Amany Vastu Manglay.. book and story is written by Darshana Hitesh jariwala in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Amany Vastu Manglay.. is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અમાન્ય વાસ્તુ માંગલ્ય. - Novels
by Darshana Hitesh jariwala
in
Gujarati Horror Stories
દુનિયામાં કેટલીક લૌકિક અવલૌકિક ઘટનાઓ બને છે, આ ઘટનામાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું અસ્તિત્વ ડામડ ડોલમ થઈને રહી જાય છે..
કેટલીક અવલૌકિક આત્માઓ પવિત્ર હોય છે, જે દુનિયાની ભલાઈ ઈચ્છે છે, કેટલી અપવિત્ર હોય છે.. જે ફક્ત પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા લોકોને હેરાન કરે છે.. તો કોઈ શકિત એવી પણ હોય છે, જેની ઈચ્છા અધૂરી રહી જાય છે, એથી એનો અવગતિઓ જીવ પૃથ્વી લોક પર ભટક્યા કરે છે.. એવી આત્મા લોકોને પોતાની હાજરીની અનુભૂતિ કરાવે છે..
જેમ જીવાત્માનો જન્મ થાય છે, એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.. આ એક શાશ્વત સત્ય છે.. મૃત્યુના પણ અલગ અલગ પ્રકાર હોય છે, શિવ પુરાણમાં વર્ણન છે કે કર્મોને આધારે વ્યક્તિનું મૃત્યુ થાય છે.. કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય છે, તો કોઈ બિમારીમાં મરણ પામે છે, કોઈ પોતાની અધુરી ઇચ્છા લઈને મૃત્યુ પામે છે, અને કોઈ જીવની હત્યા થાય અથવા તો આત્મહત્યા કરવાથી મૃત્યુ થાય છે.. આ પરિસ્થતિમાં જીવની અધોગતિ થાય છે, તેની આત્માને શાંતિ મળતી નથી અને તે પિશાચ યોનીમાં ફર્યા કરે છે, તે શાંતિ માટે ભટક્યા કરે છે. તેને મર્યા પછી પણ મોત આવતી નથી! આવો જીવ મુકિત માટે માયાના આવરણોમાં ફર્યા કરે છે.. લોકોને પોતાની સતત અનુભૂતિ કરાવે છે.. ત્યારે તેનો ઉદ્દેશ્ય ફકત ને ફ્કત પિશાચ યોનીમાંથી છૂટવાનો હોય છે..
શ્રી ગણેશાય નમઃ -: પ્રસ્તાવના :- દુનિયામાં કેટલીક લૌકિક અવલૌકિક ઘટનાઓ બને છે, આ ઘટનામાં ક્યારેક ક્યારેક વ્યક્તિનું અસ્તિત્વ ડામડ ડોલમ થઈને રહી જાય છે.. કેટલીક અવલૌકિક આત્માઓ પવિત્ર હોય છે, જે દુનિયાની ભલાઈ ઈચ્છે છે, કેટલી અપવિત્ર હોય ...Read Moreજે ફક્ત પોતાના નાપાક ઈરાદા પૂરા કરવા લોકોને હેરાન કરે છે.. તો કોઈ શકિત એવી પણ હોય છે, જેની ઈચ્છા અધૂરી રહી જાય છે, એથી એનો અવગતિઓ જીવ પૃથ્વી લોક પર ભટક્યા કરે છે.. એવી આત્મા લોકોને પોતાની હાજરીની અનુભૂતિ કરાવે છે.. જેમ જીવાત્માનો જન્મ થાય છે, એવી જ રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.. આ એક શાશ્વત સત્ય છે..
કેટલાક ઋણાત્મક સંબંધો કુદરતી આત્મિક હોય છે,જન્મો જનમથી આત્મા સાથે બંધાયેલા હોય છે..લખેલા ત્રણેય શબ્દોનો ફોટો લીધો, પછી લેંસમાં ગુજરાતીમાં ભાષાંતર કર્યું.. આ શબ્દોના અર્થ હતા.. આ સ્પષ્ટીકરણ થતાં તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ..ત્રણેય શબ્દો નહિ પણ ...Read Moreનામ હતા.. ઓમ, આસમા અને રૂહાની.. સીમા આ શબ્દ વાંચી વિચારોમાં ઘેરાવા લાગી.. કારણકે તે આ ભાષા અને નામોથી બિલકુલ અપરિચિત હતી.. સીમાની સિક્સ સેન્સ કહી રહી હતી કે આરવ કોઈ મુસીબતમાં છે..તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ સૌનું સારું થાય! સૌનું કલ્યાણ થાય.. તમે મારા પરિવારની, ખાસ કરીને આરવની રક્ષા કરજો! એ એકલો ભરૂચમાં છે. એની સાથે રહેજો!
કિસ્મત કરાવે જ ખેલ માનવી સાવ અજાણ, ભરોસો રાખી ડગ ભરે ઈશનો સાથ સુજાણ.. હજુ ટ્રેનિંગ માટે લેટર આવ્યો નહોતો.. એટલે બાને કહ્યું બાને શારદાબેન પાસેથી જાણવા મળ્યું કે આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે.. તેઓ ...Read Moreઉતાવળા પગલે ઘરે આવ્યા.. આરવ... આરવ... "શું થયું મમ્મી..?" "આજે એમ એસ સીના ફોમ ભરવાનો છેલ્લો દિવસ છે!" એને ખબર નથી પડતી! "તમે લોકો શું કરો છો?" આ વિશે મને કંઈ ખબર નથી! "આરવ ક્યાં છે?" એ સૂતો છે! બારણે દસ વાગવાના! થોડી વારમાં માથે સૂરજ તપશે! તું એને ઉઠાડ! તું જ એને બગાડે છે! અવાજ સંભળાતા આળસ મરડી, પથારીમાં
બે અજનબી હૈયાને એકબીજાના હૈયાનું સરનામું મળ્યું, લાગણીના બંધનને પ્રેમમાં બાંધી સાત ફેરાનું વચન મળ્યું.. થોડી વાર પછી ફરીથી ફોન આવ્યો.. ફરીથી તેને કહ્યું: "અંકલ, આંટીને ફોન આપો.." આ વખતે હિમેશે સીમાને ફોન આપી દીધો.. હેલ્લો.. "કોણ?" "આંટી, હું ...Read Moreબોલું છું." હેપ્પી બર્થડે.. થેંક યું... પણ, ઝરણા... કોણ? હું તને નથી ઓળખતી.. "હું આરવની ફ્રેન્ડ છું.. અમે કોલેજ યુથ ફેસ્ટિવલમાં મળ્યાં હતા.. બે વર્ષથી અમે એકબીજાને ઓળખીએ છીએ.. કોલેજ યુથ ફેસ્ટિવલમાં! આરવ અને તેનું ગૃપ યુથ ફેસ્ટિવલમાં આવ્યાં હતાં.. ત્યાં અમારી મુલાકાત થઈ.. "ઓહ!" "આંટી, હું આરવની બેસ્ટ ફ્રેન્ડ છું.." "ઓકે!" ઓકે નહીં! હું તમને કંઈ રીતે સમજાવ, તમે
નવો સૂર્યોદય થયો મનની મથામણો ઝંઝોળી દે,કિરણોના સ્પર્શમાં ભ્રમની ભ્રમણાઓ છોડી દે..મારી નજર એના પર સ્થિર થઈ છે, મારા હાથમાંથી છટકવું હવે શક્ય નથી! એ એને કંઈ કરી શકશે નહીં! મેં મારી પકડ મજબૂત કરી લીધી છે.. હિમેશે તેને ...Read Moreનાખી, અને તે ચોકીને સપનામાંથી બહાર આવી..શું થયું? આમ, ગાંડાની જેમ શું કામ લવારા કરે છે? પાછું જોઈ ભૂતનું સપનું જોયું! એ રડતાં રડતાં હિમેશને ભેટી પડી.. શાંત થઈ જા.. આ લે પાણી, પીને સૂઈ જા! તેણે પાણી પીધું.. પણ તેની આંખોમાં એ ભયાનક ચહેરો રમ્યા કરતો હતો.. આથી તેણે કહ્યું, સાંભળો છો, તેમ આરવને ફોન કરો.. મારે તેની સાથે