BHOOT, BHEMO NE BHAMARAJI book and story is written by NISARG in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. BHOOT, BHEMO NE BHAMARAJI is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભૂત, ભેમો ને ભમરાજી - Novels
by NISARG
in
Gujarati Moral Stories
"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું સે લ્યા..? " "જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?" "ના, ઈમ નઈ. પણ મું આવી વાતોમોં નહીં મોનતો. અન હોય તો મને ચમ નહીં દેખાતું.?" "આવુ અભિમોન હારુ નઈ હો લ્યા ચંદુ.. કોક દાડો હોમે ભડઈ જયા, એ દાડે બધું અભિમોન ચેડેથી નેકળી જાસે પાસું.." "અલ્યા, ઓમોં અભિમોનની વાત નહીં પથલા. પણ જે હકીકત હોય એ તો સ્વીકારવી જ પડે ને..! ચ્યમ લ્યા માસ્તર, મારું કે'વું હાચું સે કે ખોટું..?"
"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું સે લ્યા..? " "જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?" "ના, ઈમ નઈ. પણ મું આવી ...Read Moreનહીં મોનતો. અન હોય તો મને ચમ નહીં દેખાતું.?" "આવુ અભિમોન હારુ નઈ હો લ્યા ચંદુ.. કોક દાડો હોમે ભડઈ જયા, એ દાડે બધું અભિમોન ચેડેથી નેકળી જાસે પાસું.." "અલ્યા, ઓમોં અભિમોનની વાત નહીં પથલા. પણ જે હકીકત હોય એ તો સ્વીકારવી જ પડે ને..! ચ્યમ લ્યા માસ્તર, મારું કે'વું હાચું સે કે ખોટું..?" પથુ, ચંદુ અને હું ત્રણ જણા
(ભાગ-1 માં પથુ અને ચંદુ વચ્ચે ભૂત વિશે ચર્ચા થઈ. ભેમા વિશે પણ થોડું જાણ્યું. ભમરાજી મહારાજના ભૂત સાથેના સંબંધો વિશે થોડું જાણ્યું. આ બધાના વિચારો કરતાં કરતાં મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ... ) ********** બીજા દિવસે બપોરે ...Read Moreઘરમાં કામ કરતો હતો ત્યાં બહારથી સાદ સંભળાયો.. "માસ્તર... ઓ માસ્તર.. ભાભી માસ્તર ચોં જ્યો..? " ચંદુએ આંગણામાંથી જ બૂમ મારી. "આ રયો લ્યા. રાડ્યો ચ્યમ પાડે સે..?" મેં બહાર આવતાં ચંદુને ધમકાવ્યો. "અલ્યા રાડ્યો ચોં પાડુ સુ ભૈ..? ખાલી પૂસવાનુંયે નઈં..?" "અલ્યા, ઓમ હાકોટા પાડીને પૂસવાનું..?" મેં ફરીથી ચંદુ પર ગુસ્સો કર્યો. "હવે ભૂલ થઈ જઈ લ્યા ભૈ. હવે
(અગાઉના બે ભાગમાં આપણે ભમરાજી વિશે વધારે જાણ્યું. ચંદુને પણ એમની સાથે કોઈક તો દુશ્મની હતી જ. ગામલોકોમાં ભૂત અને ભમરાજીનો ખતરનાક ડર હતો. એ ડરને દૂર કરવા માટે હું અને ચંદુ કંઈક ઉપાય શોધી રહ્યા હતા. હવે આગળ... ...Read More*********** ખેતરમાં સ્થિત એક મંદિરે માનતા કરીને અમે ઘર તરફ પાછા વળ્યા. દિવસ આથમવાની થોડી જ વાર હતી. ભયંકર કહાનીઓવાળા સ્મશાનના રસ્તે આવા સમયે નિકળવાનું લોકો ટાળતા. અત્યારે પણ વગડામાંથી લગભગ બધાં જ લોકો ગામ તરફ નીકળી ચૂક્યા હતા. થાડી જ વારમાં અમે સ્મશાન નજીક આવી પહોંચ્યા. વાતાવરણ એટલું શાંત અને ભયંકર લાગતું હતું કે નિડર હોવા છતાં આછી બીક
(અગાઉ આપણે જોયું કે ભમરાજીથી ગામ આખુંયે ડરતું હતું. ચંદુને એમના પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. મેં એ ગુસ્સાનું કારણ પૂછતાં ચંદુએ કહેવાનું ચાલું કર્યું. હવે આગળ..) . . ********** "આ ભમરાએ અમને બઉ જ હેરોન કર્યા સે ...Read Moreમારું હેંડે તો ઈને એક મિલિટ ગોમમોં નો રે'વા દઉ." ચંદુ ગુસ્સામાં બોલતો હતો. ચંદુની વાતોથી પથુને નવાઈ લાગી. બોલ્યો, "ચ્યમ લ્યા, ઈમને તારું સું બગાડ્યું સે કે તું ઓમ વાતોમોંને વાતોમોં ભમરાજીને ગાળ્યો બોલે સે..? " "અલ્યા તુંયે શોંતિ રાખને પથલા.. ઓમ વચમોં ચ્યોં કૂદી પડવાની જરૂર સે તારે..? મું એ તો પૂસું સું ચંદુને. હોંભળને શોંતિથી ભઈ.." મને
(અગાઉના ભાગમાં ભમરાજીના ચારિત્ર્ય વિશે તથા ચંદુના ઘરની કહાની વિશે જાણ્યું. પથુનું મન પણ બદલાયું. હવે ભમરાજીને પાઠ કેવી રીતે ભણાવવો એની ચર્ચા ચાલતી હતી ત્યાં અંધારામાં કોઈક આવતું દેખાયું.. હવે આગળ... ) . ****************** હું, ચંદુ અને પથુ ...Read Moreવડલા નીચે બેઠા ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં દૂરથી કોઈક આકાર ડોલતો, લથડીયાં ખાતો અમારી તરફ ચાલ્યો આવતો હતો. અમે સતર્ક થઈ ગયા. પથુને ફાળ પડી હતી. કારણ કે ગામમાં એવી પણ વાતો ફેલાયેલી હતી કે રાત્રે કોઈકવાર પીપળાવાળું પ્રેત વડલા પાસે આંટા મારતું ઘણાંને જોવા મળે છે. આજે વાતોમાં સમય ક્યાં વીતી ગયો એની અમને ખબર રહી નહોતી. ઘણું