Streeno Sangharsh book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Streeno Sangharsh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સ્ત્રીનો સંઘર્ષ - Novels
by Sujal B. Patel
in
Gujarati Fiction Stories
એક સ્ત્રી પોતાનાં જીવનમાં ઘણાં રોલ નિભાવે છે. ક્યારેક દીકરી બનીને માઁ બાપની રાજકુમારી બંને છે. ક્યારેક બહેન બનીને ભાઈને લાડ કરે છે. તો ક્યારેક માતા બનીને સંતાનોનું ધ્યાન રાખે છે. ક્યારેક કોઈનાં ઘરની વહું, તો ક્યારેક એક પત્ની બનીને પોતાનો સંસાર સુખમય બની રહે, એવાં બધાં જ પ્રયત્ન કરે છે. ક્યારેક જેઠાણી, તો ક્યારેક દેરાણી...ક્યારેક નણંદ, તો ક્યારેક ભાભી બનીને બધાં સંબંધો જાળવી રાખે છે. એક સ્ત્રી મમતાની મૂર્તિ છે. એક સ્ત્રી પ્રેમનો સાગર છે. છતાંય આજે પણ એક સ્ત્રીએ પોતાનાં હક માટે સંઘર્ષ કરવો જ પડે છે. એવું શાં માટે?? એ જવાબ કોઈ આપી શક્યું નથી. નિત્યા
ભાગ-૧ એક સ્ત્રી પોતાનાં જીવનમાં ઘણાં રોલ નિભાવે છે. ક્યારેક દીકરી બનીને માઁ બાપની રાજકુમારી બંને છે. ક્યારેક બહેન બનીને ભાઈને લાડ કરે છે. તો ક્યારેક માતા બનીને સંતાનોનું ધ્યાન રાખે છે. ક્યારેક કોઈનાં ઘરની વહું, તો ક્યારેક એક ...Read Moreબનીને પોતાનો સંસાર સુખમય બની રહે, એવાં બધાં જ પ્રયત્ન કરે છે. ક્યારેક જેઠાણી, તો ક્યારેક દેરાણી...ક્યારેક નણંદ, તો ક્યારેક ભાભી બનીને બધાં સંબંધો જાળવી રાખે છે. એક સ્ત્રી મમતાની મૂર્તિ છે. એક સ્ત્રી પ્રેમનો સાગર છે. છતાંય આજે પણ એક સ્ત્રીએ પોતાનાં હક માટે સંઘર્ષ કરવો જ પડે છે. એવું શાં માટે?? એ જવાબ કોઈ આપી શક્યું નથી. નિત્યા
ભાગ-૨ વહેલી સવારે સુરજના કિરણો નિત્યાના ચહેરા પર પડતાં નિત્યાની આંખો ખુલી. નિત્યા માટે રોજનો દિવસ એકસરખો જ રહેતો. તેનાં માટે દિવસનું અજવાળું પણ દુઃખોનું અંધારું લઈને જ આવતું. જ્યાં ખુદનાં મમ્મી-પપ્પા જ પોતાનાં સંતાનોને નફરત કરતાં હોય. ત્યાં ...Read Moreદિકરી કાંઈ નાં કરી શકે. નિત્યા સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. નિત્યાએ તેનાં મમ્મી-પપ્પાને અલગ થતાં તો રોકી લીધાં હતાં. પણ આજે ત્રણેય એક ઘરમાં રહેવા છતાંય મનથી અલગ થઈ ગયાં હતાં. નિત્યાએ ઉઠીને, નાહીને, ભગવાનની પૂજા આરતી કરીને, પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. પણ આ શુભ શરૂઆત ગમે ત્યારે અશુભ બની જવાની હતી. એ
ભાગ-૩ સવારે હર્ષ જ્યારે ઉઠ્યો. ત્યારે તેનાં મમ્મી દેવકીબેન તેમની સામે ઉભાં હતાં. હર્ષને સવારમાં દેવકીબેનને પોતાનાં રૂમમાં જોઈને થોડું આશ્ચર્ય થયું. "અરે મમ્મી, તમે અત્યારે અહીં કેમ??" હર્ષે આંખો ચોળતા ચોળતા દેવકીબેનને પૂછ્યું. "આ નિત્યા ...Read Moreછે??" દેવકીબેને હર્ષને સામો સવાલ કર્યો. દેવકીબેનના મોંઢે નિત્યા નામ સાંભળીને હર્ષ પણ વિચારમાં પડી ગયો, કે દેવકીબેનને નિત્યા વિશે કેવી રીતે ખબર પડી. હર્ષ દેવકીબેન સામે એકીટશે જોવાં લાગ્યો. "અરે મારાં લાલા, તારી પાછળ તો છોકરીઓની લાઈન લાગી હોય છે. પણ આજ સુધી તું ક્યારેય ઉંઘમાં કોઈ છોકરીનું નામ નથી લેતો. પણ આજે તું અડધી રાત્રે ઘોર
ભાગ-૪ હર્ષ ઘરે આવીને પોતાનાં જ રૂમમાં ખુદને બંધ કરીને, રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ સમયે જ તેને એક મેસેજ આવ્યો. "મારું કામ સરળ કરવા માટે તારો આભાર." મેસેજ વાંચીને હર્ષને ખૂબ જ દુઃખ ...Read More હર્ષે મોબાઈલનો દિવાલ પર ઘા કરીને મોબાઈલ તોડી નાંખ્યો. રૂમની બધી વસ્તુઓ વેરવિખેર કરી નાંખી. હર્ષનાં રૂમમાંથી વસ્તુઓ તૂટવાના અવાજો આવવાથી તેનાં પપ્પા તેનાં રૂમ તરફ દોડી આવ્યા, ને દરવાજો ખખડાવવા લાગ્યાં. પણ હર્ષે દરવાજો નાં ખોલ્યો. હર્ષે નિત્યા સાથે જે કર્યું હતું. એ વાતનું હર્ષને ભારોભાર દુઃખ હતું. હાં, હર્ષે જ તેનાં પપ્પા અને આશુતોષ શાહનાં કહેવાથી
ભાગ-૫ હર્ષ કેન્ટીનમા બેસીને નિત્યાની રાહ જોતો હતો. તેણે નિત્યા અને તેનાં પપ્પા વચ્ચેની બધી વાતો સાંભળી લીધી હતી. નિત્યા પોતાની ઘરે જતી રહી. પછી હર્ષ ફરી સોસાયટીમાં આવીને નિત્યાની ઘરે શું થઈ રહ્યું છે. એ જોવાં ગયો ...Read Moreએ દરમિયાન જ તેણે બધું પોતાની આંખે જોઈ લીધું હતું. નિત્યા કોલેજ આવી ન હતી. એ વાત જાણીને હર્ષને ક્યાંય ચેન પડતું ન હતું. આશુતોષ શાહે નિત્યાના લગ્નનું કહ્યું હતું. એ વાત હર્ષને પરેશાન કરતી હતી. નિત્યા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેનું ડોક્ટર બનવાનું સપનું હતું. એ વાત હર્ષ જાણી ગયો હતો. પણ જો તેનાં લગ્ન થઈ જાશે. તો