

રૂહનું ધ્યાન તો ડાંસમાં જ હતું.એ અને જતીન sir વાતો કરતા કરતા dance પણ કરતા હતા.sir આટલી મોટી સરપ્રાઈ!મે ક્યારેય નહોતું વિચાર્યું કે તમે મને બધા વચ્ચે સાચે પ્રપોઝ કરશો .ખરેખર, આ birthday મારી જિંદગીનો સૌથી સુંદર birthday છે.

અરે! રૂહ પહેલા સાંભળીલે હવે only જતીન.sir ના કહેતી.અને હા, ચિંતા ના કરતી તારા મમ્મી - પપ્પા સાથે વાત કરવા માટે મારા મમ્મી - પપ્પા કાલ જ આવી જશે.આમ પણ અમદાવાદ જ છે.એટલે મે બધી વાત કરી જ રાખી છે. કાલ તારા મમ્મી પપ્પા જોડે પણ વાત કરી લેશુ.

પણ આપણે mrg આ જ મહિનામાં કરવા પડશે.એટલે next month હું ઓસ્ટ્રેલિયા જવાનો છું.તો આપણે આ જ month માં mrg કરવા પડશે.તારી ફાઈલ પણ પાસ કરાવી પડશે. પછી સાથે ઓસ્ટ્રેલિયા રહીશું.
આ month માં જ mrg કેવી રીતે બધું થશે.આ બધું કેટલુ જલદી જલદી થઈ રહ્યું છે.જતીન મને કંઈ નથી સમજાતું .

હમમ.. જતીન હા. તારા મો પર મારું નામ આહાહા! ખરેખર મજા આવી ગઇ રૂહ.અરે મને હેરાન ન કરો જતીન.I love you jatin. I love you too રૂહ.
બન્ને વચ્ચે વાતો ચાલતી રહે છે .પછી જતીન સીમા ને પણ મળે છે.

આ બાજુ રઘુ અને મેહુલ બસમાં બેસીને તિથલ જતા હતા. મેહુલ એ વાત ચાલુ કરતા રઘુને કહ્યું. કંઇક તો બોલ રઘુ શું થયું. હું સમજી શકું છું.તને રૂપા પર બહુ ગુસ્સો આવતો હશે ને ?

ના યાર, ગુસ્સાનો શું મતલબ?

રૂપા મને પ્રેમ કરશે તો જ હું તેને પ્રેમ કરીશ.એવી કોઈ શરત ના હતી. અને મે પ્યાર કરતા પહેલા એ શરત તો નહોતી મૂકી કે રૂપા પણ મને એટલોપ્રેમ કરશે જેટલો મે કર્યો છે.

મારા દિલમાં હમેશા જ રૂપા તો રહેશે. એના દિલમાં હું હોય કે ન હોય.

રૂપા જ્યાં પણ રહે બસ હંમેશા ખુશ રહે. હા.થોડું દુઃખ તો થયું પણ આપણે માંગી અને મળી જાય એવું હોતું નથી ભાઈ! નિશાસો
નાખતા રઘુ થી બોલાઈ ગયું.એના આંસુ એની આંખમાં દેખાતા હતા.
ક્રમશ: