i am sorry part 7 books and stories free download online pdf in Gujarati

i am sorry part 7

આઈ એમ સોરી- [ભાગ ૭]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૭]

નિકી મને ચીટ કરી રહી છે એ ખ્યાલ માત્રથી હું એકદમ અસ્વસ્થ થઇ ગયો.
અને ત્યારે મને અહેસાસ થયો કે નિકીએ એક્ચ્યુલી મને ચીટ નથી કર્યો, તો યે હું આટલો ડીસ્ટર્બ થઇ શકું છું, તો જયારે નિકીએ મને રંગે-હાથ તેને ચીટ કરતો પકડી પાડ્યો હતો, ત્યારે તેનાં મન પર શું વીતી હશે.
આ જ બધાં વિચારોમાં કેટલી ય વાર સુધી હું નીચે, જમીન પર બેહાલ થઇ પડ્યો હતો..કે કોઈ એ દરવાજો ખટખટાવ્યો.
.
મેં મારી રિસ્ટ-વોચમાં જોયું, સાંજના આઠ વાગી ગયા હતા.
મતલબ કે ઓછામાં ઓછી ત્રીસ મિનીટ હું આમ જ નીચે લાદી પર પડ્યો રહ્યો..ફક્ત નિકીના વિચારો કરતો.
.
આ સમય દરમ્યાન હું એ વિચારતો રહ્યો, કે નિકીએ મને કેટલી મદદ કરી હતી આ મકાન ખરીદવા માટે.. આને સાચા અર્થમાં એક ઘર બનાવવા માટે.. અમારું ઘર..!!!
.
મારા મા-બાપ તો અમને, મને અને નીતિનને, નાના મૂકીને જ બહુ પહેલાં ગુજરી ગયા.
નીતિન પણ વર્ષોથી એકલો જ જર્મનીમાં જ રહે છે, અને તેની પોતાની અલગ જ લાઈફ છે. મારો બહુ ઓછો કોન્ટેક્ટ છે, તેની સાથે.
.
પણ..
નિકી તો પોતાની ફેમીલી સાથે હમેશા લાગણીઓ થકી જોડાયેલી જ રહી છે.
તેની મા તો બહુ પહેલાં જ ગુજરી ગઈ હતી.. કદાચ પંદર વર્ષ પહેલાં.
પણ તો ય તેનાં પાપાએ બીજા લગ્ન ન કર્યા અને પોતાનાં ત્રણે ય સંતાનો રિચર્ડ, નિકી અને વીકીને તેમણે મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો.
તેમણે ક્યારે ય પોતાનાં સંતાનોના નિર્ણયોમાં દખલગીરી નથી કરી. બલકે હમેશા તેમણે એક બાપીકી રીતે બધાને પ્રોપરલી ગાઈડ કર્યા.
તેનાં પરિણામ સ્વરૂપે ઘરનું વાતાવરણ એકદમ ફ્રી અને ફ્રેન્ડલી રહ્યું, અને એક બાપ અને તેનાં ત્રણ સંતાન એકમેકથી એકદમ એટેચ્ડ રહ્યા.
એથી પણ વધુ એ, કે નિકી પોતાની મોટી બેન વિકી સાથે તો બહુ જ વધુ ઈમોશનલી સંકળાયેલી રહી.
તે બંને બહેનોની ઉમરમાં બસ... બે જ વર્ષનો તફાવત હતો, કદાચ આ જ તેનું કારણ હોઈ શકે.
આવા ફ્રી અને ફ્રેન્ડલી કુટુંબને છોડીને નિકી મારી સાથે રહેવા આવી..ફક્ત મારા માટે.
અને મારી પાસેથી તેને શું મળ્યું..?
ફક્ત પીડા અને અન્યાય..!!
.
.
અને ત્યાં જ, ઘરના દરવાજા પર નોક થયાનો ફરી પાછો અવાજ આવ્યો.
બહાર જે કોઈ પણ હતું તે બહુ ઉતાવળું થઇ રહ્યું હતું.
મેં દરવાજો ખોલ્યો.. એકદમ સ્વાભાવિક રીતે, બહાર કોણ હશે તેની કોઈ પણ ઉત્સુકતા વિના..
પણ બહાર નજર કરી તો મારો શ્વાસ થંભી ગયો.
.

બહાર નિકી હતી..!
નિકી આવી હતી મારા ઘરે, પણ બિલકુલ ખુશ નહોતી લાગતી તે.
મેં જોયું, કે તે એકદમ રડમસ અને થાકેલી લાગતી હતી.
.
"વોટ ધ હેલ..નીખીલ..?" -તેણે જોરથી બરાડીને મને કહ્યું.
મારી છાતી પર હાથથી ધક્કો દઈને મને પાછળ ધકેલ્યો..
અને આગળ..અંદર આવીને પાછળ જોરથી દરવાજો પટકીને બંધ કર્યો.
.
તે ઘણી ગુસ્સામાં લાગી. આટલું આક્રમક થવું, તેનાં માટે એકદમ નવી જ વાત કહેવાય.
આ તેનાં સ્વભાવમાં જ નથી, અને આમે ય, અમે બંને એકબીજાની ઉપર એક આંગળી સુધ્ધાં ય નથી રાખતા.
તો તેનું મને આમ ધક્કો મારીને અંદર આવવું..
.
હું એકદમ હેબતાઈ ગયો. નીકીનું આવું રૂપ જોઇને સાચે જ હું હેરત પામ્યો.
ફોન પરની અમારી વાત.. એ કોઈ વાદવિવાદ કે ઝગડો તો નહોતો જ. મેં તેને કંઈ જ ખરુંખોટું નહોતું સંભળાવ્યું.
.
"વોટ્સ રોંગ..?" -મેં હેરતથી કહ્યું.
"ફોન પરનો તારો એ બકવાસ.. શું છે આ બધું..?" -તે બરાડી- "તું મને ફોન કરે છે અને મારાં માટે તું શું ફિલ કરે છે તે બધું તું બોલે જાય છે... મને કહે છે કે તને આ બધાનો અફસોસ છે... અને એવું બધું..! અને પછી એકાએક ફોન કાપી નાખે છે. આનો મતલબ શું..? તારે મને શું ખોટેખોટી ફિકરમાં નાખવી હતી..? કે અહિયાં એકલા, તે કોણ જાણે શું ય કરી નાખ્યું હશે.. એમ?
.
હું એકદમ અવાચક થઈને જોઈ રહ્યો તેને.
તે ઈમોશનલી એકદમ ભાંગી ચુકેલી લાગતી હતી. એક જ સમયે રોતી અને બરાડતી પણ...!
કંઈ પણ કહેવા માટે હું એકદમ જ ક્ન્ફ્યુસ્ડ હતો.
આવો સામનો મેં ક્યારે ય એક્ષ્પેક્ટ નહોતો કર્યો.
ઓનેસ્ટલી, મને કંઈ જ સમજમાં નહોતું આવતું.
.
"હેં..? -હું બસ એટલું જ બોલી શક્યો.
"ઈઝ ઈટ ઓવર..? બધું ખત્મ થઇ ગયું આપણી વચ્ચેનું?" -તેનો ગુસ્સો અચાનક ગાયબ થઇ ગયો- "તારા કહેવાનો એ જ મતલબ હતો..?"
.
"ના.." -હું શ્વાસ લેવા રોકાયા વગર જ બોલી ઉઠ્યો. તેનો ચહેરો મારી હથેળીઓમાં લઈને હું બોલ્યો- "ના.. હું તો બસ એટલું જ કહેવા માંગતો હતો, કે હું તને ખુશ જોવા માંગુ છું. જો મારી સાથે નહીં તો ભલે મારી વગર જ. હું સમજી શકું છું. મને તો બસ તારી જ ફિકર છે. તારી ખુશીની જ ફિકર છે મને.."
.
મને તેની આંખોમાં વેદના દેખાણી.
એકદમ ચોક્ખી વાત હતી, કે તે અમારું આ સગપણ.. આ સંબંધ તે ખતમ કરવા નહોતી માંગતી.
પણ સાથે સાથે.. તે સામેથી મારી આગોશમાં આવવા ય તૈયાર નહોતી.
.

ભીની આંખો સાથે અમે બંને એકબીજાને જોતાં રહ્યા. નિહાળતા રહ્યા.
કાશ.. હું તેનાં દિલને ફરીથી ભરોસો અપાવી શકું..!
.
અને ત્યારે જ અચાનક તે આગળ આવી અને મને પોતાની બાથમાં લઈને એકદમ આવેગથી એક ઊંડું ચુંબન કરવા લાગી.
ડેફીનેટલી, આ એક સરપ્રાઈઝ હતું મારા માટે.
પણ એક પળની સરપ્રાઈઝ બાદ મેં મારી જાતને સંભાળી લીધી.. અને તેને સહકાર આપવા લાગ્યો.
બે-ત્રણ પળની એ ઉત્તેજનાસભર ઊંડી કિસ, થોડા સમય બાદ એક હલકી-ફૂલકી નિર્દોષ કિસ બની ગઈ, જેમાં કોઈ જ વાસના ન હતી... જો કંઈ હતું, તો બસ...
એકબીજા પ્રત્યેનો પ્રેમ...!
એકમેક પ્રત્યેની લાગણી..!!!
.
એકબીજાને પોતાનાં આશ્લેષમાં લઈને, પોતપોતાનાં હોઠને અલગ કર્યા વિના, અમે બંને સોફા પર બેસી ગયા... અને અમે તે ચુંબન ચાલુ જ રાખ્યું.. ઘણા લાંબા સમય સુધી..!!
.
કેટલી ય વાર બાદ, હું જ્યારે જાગ્યો, તો નિકી હજુ યે મારી બાથમાં જ હતી.
થોડા સમય માટે અમને બંનેને એક ઝોકું આવી ગયું હતું.
હું ઘણી જ હળવાશ અનુભવતો હતો, કે આનો કંઇક તો મતલબ નીકળતો જ હશે, કે જે મારી તરફેણમાં હોય.
અમારી આ રીલેશનશીપનું ભવિષ્ય જો ઉજ્વળ ન હોત, તો તે આમ સામેથી મને કિસ ન કરત..!
અને તેનાં પછી પણ અમે અગણિત નાની નાની કિસ કરી હતી.
આ બધાંએ મને એ જ બતાવ્યું, કે તેણે પણ મને એટલો જ મિસ કર્યો છે, કે જેટલી મેં તેને.
હું એટલી તો આશા રાખી જ શકું, કે મેં તેને મારા પ્રેમનો અહેસાસ કરાવ્યો છે, અને તેનાં મનમાં એવો ભરોસો ઉત્પન્ન કરી શક્યો છું, કે મારી સંવેદનાઓનો હર એક અંશ તેનાં.. અને ફક્ત તેનાં જ માટે છે.
.
મારી છાતી પર પોતાનો ચહેરો રાખીને કેટલી ય વાર સુધી તે એમ ને એમ પડી રહી.
હું તેને નિહાળતો રહ્યો.
તેનાં નાજુક પતલા હોઠ, તેનાં ગાલના ઉપસેલા હાડકાં કે જે તેનાં ચહેરાને લંબગોળ આકાર આપે છે.
તેની ધારદાર આંખો..!!
લાંબી ઘટ્ટ ભ્રમરો..!!!
હું અંદાજો નથી લગાવી શકતો, કે હું તેને કેટલો પ્રેમ કરું છું.
અમે બંને એક પરફેક્ટ ટીમ બનાવી શક્યા છીએ. અને આ વાત જયારે અમારે આ મકાન લેવું હતું, ત્યારે સાબીત થઇ ચુકી છે.
.
પોતાની પત્ની સાથે ડિવોર્સ બાદ મારો ભાઈ નીતિન તો પરદેશ ચાલ્યો ગયો અને સ્થાયી પણ થઇ ગયો.
પરંતુ બે વર્ષ પહેલાં તે એક મોટા અકસ્માતનો તે ભોગ બન્યો હતો.
આવે વખતે મારે તેને ઘણો વખત સુધી નાણાકીય સપોર્ટ આપવો પડ્યો હતો.
જો કે અહીંયા અમારા આ મકાનનાં ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં મને ઘણી જ તકલીફ પડતી, તો યે મેં મારા ભાઈને મદદ કરવાનું ચાલુ જ રાખવાનું નક્કી કર્યું.
પણ મારા આ નિર્ણયમાં નિકીએ કોઈ જ દખલગીરી ન કરી.
.
તેણે પોતે એક વધારાનો પાર્ટ-ટાઈમ જોબ શોધી લીધો. પોતે તો એક MNCનાં HR ડીપાર્ટમેન્ટમાં જોબ કરતી હતી, તો આવું તો કોઈ કામ તેને પાર્ટ-ટાઈમમાં મળી ન શકે.
એટલે એક બીયર-બારમાં મોડી સાંજ બાદ તે કેશિયરનો જોબ કરવા લાગી.
હું તો એમ જ ઈચ્છતો હતો કે જેમ બને તેમ જલ્દી નિકી આ જોબ છોડી દે.
પણ તેણે તો જાણે નક્કી જ કર્યું હતું કે અમારી આ નાણાકીય કટોકટી જ્યાં સુધી પૂરી ખત્મ ન થાય, ત્યાં સુધી તે જોબ કરતી જ રહેશે.
ઘરના હપ્તાઓ ન ભરાય, તો બેંક અમારા ઘર પર જપ્તી પણ લાવી શકે તેમ હતી.
પણ સામાજિક માન્યતા વગરના સાવ પોકળ પાયા પર ઉભેલ અમારા આ સગપણના આવા ગંભીર સમયમાં નિકીએ પોતાની ખાનદાની દેખાડી દીધી..!
પણ મેં...
તેનાં આ બધાં જ પ્રયત્નોને.... જાણે કે અમાન્ય જ કરી દીધાં, શીફાને અમારા બેડ-રૂમમાં લાવીને..!!!
.
હવે આ બધું જ પાછળ રહી જવાનું છે એ વાતના અહેસાસથી થોડી રાહત અનુભવતા મેં તેને ફરી મારી બાથમાં ખેંચી. પણ તેણે પોતાનો ચહેરો પાછળ હટાવવાનો એક હળવા પ્રયત્ન કર્યો.
"કમ ઓન નિકી.. " -હું ગણગણ્યો- "મેં તને બહુ જ મિસ કરી છે...!"
.
તેનો ચહેરો તણાવમુક્ત જણાતો હતો.
તે પ્રેમથી મારી તરફ જોતી રહી અને બોલી- "મેં પણ તને બહુ જ મિસ કર્યો છે. મારે તને ફરી પાછો ગુમાવવો નથી, નીખીલ. મને એ ન જ પરવડે. તને ખબર છે..? તારા વગર હું ક્યારે ય મારી જાતને સંભાળી ન શકી હોત."
.
'સંભાળી શકવા' થી તેનો મતલબ હતો 'સામનો કરવો.. મુકાબલો કરવો..'
પોતાની બહેનના અકાળ મૃત્યુના વસમા આઘાતનો સામનો, તેનો મુકાબલો...!
.
.
હું સમજી શકું છું, કે 'તે' ખોટ નિકી માટે ખુબ જ જોરદાર સાબિત થઇ હતી.
અમારા બંનેના આ બ્રેક-અપએ જ જો મને આટલો ભાંગી નાખ્યો હોય, તો ભગવાન ન કરે, પણ જો મારી નિકીને કંઇક થઇ જાય, તો મારી જે હાલત થાય તેનાં વિચારમાત્રથી હું કાંપી જાઉં છું.
અને એટલે જ, નિકી માટે પોતાનાં જીવથી યે પ્યારી, એવી પોતાની બહેન વિકીના મોતનો આઘાત કેટલો વસમો હશે.. એ વાત હું સારી પેઠે સમજી શકું છું.
.
.
પણ તોય યાર..
વિકીના મૃત્યુને બે વર્ષ વીતી ગયા છે.
અને આજે બે વર્ષ બાદ પણ... તેને આટલું મુશ્કેલ કેમ થઇ રહ્યું છે, તે વાતનું મને અચરજ થાય છે.
.
હા કદાચ..
જે રીતે અચાનક જ વિકીનું મૃત્યુ થયું છે, તે વાત જ આના માટે જવાબદાર હશે.
આ જ વાત તેને એક ઊંડો ઘા દઈ ગઈ હશે.

આજે પણ કોઈક વાર નિકી, અડધી રાતે અચાનક જ ડર અને દર્દને કારણે ચીસો પાડતી ઊંઘમાંથી એવી રીતે ઝબકીને જાગી જાય છે, કે ત્યારે તે બધું જોવું, તે એક ખુબ જ પીડાદાયક બની રહે છે.
પોતાની છાતીને તે એવી રીતે દબાવીને મસળે છે, જાણે કે તેને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હોય.
આખા ઓરડામાં અહીંતહીં તે એવી રીતે દોડતી ભાગતી રહે છે, જાણે બસ થોડી જ વારમાં તેનું નર્વસ બ્રેક-ડાઉન થઇ જશે, તેવું લાગે.
.
.
.
તે પ્રેમથી મારી તરફ જોતી રહી અને બોલી- "મેં પણ તને બહુ જ મિસ કર્યો છે. મારે તને ફરી પાછો ગુમાવવો નથી નીખીલ. મને તે પરવડે જ નહીં. તને ખબર છે..? તારા વગર હું ક્યારે ય મારી જાતને સંભાળી ન શકી હોત."
.
"આઈ એમ નોટ ગોઇંગ એનીવેર, નિકી" -મેં એકદમ મુલાયમ સવારે કહ્યું- "આઈ લવ યુ મોર ધેન એનીથીંગ.."
.
એકાએક તેની આંખોમાં ઉદાસી છવાઈ ગઈ, અને તેણે પોતાની નજર ફેરવી લીધી.
મારી છાતીમાં પોતાનો ચહેરો છુપાવીને મારા પેટમાં પોતાની આંગળીઓ ખોસીને દબાવવા લાગી.
.
"વોટ્સ રોંગ..?" -મેં પૂછ્યું.
"નથીંગ.." -ઊંડા વિચારમાં ખોવાઈ ગયેલો તેનો અવાજ આવ્યો.
"આઈ પ્રોમીસ.. હવે હું તને ક્યારેય હર્ટ નહીં કરું, નિકી. આઈ પ્રોમીસ, કે મારી આખી જિંદગી હું આ બધાની ભરપાઈ કરવામાં જ વીતાવીશ. "
"આઈ થીંક ઈટ'સ ટૂ લેટ.." -તેણે ફરી રડમસ અવાજે કહ્યું- "મને નથી લાગતું કે આ પીડા ક્યારે ય મારો પીછો છોડશે."
ગળા અને આંખોમાં મને તેનાં આંસુઓ સાંભળવા લાગ્યા.
.
"એવું ન બોલ નિકી..બધું જ સારું થઇ જશે. આપણા બંને પરનો તારો વિશ્વાસ ન ગુમાવ." -મેં ખુબ ધીરેથી કહ્યું. પણ મને પોતાને મારી આ વાત પર વિશ્વાસ નહોતો.
મને ડર હતો, કે મારી આ છેતરપીંડીના કાળા ઓળા લાંબા અરસા સુધી અમારી આ રીલેશનશીપ પર છવાયેલા રહેશે, ભલે હું કેટલા યે પ્રયત્નો કરતો રહું, મારા પોતાનાં આપેલા આ ઘાવને ભરવાની.
.
નિકી હળવે'ક થી ઉભી થઇ.
હું પણ મારી મરજી વિરુદ્ધ તેનાંથી અળગો થઈને બેઠો થયો.
તેની સાથેનું આ શારીરિક સામીપ્ય હવે પૂરું થવા જઈ રહ્યું હતું.
મને અંદાજો આવી ગયો, કે હવે નિકી ફરી પાછી અમારી વચ્ચે ઉભા થયેલ પ્રોબ્લમની વાત છેડવાની છે.
.
"હું તમારા બંનેની કલ્પના કરતાં મારી જાતને રોકી શકતી નથી. અને તેનાં ઉપરાંત બીજા કોની કોની સાથે તું રહ્યો હોઈશ, તેનાં જ વિચારો આવે રાખે છે...!"
.
યસ..
આઈ વોઝ રાઈટ..!
મારો અંદાજો બરાબર હતો..!!
"નિકી, પ્લીઝ.."- મેં મારો અવાજ હળવો રાખતા કહ્યું, કારણ કે હું જાણતો હતો કે તેને હક હતો, આ વાત છેડવાનો. પણ સ્વાર્થી બનીને હું તો એવું જ ઈચ્છતો હતો, કે અમારું આ સગપણ એવી રીતે જ ચાલતું રહે, જાણે કંઈ બન્યું જ ન હોય. અને એટલે જ મને કોઈ જ મન નહોતું ફરીથી એ વાત શરુ કરવાનું.
.
"બસ, મારે નીકળવું જોઈએ હવે, "-તેણે એક ઠંડો નિશ્વાસ નાખતાં કહ્યું, અને પોતાનાં કપડાં ઠીકઠાક કરવા લાગી.
હું તેની સુંદર કાયાને નીરખતો રહ્યો.
વિખરાયેલા વાળ સાથે તે કોઈ મસ્ત ફિલ્મ-મોડેલ જેવી દેખાઈ રહી હતી.
.
"આપણે આ બધામાંથી પસાર થઈ શકીશું, એન્ડ યુ નો ધેટ.." -મેં એ જ આશા સાથે કહ્યું, કે તે મારી વાતમાં વ્યક્ત થઇ રહેલ વિશ્વાસને તે અનુભવી શકે.
અચાનક જ મને તે ઘણી થાકેલી લાગવા લાગી.
તેની ભારે બોજલ પાંપણો, આંખોની નીચે કાળા કુંડાળા, અડધું ખુલ્લું તેનું મોં કે જેનાં કારણે તેનો લંબગોળ ચહેરો હજુ વધુ લાંબો દેખાતો હતો..
હા, મેં જ તેને આટલી થાકેલી અને નિરાશ બનાવી દીધી છે.
.
મારા ખભ્ભાઓને એક ઝટકો દઈને, મારી વાતો પર ધ્યાન દીધાં વીને તે ચાલતી થઇ.
હું તેની પાછળ પાછળ ગયો.
"નિકી.." -તેને મારી આશ્લેષમાં લેતાં મેં કહ્યું- "અહીં આવ..!"
"મારે વિકીને જોવા જવું છે.." -મારા ખભ્ભામાં ડૂબતું તેનું એક ડૂસકું મેં સાંભળ્યું, એટલે મેં તેને જોરથી જકડી લીધી..તેની પીડામાંથી તેને થોડી રાહત મળે, તે આશયથી.
.
હું ઈચ્છતો હતો કે હું તેનામાં એ જ આત્મવિશ્વાસ ફરીથી પરોવી શકું, જે એક સમયે તેનામાં હમેશ રહ્યા જ કરતો.
"જસ્ટ રિલેક્ષ નિકી..તારી પાસે હું છું ને.." -હું હળવે'ક થી બોલ્યો.
.
આ સાંભળીને તે અચાનક રડી પડી.
મેં વધુ સખ્તાઈથી જકડી..કે તરત જ એકદમ જોરથી તે મારાથી અળગી થઇ ગઈ, અને એક ઝાપટ મારા ગાલ પર મારી દીધી.
.
હું હેબતાઈ ગયો.
કોઈ જોરદાર થપ્પડ ન હતી તે, પણ આ એવી હરકત હતી જે તેણે આજ પહેલાં કોઈ દિવસ કરી નથી.
"બકવાસ નહીં કર, નિખિલેશ નાણાવટી, " -તે રડતાં રડતાં બોલી- તું મારી પાસે નથી, અરે..તું મારી પાસે ક્યારે ય હતો જ નહીં."
અને મને એવી જ... અવાચક અવસ્થામાં છોડીને તે પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી.
.
.
[નિકીની મનોગત]
નિખીલથી દુર ભાગીને હું મારી કારમાં બેસીને ખુબ જ ઝડપથી ત્યાંથી નીકળી ગઈ.
મારી આંખોમાંથી આંસુઓ એક પળ માટે પણ જાણે થંભવાનું નામ નહોતા લેતાં. પણ આ વખતે તેનું કારણ કંઇક અલગ જ છે.
મને ગુસ્સો આવે છે મારી જાત પર નિખીલ સાથે આમ શારીરિક રીતે નજીક જવા માટે.. તેને કીસ કરવા માટે.
ભલે હું કેટલી ય ઉતાવળી અને વિવશ કેમ ન હોઉં તેનો પ્રેમ મેળવવા માટે, પણ આવી રીતે મારે મારી જાતને તેને હવાલે કરવી જોઈતી ન હતી.
હવે મને લાગવા લાગે છે, કે મેં પોતાને કેટલી હલકી, કેટલી સસ્તી બનાવી નાખી હતી, તે અમુક ક્ષણો માટે.
.
હું નથી ઈચ્છતી કે નિખિલને એવું લાગે કે તેણે મને ફરી પાછી મેળવી લીધી છે.
હવે પોતાએ વધુ કોશિષ કરવાની જરૂર નથી, એવી લાગણી મારે તેનાં મનમાં નથી લાવવી.
તે આટલો જલ્દી કેવી રીતે માનવા લાગે, કે મેં તેને માફ કરી દીધો છે.
ના.. ક્યારે ય નહીં..!
તે મારા પ્રેમ, મારી વફાદારી, મારી ભક્તિને લાયક નથી. બિલકુલ જ નથી..!
મેં તેને બધું જ આપ્યું.. શારીરિક રીતે, ભાવનાત્મક રીતે, આર્થિક રીતે..
બધું.. એટલે બધું જ..!
પણ શેના માટે?
મને છેતરીને આ બધું જ, ફરી મારા મોઢા પર મારવા માટે ?
મને હર્ટ કરવા માટે?
જાણે કે તેનાં માટે મારી કિંમત કંઈ જ ન હોય, તેમ બહારે જઈને જ્યાં ત્યાં સુવા માટે?
એમાં કોઈ જ શક નથી, કે હું એક બેવકૂફની જેમ તેને પ્રેમ કરતી રહી છું અને સાચે જ.. મને તેની બહુ જ જરૂરત છે.
પણ તો યે,
અત્યારે તો મારો ક્રોધ બિલકુલ જ શાંત નથી થયો..!
.
અહીં તહીં, કોઈ પણ દિશામાં હું ડ્રાઈવ કરતી રહી.
ક્યાં જાઉં તે સમજાતું નહોતું.
કોઈ પણ એવી જગ્યા દેખાતી નથી કે જ્યાં મને થોડીકે ય શાતા મળી શકે.
મારી ફેમીલી..મારી ફેન્ડસ.. ક્યાંય નથી જવું મારે.
આ વખતે તો વિકી પાસે જઈને રોવાથી ય કોઈ શાંતિ નથી મળવાની.
.
વિકીની સામે જઈને બેસવાથી તો સ્મૃતિઓનો દરિયો ફરીથી ઉમાડવા માંડશે.
એવી દર્દનાક યાદો, જે મારી હિંમત... મારી તાકાતને ખતમ કરી નાખવાને સક્ષમ છે.
કેટકેટલા...અગણિત સવાલો ઉભા કરીને તે મારાથી દુર થઇ, આ દુનિયાથી ચાલી ગઈ છે.
વિકીને કઈ પીડા ખાઈ રહી હતી?
તેણે આવું કેમ કર્યું?
આવું આખરી પગલું તેણે શા માટે ભર્યું?
હું વિકીને ખુબ જ પ્રેમ કરતી હતી અને હજી યે કરું છું.
પણ હું તેને ય માફ નથી કરવાની, મને આવી રીતે સાવ એકલી છોડીને જવા બદ્દલ..
તેનાં મૃત્યુ બાદ, તેની હરેક દોસ્ત, દરેક ઓળખીતા-પાળખીતાને મેં કેટલી ય પૂછપરછ કરી હતી, કે તેને કઈ વાતથી આટલું ડીપ્રેશન આવી ગયું હતું.
પણ કોઈ કંઈ જ જાણતું નહોતું.
કદાચ, તેણે પોતાનું હૃદય કોઈ પાસે ખોલ્યું જ નહોતું.
કેટલી તડપી હશે તે અંદર ને અંદર..!
તેનું તે જ દર્દ આખરે તેનો જીવ લઈને રહ્યું.
જોબમાં કોઈ પ્રોબ્લમ ન હતો.
કેટકેટલા ફ્રેન્ડઝ હતાં તેનાં..!
અને ફેમીલીમાં ય કેટલી ક્લોઝ હતી તે..પાપા સાથે, મારી સાથે..રિચી સાથે..!!!
અમારામાંથી કોઈને ય કંઈ જ કહી ન શકી તે.. !
કેમ..? શા માટે..?
.
જ્યારે આ બધાં વિચારો તડપાવી તડપાવીને મારી ઊંઘ ઉડાડીને અડધી રાતે મને જગાડી દેતાં.. અને મને રોતી તડપતી કરી મુકે તેટલા જુલમ હું સહન કરતી હતી, એ વખતે..
એ વખતે નિખીલ જ મારી સાથે રહેતો..કાયમ..!
.
એક તે જ છે.. જે મને હિંમત દેતો રહ્યો, આવી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ તે જ દઈ શકતો હતો, મને.
ફક્ત તેની જ મોજુદગી એક એવી ચટ્ટાન બની જતી, જેની સાથે ટકરાઈને વિકીની યાદની હરેક લહેર તૂટીને ચૂર ચૂર થઇ જતી.
મારા પાપા અને રિચી બંને મારી સાથે હતા, પણ તે બંને ય પણ કેટલા ભાંગી ચુક્યા હતા, તો મને ક્યાં સંભાળવાના હતા, તે વખતે..!
અને ત્યારે મને એક બીજા જ તાકાતવાન ઇન્સાનની જરૂર હતી.
અને તે બીજો તાકાતવાન ઇન્સાન બન્યો...નિખીલ.
તે મને ધક્કો મારી મારીને આગળ ધકેલતો હતો..તે બધી વાતોનો સામનો કરવા માટે, કે જે એક હકીકત બની ચુકી હતી, અને ફરી ક્યારેય બદલાવાની નહોતી.
તેણે મને અંધારામાંથી બહાર કાઢી અને ફરીથી જીવવાની રાહ બતાવી આ બે વર્ષોમાં.
નહીં તો... હું તો આ દુનિયાનાં બધાં જ દરવાજાઓ બંધ કરીને, એકલી જ ઘુંટાઈને મરી જવાનું નસીબ લઈને આવી હતી.
વિકીની સહુથી નજીક હોવાને કારણે મને તો એવું જ લાગવા માંડ્યું હતું, કે ભલે તે મને કંઈ કહે કે ન કહે, પણ તેની પીડાને ખરે સમયે ઓળખી કાઢવાની મારી તો ફરજ જ હતી.. મારી જવાબદારી હતી એ.
પણ ત્યારે નિખીલ મને એમ કન્વીન્સ કરવામાં સફળ રહ્યો, કે હું જો કંઈ પણ જાણી યે શકી હોત, તો પણ હું કંઈ જ નહોતી કરી શકવાની. અને મારે મારી જાતને દોષ દેવાની કોઈ જ કારણ નહોતું, કારણ વિકી તો તે જ કરવાની હતી કે જે તેને જરૂરી લાગ્યું હોય.
પણ તો યે..
કાશ..
હું તેનાં મોતનું.. તેનાં ડીપ્રેશનનું કારણ જાણી શકી હોત..!
.
.
.
[નિખીલનાં વિચારો]
નિકી મને સાવ અવાચક અવસ્થામાં છોડીને પોતાનાં પાપાના ઘર તરફ ભાગી નીકળી.
મારે એની પાછળ પાછળ દોડવું જોઈતું હતું, પણ હું ન દોડ્યો
કારણ, બસ.. મેં હવે તેને થોડી સ્પેસ... થોડું એકાંત દેવાનું નક્કી કરી લીધું.
મેં તેને એક એવી છોકરીમાં ફેરવી નાખી છે, કે જેને હું પોતે જ નથી ઓળખી શકતો.
હવે તેને પાછી મેળવવા માટે મારે કોઈક તો તરકીબ વિચારવી જ પડશે.
.

આ બધું એકદમ મેસ્સ થઇ ગયું છે.
બધો જાણે કે કે ગૂંચવાડો ઉભો થઇ ગયો છે.
એક પળમાં તે મારી લાગણીઓનો પોઝીટીવ રિસ્પોન્સ આપે, તો બીજી જ પળે અમારાં આ સગપણની સામે એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાડીને, મને છોડીને ભાગી નીકળે.
.
કેમ કરવું શું કરવું, કંઈ જ સમજાતું નથી. પણ હું એટલું તો જાણું જ છું, કે આ ગુંચવાડાને આમ, વચ્ચે તો ન જ છોડી શકાય, ભલે ગમે એટલો જટિલ તે કેમ ન બની ગયો હોય... [વધુ પ્રકરણ આઠમા માં ]

.

અશ્વિન મજીઠિયા...