પોળનું પાણી - Novels
by SUNIL ANJARIA
in
Gujarati Moral Stories
સંક્રાંતિની સવારના સાડાદસ વાગેલા. આજે તો પવન પણ ખૂબ અનુકૂળ હતો. સવારની ઠંડી થોડી ઓછી થઈ હતી એટલે મારી અગાશીની આસપાસ જ્યાં જુઓ ત્યાં ઉપર રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ અને નીચે રંગબેરંગી વસ્ત્રોમાં શોભતાં માણસો દેખાતાં હતાં. પોળની સંક્રાંતની ...Read Moreવાત જ અલગ.
આ વખતે લાઉડસ્પીકર વગાડવાની મનાઈ હતી પણ એમ ફિક્કી ઉતરાણ કોને ગમે! ચારે તરફથી બ્યુગલો અને થાળીઓ વાગતી હતી. 'લપ્પેટ..,' 'કાપ્યો છે..', 'હુરર.. હુટ્ટ ..' જેવા અવાજો આવી રહ્યા હતા. વાતાવરણ તહેવારને અનુરૂપ બરાબર જામ્યું હતું.
હું મારો એક ખૂબ દૂર ગયેલો પતંગ પકડીને એનું હવે તડકામાં માંડ દેખાતું ટપકું જોઈ રહ્યો હતો. હમણાં સુધી પહેલાં મમ્મી અને પછી પડોશનો છોકરો ફીરકી પકડી ઉભાં હતા. મમ્મી ઘરનાં કામ નીપટાવવા ગઈ અને છોકરાનું ધ્યાન બીજા પતંગો પકડવામાં ગયું એટલે હું એકલો પડ્યો હવે ફિરકી એક નાનાં સ્ટેન્ડમાં રાખી હું પુરી એકાગ્રતાથી મારો પતંગ જોઈ રહ્યો હતો. એણે ત્રણ પતંગો તો કાપ્યા. હવે દોરી જ ભર હવામાં પતંગને આગળ ને આગળ લઈ જતી હતી અને મારી આંગળીઓ પતંગને અંકુશમાં રાખી નચાવતી હતી, ઢળી જતો બચાવતી હતી.
1. સંક્રાંતિની સવારના સાડાદસ વાગેલા. આજે તો પવન પણ ખૂબ અનુકૂળ હતો. સવારની ઠંડી થોડી ઓછી થઈ હતી એટલે મારી અગાશીની આસપાસ જ્યાં જુઓ ત્યાં ઉપર રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ અને નીચે રંગબેરંગી વસ્ત્રોમાં શોભતાં માણસો દેખાતાં હતાં. પોળની ...Read Moreતો વાત જ અલગ. આ વખતે લાઉડસ્પીકર વગાડવાની મનાઈ હતી પણ એમ ફિક્કી ઉતરાણ કોને ગમે! ચારે તરફથી બ્યુગલો અને થાળીઓ વાગતી હતી. 'લપ્પેટ..,' 'કાપ્યો છે..', 'હુરર.. હુટ્ટ ..' જેવા અવાજો આવી રહ્યા હતા. વાતાવરણ તહેવારને અનુરૂપ બરાબર જામ્યું હતું. હું મારો એક ખૂબ દૂર ગયેલો પતંગ પકડીને એનું હવે તડકામાં માંડ દેખાતું ટપકું જોઈ રહ્યો હતો. હમણાં સુધી પહેલાં
2. તેને પતંગ ચગાવતાં સરસ આવડતા હતા. મોટે ભાગે અમે કાપ્યા, એક બે અમારા કપાયા. તેના હાથ થાક્યા લાગ્યા. તેણે નજીક પડેલી બોટલ પાણી પીવા કાઢી મારી સામે ધરી. પેલી વાર્તાઓમાં આવે છે એમ મેનકા કે ઉર્વશી સોમરસ ધરતી ...Read Moreએવું મને ફીલ થયું. એ પહેલાં મેં ખિસ્સાં ફંફોસ્યાં. એક તલસાંકળીનો ટુકડો મળ્યો. મેં તેને ધર્યો. તેણે અર્ધો તોડી મને આપ્યો. સારી શરૂઆત. ઓળખાણ કરવા અને સમય પસાર કરવા મેં વાત છેડી. 'તમને જોયાં નથી. અહીં રહો છો કે કોઈના ગેસ્ટ?' મેં પૂછ્યું. "અહીં, આ પોળમાં જ. પેલાં ત્રીજાં મકાનમાં. ત્યાંથી આજુબાજુમાં ખુબ ઊંચાં ધાબાંઓ વચ્ચે પતંગ હવામાં લેવો શક્ય
3. મેં થોડીવાર એ તરફ જોયું અને ફરી હવે હું ઉડાડું ને એ યુવતી ફીરકી પકડે એમ શરૂ કર્યું. 'તમારું નામ?' મેં ઉપર જ જોયે રાખતાં પુછ્યું. 'મોનીકા. તમારું?' એણે કહયું 'શ્રીકાંત.' મેં કહયું. વાહ. સારી શરૂઆત. મારૂં સંપુર્ણ ...Read Moreબપોરના ઓછા પવનમાં થોડી મુશ્કેલીએ ચડેલા પતંગમાં હતું. હજી બધી પબ્લિક જમવા ઉતરી ન હતી. ત્યાં બાજુનાં જ ધાબેથી બૂમ પડી- 'એ.. ચોર.. મારો મોબાઇલ ગયો..' એક સ્ત્રી ચીસો પાડતી એ ધાબાની પાળ તરફ દોડી. હું એ સ્ત્રી જતી હતી એ તરફ દોડ્યો. એ ચોર મોનીકા ઉભી હતી તે તરફ દોડ્યો. હવે હું એ પુરુષ તરફ દોડ્યો. એ અમારી પોળનો
4. મોનિકાએ એકદમ મારો હાથ ખેંચ્યો અને ત્યાં પડેલ એક ગાદલાંઓના થપ્પા વચ્ચે પોતે મને વળગીને સુઈ ગઈ અને અમે બન્ને એ થપ્પાની વચ્ચેનાં ગાદલાના વીંટામાં એકબીજા ઉપર સુઈ રહ્યાં. એણે મને ચૂપ રહેવા ઈશારો કર્યો. હવે મારું ધ્યાન ...Read Moreભાગવામાં એની કાળી ટોપી પડી ગઈ હતી. અરે! એનો એક ગાલ એસીડથી ખરડાઈ ગયેલ ચામડી વાળો હતો. "ઇતને મેં હી હોગે કુત્તે કે પિલ્લે. છોડના નહીં." કહેતા બે ચાર માણસો એ ચોર સાથે અમારી બાજુમાંથી દોડ્યા. કોઈનો દોડતો પગ મારી પીઠ પરથી થઈને ગયો. મેં એ માર ઝીલી લીધો. પીઠ પર સરખો માર લાગ્યો. મોનિકા મારી નીચે હતી. તે મારી
5. એ લોકો આવી પહોંચ્યા. સ્કૂટર પાર્ક કર્યું. એક માણસના હાથમાં કારનું પંચર કરવા ચડાવીએ તેવો જેકનો સળીઓ હતો. બીજા પાસે સાઈકલની ચેઇન. અમને મારવા માટે જ હશે. એમણે આજુબાજુ જોયું પણ ક્યાંય દૂર ગયા નહીં. એ કાકા કાકીનાં ...Read Moreબાજુનાં ઘરમાં પહેલા અને બીજા માળ વચ્ચે બહાર એક છજું હતું. છજાં ઉપર કૃષ્ણની મૂર્તિ હતી અને નજીકમાં એક ખાડો અને કોડિયાં જેવો આકાર કદાચ દીવો કરવા હતો. તેઓ એ છજાં પાસે અટક્યા, ત્યાં પેલા કોડિયાં જેવા આકારમાં હાથ નાખી લટકાયા અને બીજા કોઈને ખબર ન પડે એમ ત્યાં છુપાવી રાખેલું એક પાટિયું ખેંચી લીધું. એક માણસે એ પાટિયું નજીકની