Bhoyrano Bhed book and story is written by Yeshwant Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhoyrano Bhed is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભોંયરાનો ભેદ - Novels
by Yeshwant Mehta
in
Gujarati Thriller
‘ભોંયરાનો ભેદ’માં સાહસિક ભાઈ-બહેનો વિજય, ફાલ્ગુની, મીના અને ટીકૂ એમના ઇતિહાસકાર કાકાને કચ્છના એક ખંડેરના સંશોધનમાં મદદ કરવા ગયાં છે. ત્યાં તેમને શીલા અને એના મામાનો પરિચય થાય છે. એક દિવસ દરિયે નહાવા ગયેલા વિજય અને ટીકૂ ઉપર એકાએક એક હોડી ધસી આવે છે. હોડીના એક ખલાસી પાસેથી એક નવું નક્કોર ઘડિયાળ સરકી પડે છે. ટીકૂને લાગે છે કે આ લોકો દાણચોરો હશે. પછી તો સૌને ખાતરી થાય છે કે એ દાણચોરો જ છે.
- અને પછી શરૂ થાય છે પાંચ સાહસિક બાળકો અને ખૂંખાર દાણચોરો વચ્ચેની એક અજબ સંતાકૂકડીની રમત, જેને અંતે અજાયબ ઐતિહાસિક ભેદ ખુલ્લો પડે છે.
ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા ( કિશોર સાહસકથા, ૧૯૮૨ ) પ્રસ્તાવના ગુજરાતી બાલસાહિત્યે અનેકઅનેક અવનવાં ક્ષેત્રો ખૂંદી નાખ્યાં છે. બાળસાહિત્યમાં પરીકથા તો હોય જ. હાસ્યકથા, ચાતુરીકથા, પ્રાણીકથા વગેરેના ક્ષેત્રે પણ એણે ખૂબ જ ગતિ ને પ્રગતિ કરી છે. પરંતુ ઘણાં ...Read Moreસારા કિશોર સાહિત્યની આપણે ત્યાં ખોટ વર્તાયા કરી છે. સાહસકથા, વિજ્ઞાનકથા, રહસ્યકથા, પ્રવાસકથા વગેરે કિશોરો માટેના વાર્તાપ્રકારો છે. એ દિશામાં ૧૯૬૮માં શ્રી યશવન્ત મહેતાએ ‘કુમારકથામાળા’ આપી તે એક પ્રયોગ હતો. એ જ શ્રેણીમાં ‘ગ્રહોનો વિગ્રહ’ જેવી મૌલિક વિજ્ઞાનકથા પણ હતી. આમ છતાં, ગુજરાતી ભાષામાં સારા કિશોર સાહિત્યની ખોટ રહ્યા કરી છે તે જાણીતી વાત છે. આ પુસ્તકોમાં ૧૨ થી ૧૬
ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : ખંડેરનું ભોંયરું ફાલ્ગુની અને એનાં ભાઈબહેનને ખબર નહોતી, પણ શીલાનો ભેદ ઘણો ઊંડો હતો. આ છોકરાંઓને જોઈને એ ભારે વિમાસણમાં પડી ગઈ હતી. એ ધીમે પગલે ઘરની અંદર ગઈ. એક ઓરડામાં ...Read Moreભયભરી નજર નાખી. સામે એક ટેબલ-ખુરશી પર એના મામા બેઠા હતા. મામા સામે જોતાં એ હંમેશા ડરતી. કારણ કે મામાનો દેખાવ ખૂબ ડરામણો હતો. એ શરીરે નીચા અને જાડા હતા. એમની ફાંદ ખૂબ મોટી હતી અને ચહેરો ગોળમટોળ હતો. એ ચહેરામાં એમની બે નાની આંખો ગેંડાના મોટામસ જડબાં ઉપર બેસાડેલી નાની આંખો જેવી લાગતી. એમની હડપચી ભારે હતી અને હોઠ
ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : બે ખલાસી વળતી સવારે વિજય વહેલો પાંચ વાગ્યામાં જાગી ગયો. ટીકૂ તો મોં-માંથે રજાઈ ઓઢીને ઊંઘતો હતો. વિજયે એને ઢંઢોળ્યો. હડબડાવ્યો. અઢી ડઝન બૂમો પાડી. ટીકૂ માંડ માંડ જાગ્યો અને આંખો ...Read Moreબેઠો થયો. વિજયે એની પીઠે જોરદાર ધબ્બો મારી દઈને કહ્યું, ‘ઊઠ, એય ઊંઘણશી ! વહેલી સવારે દરિયે નહાવા જવું છે ને !’ ટીકૂની ઊંઘ માંડ માંડ ઊડી. એ બબડ્યો, ‘અત્યારના પહોરમાં નહાવાનું ?’ વિજય કહે, ‘નહાવાની ખરી મઝા અત્યારના પહોરમાં જ છે. વહેલી પરોઢને આપણા બાપદાદા બ્રાહ્મમુહૂર્ત કહેતા હતા અને તપસ્વી લોકો આ મુહૂર્તમાં જ નાહવાનું પસંદ કરતા.’ ‘પણ હું
ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : કાણાંવાળી હોડી ફાલ્ગુની, મીના, ટીકૂ, વિજય અને શીલા ખૂબ આનંદમાં હતાં. હંમેશા ભારે મોઢું રાખીને ફરતી શીલા પણ આ ચાર આનંદી દોસ્તોના સાથમાં જાસૂદના ફૂલની જેમ ખીલી નીકળી હતી. આખે રસ્તે ...Read Moreવધારે બોલતો હતો ટીકૂ. એ દિનકરકાકા વિશે, એમની શોધખોળ વિશે, એમના ઈતિહાસ વિશે અને કચ્છના કાંઠા ઉપર ચાલતી દાણચોરી વિશે ઉટપટાંગ વાતો બોલ્યે રાખતો હતો. એની બોલી જ એવી વાંકી કે સાંભળનારાને હસવું આવી જાય. આખરે એ લોકો શીલાના ઘર પાસે આવી પહોંચ્યાં. એટલે એ બોલી : ‘ચાલો, થોડી વાર અમારે ઘેર બેસો. થાક ઉતારો અને કશોક નાસ્તો કરો.’ ‘પણ
ભોંયરાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : આલાને બદલે માલો ! દરિયાનાં પાણી અહીં ઠીકઠાક ઊંડાં હતાં. ઊંડાં પાણી હોય ત્યાં જ ધક્કો બંધાય છે, જેથી હોડીનું તળિયું ઘસાય નહિ. એટલે આ પાણીમાં જેને તરતાં આવડતું ન હોય ...Read Moreડૂબી જાય. ફાલ્ગુનીને તો બરાબર તરતાં આવડતું હતું, પણ મીના તરત જ ડૂબકાં ખાવા લાગી. એક તો શરીરે જરાક ભારે, અને તરતાં તો કદી શીખેલી નહિ. એણે આમતેમ હાથપગ વીંઝીને પાણી તો ઉડાડવા માંડ્યું. પણ એથી શું વળે ? એણે પાણી ગળતાં ગળતાં મરણચીસો પાડવા માંડી. શીલા એકદમ તરતી તરતી એની નજીક પહોંચી ગઈ અને બૂમ પાડીને કહેવા લાગી, ‘મીના