Rudiyani Raani - 9 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 9

રૂદીયાની રાણી - 9ભાગ - ૯

બેટા તારો સમાન પેક થઈ ગયો ને? કંઈ ભૂલાય ના જાય હો? હવે,તું ઓસ્ટ્રેલિયા જવાની છો. બેટા! કાલ તારી ફ્લાઇટ છે.તારી મને ચિંતા થાય છે. તમે બન્ને એકલા ઓસ્ટ્રેલિયા? ત્યાં આપણું કોઈ નથી. તારા સાસુ સસરા પણ અત્યારે તમારી સાથે આવતા નથી.અમે તને ક્યારેય સુરત બહાર પણ નહિ મોકલી.તું અમને મળવા પાછી ઇન્ડિયા ક્યારે આવીશ?કેટલા મનમાં વિચાર આવ્યા રાખે છે.

મમ્મી,તું આટલી ચિંતા ના કર. હું એકલી નથી જતી.તારા જમાઈ સાથે જ જાવ છું અને જતીન તો વર્ષોથી ઑસ્ટ્રેલિયા રહે છે.જતીન સાથે છે એટલે મને તો બિલકુલ ટેન્શન નથી.હું રોજ વિડિયો કોલ કરીશ. મને જોઈ લેજે.અને અમે તમને મળવા ઇન્ડિયા પણ આવતા રહેશું.તો તું કંઈ ચિંતા ના કર.

તને નહિ સમજાય રૂહ.તું જ્યારે માં બનીશ ત્યારે તને સમજી શકીશ.અને હા સાંભળ બેટા, હું ને તારા પપ્પા ડાયરેક્ટ એરપોર્ટ પર મળવા આવીશુ.તમારા માટે થેપલા મે બનાવી દીધા છે. અને હા સુરતની ઘારી અને તારી favorite નાનખટાઈ પણ પપ્પા લાવ્યા છે. રૂહ એ કહ્યું કે મમ્મી કાલ ૧૨ વાગ્યાની અમારી ફ્લાઇટ છે.એ પહેલા તમે આવી જજો.આટલી વાત કરી રીટાબેન અને રૂહ એ ફોન મૂક્યો.

ફોન મુક્યા ની સાથે રૂહ બોલે છે.જતીન મમ્મી ખરેખર ચિંતા કરે છે.જતીન સાંભળો છો? સાંભળો છો? જતીન તો ઊંઘી ગયો હોય છે.રૂહની વાત નો કંઈ જવાબ મળતો નથી.

રૂહ ના મગજમાં તો વિચારો દોડે છે.કાલ મારું સપનું પૂરું થશે .કાલ હું ઓસ્ટ્રેલિયા જવાની છું.કાલ પહેલીવાર હું international flight માં બેસીશ.એક સાથે કેટલા બધા સપના પૂરા થઈ ગયા હોય એવું લાગે છે.આવું વિચારતા વિચારતા રૂહ પણ ઊંઘી જાય છે.

બીજે દિવસે ૧૦ વાગે જ એરપોર્ટ પર પહોંચી જાય છે.રૂહ અને જતીન ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર હોય છે. રૂહના મમ્મી પપ્પા પણ તેમને મળવા આવ્યા હોય છે. રીટાબેન અને ભરતભાઈને જોઈ રૂહ ખુશ થઈને ભેટી પડે છે.

મમ્મી હું ઓસ્ટ્રેલિયા જાવ છું. રૂહની આંખોમાં ખુશી છલકતી જોવા મળે છે.ભગવાન મારી દિકરીની બધી ઈચ્છા પૂરી કરે. રીટા બેન અને ભરતભાઈ ભાવુક થઈ જાય છે.વાતોમાં ને વાતોમાં ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ આવી જાય છે.એનાઉસ્મેન્ટ થઈ જાય છે. જતીન અને રૂહ ઓસ્ટ્રેલિયા જવા પ્રયાણ કરે છે.બન્નેના મમ્મી - પપ્પા પણ રૂહ અને જતીનને bye કહી ઘરે જવા નીકળે છે.

રૂહ પહેલી વાર ફ્લાઇટમાં બેસવાની હોય છે. એ પણ ડાયરેક્ટ international ફ્લાઇટ.જતીન બધો ક્રેડિટ પોતાને આપતા કહે છે. જો રૂહ મારી સાથે લગ્ન કરવાનો ફાયદો તને ડાયરેક્ટ inertnational ફ્લાઇટમાં બેસાડું છું. હા હો જતીન sir. રૂહ પણ મસ્તીમાં જવાબ આપે છે.

રૂહ ફ્લાઇટ લેન્ડ થાય છે ને તરત જ જતીન નો હાથ જોરથી પકડી લે છે. એ બહુ ડરતી હોય છે.જતીન ને થોડું awkward ફીલ થાય છે. અરે આટલું શું ડરવાનું રૂહ?રિલેક્સ થા અને window સીટ એન્જોય કર.રૂહ window સાઇડ પર બેઠી હોય છે.રૂહને થોડી વારમાં ઊંઘ આવી જાય છે.

જતીન સુધરે એવો હતો નહિ.જતીનને ફ્લર્ટિંગ કરવાની આદત હતી.એ એરહોસ્ટેસ્ટ સાથે ફ્લર્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દે છે.wow! dear you r looking so hot and sexy.એરહોસ્ટેસ્ટ હસીને Thank you...

રૂહની ઊંઘ ઉડી જાય છે.એ જોવે છે જતીન એરહોસ્ટેસ્ટ flirt કરતો હોય છે. રૂહ જતીનની આ આદતની જાણ હોય છે.એ મનોમન વિચારે છે.હું જતીનને મારા પ્રેમથી સુધારી દઇસ.લગ્ન પહેલા દરેક છોકરી વિચારે છે કે હું છોકરાને સુધારી દઈશ.રૂહ પણ એ છોકરીમાંથી જ એક હતી.

જતીન હવે flirt કરવાનું બસ કરો હું તમારી સાથે છું ભૂલી ગયા.રૂહ જતીનની સામે જોઇને મોં બગાડતા બોલે છે.હા દેખાય છે તું સાથે છો એટલે જ ખાલી flirt કરું છું.જતીન એ લુચું હસતા હસતાં જવાબ આપ્યો.

જતીનને હજી રૂહ ઓળખતી હતી.પણ જાણતી ના હતી.

જતીન અને રૂહ ઑસ્ટ્રેલિયા પહોંચે છે. એડિલેડમાં પહોંચી જાય છે.આવી ગયું રૂહ મારું ઘર. હા જતીન.. આપણું ઘર..

આ બાજુ રીટાબેન અને ભરતભાઈ પણ ધીમે ધીમે સેટ થાય છે. દિકરી વગર ઘર તો ખાવા દોડે છે.સીમા ઓછું બોલે એટલે રૂહ વગર ઘર સાવ ખાલી લાગે. પાછી રૂહ ને ક્યારેય દૂર મોકલી ના હતી.એટલે મનમાં ચિંતા થયા કરે. બન્નેના મનમાં ડર તો રહેતો જ હતો.

આગળ જોઈએ રૂહની જિંદગીમાં આગળ શું મોડ આવે છે. જતીન બદલાઈ જાય છે. રઘુ અને રૂહ ફરી ક્યારેય મળી શકશે?

ક્રમશ:

યોગી

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Shraddha Panchmia

Shraddha Panchmia 6 months ago

Dipti Patel

Dipti Patel 6 months ago

Khyati Pathak

Khyati Pathak 7 months ago