premnu vartud book and story is written by Dr. Pruthvi Gohel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. premnu vartud is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમનું વર્તુળ - Novels
by Dr. Pruthvi Gohel
in
Gujarati Fiction Stories
પ્રકરણ-૧ રેવાંશનો પરિવારવૈદેહી આજે ખૂબ જ ખુશ હતી. હજુ તો થોડીવાર પહેલાં જ એની વિદાય થઈ હતી. વૈદેહીની વિદાય એ કોઈ સામાન્ય કન્યાની વિદાય જેવી વિદાય નહોતી. આ પહેલી વિદાય એવી હતી જેમાં કોઈની આંખોમાં આંસુ નહોતા. વૈદેહીના આખા પરિવારએ એને હસતાં ચેહરે વિદાય આપી હતી. સમાજની પણ કદાચ આ પહેલી વિદાય એવી હશે જે આંસુવિહીન વિદાય હતી. વૈદેહી ને વિદાય અપાઈ ગયા પછી વૈદેહી અને એનો પતિ રેવાંશ બંને બસમાં બેઠા. બસ ત્યાંથી થોડી જ વારમાં રવાના થઈ. વૈદેહી હસતાં મુખે બધાં ને આવજો કહી રહી. અને થોડી જ ક્ષણોમાં બસ દેખાતી બંધ થઈ.વૈદેહી અને રેવાંશના લગ્ન એરેન્જ મેરેજ
પ્રકરણ-૧ રેવાંશનો પરિવારવૈદેહી આજે ખૂબ જ ખુશ હતી. હજુ તો થોડીવાર પહેલાં જ એની વિદાય થઈ હતી. વૈદેહીની વિદાય એ કોઈ સામાન્ય કન્યાની વિદાય જેવી વિદાય નહોતી. આ પહેલી વિદાય એવી હતી જેમાં કોઈની આંખોમાં આંસુ નહોતા. વૈદેહીના આખા ...Read Moreએને હસતાં ચેહરે વિદાય આપી હતી. સમાજની પણ કદાચ આ પહેલી વિદાય એવી હશે જે આંસુવિહીન વિદાય હતી. વૈદેહી ને વિદાય અપાઈ ગયા પછી વૈદેહી અને એનો પતિ રેવાંશ બંને બસમાં બેઠા. બસ ત્યાંથી થોડી જ વારમાં રવાના થઈ. વૈદેહી હસતાં મુખે બધાં ને આવજો કહી રહી. અને થોડી જ ક્ષણોમાં બસ દેખાતી બંધ થઈ.વૈદેહી અને રેવાંશના લગ્ન એરેન્જ મેરેજ
પ્રકરણ-૨ વૈદેહિનો પરિવારવૈદેહીનો પરિવાર પણ રેવાંશની જેમ જ ચાર જણાનો જ પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં પણ એના માતાપિતા અને એનાથી નાનકડી એક બહેન હતી. વૈદેહીનો પરિવાર સમૃદ્ધિથી સંપન્ન, સંતોષી અને સુખી કહી શકાય એવો એનો પરિવાર હતો. હા, અતિ ...Read Moreતો ન કહી શકાય પરંતુ પૈસાની કમી પણ નહોતી. ઉચ્ચત્તર મધ્યમ વર્ગમાં ગણી શકાય એવો એનો પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં એક પ્રેમાળ પિતા રજતકુમાર હતા, જેમને પોતાની દવાની દુકાન હતી. ભણવામાં તેઓ ખુબ હોશિયાર હતા. તેમનું સપનું તો ડોક્ટર બનવાનું જ હતુ, પરંતુ થોડા માર્ક્સ ઓછા આવવાને લીધે એ એમનું સપનું પૂરું ન કરી શકયા. પરંતુ એ હિંમત ન
પ્રકરણ-૩ વૈદેહી અને રેવાંશનો સંબંધવૈદેહીનો એમ. એસ. સી. નો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. એની હવે લગ્નની ઉમર થઇ ગઈ હતી. પિતા રજતકુમાર એ તેમના પરિવારના સગાવહાલઓ, ઓળખીતા મિત્રો ને તેમજ તેમની જ્ઞાતિમાં બધાને કહી રાખ્યું હતું કે, કોઈ ...Read Moreવૈદેહીને લાયક છોકરો હોય તો બતાવજો. વૈદેહીની અને એના પરિવારની કોઈ બહુ ઉચ્ચ આકાંક્ષાઓ નહોતી. તેઓ માત્ર એટલું જ ઇચ્છતા હતા કે, સારો પરિવાર હોય અને છોકરો વ્યવસ્થિત હોય. બહુ ધનવાન પરિવારની એમની કોઈ આકાંક્ષા પણ નહોતી.પરંતુ રેવાંશની પત્ની વિશેની આકાંક્ષાઓ ખુબ જ ઉંચી હતી. એ એવી પત્ની ઈચ્છતો હતો કે, જે ખુબ સારું કમાતી હોય, સ્માર્ટ હોય અને એની
પ્રકરણ-૪ વૈદેહી અને રેવાંશની પહેલી મુલાકાતઘરની ડોરબેલ રણકતા જ વૈદેહીના પિતાએ ઘરનો દરવાજો ખોલ્યો. તેમણે રેવાંશના આખા પરિવારને આવકાર આપ્યો. તેઓ ઘરમાં દાખલ થયા. રેવાંશ, એના માતાપિતા અને એની બહેન બધાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર ઔપચારિક વાતો કરી. અતુલભાઈ ...Read Moreબધાની ઓળખાણ કરાવી. ઓળખાણ પત્યાં પછી વૈદેહી ટ્રે માં પાણીના ગ્લાસ લઈને આવી. એણે બધાને પાણી આપ્યું. પાણીના ગ્લાસ આપતાં આપતાં એ રેવાંશ પાસે પહોંચી. વૈદેહી અને રેવાંશ બંનેની નજર મળી. બંને એ એક ક્ષણ એકબીજા સામે જોયું અને પછી તરત જ એકબીજા પ્રત્યેથી નજર હટાવી લીધી. વૈદેહી ગ્લાસ પાછા લઈને રસોડામાં જતી રહી. એ શરમાઈ રહી હતી. એને રેવાંશ
પ્રકરણ-૫ લગ્ન વિષેનો નિર્ણય રેવાંશ અને વૈદેહીની મુલાકાત હવે પૂર્ણ થઇ ગઈ હતી. રેવાંશનો પરિવાર વૈદેહીના ઘરેથી નીકળી અને ફરી પાછો પોતાના ઘરે આવી ગયો હતો. રેવાંશ હજુ કઈક દુવિધામાં હતો એવું એના ચેહરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું. ...Read Moreઘરેથી પાછા આવ્યા પછી બધાએ થોડીવાર આરામ કર્યો. લાંબો સફર કરીને બધાં ખુબ થાકી ગયા હતા એટલે સાંજે આજે કોઈને બહુ જમવાની ઈચ્છા નહોતી. રેવાંશના પિતાએ એની મમ્મીને જમવામાં વઘારેલી ખીચડી બનાવવા કહ્યું. મહેક અને એની મમ્મી બંને રસોઈની તૈયારી કરવા લાગ્યા. મહેક ખીચડીમાં નાખવાનું શાક સમારી રહી હતી. અને એની મમ્મીએ દાળ ચોખા પલાળ્યા. રસોડામાં કામ કરતા મહેક બોલી,