Sorthi Santo book and story is written by Zaverchand Meghani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sorthi Santo is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સોરઠી સંતો - Novels
by Zaverchand Meghani
in
Gujarati Biography
જેસલ જગનો ચોરટો સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી:
ગળતી એ માઝમ રાત: મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં. અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ , કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી.
એવા અંધારવીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લૂંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર્ અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો.
એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો.(ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે ખતરીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે...
વાંચો, આગળ... જેસલ જગનો ચોરટો.
સોરઠી સંતો
(સંત મેકરણ)
ઝવેરચંદ મેઘાણી
૧. હું સૌ માંયલો નથી
૨. દત્તાત્રેયનો મેળાપ
૩. બે પશુઓ
૪. રા’દેશળનો મેળાપ
૫. મેકરણ-વાણી
૬. સમાધ
સોરઠી સંતો
દાના ભગત (વીસામણ ભગત, ગીગા ભગત)
જન્મમૃત્યુ
સંવત-૧૭૮૪સંવત-૧૮૭૮
પાંચાળને ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદપર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા છે. જાદરો તો પીર ગણાતા, દુ:ખીયાં, અપંગ, આંધળાં, વાંઝીયાં, તમામ આવીને એની દુવા માગતાં.
એમાં ...Read Moreકાઠીઆણી, માથે ગૂઢું મલીર ઓઢેલું, બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો, અને આપાની પાસે આવી ઉભી રહી. ભગતે પડખે બેઠેલાઓને પુછ્યું કે
“આ બોન કોણ છે ભાઇ !”
“બાપુ, કાળા ખાચરને ઘેરેથી આઇ છે. કાળા ખાચર દેવ થઇ ગયા છે, ને સત્તર વરસ થયાં આઇ આ છોકરાને ઉછેરે છે.”
“તે છોકરાને દોરે છે કાં ”
“બાપુ, છોકરાને બેય આંખે જન્મથી અંધાપો છે.”
“છોકરાનું નામ ”
“નામ દાનો.”
વાંચો, ઝવેરચંદ મેઘાણી
સોરઠી સંતો
પાંચાળનું ભક્તમંડળ (મેપો, રતો, જાદરો, ગોરખો) : ઝવેરચંદ મેઘાણી
૧. આપો મેપો
૨. રતો
૩. જાદરો
૪. ગોરખો
(૧)
એલા મેપા ! આ આભમાં વાદળી ચડી. તારાં નળીઆ ઝટ ઝટ ઢાંકી વાળ્ય. નીકર ...Read Moreરૂપીયાનું પાણી થૈ જાશે. ”
“આપા રતા ! આમાં નળીયાં ઢાંકયાં રે એમ નથી. વાદળ તૂટું તૂટું થયું છે ત્યાં, ઠાકર વિના બીજુ કોણ આડા હાથ દઇ શકે એમ છે આટલો પથારો શે ઢંકાય ”
“માળા મૂરખ ! ઠાકર તારો ક્યાંય સૂઈ રે શે. આ બીજા સહુ કુંભારૂએ પોતાનાં નળીઆં ઢાંકી લીધાં એમ ઢાંકી લે, ઠાકર તારો ઠાકર સો ગાઉ છેટો રહી જાશે.”
“ના ના દરબાર, ઠાકરને ઢાંકવું હશે તો વાર નહિ લાગે. ઠાકરને પલાળવું હશે તો ઢાંક્યાં ય રહેશે નહિ.”
સોરઠી સંતો
(વેલો બાવો, રામ બાવો) : ઝવેરચંદ મેઘાણી
- વેલો બાવો
કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,
નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !
શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ ગામમાં જસમત સેંજળીઓ નામે એક કણબી રહેતો હતો.
સહુ પટેલોમાં જસમત પટેલ દૂબળો ...Read Moreછે. તાણી તૂંસીને પેટગુજારો કરે છે.
એક દિવસ જસમતની ખડકીએ એક દસ-બાર વરસનો બાળક આવીને ઉભો રહ્યો. બાળકે સવાલ નાખ્યો કે “આતા, મને સાથી રાખશો ”
“કેવો છે ભાઈ ”
“કોળી છું આતા ! માવતર મરી ગયાં છે. એાથ વિનાનો આથડું છું.”
કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જસમતનાં નેત્રો ઠરવા માંડ્યાં.
“તારૂં નામ શું ભાઈ ”
“વેલીયો. ”
જેસલ જગનો ચોરટો સોરઠી સંતો ઝવેરચંદ મેઘાણી:
ગળતી એ માઝમ રાત: મધરાત ગળતી હતી. ગગનના મધપૂડામાંથી ઘાટાં અંધારાં ગળતાં હતાં. અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ , કોઈક બીકણ છોકરી જેવી, ઝટપટ ભાગી ગઈ હતી. મધરાત ગળતી હતી.
...Read More એવા અંધારવીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે (પાછલી ભીંતે) એક આદમી ઊભો હતો. કમર પર લાલ લૂંગી લપેટી હતી. અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી. અંધારા જોડે એકરસ બનતો એ લેબાસ હતો. કાળી માઝમ રાતનો એ કસબી હતો. અંદર્ અને બહાર, બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો.
એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું. બીજા હાથમાં ગણેશિયો.(ચોરી કરવાનું ઓજાર) હતો. ખડગનો ખપ હતો માનવીને મારવા માટે ખતરીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે...
વાંચો, આગળ... જેસલ જગનો ચોરટો.