Amany Vastu Manglay.. - 8 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 8

Featured Books
Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 8

છે હોનિ અનહોનિની ગાથા આ જિંદગી...
અત્યંત રહસ્યમય પહેલી આ જિંદગી...

સીમા કંઈ જવાબ આપે એ પહેલાં ડોર બેલ વાગે છે... આથી હિમેશ નોર્મલ થઈ દરવાજો ખોલે છે..

મિસ્ટર, જરીવાળા?

હા, તેમ કોણ?

હું પ્રણવ પંડ્યા.. તમારી વાઇફે મને ફોન કર્યો હતો.. મારું ઘર તમારા ઘરની નજીક છે, ફ્કત દસ પંદર મિનિટનાં અંતરે છે.. હું ઓફિસ જઈ રહ્યો હતો, મને થયું કે હું તમને મળતો જાઉં... હું અંદર આવી શકું છું!

હિમેશે માથું હલાવ્યું.. અને પ્રણવને સોફા પર બેસવા કહ્યું.. સીમાએ પ્રણવને પાણી આપ્યું..

તમે મિસિસ. જરીવાળા છો.. તમે મને ફોન કર્યો હતો.. હું તમને ઓળખતો નથી! તમને મારો ફોન નંબર કેવી રીતે મળ્યો?

હું તમને કેવી રીતે કહું, મને એ સમજાતું નથી!

કોઈ સિરિયસ વાત છે?

મારી વાત તમે શાંતિથી સાંભળજો.. એમ કહેતા તેને ટીવી ચાલુ કરી ન્યુઝ ચેનલ પર ન્યુઝ શરૂ કર્યાં.. આ ન્યુઝ તેમ શાંતિથી જોઉં.. પછી, વાત કરીએ..

જુઓ મેડમ મારી પાસે સમય નથી, મને મોડું થઈ રહ્યું છે.. જે હોય તે જલ્દી કહો!

તમારો સમય બગાડવાનો મારો પણ કોઈ ઈરાદો નથી! મારી પાસે પણ સમય નથી! હું જે કહીશ એ સાંભળી, તમારો પ્રતિભાવ શું હશે? બસ મને એ જ ચિંતા થાય છે..

આ રીતે પહેલીમાં વાત કરવાનું બંધ કરો, જે વાત છે એ સાફ સાફ કરો..

આ અકસ્માતમાં તમારી વાઈફનું મૃત્યુ થયું છે..

કંઈ પણ બાક્વાસ કરો છો! તમારું મગજ તો ઠેકાણે છે ને! કાલે સવારે જ મેં તેની સાથે વાત કરી હતી.. એ એના પિયર ગઈ છે.. એક અઠવાડિયા પછી એ અહીં આવવાની છે..

ઓ.. મિસ્ટર! તમારી વાઈફનો ઈલાજ કોઈ સારા ડોકટર પાસે કરાવો..

મેં તને કીધું હતું કે કોઈના અંગત જીવનમાં ટાંગ ન અડાડ.. છતાં તારા મગજમાં મારી વાત સમજાતી નથી..

કોઈની આત્માને શાંતિ મળે તો મને મને તમારો ગુસ્સો મંજૂર છે.. મિ. પ્રણવ, એક મિનીટ ઉભા રહો! તમારી પત્નીને ફોન કરો..

જો મારી પત્નીએ મારી સાથે વાત કરી, તો હું તમારી ફરિયાદ પોલીસ સ્ટેશને કરી દઈશ.. એમ કહી, તેને ફોન કર્યો.. એક વાર ટ્રાઈ કરી, બીજી વાર.. ત્રીજી વાર..

હજુ બે ત્રણ વખત ટ્રાઇ કરી શકો છો.. એ ફોન આઉટ ઓફ કવરેજ જ આવશે!

ખુશ થવાની જરૂર નથી..

હું કોઈની લાગણી સાથે રમત નથી રમતી! મારી વાત પર વિશ્વાસ ન હોય તો, એકવખત એના પિયર ફોન કરી જૂઓ..

આથી પ્રણવે તેના પિયર ફોન કર્યો..

તેમના સાસુએ કહ્યું: "પ્રણવ કુમાર, મધુ અને વાણી પહોંચી ગયા!" ચાલો મારી ચિંતા હળવી થઈ.. "હું ક્યારની મધુને ફોન કરું છું, પણ તેનો ફોન નથી લાગતો!"

એ લોકો નથી પહોંચ્યા! મમ્મી, મધુ તો એક વીક રોકાવાની હતી! હજુ કાલે તો અમે વાત કરી..

રાતે આઠ વાગે તેણે કહ્યું: "મમ્મી, હું સુરત જઈ પ્રણવને સરપ્રાઈઝ આપવા માંગુ છું.. એ બહારનું જમે, મને એ બિલકુલ પસંદ નથી.. હું અચાનક જઈ, તેનાં મોઢાનાં હાવ ભાવ જોવા માંગુ છું.. હું સાત વાગ્યાની આસપાસ સુરત ની બસમાં બેસી જઈશ.. મેં સીટ પણ બુક કરાવી દીધી છે.."

તેના પપ્પા નહોતા, આથી મેં તેને આવવાની ના પાડી હતી, છતાં જીદ કરી, ધરાર છોકરી સાથે આવવા રવાના થઈ..

મેં એને ઘણી સમજાવી, છતાં મારું માની નહીં! ઓલા કરી, બસ સ્ટેન્ડ ગઈ..

ત્યાં પપ્પા છે..

ના, તેઓ રાજકોટથી બાર વાગે આવવાના છે..

સારું પપ્પા આવે, ત્યારે ફોન કરું છું... તમારુ ધ્યાન રાખજો.. એમ કહી પ્રણવે ફોન કટ કર્યો..

હવે, વિશ્વાસ આવ્યો કે હું સાચું બોલું છું..

એ ત્યાંથી નીકળી ગઈ છે, એનો મતલબ એ નથી કે તે અકસ્માતમાં મૃત્યુ પામી છે! આ અકસ્માત તેના મૃત્યુને સાબિત નથી કરતું..

પણ તમારી દીકરી જીવે છે, મધુ મૃત્યુ પામી છે.. આ વાતનો તમે વિશ્વાસ કરો કે નહીં કરો, તમે માનો કે નહીં માનો.. પણ આ જ સત્ય છે.. એક રીતે હું તમારી નહીં, પણ મારી મદદ કરી રહી છું.. તમારી પત્નીની આત્માને શાંતિ મળે.. તો જ હું શાંતિથી સૂઈ શકીશ..

મારી પત્નીનું તમારી ઉંઘ સાથે શું લેવદેવા? એ જીવિત છે.. તમારી ફાલતુ વાતોને હું નથી માનતો..

તો, વિના ઓળખે મારી પાસે તમારો નંબર કેવી રીતે આવ્યો? તમારા ઘરનું એડ્રેસ કેવી રીતે આવ્યુ!!

મારું મન નથી માનતું...

મોડું થઈ રહ્યું છે, મન માને કે નહીં માને, આ જ સાચું છે! તમારી દિકરીને બચાવી લઈએ..!

હિમેશને મનમાં ખૂબ ગુસ્સો આવતો હતો, પણ સીમા ખોટી પડે, માટે તેને પ્રણવને કહ્યું: "એકવાર ઘટના સ્થળે જઈ જોઈ આવીએ.. આઈ હોપ તમારી વાઈફ જીવિત હોય!"

સીમાએ ગુરુમાળા , રક્ષા કવચ અને અઘોરીએ આપેલી રુદ્રાક્ષ માળા ધારણ કરી, કપાળે શાશ્વત તિલક કરી, પર્સમાં પેન અને ડાયરી લીધી..

ત્રણેય જણા બાય રોડ ઘટના સ્થળે જવા નીકળ્યાં.. એક તરફ સીમાને હાથનો દુખાવો થઈ રહ્યો હતો, તેને ઉંઘ પણ બરાબર થઈ નહોતી, આથી તેને ઝોકું આવી જાય છે.. તે મધુનાં વિચારોમાં હતી, તેથી તેની આંખો ખુલી જાય છે, મનમાં બેચેની થતાં ડાયરી પેન લઈ, કુદરતી સૌંદર્યનું શબ્દોમાં વર્ણન કરતી હતી, ત્યાં અચાનક તેના વિચારોમાં મધુ ભળી, ને તેણે ડાયરીમાં શબ્દો લખ્યા..

તેઓ થોડી જ વારમાં ઘટના સ્થળે પહોંચી ગયા.. ત્યાં મધુની પૂછ પરછ કરી.. મદદે આવેલા સ્થાનિક લોકોએ જણાવ્યું કે નજીકની સરકારી હોસ્પિટલમાં બધા પેશન્ટને ખસેડવામાં આવ્યા છે, ત્યાં જઈ તપાસ કરો..

તેઓ સરકારી હોસ્પિટલ તરફ ગતિ કરી.. તેઓ થોડી જ વારમાં હોસ્પિટલ પહોંચી ગયા.. પૂછ પરછ કરતા ખબર પડી કે મધુની ડેથ થઈ ગઈ હતી! પણ હજુ સુધી તેની દિકરીની ખબર નહોતી.. આથી પ્રણવને પોતાની દીકરીનાં જીવતા હોવાની આશા બંધાય..

પ્રણવે સીમા પાસે આવી કહ્યું: "મારી દીકરી ક્યાં છે? તેમ જાણો છો.. તેને શોધવમાં મારી મદદ કરો, હું તમારો આભારી રહીશ!"

આ સાંભળી હિમેશ સીમાને એકધારું જોવા લાગ્યો..

સીમાએ આંખો બંધ કરી, ત્યાં મધુએ ફરીથી તેના વિચારોમાં પ્રવેશ કર્યો.. સીમાએ તેને પુછ્યું, "વાણી ક્યાં છે?"

મેં ડાયરીમાં સંકેતો આપ્યા છે, તમે ત્યાં પહોંચો! મારી દિકરી મળી જશે.. સીમાને અચાનક કાંટા વાગવાની અનુભૂતિ થઈ..

તેઓ ડાયરીમાં લખ્યાં મુજબ ઘટના સ્થળે પહોંચી ગયા.. ત્યાં નીચે જંગલ ઝાડીઓનું અને અનેક થોરના ચિત્રનું વર્ણવ હતું.. એવી જગ્યા ઘણી શોધી પણ મળી નહીં, આથી કારમાં બેસી ત્યાંથી થોડે દૂર ગયા.. સીમાની નજર બહાર હતી, પણ ફરીથી તેના વિચારોમાં ચીસ સંભળાઈ.. અસંખ્ય કાંટા વાગવાની પીડા થવા લાગી.. અને તેણે ગાડી સાઈડમાં પાર્ક કરવાં કહ્યું..

ત્રણેય બહાર આવ્યા, ત્યાં જંગલી ઝાડીઓ અને થોરના અસંખ્ય છોડ હતા.. આ ઝાડીઓમાં જવું અશક્ય હતું.. આથી તેઓએ ત્યાંના સ્થાનિક લોકોની સહાય માંગી.. ત્યાંના ભલા લોકોએ તેમને મદદ કરી, ઝાડીઓમાં ઉતારવાનો રસ્તો કર્યો.. ઘણા નીચે આવ્યાં છતાં છોકરીનો કોઈ પતો લાગ્યો નહીં..

એટલે ત્યાંના લોકોએ કહ્યું: "ભાઈ, આટલું નીચે કોઈ પછડાય તો કોઈ જીવતું ના રહે.. તમે ખોટી જગ્યાએ શોધી રહ્યા છો.. તમારે બીજી જગ્યાએ તપાસ કરવી જોઈએ!"

સીમા એ કહ્યું: "આ થોરના છોડ કાપી લઈએ.. આની નીચે બે મોટાં પથ્થર વચ્ચે આ છોકરી સુરક્ષિત છે.. તમે લોકોએ આટલી મદદ કરી છે, તો અમને થોડી વધુ મદદ કરો.. અમે તમારો આભાર જિંદગીભર યાદ રાખીશું..

તમે ખોટો સમય બગાડો નહીં.. બીજે શોધ કરો..

સીમાએ કહ્યું: "બીજે નહીં! અહીં જ! મારું મન કહે છે, એ આટલાં કશે જ છે!"

ત્યાંના લોકોએ મજાક કરતા કહ્યું: "બહેન, તમને કોઈ પીર આવે છે?" "તમે આ જગ્યાના જાણકાર છો?" અમે અહીં વર્ષોથી રહીએ છીએ.. અહીં થોરવા સિવાય બીજું કંઈ નથી!

તમે મશ્કરી પછી પણ કરી શકો છો! આ કોઈની જિંદગીનો સવાલ છે!

તેઓએ ફરીથી ઝાડીઓ કાપવા માંડી, અચાનક ત્યાં રહેલા બધાની આંખો પહોળી થઈ ગઈ.

ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું..
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે