Rudiyani Raani - 7 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 7

રૂદીયાની રાણી - 7

કેમ છો મિત્રો! રઘુ અને રૂહ(રૂપા)ની જીંદગી એક અલગ જ મોડ પર આવીને ઊભી રહી ગઇ છે. રૂપાને પ્રેમ કરતો રઘુ રૂપાને પોતાના મનની વાત કહી શકતો નથી અને જતીન જે રૂહ નો બોસ છે. એ રૂપા(રૂહ) સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર થઈ જાય છે. જતીન રૂહ ને લગ્ન માટે propose કરી દે છે.

આ જ તો છે રૂપા અને રધુની અનોખી પ્રેમ કહાની.


ભાગ - ૭


હર કિસી કો નહિ મિલતા યહાં પ્યાર જિંદગી મેં
ખુશનસીબ હે જીન કો હૈ મિલી યે બહાર જિંદગી મે.....

રઘુ ના મગજમાં આ ગીત વાગ્યા રાખતું હતું.મેહુલ અને રઘુ ઘરે પહોંચી જાય છે. આજની રાત રઘુને ઊંઘ ક્યાં આવવાની હતી? આખી રાત જાગતો રહ્યો. મગજ સાવ સુન્ન પડી જાય છે. અને મન તો જાણે આજ સાવ ખાલી થઈ ગયું હોય એવું લાગે છે.રઘુનું તો આજ સૌથી સુંદર સપનું તૂટી ગયું હોય છે.ખુશ થઈ શકતો ન હતો.અને દુઃખી થવાનો મતલબ ના હતો.

આ બાજુ રૂહ પણ પાર્ટી પૂરી થયા પછી જતીન ને આજનો દિવસ ખાસ બનાવવા માટે lots of Thank You 😊 કહી ઘરે જાય છે.જતીન તેને યાદ અપાવતા ખે છે કે કાલ મમ્મી - પપ્પા સાથે ઘરે આવવાનો છું અને તારા મમ્મી- પપ્પા સાથે વાત પણ કરી લેજે .બાકી વાતો અમે કરી લઈશું. love you dear Ruh કહીને જતીન bye કહે છે. બન્ને ઘરે જાય છે.

સીમા અને રૂહ ઘરે પહોંચે છે.મમ્મી અને પપ્પા ને આખી વાત કહે છે.જતીન sir એ લગ્ન કરવા માટે પ્રોપોસ કર્યું એ વાત મમ્મી-
પપ્પાને રૂહ ખુશ થતી થતી જણાવે છે.અને કાલ જતીન sir ના મમ્મી-પપ્પા પણ આવશે અને અમારા લગ્નની વાત તમારી પાસે કરશે. રીટાબેન અને ભરતભાઈ એકદમ shocked થઈ જાય છે.
તમે બંને એ આટલી ઝડપથી લગ્ન માટે વિચારી લીધું.રૂહ દિકરા તું જતીન ને કેટલી વાર મળી છો. તું હજી જતીનને ઓળખે છે કેટલુ બેટા? ના અમે તને હા નહિ પાડી.

મમ્મી-પપ્પા સાથે લગ્ન માટે ઝગડો થઈ જાય છે. રૂહ ને જતીન સાથે જ લગ્ન કરવા છે એ વાત રૂહના behaviour પર થી સમજાઈ જાય છે.મમ્મી-પપ્પા ની વાત માનતી નથી.અને આજ મારા બર્થડેમાં તમે મને ગિફ્ટ માં મારા જતીન સાથે લગ્ન માટે હા આપી દો. બર્થડે ની ગિફ્ટ માંગી ને મમ્મી- પપ્પાને મનાવી લે છે.
રીટા બેન અને ભરતભાઈ પણ દિકરીની જિદ સામે નમતું જોખી દે છે.

રૂહ પણ પોતાના બેડરૂમમાં જાય છે. આજે તો રૂહ ને પણ ઊંઘ આવતી નથી.એકસાથે કેટલી ઘટના એની સાથે ઘટી ગઈ હોય છે.રૂહ ને અચાનક યાદ આવે છે કે રઘુ ને એ લોકો ક્યારે જતા રહ્યા એ ખબર જ ના રહી.એ રઘુને ફોન લગાડવાની try કરે છે પણ સ્વિચાઓફ આવે છે.
પાછી એ પોતાના વિચારમાં ચાલી જાય છે.આજે રૂહ નું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. બસ,એ જ વિચાર એના મનમાં આવા રાખે છે.

બીજે દિવસે સવારે જતીન એના મમ્મી-પપ્પા સાથે આવી પહોંચે છે. રીટાબેન અને ભરતભાઈ પણ એ લોકોનું સ્વાગત કરે છે. બધા વાતચીત કરે છે અને એ જ મહિનામાં રૂહ અને જતીનનાં લગ્ન નક્કી થાય છે.બન્ને પરિવાર રૂહ અને જતીન ને શગુંન આપે છે.

હવે, રૂહ અને જતીન long drive માટે જાય છે.જતીન
વાત વાતમાં રૂહ ને જણાવે છે કે ઓસ્ટ્રેલિયા માટે ફાઈલ તૈયાર કરવી પડશે.જેના સર્ટીફીકેટ,મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરવા પડશે. અને જતીન આ બધા સર્ટિફિકેટ તૈયાર કરી દેશે રૂહ ને ખાલી સાઈન કરવાની થશે. સાઈન કરવા માટે રૂહ પણ તૈયાર થઇ જાય છે.

જતીન થોડા દિવસોમાં જ ફાઈલ તૈયાર કરી દે છે.અને રૂહ ને સાઈન કરવાનું કહી દે છે.રૂહ પણ આંધળા પ્રેમમાં કંઈપણ વાંચ્યા વગર જતીને આપેલા કાગળમાં સાઈન કરી દે છે.

જતીન અને રૂહના લગ્નની તૈયારી જોરશોર થી ચાલુ થઈ ગઈ હોય છે. લગ્ન ને હવે એક અઠવાડિયું જ બાકી છે.બધા લગ્નની તૈયારીમાં પડી જાય છે. કંકોત્રી છપાવવાની ચાલુ થઈ જાય છે.
રૂહ અને ઘરના બધા લોકો કોને કોને લગ્નમાં આમંત્રણ આપવું તે માટે લીસ્ટ તૈયાર કરે છે. આ લિસ્ટમાં રૂહ રઘુનું નામ પણ add કરાવે છે.
ક્રમશ:

Rate & Review

rasila

rasila 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Bhavna Patel

Bhavna Patel 6 months ago

Saroj Bhagat

Saroj Bhagat 6 months ago