Shikhar book and story is written by Dr. Pruthvi Gohel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shikhar is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શિખર - Novels
by Dr. Pruthvi Gohel
in
Gujarati Classic Stories
દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો.
પલ્લવી અને નીરવનાં લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજુ પણ પલ્લવીનો ખોળો ભરાયો નહોતો. બધાં ઘરનો વારસદાર ક્યારે આવે એની જ રાહમાં હતાં. અને આજે હવે આખા દેસાઈ પરિવારનું એ સપનું પૂરું થયું હતું. ઘરમાં બાળકના આગમનથી આખો દેસાઈ પરિવાર ખૂબ જ ખુશ હતો. પલ્લવીને નોર્મલ ડિલિવરી હોવાથી એને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
હોસ્પિટલમાંથી રજા આપ્યાં પછી આજે નીરવ અને પલ્લવી બાળકને લઈને ઘરમાં પ્રવેશ કરવાના હતાં. નીરવની મમ્મી તુલસીએ પલ્લવી અને નીરવના આ આવનારા બાળકનાં સ્વાગતની બધી જ તૈયારીઓ કરી રાખી હતી. તુલસી બહુ નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. તુલસીનો પતિ સાહિલ નીરવ માત્ર છ વર્ષનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યો હતો. એટલે તુલસીએ નીરવને એકલા હાથે જ મોટો કર્યો હતો.
પ્રકરણ - ૧ દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો. પલ્લવી અને નીરવનાં લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં હોવા ...Read Moreહજુ પણ પલ્લવીનો ખોળો ભરાયો નહોતો. બધાં ઘરનો વારસદાર ક્યારે આવે એની જ રાહમાં હતાં. અને આજે હવે આખા દેસાઈ પરિવારનું એ સપનું પૂરું થયું હતું. ઘરમાં બાળકના આગમનથી આખો દેસાઈ પરિવાર ખૂબ જ ખુશ હતો. પલ્લવીને નોર્મલ ડિલિવરી હોવાથી એને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યાં પછી આજે નીરવ અને પલ્લવી બાળકને લઈને
પ્રકરણ - ૨ પલ્લવીએ દરવાજો ખોલ્યો એટલે નીરવ તરત જ રૂમમાં આવ્યો અને એણે દરવાજો બંધ કરી દીધો. આ જોઈને તો પલ્લવી વધુ ભડકી ઉઠી અને બોલી, "નીરવ! મને તો એ જ સમજમાં નથી આવતું કે તું તારી મમ્મીથી ...Read Moreકેમ ડરે છે? તારા જેવો છોકરો મેં આજ સુધીમાં ક્યારેય નથી જોયો. મેં અનેકવાર જોયું પણ છે અને અનુભવ્યું પણ છે કે, તારો તારી મમ્મીની સામે કોઈ દિવસ કોઈ પણ જાતનો અવાજ જ નથી નીકળતો. તારા મોઢામાં મગ જ કેમ ભર્યા હોય છે? તું એમની સામે ક્યારેય કશું બોલતો જ નથી. ક્યારેક તો મોઢું ખોલ નીરવ." "એમ વાત નથી પલ્લવી!
પ્રકરણ - ૩ બીજા દિવસની સવાર પડી એટલે આખા ઘરમાં દોડાદોડી થઈ ગઈ. નીરવ હવે પલ્લવીને શોધવામાં લાગી ગયો. પલ્લવી ક્યાં ગઈ હશે શિખરને લઈને? એ એને સમજાઈ રહ્યું નહોતું. એ વારંવાર પલ્લવીને ફોન કરી રહ્યો હતો પરંતુ સામે ...Read Moreમાત્ર રીંગ જ વાગી રહી હતી. કોઈ રિપ્લાય આવી રહ્યો નહોતો. નીરવની હાલત પલ્લવીને ન જોતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ બાજુ તુલસીની હાલત પણ કંઈ બહુ સારી કહી શકાય એવી તો નહોતી જ. એ પણ શિખરના ચાલ્યા જવાથી દુઃખી હતી. એ નીરવને પૂછી રહી, "શું થયું નીરવ બેટા! પલ્લવી આમ અચાનક શિખરને લઈને ક્યાં ચાલી ગઈ હશે?
પ્રકરણ - ૪ તુલસી પલ્લવીની આ ડાયરી વાંચીને એકદમ જ ભૂતકાળમાં સરી પડી. એને યાદ આવ્યું કે, જયારે નીરવ પહેલી જ વાર પલ્લવીને પોતાના ઘરે લઈને આવ્યો હતો. એ દિવસે નીરવે તુલસીને પલ્લવીની ઓળખાણ કરાવતા જ કહ્યું હતું કે, ...Read Moreઆ પલ્લવી છે અને એ મારી સાથે કૉલેજમાં ભણે છે." "હા, દીકરા! અને તને આ છોકરી ખૂબ જ પસંદ છે અને તું એની જોડે લગ્ન કરવા ઈચ્છે છે કેમ? ખરું કહ્યું ને દીકરા?" તુલસી તો નીરવને જોઈને જ સમજી ગઈ હતી કે, એ શા માટે પલ્લવીને ઘરે લઈ આવ્યો છે. " હા! મમ્મી! પણ તને કેમ ખબર પડી ગઈ કે,
પ્રકરણ - ૫ સામે પલ્લવીના માતાપિતાને જોઈને તુલસી એકદમ જ ચોંકી ઉઠી. પણ તુલસીએ પોતાના મોઢા પર એ વાત બિલકુલ કળાવા ના દીધી કે, પલ્લવી શિખરને લઈને આ ઘર છોડીને ચાલી ગઈ છે. એણે બિલકુલ સામાન્ય જ રહેવાનો પ્રયત્ન ...Read Moreએણે પલ્લવીના માતા પિતાને પ્રેમથી આવકાર આપ્યો. એ બોલી ઉઠી, "અરે! આવો આવો પાર્વતીબહેન. આવો! આવો! ઓમકારભાઈ! અમારાં આ નાનકડા એવાં ઘરમાં તમારું સ્વાગત છે. તમે તો કોઈ દિવસ આ બાજુ ભૂલા પડતાં જ નથી! આજે ઘણાં વખતે તમને અમારી યાદ આવી કેમ? ખરું ને?" "હા, તુલસીબહેન. હા! જુઓ ને! વાત જ એવી છે ને! તમે તો જાણો જ છો