એ છોકરી - Novels
by Violet
in
Gujarati Fiction Stories
ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે ...Read Moreદૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું.
ધારાવાહિક ભાગ – 1“ એ છોકરી “મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે ...Read Moreદૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું.
ભાગ - ૨" એ છોકરી "(ભાગ-૧ માં આપણે જોયું કે રૂપલી ખેતરમાં કામ કરતી હતી અને વીણા બહેનને મળી અને શહેરમાં જવા બાબતે ચર્ચા થઈ. હવે જુઓ આગળ) રૂપલી ને મેં કહ્યું હા બોલ હું કોઈને જણાવીશ નહી, ...Read Moreચિંતા ના કર, તારે શું કામ છે? રૂપલી પહેલા તો મારી સામે ક્યાંય સુ઼ધી એની મોટી આંખોથી તાકી રહી, કઈ બોલા જ નહી, પછી ધીમે રહીને ગણગણતી હોય એમ કંઈક બોલી. મને કાંઈ સમજાયું નહીં, મેં ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ સમજ ના પડી એટલે મેં કહ્યું ઓ રૂપલી તું શું બોલે છે? મને કંઈ જ સાંભળવામાં આવતું નથી, અને સમજ પણ
ભાગ – 3" એ છોકરી "(ભાગ-૨ માં આપણે જોયું કે હું ગામડે ગઈ હતી અને મને રૂપલી મળી ખેતરમાં અને મારે અને રૂપલીને વાતો થઈ અને મેં મનોમન એક નિર્ણય લીધો હતો. શું નિર્ણય લીધો આવો જાણીએ)રૂપલીની વાતો ...Read Moreમારા મનમાં અનેક વિચારો આવ્યા અને મેં મનોમન એક નિર્ણય લીધો. સાચું કહું તો રૂપલીને હું થોડી ક્ષણો પહેલાં ઓળખતી પણ ન હતી, તે પણ મને ઓળખતી ન હતી. પરંતુ કોણ જાણે કેમ તેની સાથેની થોડી ક્ષણની વાતોમાં મારે તો તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી અને મેં રૂપલીને મારી સાથે શહેરમાં લઈ જવાનો નિર્ણય લીધો, હવે રૂપલીની શું મંજૂરી છે
ભાગ – 4" એ છોકરી "(ભાગ-3 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા મેં નિર્ણય લીધો હતો, રૂપલી પણ તૈયાર હતી પણ એના બાપુને હું મળીશ? આવો જોઈએ.)રૂપલીએ મને કહ્યું બૂન તમે તો મને શહેરમાં લઈ જવા તૈયાર ...Read Moreછો, મારી પણ ઈચ્છા છે પણ મારા બાપુ ? મારા બાપુ રાજી નહીં થાય બૂન હું જાણું છુ મારા બાપુને. મેં કહ્યું રૂપલી તારી વાત સાચી છે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તારા બાપુ ચોક્કસ તને ના જ મોકલે, પણ હું શું કહું છું તુ મારી વાત ધ્યાનથી સાંભળ. રૂપલી કહે હા, બોલો બૂન. મેં કહ્યું જો રૂપલી આમ તો હું આજેજ
ભાગ – 5" એ છોકરી "(ભાગ-4 માં આપણે જોયું કે વીણાબહેન એટલે કે મેં ડાહ્યાભાઈને રૂપલીને શહેરમાં લઈ જવા માટે વાત કરી. તેઓ બોલ્યા ચાલ્યા વગર ચૂપ થઈ ગયા હતા. હવે જુઓ આગળ)ડાહ્યાભાઈ ચૂપ થઈને બેસી ગયા હતા, જાણે ...Read Moreમેં તો શું વાત કરી નાખી હતી એમની આગળ. મેં તેમની વિચારધારા તોડવા પૂછ્યું ઓ ડાહ્યાભાઈ શું થયું ? મારી વાતનું કંઈ ખોટુ લાગ્યું? કેમ ચૂપ થઈ ગયા ? ડાહ્યાભાઈ કહે બૂન તમે વાત જ એવી કરી તો હવે હું શું બોલું ? મને સમજણ નથી પડતી તમને હું શું જવાબ આપુ? મેં કહ્યું કેમ મેં શું કોઈ ખરાબ વાત
ભાગ – 6" એ છોકરી "(ભાગ-5 માં આપણે જોયું કે તેમ ડાહ્યાભાઈ સાથે વાત થઈ, રૂપલીને શહેરમાં લઈ જવા બાબતે, તેમણે એક અઠવાડિયાનો સમય માંગ્યો)ડાહ્યાભાઈ સાથે વાત થયા પછી હું એ દિવસે શહેર પરત ફરી. શહેર આવ્યા બાદ સાંજે ...Read Moreરોનકને મળી. રોનક મારા પતિ છે, તેઓ દિવસે પોતાની ઓફિસ હોવાથી અમે સાંજે મળી શક્યા. ફોન પર આ બધી વાતો જણાવવી યોગ્ય ન હતી એટલે રૂબરૂમાં જ વાત કરીશ એમ મેં નક્કી કરેલું. હું પોતે સરકારી કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી હતી. મેં ઈંગ્લીશ લીટરેચરમાં પી.એચ.ડી.પુરુ કર્યું હતું.રોનકને રૂપલી વિશે સાંજે બધુ પરવારીને અમે અમારી અગાશીમાં આરામ કરવા બેઠા હતા
(ભાગ -6 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લાવવા માટે વ્યવસ્થા કરવાની હતી અને હું યોગેશભાઈ જે એક ઉચ્ચ શાળાના ટ્રસ્ટી હતા તેમની સલાહ લેવા માટે જવાની હતી અને હું તેમની ઓફિસ પહોંચી) તે દિવસે મારે કોલેજમાં લેક્ચર 3 ...Read Moreસુધીના હતા અને મારે યોગેશભાઈને સાંજે 5 વાગ્યે મળવાનું હતું અને તેથી મેં નક્કી કર્યું હતું કે કોલેજમાં લેક્ચર પતાવીને પછી ત્યાંથી ડાયરેક્ટ યોગેશભાઈની ઓફિસ જઈશ. 3 થી 4 નો એક કલાકનો સમય મારી પાસે ફ્રી હતો તેથી મેં તે સમયનો ઉપયોગ લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા એમ વિચાર્યું. લેક્ચર પતાવીને હું લાયબ્રેરીમાં ગઈ અને પુસ્તક વાંચવા શરૂ કર્યું. આ સમય દરમ્યાન પણ
(ભાગ-7 માં આપણે જોયું કે હું યોગેશભાઈની સલાહ લેવા ગઈ તેમણે ખૂબ જ સારી સલાહ આપી. બસ હવે ડાહ્યાભાઈના ફોનની રાહ જોવાની હતી)યોગેશભાઈને મળીને હું ઘરે લગભગ આઠ વાગ્યે પહોંચી. રોનક મારી રાહ જોઈને જ બેઠા હતા, મોડુ થવાનું ...Read Moreમેં જણાવ્યું. મહારાજે રસોઈ બનાવી દીધી હતી તેથી હું ફ્રેશ થવા ગઈ અને ત્યારબાદ અમે જમવા બેઠા. જમીને અમારી ગાર્ડન ગેલેરીમાં હું અને રોનક હીંચકે બેઠા. આ અમારો નિત્યક્રમ હતો કે આખા દિવસ દરમ્યાન અમારા બન્નેના જીવનમાં જે પણ થયું હોય તે બાબતોની આપ-લે અમે દરરોજ અમારી આ મનપસંદ જગ્યાએ કરતા હતા અને એકબીજાની સલાહ લેતા હતા. મેં રોનકને યોગેશભાઈ
(ભાગ-8 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા માટેની મંજૂરી ડાહ્યાભાઈએ આપી દીધી હતી. હવે મારે ફક્ત એને શહેરમાં લઈ આવવાની અને આગળના ભવિષ્ય માટેની વ્યવસ્થા કરવાની હતી)રૂપલીના બાપુ ડાહ્યાભાઈ સાથે વાત કર્યા મુજબ હવે મારે રૂપલીને શહેરમાં ...Read Moreઆવવા ગમે ત્યારે ત્યાં ગામડે જઈને એને લઈ આવવાનું હતું. હું ખૂબ ખુશ હતી. હુ કોલેજ તરફ જવા નીકળી ગઈ હતી, મને પહોંચવાને હજુ 20 મિનીટ જેટલી વાર હતી તેથી મેં યોગેશભાઈને આ શુભ સમાચાર આપવાનું નક્કી કર્યું જેથી આગળ મારે તેના માટે જે પર્સનાલીટી ડેવલોપમેન્ટના ક્લાસીસની તપાસ કરવાની હતી તે પણ હું વેળાસર કરી શકું. યોગેશભાઈને ફોન કરી કહ્યું
(ભાગ-9 માં આપણે જોયું કે રૂપલીના પર્સનાલીટી ડેવલપમેન્ટના કોર્સની માહિતી મેળવવા માટે હું મૃણાલીને મળી અને બધુ નક્કી કર્યુ. હવે મારે રૂપલીને લેવા જવાનું હતું.)મૃણાલી સાથે બધુ ડીટેઈલમાં વાતચીત નક્કી કરી હું ઘરે પરત ફરી. લગભગ સાંજના આઠ વાગવા ...Read Moreરોનકને જણાવી દીધું હતુ અગાઉથી તેથી કોઈ ચિંતા હતી નહી. ઘરે આવીને જોયું રોનક આવી ગયા હતા, અને જમવા માટે મારી રાહ જોતા હતા. તે તેમની ઓફિસનું કોઈ કામ કરી રહ્યા હતા. હું ફ્રેશ થઈને ડીનર ટેબલ પર આવી, મહારાજે જમવાનું પીરસી દીધું હતું. જમતાં જમતાં મેં થોડી ઘણી મૃણાલી સાથે થયેલ વાતની ઝલક રોનકને આપી. જમીને રોનકને આજે ઓફીસનું
રવિવારે સવારે લગભગ 8 વાગ્યે હું મારા ગામ રૂપલીને લેવા જવા નીકળી. લગભગ 2.30 થી 3.00 કલાકનો રસ્તો હતો. રેડિયો પર જૂના ફિલ્મી ગીતો ચાલુ કરી મેં કાર હંકારી અને લગભગ 11 વાગતા હું ગામ પહોંચવા આવી. ગામમાં જઈ ...Read Moreપહેલા મારા ઘરે ગઈ ત્યાં થોડી ફ્રેશ થઈને પંદર મિનીટ આરામ કરીને રૂપલીને ત્યાં જવા વિચાર્યું.થોડીવાર આરામથી આંખો મીચીને બેસી રહી. લગભગ પંદર મિનિટ પછી આંખો ખુલી એટલે રૂપલીને ત્યાં જવા નીકળી.રૂપલીના ઘર પાસે પહોંચતા જ જાણે આજે તો રૂપલી મારી આવવાની રાહ જોઈને જ ખાટલો ઢાળીને બેઠી હતી, મને જોતાં જ દોડતી દોડતી આવીને મને ભેટી પડી બોલી વીણાબુન
રૂપલી અને હું શહેરમાં આવવા નીકળ્યા. રૂપલી તો પહેલીવાર કારમાં બેઠી હતી એટલે એ તો બહુ ખુશખુશાલ હતી, આગળની સીટ પર બેસી હતી અને આનંદથી આજુબાજુ જોતી હતી, એના મુખ પર એક અવર્ણનીય આનંદ દેખાઈ આવતો હતો. હાઈવે પરના ...Read Moreઅને ખેતરો જોવામાં તલ્લીન હતી, મેં એને પૂછ્યું રૂપલી કેવું લાગે છે તને આજે કારમાં બેસીને સફર કરવાનું?રૂપલી કહે વીણાબૂન સાચુ કહુ તો મને તો આ હજુ પણ સપનું જ લાગી રહ્યું છે, જાણે કે હું સપનામાં મારી ઈચ્છાઓ પૂરી કરી રહી છું. ઓલુ, પેલા આ બધા સિનેમામાં નથી બતાવતા આવું એવું લાગે છે મને તો.મને હસવું આવ્યું, મેં રૂપલીના
(ભાગ-12 માં આપણે જોયું કે રૂપલી શહેરમાં આવી ગઈ હતી, અને હવે મારે એનું નવું નામ પાડવાનું હતું.) જુઓ આગળસવારના પંખીઓનો કલરવનો અવાજ, સૂરજના સોનેરી કિરણો સાથએ મંદ મંદ ફૂંકાતો પવન અને એમાં પણ બગીચામાં ખીલેલા મોગરાના ફૂલોની સુંગંધ ...Read Moreસવારના વાતાવરણમાં કંઈક ઓર જ રંગ લાવી દેતા હતા.મારા સવારના નિત્યક્રમથી હું પરવારી ગઈ હતી. મેં કોલેજમાં એક અઠવાડીયાની રજા લીધી હતી. રૂપલી આવવાની હતી તેથી તેની સાથે રહેવા માટે મેં રજા લીધી હતી જેથી તેને એકલતા ના લાગે, અને હું વધુ સમય રૂપલી સાથે રહી શકુ, તેની સાથે શોપીંગ માટે જઈ શકુ, શહેરનું વાતાવરણ તેને બતાવી શકું, વધુમાં તેના
(ભાગ-13 માં આપણે જોયું કે રૂપલીનું નવું નામ મેં “રૂપાલી” રાખ્યું, અને હવે તેને આપણે રૂપાલી નામથી જ ઓળખીશું, જુઓ આગળ )રૂપાલી અને હું શોપીંગ કરવા માટે નીકળ્યા હતા, એસ.જી.હાઈવે પરના જાણીતા ઈસ્કોન મોલમાં અમે પહોંચ્યા. ગાડી પાર્ક કરીને ...Read Moreરૂપાલીને લઈને મોલમાં ગઈ. રૂપાલી તો ચારેબાજુ આશ્ચર્યચકિત બનીને બસ જોયા જ કરતી હતી. એને તો જાણે કોઈ સ્વપ્ન જોતી હોય એમ લાગતું હતું. મેં કહ્યું શું થયું ? રૂપાલી એ બોલી બહેન આ તો જાણે હું મારા સપનાના નગરમાં આવી ગઈ હોઉં એમ મને લાગે છે. મને તો અહાહાહા શું જગ્યા છે અને આ તો બધું મે તો કદી
ભાગ – 15" એ છોકરી "(ભાગ-14 માં આપણે જોયું કે રૂપાલીને લઈને હું શોપીંગ કરવા અને બ્યુટીપાર્લરમાં ગઈ હતી) હવે આગળ જુઓરૂપાલી અને હું બહારના બધા કામ પતાવીને ઘરે આવ્યા. રૂપાલી હતી તેનાથી પણ હવે વધુ સુંદર દેખાતી હતી. ...Read Moreઆવ્યા ત્યારે હું રૂપાલીને લઈને કારમાંથી ઉતરીને ઘરમાં આવી તો મહારાજ, કામવાળા બાઈ અને રોનક તો રૂપાલીને એકીટશે જોવા લાગ્યા. રોનક તો આશ્ચર્યભરી નજરે જોતા હતા અને મહારાજ અને બાઈને તો જાણે કોઈ પરી ઊતરી આવી હોય તેમ એકીટશે તાકી રહ્યા હતા. રૂપાલી શરમાતી હતી, મૌન છવાઈ ગયું હતું, તે તોડવા મેં કહ્યું ઓ હેલો ? આ તમે બધા કેમ
(ભાગ-15 માં આપણે જોયું કે રૂપાલીનો સંપૂર્ણ લુક ચેન્જ થઈ ગયો હતો, સોમવારથી એના ક્લાસીસ શરૂ થવાના હતા) હવે આગળ જુઓઆખરે એ દિવસ આવી ગયો, સોમવારની ખુશનુમા સવાર હતી, મારી આજે છેલ્લી રજા હતી, રૂપાલીના ક્લાસીસનો પહેલો દિવસ હોવાથી ...Read Moreરાખી હતી જેથી એને એકલુ ના લાગે. હું સવારનો મારો નિત્યક્રમ પતાવીને નીચે આવી ગઈ હતી. રૂપાલીને પણ લગભગ પંદર દિવસ થવા આવ્યા હતા પણ મારે કહેવાની જરૂર પડતી ન હતી તે વહેલી ઊઠી જતી હતી અને પોતાનું દૈનિક કામ પતાવીને તૈયાર થઈ જતી હતી. ગામડામાં રહેલી હોવાના કારણે વહેલા ઊઠવાની તેની આ ટેવ ખૂબ સારી હતી.અમે ચા-નાસ્તા માટે ભેગા