BHOOT, BHEMO NE BHAMARAJI - 15 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 15

The Author
Featured Books
Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 15

(અગાઉ જોયું તેમ સારવાર મળવાથી ભમરાજી સ્વસ્થ થયા હતા. પરંતુ અમારું કામ હજી અધૂરું હતું. એટલે વૈદ્યરાજને મળીને અમે અમારી છેલ્લો દાવ અજમાવવાનું નક્કી કરીને છૂટા પડ્યા. હવે આગળ..)
. *******************
બેસતા વરસનો દિવસ આખો હળવામળવામાં પસાર થઈ ગયો. મંદિરમાં લોકોની અવરજવર અને ચેલાઓની ચાકરીથી ભમરાજી વધુ સ્વસ્થ લાગતા હતા. હવે બધા સાથે થોડી વાત પણ કરતા હતા. પરંતુ વૈદ્યે ના પાડી હોવાથી કોઈ રાતવાળી ઘટના અંગે પૂછતું નહોતું.
દિવસ આથમ્યો. મંદિરમાં ચહલપહલ ધીમી થઈ. ધરતી પર અંધારાના ઓળા ઉતરવા લાગ્યા. એ સાથે જ ભમરાજીનો જીવ પણ ગભરાવા લાગ્યો. ચેલાઓ પણ પાછા હાંફળાફાંફળા થવા લાગ્યા. ભમરાજીની આંખો ચકળવકળ થવા લાગી. અને બહાર ઊભેલા વડલાએ પવનના સૂસવાટા સાથે સૂર પૂરાવતાંની સાથે જ ભમરાજીએ રાડ પાડી, "બચાઓ.. હે પિશાચ આયા.. કોઈ મુઝે બચાઓ રે... "
ગુરૂજીની હાલતથી ચેલાઓમાં દોડધામ મચી ગઈ. એમને પકડીને સાંત્વના આપતાં સૂવડાવી દીધા. વૈદ્યજીને સમાચાર મોકલતાં એ પણ દોડી આવ્યા. થોડી સારવાર આપતાં ભમરાજી શાંત થયા.
થાડી કળ વળતાં ભમરાજીએ થોડો નાસ્તો કર્યો. હવે ઠીક લાગતાં એમને એક ઓરડામાં લઈ જવામાં આવ્યા. ચાર-પાંચ ચેલાઓ અને વૈદ્યજી સાથે તેઓ વાત કરવા લાગ્યા.
મોકો મળતાં જ વૈદ્યજીએ વાત કાઢી, "બાબજી, તમે રાત્યે બિવોણા'તા ને એ ખરેખર ભૂતબૂત કોંય ન'તા.."
"ભૂત નહીં થા..?" ભમરાજી ચમક્યા. "ક્યા બાત કરતે હો વૈદ્યરાજ..? મૈંને અપની આંખો સે દેખા થા ઉસ પિશાચ કો.." એમણે થોડી ગભરામણ થઈ.
"જોવો બાબજી, ગભરઈ જે મેળ નઈ પડેગા.. થોડી હેમત રાખની પડેગી.. મું હાચી વાત કરતા હૈ. ઈંના પૂરાવાયે મારી જોડ્યે હૈ.." વૈદ્યે ખૂબ જ હળવાથી વાત કહી.
"હેં... તો ક્યા થા વો..?" ભમરાજી વિચારમાં પડ્યા, "હો હી નહીં સકતા.. વો પિશાચ હી થા.. મુઝે માર ડાલતા વો.."
"અલ્યા બાબજી.. મું હાલ જ ઈંના પૂરાવા રજૂ કરતા હૂં.." કહીને વૈદ્યે એક ચેલાને અમારી નક્કી કરેલી જગ્યાએ મોકલ્યો. બાકીના બધા તો "શું થાય છે આ બધું" એની સમજ ન પડતાં બાઘાની જેમ ફાંફે ચડીને જોઈ રહ્યા.
ચેલો આવ્યો. અમે રાહ જોઈને જ ઊભા હતા. તરત બધા આવ્યા મંદિરમાં. અને ભમરાજી પાસે જઈને બેઠા. પાછળથી ભિખ્ખુ પણ ઓરડામાં આવીને બેસી ગયો.
"તમે જેને પિચાચ ક્યો સો તે આ હતો બાબજી" કહીને વૈદ્યજીએ ભેમા સામે આંગળી કરી.
ભમરાજી એને જોઈ રહ્યા. એટલે મેં ભેમાને ઊભા થવા ઈશારો કર્યો. જેવો ભેમો ઊભો થયો ત્યાં તો ભમરાજીના મોતીયા મરી ગયા. "હે આયા.. પિશાચ આ ગયા.. મુઝે માર ડાલેગા.. અરે નિકાલો ઉસે.. કોઈ મુઝે બચાલો રે..." કહેતા ભડકીને ઢોલિયામાંંથી કૂદી પડ્યા.
ઓરડામાં ધમાચકડી મચી ગઈ. બધા એમને પકડીને શાંત કરવામાં લાગ્યા. બે દિવસ પહેલાં સુધી જેનાથી આખું ગામ ડરતું હતું એ ભમરો આજે ભેમાથી ભાગતો હતો. અમે એનો આનંદ ઉઠાવતા હતા.
અડધાએક કલાકની મહેનત પછી ભમરાજી શાંત થયા. ચેલાઓને પણ થોડી શાંતિ થઈ. ત્યારબાદ ધીરેધીરે રાતવાળી આખી કહાનીની ત્યાં ચર્ચા કરવામાં આવી.
એકેએક બનાવની વાત સાંભળ્યા પછી ભમરાજીને સાચી વાતનું ભાન થઈ ગયું કે પોતે હવે સપડાણા છે. સાધનાના નામે લોકોને બિવડાવવાની વાતનો ભંડો હવે ફૂટી ગયો છે. આ વાત જાણીને ચેલાઓ પણ હતપ્રભ બની ગયા.
"જોવો બાબજી.. ભૂતબૂત કોંય નઈ હોતા હૈ... સાધવાના નોંમે તમે લોકોને જે બિવડાવતા હૈ, એ તમારી પોલ ખૂલ્લી પડી જઈ હૈ. એટલે તમે હવે ગોંમને સેતરી સકવાના નઈ હૈ.." વૈદ્યે અમારી યોજના મુજબ મૂળ વાત કરી.
"મારા દિયોર ભમરા.. મું ચ્યાણનો લાગ ગોતી રયો તો.. તીંયે મારા બાપને પાયમાલ કરી નોંખ્યો તો.. આજ તો તને જીવતો નઈં મેલું લ્યા.." કહેતો ચંદુ આવેશમાં આવીને મારવા ધસ્યો.
પરંતુ ચેલાઓએ એને પકડી લીધો. એક જણે તો ચંદુને લાફો મારી દેતાં ધમકી પણ આપી, "ગુરૂજીકો હાથ લગાયા તો કાટ તે ફેંક દૂંગા સાલે.."
બીજી કંઈ ધોલધપાટ થાય એ પહેલાં તો મેં ઊભા થઈને એ ચેલાને એક અડબોથ જડી દેતાં કહ્યું, "અબે ઓય લંગોટિયે.. અબ તેરી દાદાગીરી નહીં ચલેગી. અબ તૂને કુછ ભી કીયા તો તેરે હાથપાંવ તોડ દૂંગા... સમજા..?"
પથુ પણ આજે રંગમાં આવ્યો હતો. પેલાની ગળચી પકડતાં બોલ્યો, "હાહરા ટૂંપા દઈને માર ડાલૂંગા જો કોંય આઘાપાછા કર્યા હૈ તો.."
ઓરડામાં ધીંગાણા જેવો માહોલ થઈ ગયો. ભિખ્ખુ અને વૈદ્યજી બધાને શાંતિ રાખવા માટે મથતા રહ્યા.
આ બધા વચ્ચે ભેમાએ ભારે કરી. એ લાગ લઈને પહોંચી ગયો ભમરાજી પાસે. અને એમના પેટ પર ઘોડો કરીને બેસી ગયો. હવે ભમરાજી શું કરે. એમને આ બીજીવાર સાક્ષાત પિશાચનાં દર્શન થયાં હતાં.
અમારી યોજના મુજબ મેં સાદ દીધો. એટલે એ ઓરડાની પાછળના સંતાયેલા અને બારીમાંથી અમારી વાતો સાંભળતા ત્રીસેક માણસોનું ટોળું હાથમાં લાકડી-દંડા લઈને મંદિરમાં આવી પહોંચ્યું. અમે પણ ભમરાજીને લઈને ઓરડાની બહાર ખૂલ્લી જગ્યામાં આવી ગયા.
"બધા સોંતિ રાખો ભઈઓ.." મેં કોલાહલને શાંત પાડવા સૂચના આપી. પછી મંદિરમાં સાદ કરતાં કહ્યું, "જીતને ભી ચેલેચબેલે હો, સબ બહાર આ જાઓ... જલદી કરો.."
" હા.. હા.. બા'ર કાઢો લ્યા.. મારો મારા દિયોરોને.. કટકા કરો.. હાથપગ ભાંગી નોંખો લ્યા.." ના નારાઓ સાથે વળી પાછો હોબાળો મચી ગયો.
પરિસ્થિતિ વણસીને ગમે તે હદે જઈ શકે તેમ હતી. મને થોડી ચિંતા થઈ. એટલામાં તો વૈદ્યજી આગળ આવતાં બોલ્યા, "જોવો મોટીયાઈડો.. આકળા થસ્યો નઈં.. સોંતિ રાખીને ઓંનો ઉકેલ લાવો બધા.. આપડે કોઈને નુસકોન કરવાનું નહીં.. મું તમોને હાથ જોડીને વિનવું સું કે કોઈનયે ધોલધપાટ કરસો નઈં.."
"હા ભઈઓ.. દાદાની વાત હાચી સે.. આ ધૂતારો ભમરો અને ઈંના ચેલાઓ ગોંમ સોડી દે તો ઈંમને આપડે કોંય કરવું નહીં.. બરોબર સે..?" મેં ઉપાય સૂચવતાં પ્રશ્ન કર્યો.
"ના ના લ્યા માસ્તર.. ઓંને તો ઓંયકણ જ પૂરો કરી દેવો પડે.. ઈંને જીવતો ના જવા દેવાય લ્યા.."
"ઈંને ટોળામોં નોંખો એટલે અમે કોમ પૂરૂં કરી દઈએ.."
"અલ્યા આ ભમરા ભેળા ઈંના ચેલાઓનેય પતાવી દયો. એય હાહરા જબરા ફાટ્યા સીં હમણોં હમણોં.."
"પેલ્લા જાડીયાને બા'ર કાઢજો લ્યા.. એ બઉ તમરી કરે સે રોજ..એ દિયોરના તો મું જ ટોંગા ભાંગી નોંખું.. આઘા રે'જો લ્યા.." કહેતો એક જણ લાકડી લઈને ધસી આવ્યો.
અમે એને પકડીને શાંત પાડ્યો. પછી વૈદ્યદાદાએ બધાને શાંત પાડતાં કહ્યું, "જવોનીયોં સોંતિ રાખો.. આ માસ્તર કે' એ હોંભળો.."
ધીરેધીરે વળી પાછી શાંતિ પથરાતાં મેં કહ્યું, "બોલો ભમરાજી.. ક્યા કહોગે અબ..? આપકા ખેલ ખતમ હો ચૂકા હૈ."
ભમરાજી સાવ ઢીલા થઈ ગયા હતા. હતું એટલું જોર ભેગું કરીને હાથ જોડતાં બોલ્યા, "હમેં માફ કર દો ભૈયા.. હમ સે બહોત બડી ગલતીયાં હો ગઈ.. માફ કર દો.."
પરિસ્થિતિને પામી જતાં બધા ચેલાઓ પણ હાથ જોડીને માફી માગવા લાગ્યા.
"માફી તો એક શર્ત પે હી મિલેગી. તુમ સબકો યે મંદિર ઔર યે ગાંવ અાજ રાતકો હી છોડના પડેગા." મેં કડક શબ્દોમાં સૂચના આપી.
થોડા કચવાટ પછી ભમરાજી અને એમના ચેલાઓ સંમત થયા. મેં ભિખ્ખુને આગળ બોલાવતાં કહ્યું, "ભઈઓ.. આજથી આ મંદિરની જવાબદારી આ ભિખ્ખુ મારા'જને આલવામોં આવે સે.. એ આપડા નવા પૂજારી રે'સે."
"ઈંનેય સું કોમ રે'વા દેવો સે લ્યા..?" એવા પ્રશ્ન સાથે પાછો ગણગણાટ ચાલુ થયો. મેં બધાને શાંત પાડીને ભિખ્ખુએ કરેલી મદદ વિશે માહિતી આપી. એટલે હાજર બધાએ મારી વાતને મંજૂરી આપી.
"ચલો, જાનેકી તૈયારી કરો.. ચલો જલ્દી.." કહેતાં મેં ભમરાજી અને ચેલાઓને નીકળી જવા સ્પષ્ટ સૂચના આપી. અને અમે બધા ત્યાં ખૂલ્લી જગ્યામાં એમના જવાની રાહ જોતા બેઠા.
આ બધી ધમાચકડીમાં અડધી રાત ઉપરનો સમય થઈ ગયો હતો. પોતપોતનાં કપડાં, જૂતાં વગેરેનાં પોટકાં બાધીને તે ભમરાની ટોળકી ચોગાનમાં આવીને ઊભી. એમનાં પોટકાં વગેરે તપાસવામાં વળી પાછો ઘણો સમય પસાર થઈ ગયો.
"હવે નેકળો હાહરો.. નકર ધોકાઈને ઓંયથી કાઢવા પડસે.." કહેતાં ચંદુએ ભમરાજીને બોચીમાંથી પકડીને ધક્કો માર્યો. તેઓ ગડથોલિયું ખાતાંખાતાં રહી ગયા.
"બસ લ્યા ચંદુડા.. બસ હવે.." મેં ચંદુને વારતાં કહ્યું. પછી ભમરાટોળીને સૂચના આપતાં ગુસ્સામાં કહ્યું, "હવે નેકળો જલ્દી.. નકર કમોતે મરશો લ્યા.."
ભમરાટોળી સમજી ગઈ. અને સૌની આગળ હાથ જોડતાં, ડરતાં સૌ મંદિરની બહાર નીકળ્યા. પચ્ચીસેક જણા એ બધાને છેક ગામની સીમ સુધી વળાવીને પાછા આવ્યા.
ત્યારબાદ મંદિરમાં બધી જગ્યાએ અમે તપાસ આદરી તો અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો.
(ક્રમશઃ)
*******************
- "નિસર્ગ" 🍁🍁🍁