Manju book and story is written by Nivarozin Rajkumar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manju is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મંજુ - Novels
by Nivarozin Rajkumar
in
Gujarati Short Stories
મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ સત્ય અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે. બંસરી એટલે નીવા એટલે કે હું એવું સમજી આ વાર્તા વાંચશો તો મારા શબ્દો અને મારી પીડાને સમજી શકશો. ૩૦ વર્ષથી મનમાં એક તડપ લઈને જીવતી રહેલી એક વ્યક્તિને શબ્દો મળે અને જે હળવાશ અનુભવાય એ હળવાશ હું અનુભવી રહી છું . કહેવાય છે કે અધૂરા કામો આપણે સ્વપ્નાઓમાં પુરા કરતા હોઈએ છીએ પણ મારે જાગતી આંખે એક ન્યાય થતો અનુભવવો હોત અને એટલે જ જયારે મેં આ વાર્તા માંડી ત્યારે હું બહુ સ્પષ્ટ ન હતી કે હું લખી શકીશ કે કેમ ... !!! તમે મારી વાર્તા અવઢવને ખુબ સરાહી અને વખાણી છે એ બદલ આભારી છું . હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચીને પણ તમારા પ્રતિભાવો આપશો . આ મારી પહેલી વાર્તા છે .. પણ હંં ઈચ્છું છું કે કોઈ સુધારણા વગર જેમની તેમ આ વાર્તા હું તમારા સુધી લઇ આવું .
મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ સત્ય અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે. બંસરી એટલે નીવા એટલે કે હું એવું સમજી આ વાર્તા ...Read More તો મારા શબ્દો અને મારી પીડાને સમજી શકશો. ૩૦ વર્ષથી મનમાં એક તડપ લઈને જીવતી રહેલી એક વ્યક્તિને શબ્દો મળે અને જે હળવાશ અનુભવાય એ હળવાશ હું અનુભવી રહી છું . કહેવાય છે કે અધૂરા કામો આપણે સ્વપ્નાઓમાં પુરા કરતા હોઈએ છીએ પણ મારે જાગતી આંખે એક ન્યાય થતો અનુભવવો હોત અને એટલે જ જયારે મેં આ વાર્તા માંડી ત્યારે હું બહુ સ્પષ્ટ ન હતી કે હું લખી શકીશ કે કેમ ... !!! તમે મારી વાર્તા અવઢવને ખુબ સરાહી અને વખાણી છે એ બદલ આભારી છું . હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચીને પણ તમારા પ્રતિભાવો આપશો . આ મારી પહેલી વાર્તા છે .. પણ હંં ઈચ્છું છું કે કોઈ સુધારણા વગર જેમની તેમ આ વાર્તા હું તમારા સુધી લઇ આવું .
આજ વિચાર બંસરીના મનમાં પણ ચાલતો હતો …..કે ‘આટલા વર્ષ તો અહીં રહેવા આવતી , જુના મિત્રોને હું મળતી પણ ખરી …તો આજે અચાનક આવું કેમ થયું ’ ૨૯ વર્ષ પહેલા મનના કોઈ એક ખુણામાં છુપાયેલો અપરાધભાવ આમ ...Read Moreનીકળી આવશે એ ક્યારેય કલ્પ્યું ન હતું . વેરવિખેર વિચારો અને અસ્તવ્યસ્ત ચિત્તને ઠેકાણે પાડવા એ હવે મરણીયા પ્રયાસો કરવા લાગી હતી ..પણ ભૂતકાળ એક એવી ભયાવહ જગ્યા હોય છે …કે એમાં આવા પ્રસંગો જરાક ખુરેદવાથી માનસપટ પર છવાઈ જાય છે . અને સારા પ્રસંગો કે યાદગીરીઓ નહિ પણ એનાથી વિરુદ્ધ પ્રસંગો નહોરિયા ભરાવતા સામે આવ્યા કરે છે . કશુંક આવું જ બંસરી અનુભવવા લાગી ….
એકાદ વાર સાવ સહજતાથી મંજુએ પૂછેલું
” તને સ્કુલેથી પાછા ઘરે જવું ગમે ”
જવાબમાં બંસરીએ કહેલું …
“વાત વિચારવા જેવી તો છે …હું બહુ હોશિયાર તો નથી પણ ધીંગા મસ્તી અને અનેક સ્પર્ધાઓને કારણે મને સ્કુલ ગમે છે પણ ...Read Moreતો ઘર જ યાદ આવે ને ….!!! અને તને ”
સવાલનો જવાબ ગળી જઈ મંજુએ વાતને આડે પાટે ચડાવી દીધેલી …..
એક દિવસ ઓચિંતું એણે બંસરીને પૂછ્યું ….
” તું રોજ બપોરે જમે તોય રાતે જમે ”
અડધી રાત સુધી પોતાની પાસે સુતેલી બંસરીને વારેઘડીએ પાસા ફેરવતી જોઈ …નિયતિએ ધીમેથી એના હાથ પર હાથ મુક્યો … નિયતિને પણ ક્યાં ઊંઘ આવતી હતી …. .બંસરીએ નિયતિ સામે જોયું અને એને એ દિવસ યાદ આવ્યો …..એ સંગીતના ક્લાસમાંથી ...Read Moreપાણી પીતી હતી ત્યાં નિયતિએ આવીને કહ્યું હતું ….
“બંસરીબેન , ……અરોરાઆંટીએ તમને તાત્કાલિક બોલાવ્યા છે …..મંજુબેનને સખ્ત ઘાયલ અને લોહીલુહાણ અવસ્થામાં દવાખાનેથી ત્યાં લાવ્યા છે ……!!! ”
આખો દિવસ બંસરી મંજુની પાસે જ બેઠી રહી …..થોડી થોડી વારે પીડાથી સિસકારા ભરતી મંજુને જોઈ કૈક અંશે બળવાખોર બંસરી ઉકળી ઉઠતી હતી …લગભગ અઢીથી પોણા ત્રણ વરસ પછી ફરી પાછુ એવું તો શું થયું કે મંજુની આવી હાલત ...Read Moreગઈ એ બંસરીને સમજાયું નહિ .