બેંક કૌભાંડ - Novels
by Om Guru
in
Gujarati Detective stories
‘રાજાબાબુ, રાજાબાબુ’ બૂમો પાડતું દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું.
રાજાબાબુ એટલે... રાજેશ્વર ગુપ્તા. છેલ્લા પંદર વર્ષથી રમાબાઈ ચાલની રૂમ નંબર-૧૦ માં રહી રહ્યા હતા. જોર જોરથી દરવાજાના ખખડાવવાનો અવાજ સાંભળી પથારી માંથી ઊભા થઇ પહેલા પોતાના ચશ્મા શોધ્યા. ...Read Moreચશ્મા પહેરી એમણે દરવાજો ખોલ્યો હતો.
દરવાજો ખોલ્યો ત્યારે સામે સુધા શબનીશ ઊભી હતી, એની સાથે ચાલમાં જ રહેતા મહેશ અને સચિન પણ એની સાથે ઊભા હતા.
‘રાજાબાબુ, મારા પતિને બચાવી લો. પોલીસ એમને પકડીને લઈ ગયી છે. પોલીસનું કહેવું એમ છે કે એમણે બેંકના મહત્વના કાગળીયાની ફાઈલ ગુમાવી દીધી છે. પોલીસ એમને હમણાં જ હથકડી પહેરાવીને લઈ ગયી છે.’ સુધા શબનીશ રડતાં રડતાં બોલી હતી.
બેંક કૌભાંડ ભાગ – ૧ રાજાબાબુ તૈયાર થાવ ‘રાજાબાબુ, રાજાબાબુ’ બૂમો પાડતું દરવાજો કોઈ જોરથી ખખડાવી રહ્યું હતું. રાજાબાબુ એટલે... રાજેશ્વર ગુપ્તા. છેલ્લા પંદર વર્ષથી રમાબાઈ ચાલની રૂમ નંબર-૧૦ ...Read Moreરહી રહ્યા હતા. જોર જોરથી દરવાજાના ખખડાવવાનો અવાજ સાંભળી પથારી માંથી ઊભા થઇ પહેલા પોતાના ચશ્મા શોધ્યા. પછી ચશ્મા પહેરી એમણે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલ્યો ત્યારે સામે સુધા શબનીશ ઊભી હતી, એની સાથે ચાલમાં જ રહેતા મહેશ અને સચિન પણ એની સાથે ઊભા હતા. ‘રાજાબાબુ, મારા પતિને બચાવી લો. પોલીસ એમને પકડીને લઈ ગયી છે. પોલીસનું કહેવું એમ છે કે એમણે બેંકના મહત્વના કાગળીયાની ફાઈલ ગુમાવી દીધી છે.
બેંક કૌભાંડ ભાગ – ૨ ફાઈલનું રહસ્ય રાજાબાબુ, સચિન અને સુધા, આ ત્રણેય જણ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા. રાજાબાબુએ હવાલદારને કહ્યું કે ‘એ ધનસુખના કેસ બાબતે પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જને ...Read Moreમાંગે છે કારણ કે એ એના વકીલ છે.’ મોઢામાં તમાકુનું પાન ચાવતાં ચાવતાં હવાલદારે થાનેદારની કેબિન તરફ ઈશારો કર્યો. રાજાબાબુ, સુધા અને સચિન ત્રણેય કેબિન પાસે પહોંચ્યા અને રાજાબાબુએ દરવાજો નોક કર્યો હતો. ‘કમ ઈન....’ અંદરથી અવાજ આવ્યો. રાજાબાબુ, સુધા અને સચિન ત્રણેય કેબિનમાં પ્રવેશ્યા. થાનેદારની નજર અને રાજાબાબુની નજર એકબીજા સાથે મળી. થાનેદારની આંખોમાં ચમક આવી અને એ બોલી ઊઠયો હતો. ‘અરે રાજાબાબુ તમે? આટલા વર્ષો
બેંક કૌભાંડ ભાગ-3 રાજાબાબુની કોર્ટમાં વાપસી જયરાજ તાંબે એની આસિસ્ટન્ટ મીતાલી ઠાકુર સાથે બેંક કૌભાંડના કેસના મુદ્દા લખાવી રહ્યો હતો. એ વખતે એની ઓફિસનો ક્લાર્ક અતુલ કુલકર્ણી એમની કેબીનમાં નોક કર્યા વગર ...Read Moreથઇ ગયો હતો. "અતુલ, હું એક મહત્વના કેસ બાબતે વાત કરી રહ્યો છું અને એવી તો શું ઉતાવળ આવી ગઇ કે તું અંદર નોક કર્યા વગર દાખલ થઇ ગયો." જયરાજે અકળાઇને પૂછ્યું હતું. "સર, બેંકના પટાવાળા ધનસુખ સબનીશનો કેસ રાજાબાબુ લડી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાંથી હવાલદારનો ફોન મને આવ્યો હતો. એ કહેવાની ઉતાવળમાં દરવાજો નોક કરવાનો રહી ગયો." અતુલે માથાનો પરસેવો લૂછતાં કહ્યું હતું. અતુલની
બેંક કૌભાંડ ભાગ-4 ગરીબની સતામણી કહાન પોતાના હેકીંગ કરવાના બધાં જ ગેઝેટ લઇ રાજાબાબુના રૂમમાં આવી ગયો હતો. ટેબલ ઉપર એણે પોતાનું લેપટોપ અને એની સાથે જોડાયેલા ગેઝેટ ગોઠવી દીધા હતાં. સચીન કોઇ કામ માટે નીકળી ગયો ...Read Moreરાજાબાબુએ કહાનને જે તારીખ અને સમય આપ્યો એ પ્રમાણે તે પોતાની આવડતથી બેંકનું CCTV ફુટેજ હેક કરવાના કામમાં લાગી ગયો હતો. "કહાન, તું આ કામ કરી તો શકીશને?" રાજાબાબુએ કહાનને પૂછ્યું હતું. "રાજાબાબુ, હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારથી મુંબઇના મોટા મોટા હેકર સાથે બેસતો હતો. એ બધાં પાસેથી કોમ્પ્યુટરથી હેકીંગ કરવામાં એટલું બધું શીખ્યો છું કે હું સ્વીસ બેંકનું એકાઉન્ટ
બેંક કૌભાંડ ભાગ-5 બેંક કૌભાંડનું રહસ્ય ખુલ્યું મુદતના દિવસે રાજાબાબુ, ધનસુખ અને સચિન ત્રણેય કોર્ટમાં હાજર થયા હતાં. જજસાહેબે પોતાની ખુરશી ઉપર આવીને કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. “જજસાહેબ, મેં અગાઉથી કોર્ટને આપેલી ગવાહની સૂચના ...Read Moreહું મારા પ્રથમ ગવાહ મહેબૂબ અલીને ગવાહ તરીકે બોલાવવાની પરવાનગી માંગુ છું.” રાજાબાબુએ જજસાહેબ સામે જોઈ કહ્યું હતું. “મહેબૂબ અલીને બોલાવામાં આવે.” જજે આદેશ આપતા કહ્યું હતું. જયરાજ તાંબેએ શાંતિથી પોતાની ખુરશી ઉપર બેસી એમની બાજુમાં બેઠેલા બ્રાન્ચ મેનેજર ખારેકરને હાથના ઈશારાથી ચિંતા ન કરવાનું કહ્યું હતું. મહેબૂબ અલી ગવાહના કઠેડામાં ત્યાં સુધી આવીને ઊભા રહી ગયા હતાં. રાજાબાબુ એમની પાસે