Prem Path book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Path is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ પથ - Novels
by Mital Thakkar
in
Gujarati Fiction Stories
સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું હતું. તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની જરૂર જ પડતી ન હતી. તેનું નિર્દોષ હાસ્ય ચહેરાની સુંદરતા વધારી દેતું હતું. તેનું સપ્રમાણ શરીર પુરુષોને આકર્ષતું હતું. તેના લગ્ન તો તરત થઇ જાય એમ હતા. તેને જોવા આવનાર યુવાન તેની માસૂમ સુંદરતાથી અભિભૂત થઇને જ હા પાડી દેતો હતો. સંગીતા જ ના પાડતી હતી. તે નહોતી ઇચ્છતી કે તેના રૂપથી મોહિત થઇને કોઇ લગ્ન કરે. તેણે ઘણા છોકરાઓને ના પાડી દીધી હતી એટલે મમ્મી-પપ્પા ચિંતામાં હતા. રૂપ નહીં પણ ગુણને લીધે તેની પસંદગી થાય એવી દલીલ તેના મા-બાપને યોગ્ય લાગતી હતી. પરંતુ આજના જમાનામાં એવા વિચારવાળા છોકરા જલદી મળવા મુશ્કેલ હતા.
સંગીતા એટલી સુંદર હતી કે કોઇ પણ પુરુષની આંખમાં તરત વસી જાય. તેનું ગોળ ગોરું મુખ ચાંદ જેવું ચમકતું હતું. તેના હોઠ એટલા ગુલાબી હતા કે લિપ્સ્ટિક લગાવવાની જરૂર જ પડતી ન હતી. તેનું નિર્દોષ હાસ્ય ચહેરાની સુંદરતા વધારી ...Read Moreહતું. તેનું સપ્રમાણ શરીર પુરુષોને આકર્ષતું હતું. તેના લગ્ન તો તરત થઇ જાય એમ હતા. તેને જોવા આવનાર યુવાન તેની માસૂમ સુંદરતાથી અભિભૂત થઇને જ હા પાડી દેતો હતો. સંગીતા જ ના પાડતી હતી. તે નહોતી ઇચ્છતી કે તેના રૂપથી મોહિત થઇને કોઇ લગ્ન કરે. તેણે ઘણા છોકરાઓને ના પાડી દીધી હતી એટલે મમ્મી-પપ્પા ચિંતામાં હતા. રૂપ નહીં પણ ગુણને લીધે તેની પસંદગી થાય એવી દલીલ તેના મા-બાપને યોગ્ય લાગતી હતી. પરંતુ આજના જમાનામાં એવા વિચારવાળા છોકરા જલદી મળવા મુશ્કેલ હતા.
સંગીતાને નવાઇ લાગી રહી હતી. આકાશ કેમ મળવા માગતો હશે તે નોકરી કરતી હતી ત્યારે તેની સાથે બહુ વાતચીત થતી ન હતી. આકાશ તેને ઘણા કામમાં મદદ કરતો હતો. તેણે નોકરી છોડી તેના એક મહિના પહેલાં જ નોકરીમાં ...Read Moreહતો. તેની સાથે દોસ્તી જેવું ન હતું. એવું તે કયું કામ હશે તે કંઇક વાત કરવા માગતો હશે કંપનીના મેનેજરનો કોઇ સંદેશ હશે
વિચારોમાં અટવાતી સંગીતાને ખ્યાલ જ ના રહ્યો કે સાંજ પડી ગઇ. ઓફિસ ખાલી થઇ રહી હતી. બે દિવસથી હિતેને તેને બોલાવી ન હતી. એ વાતની પણ સંગીતાને નવાઇ લાગી રહી હતી. શું ખરેખર હિતેનને મારી નિમણૂકની ખબર નહીં હોય
આકાશનો ફોન આવ્યો ત્યારથી જ સંગીતાને કોઇ શંકા થઇ રહી હતી. તે કોફીશોપમાં પહોંચી અને તરત જ આકાશે એક કવર પકડાવ્યું એટલે સંગીતાને ખ્યાલ આવી ગયો કે તેનો ઇરાદો શું હશે. આકાશે આ રીતે લવલેટર આપવા બોલાવી એ સંગીતાને ...Read Moreનહીં. આવા છીછરા છોકરાને તો પાઠ ભણાવવો જોઇએ એવો વિચાર મનમાં આવી ગયો. એક ક્ષણ તો ગુસ્સામાં એમ થયું કે આકાશને થપ્પડ ઝીંકી દે. પણ તેના ચહેરા પર રમતી નિર્દોષતાએ તેને અટકાવી. સંગીતાને કવર આપ્યા પછી તે ઊભી થઇ ગઇ એટલે આકાશે તરત જ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો. તેને ખ્યાલ આવી ગયો કે સંગીતાને કોઇ ગેરસમજ થઇ રહી છે. તેને થયું કે સંગીતા લેટરને લવલેટર સમજી રહી છે. પણ તેણે એ વાતથી બીજી કોઇ ગેરસમજ ના થાય કે આડકતરો પ્રેમનો ઉલ્લેખ ના થાય એટલે વાતને વાળી લીધી.
હિતેન પંડ્યાની કંપનીમાં સંગીતાને હજુ માંડ દસ દિવસ થયા હતા. હજુ તે હિતેનને એક જ વખત મળી હતી. ત્યારે મેનેજરે બોલાવીને તેને નવું ટુવ્હીલર આપવાનો પત્ર હાથમાં પકડાવી દીધો તેની સંગીતાને નવાઇ લાગી. ઇન્ટરવ્યુ વખતે તો એવી કોઇ વાત ...Read Moreન હતી. દરેક કર્મચારીએ પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરીને નોકરીએ આવવાનું રહેતું હતું. તો પછી આ મહેરબાની તેના પર કેમ થઇ રહી છે મેનેજરે તેને ટુવ્હીલર સ્વીકાર્યું છે એવા પત્ર પર સહી આપવા કહ્યું એટલે તે વિચારમાં પડી ગઇ. શું હિતેન પોતાના પર વધુ ઉપકાર કરી રહ્યો છે કે કંપનીની આ પોલીસી છે પપ્પાની સલાહ લેવી જોઇએ
પ્રેમ પથ - મિતલ ઠક્કર પ્રકરણ-૫ સંગીતા ટુવ્હીલર પર નીકળી ત્યારે તેના દિલમાં આકાશની ચિંતા સવાર થઇ ગઇ હતી. અગાઉની કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં કામ કરતી મયૂરીનો ફોન આવ્યા પછી તે તરત ...Read Moreઆકાશની ખબર જોવા નીકળી ગઇ હતી. તેને થયું કે આમ અચાનક કેમ તે આટલી હાંફળી-ફાંફળી થઇને ચાલી નીકળી? આકાશ તેનો કોણ હતો? આકાશ પ્રત્યે આટલી લાગણી અને સંવેદના તેના દિલમાં ક્યારથી આવી ગઇ? શું તે હવે આકાશને ચાહવા લાગી છે? પણ આકાશને તેના માટે પ્રેમ જેવી લાગણી હશે? વિચારમાં પડી જતી સંગીતા એક-બે સ્થળે વાહન પરનો કાબૂ ગુમાવતા બચી ગઇ. તેણે તરત જ મનને શાંત કરવાનો