I AM SORRY PART - 10 books and stories free download online pdf in Gujarati

I AM SORRY PART - 10

આઈ એમ સોરી- [ભાગ ૧૦]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ૧૦]

હા,દરેકનાં જીવનમાં કોઈ ને કોઈ નબળી ક્ષણો તો આવે જ છે, કે જયારે તે પોતાની સમસ્ત તપસ્યા ભૂલીને મોહવશ થઇ જાય છે..અમુક પળ માટે..!

વિકીની સાથે પણ તેવું જ થયું.

.

ત્રણેક વર્ષ પહેલાની એ ક્રિસમસની સાંજ હતી.

રીચાર્ડ અને દીના હાલમાં થોડાં જ મહિનાં પહેલાં લીવ-ઈનમાં જવા કમીટ થયા હતા અને પોતાનું ઘર લઇને અલગ રહેવા ગયા, તે પછી આ તેમની પહેલી જ નાતાલ હતી.

અહે એટલે બપોરથી જ એ બંને પાપાના ઘરે હતા.

હું અને નિકી હજી બસ ડેટિંગ જ કરતાં હતાં, અને નાતાલ સેલીબ્રેટ કરવાનું પાપાનું ઈન્વીટેશન મળવાથી, સાંજના ચારની આસપાસ ત્યાં ગયો હતો.

.

આમ નિકીના ઘરમાં અનન્ય ઉલ્હાસમય વાતાવરણ હતું.

લાઈટીંગ, બલુન્સ, ગ્રીટિંગ-કાર્ડ્સ, રીબીન્સ વગેરેથી ઘર અને આંગણાનો નાનો ગાર્ડન શણગારવામાં આવ્યો હતો.

ગાર્ડનના એક ખૂણામાં વેલ-ડેકોરેટેડ ક્રિસમસ ટ્રી રાખવામાં આવેલું.

ઘર આખામાં છવાયેલી રોનકમાં આ ત્રણે લેડીઝ..નિકી, વિકી અને દીનાની જહેમત સાફ દેખાઈ આવતી હતી.

પાંચ વાગ્યાની આસપાસ છાંયડો આવતા જ, આંગણાનાં નાનકડા એવા એ ગાર્ડનમાં વચોવચ ટેબલ રાખીને તેની ફરતે હું, દીના, નિકી, રિચર્ડ અને તેમનાં પાપા, અમે પાંચેય જણા ખુરસીઓ ગોઠવીને બેઠા બેઠા બીયર પી રહ્યાં હતાં.

પોતાનાં ઘરનું ડેકોરેશન પૂરું થતાં જ વિકી તેની કોઈ ફ્રેન્ડના ઘરે નાતાલ નિમિત્તે તેને હેલ્પ કરવા ગઈ હતી,

અને તે આવે તેની જ અમે લોકો વાટ જોઈ રહ્યા હતા, કે બસ...તે આવે એટલે અહીં સેલિબ્રેશન સ્ટાર્ટ કરાય.

.

"તો રીચાર્ડ..? હાઉ ઇસ લાઈફ ? આઈ મીન આ લીવ-ઇન-રીલેશનવાળી લાઈફ..? -મેં બીયરની ચૂસકી સાથે ફોર્મલ વાતો શરુ કરી.

"ફેન્ટાસ્ટિક.. નિખિલ આઈ એમ એન્જોયીંગ ઈટ..શું કહે છે દીના..? -રિચર્ડે પોતાનો ફેણીનો ગ્લાસ મોઢે માંડતા તેની ગર્લફ્રેન્ડ દીનાને પૂછ્યું.

તે દિવસે ત્યાં તેઓએ ક્રિસમસ નિમિત્તે ખાસ ઘરે બનાવેલ કાજુની ફેણી મંગાવી હતી. પણ તેનો નશો થોડો તીવ્ર હોવાને કારણે ઘરની લેડીઝને ફેણી પીવાની પરવાનગી નહોતી.

અને હું પણ માઈલ્ડ ડ્રીન્કર જ છું, એટલે મેં પણ લેડીઝને બીયરમાં કમ્પની આપવાનું જ નક્કી કર્યું હતું.

.

"યસ.." -દીનાએ સમાન સૂરમાં ટાપશી પુરાવી- "ધી લાઈફ ઈઝ વન્ડરફૂલ.."

"બેટર ધેન મેરીડ લાઈફ ઓલ્સો ? -મેં થોડાં મજાકિયા ટોનમાં પૂછ્યું.

"નોઓઓઓ..... હાઉ ઇસ ઈટ પોસ્સીબલ..!" -પાપાએ વચ્ચે ટાપશી પુરાવી.

જુનવાણી વિચારોને કારણે આ એરેન્જમેન્ટ બાબતે તેમના મનમાં જે થોડીઘણી નારાજગી હતી તે તેમના આ વાક્યમાં જણાઈ આવી.

.

"રિલેક્ષ પાપા.." -રિચર્ડે હસતા હસતા કહ્યું- "આ ટોપિક પર ફૂલ કોન્ફીડંસથી તો આપણા પાંચેયમાંથી કોઈ જ નહીં કહી શકે કારણ, તમે કોઈ દિવસ લીવ-ઇનમાં ગયા નથી, અને મેં ને દીનાએ હજી મેરીડ લાઈફ જોઈ નથી..અને બાકીનાં આ બે..નિખિલ અને નિકી તો હજી ડેટિંગ જ કરે છે, તો એમની પાસેથી કઈ એક્ષ્પેકટ જ નહીં કરવાનું. ઉલ્ટાનું આ નિખિલ તો જુઓને હજી સુધી ઇન્ક્વાયરી જ કરે છે, કે વિચ ઇસ બેટર...મેરીડ-લાઈફ કે લીવ-ઇન લાઈફ ? હાહાહાહા.."

.

આ સાંભળી હું થોડો ખચકાઈ ગયો.

મેં તો બસ ફોર્માલીટી ખાત્ર પૂછ્યું હતું. પણ વાત તો જાણે મારાં પર જ આવી ગઈ હોય તેમ સાવ અલગ જ પાટા પર ચાલી ગઈ.

"મેરેજ કરવા માટે તો મને લાગે છે કે... વિકી મોટી છે નિકી કરતાં, તો આ બંનેએ તેની માટે થોડું વેઇટ કરવું જોઈએ.." -પાપાએ એ વાત આગળ વધારી.

વિકી ત્યારે ત્યાં હાજર નહોતી એટલે તેમણે ખુલ્લા મને પોતાનો અભિપ્રાય પણ આપી દીધો.

.

"હેય.. તો નિખિલ ચલ, આપણે પણ લીવ-ઇનમાં જઈએ" -નિકી હસતા હસતા બોલી.

"નોટ અ બૅડ આઈડિયા.." -નિકીની આ હળવી વાતને રિચર્ડે સીરીયસલી લઈને તેને સપોર્ટ કર્યો.

"વૉટ..!" -પાપા થોડા અસ્વસ્થ થઇ ગયા.

"રિલૅક્ષ પાપા.." -રિચર્ડે ધરપત આપી- "ધીસ વે ધે વીલ ગેઇન સમ કોન્ફિડેન્સ..એક બીજાને વધુ સારી રીતે ઓળખી શકશે..મેરેજ પહેલાં આ બહુ જ જરૂરી છે. તારો શું ઓપીનીયન છે દીના ?"

"પાપા.. ઓનેસ્ટલી કહું તો, મને પણ આ ડીસીશન બરોબર જ લાગે છે." -દીનાએ પોતાનાં હસબંડને સપોર્ટ કર્યો.

.

પાપાની તો ઈચ્છા હતી કે અમે મેરેજ કરી લઈએ, પરંતુ સાથે સાથે મનમાં એવું ય હતું કે પહેલાં જો વિકીનાં લગ્ન થઇ જાય.. તો વધુ સારું.

પરંતુ અમે બન્નેએ લગ્ન માટે હજી વિચાર્યું નહોતું.

લીવ-ઇનવાળી વાત મને ય સગવડવાળી લાગતી હતી.

મારાં કુટુંબમાં તો આમે ય કોઈ હતું નહીં, કે એમ કરતાં મને રોકે.

અને નિકીને લીવ-ઇન-રીલેશનમાં કોઈ જ વાંધો નહોતો, કારણ શારીરિક સમીપતા તો અમસ્તીયે અમે કેળવી જ લીધી હતી, અને લગ્ન માટે જો ખમવું પડે એમ હોય, તો તે સમયગાળામાં સાથે કેમ ન રહેવું..?

જયારે રિચર્ડે જોયું કે તેનાં પાપા અમારા લીવ-ઇનમાં જવાથી થોડા અચકાય છે, તો વાતનો દોર તેણે હાથમાં લઇ લીધો.

તેણે બહુ જ ફ્રેંકલી પોતાનાં પાપાને અમુક વાતો સમજાવી, જે ભાગ્યે જ કોઈ દીકરો તેનાં પાપાને સમજાવાની હિંમત કરી શકે. આ વાતોથી મને એ પણ અહેસાસ થઇ આવ્યો કે આ કુટુંબ કેટલું બધું ફ્રેંક, ફ્રેન્ડલી અને ઓપન-માઇન્ડેડ છે.

રિચર્ડે તેનાં પાપા સાથે મને અને નિકીને એ સમજાવ્યું કે પારિવારિક કારણોસર પણ જો, લીવ-ઇનમાં જવું પડતું હોય તો તેમાં કંઈ જ ખોટું નથી, બલ્કે એમાં ફાયદો જ છે કારણ લગ્નના નિર્ણયમાં ઉતાવળ કોઈક વાર રિસ્કી બની જતી હોય છે. લગ્નનું પગલું ભર્યા બાદ એમાંથી પીછેહટ કરવી, મોટેભાગે મોંઘી પડી જતી હોય છે, ઈમોશનલી અને ફાઇનાન્સિયલી પણ.

જયારે લીવ-ઇન પીરીયડમાં, એક જ છત નીચે રહીને એકબીજાની સાથેનો તાલમેલ ચેક કરવાનો મોકો મળે છે, ઉપરાંત તેમને એક ઝલક પણ મળે છે, કે આની સાથેની મેરીડ-લાઈફ કેવી હશે.

ઘણા પ્રેમીઓ એકમેકની સાથે મહિનાઓ ખુબ હરેફરે ત્યારે ખુબ જ ખુશ હોય છે, પણ લગ્નના એકાદ-બે મહિનામાં તો જાણે દુઃખી દુઃખી જેવા લાગે છે, કારણ મોટાભાગના મેરીડ કપલમાં એવું જ થતું હોય છે કે લગ્ન પછી રોજેરોજ તેમનાં જીવનસાથીની કોઈક નવી જ સાઈડ..તેનું કોઈક નવું જ સ્વરૂપ તેમની નજરે પડતું હોય છે, જેને જોઈને તેઓ વિચાર કરતાં રહી જાય છે કે આ..આનું... આવું બધું મને પહેલાં કેમ ન દેખાણું ?

કોઈકને બહાર પબ્લિક પ્લેસમાં થોડો સમય માટે મળવું અને એ જ વ્યક્તિને ઘરની પ્રાઈવસીમાં જોવી.. તેમાં બહુ મોટો ફરક હોય છે.

કામેથી થાક્યા-પાક્યા આવ્યા પછી કોની પાસેથી કેટલાં કામની, કેટલાં પ્રેમની..કેટલાં એટેન્શનની અપેક્ષા પૂરી થાય છે એ બધું લીવ-ઇન-રીલેશનમાં શક્ય છે.

.

આ સાંભળી મને ગુજરાતી ભાષાની એક કહેવત યાદ આવી કે "સોનું જુઓ ઘસી અને માણસ જુઓ વસી" મતલબ કે સોનાને ચકાસવા તેને ઘસવું પડે અને માણસને ચકાસવા તેની સાથે વસવું પડે. કારણ બહાર બે-ચાર કલાક મળતી વખતે તો બસ.. એકબીજાને ઈમ્પ્રેસ કરવાની જ વાત હોય છે.

સારી સારી હોટેલોમાં ડીનર.. ખાલી ખીસ્સે પણ બીલ ચુકવવાની જીદ..ચાર ડગલા દુર થીએટર સુધી જવામાં પણ ટેક્સીમાં લઇ જવાની ફોર્માલીટી, વગેરે વગેરે..

.

રિચર્ડે પણ એ જ કહ્યું કે,લીવ-ઇનમાં આવ્યા બાદ, આ બધું અદ્રશ્ય થઇ જતું હોય છે અને વાસ્તવિકતાનો સામનો કરવો શરુ થઇ જતો હોય છે.

ઉપરાંત..સેક્સ, રીલીજન, દૌલત, સંતાન, કરિયર, ઘરકામની જવાબદારીઓ... વગેરે બાબતમાં એકબીજાના વિચાર અને વર્તન ખુબ વિસ્તારમાં જોવા-જાણવા મળે છે.

હું રિચાર્ડને સાંભળી રહ્યો..

તે લગભગ મારી જ ઉમરનો છે,. મારાથી બસ એકાદ બે વર્ષ મોટો, પણ તેની વાતોમાં ખુબ જ ઠરેલપણું હતું.

લીવ-ઇન-રીલેશનશીપ સાથે સેક્સ સંકળાયેલું હોવાની વાતમાં રિચર્ડે પોતાનો એવો ઓપીનીયન આપ્યો કે લીવ-ઇન-લાઈફમાં સેક્સ શામેલ હોય છે એ વાત જો વાંધાજનક લાગતી હોય, તો લગ્ન પહેલાં સેક્સ તો ઘણા પ્રેમીઓ માણતા જ હોય છે. ગેસ્ટહાઉસ, થીએટર, પીકનીક, આઉટીંગ કે જ્યાં થોડુક એકાંત મળે ત્યાં...પણ આ બધામાં તો બસ.. પા-અડધા કલાકની ઉત્તેજના જ મોટો ભાગ ભજવતી હોય છે.

નથીંગ મોર એન્ડ નથીંગ સીરીયસ.

જયારે લીવ-ઈન-લાઈફમાં રહેતા યુગલો તો એકમેકનો સહવાસ માણવાની સાથેસાથે, બેડરૂમમાં એકબીજાનાં પરફોર્મન્સને પણ જજ કરતા હોય છે અને આ બાબતમાં સજેશન પણ આપતા હોય છે.

બટ યસ..

એક પત્નીનું આ બાબતે કોઈ રીમાર્ક, કે કોઈ સજેશન...પતિના ઈગોને બહુ સહેલાઈથી હર્ટ કરી જાય, પણ એક ગર્લફ્રેન્ડનું નહીં. અને લીવ-ઈનમાં રહેતા યુગલો, જવાબદારી વહેંચી સાથે રહેતા ફ્રેન્ડસ હોય છે, અને નહીંકે એકબીજા પર રોફ જમાવતા પતિ-પત્ની.

મેરેજને સમાજ અને કાયદાનું પીઠબળ હોવાથી તેમનાં મનમાં એક હાનીકારક વિશ્વાસ ઉત્પન્ન થઇ જાય છે, કે ઠીક છે ને..ગમે એવું વર્તન કરો, હવે આ મને છોડીને ક્યાં જશે..?

એટલે પછી થાય છે એવું.. કે મોટેભાગે પતિ-પત્ની એકબીજાને 'એઝ ગ્રાન્ટેડ' લઇ લેતાં હોય છે, ઘરકી મુર્ગી જાણે દાલ બરાબર જ ક્ષુલ્લક ગણીએ તેવું. અને ધીમે ધીમે બંને એકબીજા તરફ લાપરવા થતાં જાય છે, કે પછી કોઈ પણ એક.. પેલા બીજા પર રોફ જમાવવા માંડે છે.

જયારે લીવ-ઇન-લાઈફમાં એક અસલામતીની ભાવના હોય છે, કે થોડું ય આડું અવળું થશે તો આ મને છોડી દેશે, એટલે આ ભાવના જ એકમેક તરફની કાળજીને ઓછી થવા દેતી નથી. કે નથી એકમેક પર હાવી થવાની કોશિષ કરવા દેતી.

.

.

આ વાત હજુયે આગળ ચાલી હોત, પરંતુ તેટલામાં વિકી આવી ગઈ, એટલે વાતો પડતી મૂકી ને અમે લોકોએ ક્રિસમસ સેલીબ્રેટ કરવાનું શરુ કરી દીધું.

મ્યુઝીક પ્લેયરમાં મસ્તી ભર્યા કોંકણી ભાષાનાં મસ્ત ગીતો એક પછી એક વાગી રહ્યા હતાં.

દરેક ગીત પર રીચર્ડ, દિના અને નિકી તાલ દઈ દઈને ઝૂમી રહ્યા હતાં.

વિકી પણ વચ્ચે વચ્ચે તેઓ સાથે જોડાઈ જતી, પણ થોડી થોડી વારે પાછી આવીને પોતાનો બીયર લઈને બેસી જતી.

મારી સાથેની પહેલી ક્રિસમસ હતી એટલે નિકી ખુબ જ ખુશ હતી. તેનાં હાવભાવ..તેનાં વર્તનમાં આ ખુશી છલકાઈ ઉઠતી હતી. અને ત્યાં જ પેલું ગીત વાગ્યું કે જે નિકીને ખુબ ખુબ પસંદ છે.

.

"માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત ગડ્યા નારળ મધા ચે

કડ્યા કપારી મધોની ઘટ ફૂટતી દુધા ચે

માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત ઉન્હાળાત ખારા વારા

પાવસાત દારા પુઢે સોન્યા ચાંદી ચ્યા રે ધારા

માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત યેતે ચાંદણે માહેરા

ઓલાવલ્યા લોચાનાંની ભેટે આકાશ સાગરા

માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત ગડ્યા સાળી ચા રે ભાત

વાઢી આઈ ચ્યા માયેને સોનકેવડ્યા ચા હાત

માઝ્યા ગોવ્યા ચ્યા ભૂમીત લાલ માતી, નીળ પાણી

ખોલ આરક્ત ધાવાંત શુદ્ધ વેદનાં ચી ગાણી..."

.

આ ગીતનાં તાલ ઉપર નિકી સોળે કળાએ ખીલી ઉઠી.

ગોવાની રળિયામણી ભૂમિનો મહિમા ગાતાં આ કોળી-ગીત પર નાચવા માટે તેણે મને પણ ખેંચ્યો.

હું પણ જાણે જન્મજાત ગોવાનો જ હોઉં, તેમ આ ગીત પર ન્યોછાવર થઇ ગયો.

બીયરનો હલકો એવો નશો અને પ્રિયતમાનું સામીપ્ય મારાં અંગમાં રોમાંચ ભરવા લાગ્યું.

આસપાસનું ભાન ભૂલી અમે બંને એકમેકમાં, જાણે કે ખોવાઈ ગયા.

આ ગોવન કુટુંબનાં બાકીના બધાં સભ્યો અમને જોઇને ખુશ થતાં રહ્યા...કદાચ એક વિકીને છોડીને.

.

રીચર્ડ અને દીનાને બીજા ફ્રેન્ડસ પાસે જવાનું હોવાથી તેમને થોડી ઉતાવળ હતી.

તો મ્યુઝીક પૂરું થતાં જ તેઓએ વિદાય લીધી.

.

પણ તે બંનેનાં જવાથી જાણે પાર્ટી પૂરી થઇ ગઈ હોય તેવું લાગ્યું.

નાચી નાચીને નિકી થાકી ગઈ અને માથું ય ભારે લાગતું હતું, તો તે પણ ઉપર ઓરડામાં ચાલી ગઈ.

બીયર વધું થઇ જતાં વિકી યે જાણે હોશ ખોવાની અણી પર આવી ગઈ, તો બીજી પંદરેક મિનીટમાં તે પણ ઉપર બેડરૂમમાં ચાલી ગઈ.

નીચે હું અને સ્ટીવ-અંકલ બેઠાં બેઠાં અલકમલકની વાતો કરતાં રહ્યા.

તેઓ મને મારી ફેમીલી, મારા બાળપણ બાબત પૂછતાં રહ્યા અને નિકી બાબતની મારી લાગણીઓને પણ ખોતરતા રહ્યા. હું પણ પુરી ઈમાનદારીથી તેમનાં સવાલોના ઉત્તર દેતો રહ્યો.

પંદરેક મિનીટ બાદ બાથરૂમ જવાની ઈચ્છા થઇ આવતાં હું ઉપર નિકીના ઓરડામાં ગયો.

.

પણ ત્યાં ઉપર..

મેં વિકીને ફક્ત એક શોર્ટ અને બનીયન પહેરીને ઉંધી પડીને પલંગ પર સુતેલી જોઈ.

નિકીનાં ઓરડામાં તેની મોટીબેન વિકીને આવી હાલતમાં જોઇને હું આંચકો ખાઈ ગયો.

કદાચ થાકીને લોથપોથ એવી નિકી, સહુથી નજીક ઓરડો જે મળ્યો તેમાં જઈને સુઈ ગઈ હશે, જે કે વિકીનો હતો.

અને પછી જયારે વિકી ઉપર આવી, તો નિકીને પોતાની રૂમમાં સુતેલી જોઈ, તે નિકીની રૂમમાં સુઈ ગઈ હશે આવું મેં અનુમાન કર્યું.

જે હોય તે..

પણ, ઓરડાનાં એકાંતમાં વિકીની માદક જવાનીને પળભર માટે હું ચુપચાપ નિહાળતો જ રહી ગયો.

મારાં બદનમાં કામોત્તેજના જાગવા લાગી.

તે જ પળે, મેં નિકી સાથે વહેલી જ તકે આવેગ અને જોશભર્યું સેક્સ કરવાનો નિર્ધાર કરી લીધો હતો,

.

પણ તો યે..

વિકીની સામેથી હટવાનો મારો વિલ-પાવર, જાણે કે ખતમ જ થઇ રહ્યો હતો ગયો.

થોડીવાર તેને આમ જ નિહાળી, પછી મહત્તમ ચુપકીદી જાળવીને હું વિકીની નજીક ગયો.

અને તેની બાજુમાં પલંગ પર બેસીને વિકીનાં ખુસુરત અંગોપાંગ અને જબરદસ્ત એવા વળાંકો નિહાળવા લાગ્યો. મેં ઘણી કોશિષ કરી હતી, કે ન્યુનતમ અવાજ થાય, પણ બીયરના નશાને કારણે મારી હિલચાલ કંઇક વધુ પડતી જ લાઉડ થઇ ગઈ હશે, કારણ..

તરત જ વિકીએ પોતાની આંખો ખોલી અને મારી તરફ એકટશ નજરે જોવા લાગી.

.

હું સફાળો ઉભો થઇ ગયો,

પણ તેણે મારો હાથ પકડી લીધો- "નિખીલ, પ્લીઝ અહીં જ બેઠો રહે થોડી વાર.."

મેં મારો હાથ છોડાવવા ચાહ્યો, પણ મારી મરજી અને નામરજી, બેઉ આમાં પોતાનો એકસરખો ફાળો આપતી રહી, એટલે મારી કોશિષમાં કોઈ વધુ અસર નહોતી બચી.

વિકીએ કોણ જાણે મારા નયનોમાં શું વાંચી લીધું હશે, કે આવેગમાં આવી મને વીંટળાઈ ગઈ.

.

બસ.. એક જ ક્ષણ..

એક જ ક્ષણ..અને તરત જ મારા હોશ ઠેકાણે આવવા લાગ્યા, એટલે હું પાછળ હટી ગયો.

વિકીની ગોવન બ્યુટી મને તેની તરફ લલચાવી રહી હતી, પણ હું કોઈ જ રિસ્ક લેવા નહોતી માંગતો.

હું મારી રીલેશનશીપમાં કોઈ જ કોમ્પ્લીકેશન ઉભી કરવા નહોતો માંગતો.

.

પણ તોય..

તે એક ક્ષણ પુરતી ય વિકી મને એટલા જોશભેર વીંટળાયેલી રહી, કે હું તેને મારાથી અલગ ન કરી શક્યો.

મને પોતાની આગોશમાં રાખીને વિકીએ પહેલીવાર પોતાનાં પ્રેમની કબુલાત કરી.

ફેમિલીમાં પોતાની ઓક્વર્ડ થઇ રહેલી પોઝીશનને તે શ્રાપ દેતી રહી.

ત્રણ સંતાનોમાં વચેટ હોવાને કારણે મોટા ભાઈ રિચર્ડને માન-સન્માન સહીત, મોટો હોવાનાં તેનાં બધાં જ હક્ક તેને તે દેતી રહી, તો નાની બહેન નિકીને, સહુથી નાની હોવાનાં બધાં બેનીફીટ પણ તે આપતી રહી..જીંદગીભર.

તેણે આગળ કહ્યું કે,

પોતે નિકી જેટલી બોલ્ડ ન હોવાની સજા તેને મળી રહી છે, અને આ વાતમાં પાપા તરફની તેની ઊંડી લાગણીઓએ તેને દગો દીધો છે.

.

હું બધી જ વાતો સાંભળતો રહ્યો અને પછી હળવે'કથી તેનાથી અળગો થવા લાગ્યો.

તે મને છોડવા નહોતી માંગતી.

હું તેને કહેવા લાગ્યો કે આ ક્ય્રારેય યોગ્ય નહીં હોય, અમારા ત્રણે ય માટે. નિકીને આખી જિંદગી ખુશી દીધા બાદ તેનું આ એક જ પગલું તેનાં સઘળા કર્યા-કારવ્યા પર પાણી ફેરવી દેશે, એવું મેં તેને સમજાવ્યું.

.

તે રડી પડી.

તે કહેવા લાગી કે, તેને કોઈ રીતે મહાન નથી બનવું. તે એક સામાન્ય છોકરી જ છે કે કે જેની પાસે પોતાનું એક દિલ પણ છે. અને જીંદગી આખી એ દિલ એટલી ચોટ ખાતું આવ્યું છે, કે હવે કોઈ પણ પ્રકારની વાત તેને દિલાસો નહીં આપી શકે. જીવનમાં ખુશી મેળવવાનો તેને પણ હક્ક હોવો જોઈએ.

.

મને લાગ્યું કે બીયરના નશામાં વિકી ઈમોશનલ થઇ ગઈ છે, એટલે તેની કુરબાનીઓને એપ્રિશિએટ કરતાં શબ્દો બોલીને હું ઓરડામાંથી બહાર નીકળવા લાગ્યો.

.

વિકીએ મને બસ થીડી વાર માટે..બસ પાંચ-દસ મિનીટ માટે રોકાઈ જવા માટે કહ્યું, પણ તેની વાતને ગંભીરતાથી લીધા વગર જ હું ચાલતો બન્યો.

મને ડર હતો કે ક્યાંક સ્ટીવ-અંકલ ઉપર ઓરડામાં ન આવી જાય, જો કે હું તે પણ જાણતો હતો કે અસ્થમાને લીધે તેઓ દાદરા ચડવાનું મોટેભાગે ટાળતા જ હોય છે.

.

.

તે રાત પછી, બીજે દિવસે, વિકી મને મળી તો પાછલી રાતનાં તેને વર્તનને કારણે ખુબ જ છોભીલી પડી ગઈ હતી. આ વાત નિકીને ન કરવા માટે તેણે મને રીક્વેસ્ટ કરી. મેં તેને ભરોસો આપ્યો કે એ વાત અમારા બેઉ વચ્ચે રહેશે.

.

તે દિવસ પછી તે ક્યારે ય મને એકલી મળી જ નહીં. જાહેરમાં મને મળવાનું પણ બને એટલું તે ટાળતી હતી એ વાત મારાથી છુપી ન રહી.

.

પણ એક વાત હતી જે કાયમ મારાથી છુપાયેલી જ રહી...

અને તે એ કે.. ધીમે ધીમે તે ડીપ્રેશનમાં સરવા લાગી હતી.

તેણે હસવાનું લગભગ છોડી દીધું હતું.

હર પળ પોતાનાં વિચારોમાં રહેવાને કારણે તે પોતાની યાદશક્તિને સુદ્ધા હાની પહોચાડતી રહી.

થોડા સમય બાદ તો તે કોઈને ઓળખવાની સ્થિતિમાં યે ન રહી.

.

તેને શી પીડા હતી, કયો રોગ હતો જે તેને કોરી ખાતો હતો, તે કોઈ જ ન જાણી શક્યું. કોઈ ઈલાજ તેની પર અસર નહોતો કરતો.

અને એક રાત્રે..

પંખાથી લટકીને તેણે પોતાની જાતને ફાંસી આપી દીધી.

.

.

આ આઘાત બહુ જ વસમો હતો.. બધાં માટે..!

ખાસ કરીને નિકી માટે.

કારણ એક તે જ હતી, કે જે છેલ્લી ઘડી સુધી વિકીની સાથે રહી હતી...તેની સઘળી સાર-સંભાળ લેતી..સદાય તેની ફિકર કરતી..

પણ પોતાનાં લાખ પ્રયત્નો છતાં ય, તે વિકીનું હૃદય ખોલાવી ન શકી.

નિકીને આ અફસોસ કાયમ રહ્યો, કે જો પોતે વિકીની તકલીફને જાણી શકતે, તો કદાચ તે તેનો ઉપાય પણ શોધી શકતે.

.

મેં પણ નિકીને હજાર વાર સમજાવ્યું હશે આ બાબતમાં..

મેં તેને કહ્યું...કે જો તે વિકીની પીડાને જાણી પણ શકી હોત, તો યે તે કંઈ જ કરી શકી હોત કારણ વિકીએ તો તે જ કર્યું હતું, જે તેણે આગળથી નક્કી કરી લીધું હશે. આ કોઈ એવું કામ નહોતું કે જે તેણે રાતોરાત અચાનક જ કર્યું હોય. આના માટે તેણે પુરતી માનસિક તૈયારી પહેલેથી જ કરી લીધી હશે.

અને આ રીતે નિકીને કન્વીન્સ કરવામાં આખરે સફળ પણ રહ્યો.

.

ખેર..

નિકીને ગળે તો કદાચ હું આ વાત ઉતારી શક્યો હતો. પણ મારાં ગળે આ વાત નહોતી ઉતરતી.

મને મનમાં ને મનમાં એવું જ લાગ્યા કરે છે કે... તે રાતે જો હું થોડીક વાર તેની સાથે હું રોકાઈ ગયો હોત, તો કદાચ વિકી આજે જીવતી હોત.

.

મેં નિકીને તે રાત વિષે કંઈ જ ન કહ્યું.

ન કહ્યું તેને કે... વિકી એવી કોઈ જ આદર્શ છોકરી નહોતી કે જેવી તે સમજી રહી છે.

વિકી જીવતી હતી ત્યારે, અને મર્યા બાદ પણ નિકીની નજરોમાં તે હમેશાં એક એવા દાખલા રૂપે જ રહી છે, કે જેને નિકી ચાહતી હતી, જેનાં પગલે જ ચાલવાની તે કોશિષ કરતી હતી. વિકી એક હીરો હતી નિકી માટે, કે જેનાં રસ્તે રહીને તે આગળ વધવાનો પ્રયત્ન કરતી રહી છે. પણ એક ગુનાહિત લાગણી મારાં મનને કોરી ખાય છે રોજ..હર રોજ..કાયમ.. કે તેનાં મોતને રોકી શકવાની સ્થિતિમાં તો હું હતો જ... જો મેં ઈચ્છ્યું હોત તો.. !

આવા જ સર્વે વિચારોમાં ડૂબેલો હું, આખરે થાકીને ક્યારે સુઈ ગયો... તે મને કંઈ ખબર જ ન પડી.

.

બીજા દિવસે હું ઓફિસે ગયો કે થોડી જ વારમાં અમય કેબીનમાં આવ્યો.

આગલી રાતનાં તેની સાથેના નિસંકોચ વર્તન અને વાતચીત બાદ તેની સાથે હવે મને પોતીકાપણું લાગવા લાગ્યું હતું.

તો અડધોએક કલાક હું તેની સાથે ઓફીસ બાબતની જનરલ વાતચીત કરતો રહ્યો, કે અચાનક એક હાયકારા સાથે હું ઉભો થઇ ગયો.

"શું થયું..?" -અમયે ચોંકીને મને પૂછ્યું.

.

"યાર, મેં નિકીને ગઈ કાલે રાતે કોઈ જ મેસેજ નથી કર્યો, કે નથી આજ સવારથી અત્યાર સુધી કોઈ મેસેજ કર્યો. "

કહેતા કહેતા મેં તરત જ ખીસામાં હાથ નાખીને મારો ફોન બહાર કાઢ્યો અને જોયું... તો નિકીનો યે કોઈ જ મેસેજ આવ્યો નહોતો.

.

"ઓકે..તો ડુ ઈટ નાઉ." -અમય હસીને બોલ્યો- "આટલો બેબાકળો નહીં બન. આ રીતે તે એને થોડી સ્પેસ આપી, તે એક રીતે તો સારું જ કર્યું ગણાય."

"યસ, યુ આર રાઈટ.." -મેં ફોનનાં બ્લેન્ક સ્ક્રીન પર નજર નાખતા કહ્યું. શું લખવું તે મને કંઈ જ સમજાતું નહોતું.

"બહાર હોટલમાં એકાદ ડ્રીંક માટે પૂછ તેને.." -અમયે મને સજેશન આપ્યું.

"રીયલી..?" -મેં પૂછ્યું- "અત્યારની આવી કન્ડીશનમાં તેને ડ્રીંક માટે પૂછવું તે એકદમ કેઝ્યુઅલ તો નહીં લાગે ને?"

"નો યાર..થોડી મોજ મજા કરવાની કોશિષ કર. તમારા બંને વચ્ચેનાં વાતાવરણને થોડું નોર્મલ બનાવવાનાં પ્રયત્નો કર .." -કોઈ એક્ષ્પર્ટ કન્સલ્ટન્ટની જેમ અમય બોલ્યો.

.

અમયની વાત માનીને મેં નિકીને મેસેજ કર્યો - "હેય.. આઈ હોપ યુ આર ઓ કે. બહુ મીસ કરું છું તને. આજે રાતે એકાદ ડ્રીંક માટે બહાર જવું છે? છ વાગ્યાની આસપાસ? હું તને પાપાનાં ઘરેથી પીક-અપ કરી લઈશ."

.

મારું ગળું સુકાવા લાગ્યું ને મારાં દિલ ધક-ધક થવા લાગ્યું.

પ્લીઝ હા પાડ... પ્લીઝ..!

મને મારો ફોન નીચે મુકવાનું મન નહોતું થતું. હું બસ તેની તરફ તાકતો જ રહ્યો..તેને રિસ્પોન્સનો વેઇટ કરતો કરતો.

"રિલેક્ષ.." -મેં અમયને કહેતા સાંભળ્યો. મારાં હાથમાંથી ફોન લઈને નીચે મુકતા તે બોલ્યો- "તે જો ના પણ પાડે, તો તેનો એવો મતલબ નથી કે તે તને ફરી પાછો સ્વીકારવાની જ નથી."

મેં એક કમજોર સ્માઈલ આપી, અને મારી ખુરસી પર પાછળ ઝુકીને હું બેસી ગયો. અમયનાં દિલાસાથી કદાચ હું કન્વીન્સ નહોતો થઇ શકતો.

"એની વે, હું મારું ઓફીસ-વર્ક સ્ટાર્ટ કરું હવે.. તું યે તારા કામમાં જોતરાઈ જા.. ચલ પછી જોઈએ.. જે થાય તે.."

"હા.. ઠીક છે.. ચલ, પછી મળીયે.." -કહેતો તે મારી કેબીનમાંથી ચાલ્યો ગયો.

.

જેવો કેબીનનો દરવાજો બંધ થયો હશે કે ફોનનાં વાઈબ્રેશનથી મારી ડેસ્ક ધ્રુજવા લાગી.

મેં તરત જ ફોન ઉઠાવી લીધો. નિકીનો મેસેજ હતો- "હા, પણ એક શરતે.."

.

મેં તરત જ રીપ્લાય કર્યો એ પૂછવા કે શું શરત હતી તેની... જો કે મને કોઈ જ પરવા નહોતી.

હું તો બસ ઉતાવળો બની ગયો હતો, પાપાનાં ઘરેથી પીક-અપ કરીને લઇ જવા માટે..તેને રાજી કરવા માટે.

.

જવાબ આવ્યો- "ડ્રીંક માટે જવું હોય તો આપણે 'વૂ-ડૂ'માં જ જઈએ."

હું થંભી ગયો. પણ મારી પાસે કોઈ જ રસ્તો નહોતો, તેની વાત માનવા સિવાય.

"ઠીક છે. હું તને પીક-અપ કરવા આવું છું." -મેં રીપ્લાય મેસેજ મોકલ્યો. [ ક્રમશ: પ્રકરણ ૧૧]

.

[અશ્વિન મજીઠિયા...]