Samraat sinh books and stories free download online pdf in Gujarati

સમ્રાટસિંહ

સમ્રાટસિંહ

મેર મેહુલ

પ્રસ્તાવના

સમય રાત્રીના અગિયાર વાગ્યા હતા, હું મેર મેહુલ ભાવનગરથી રાજકોટ જવા ઓખાની ટ્રેનમાં બેસી ગયો હતો. મારી સામે એક આર્મીના સોલ્ઝર બેઠા હતા જેની સાથે વાતો કરવા માટે હું છેલ્લી અડધી કલાકથી વિચારી રહ્યો હતો. છેલ્લે મેં હિંમત કરીને વાત શરૂ કરી.

“હેલ્લો સર, મારુ નામ મેહુલ છે. ”મેં હાથ આગળ વધાર્યો.

“હાઈ મેહુલ, હું સમ્રાટસિંહ. ”તેણે મારા સાથે હાથ મેળવ્યો. પછી અમારા બંને વચ્ચે સામાન્ય વાતો થયી. મેં તેની વિશે જાણકારી મેળવી, તેણે કેવી રીતે આર્મી જોઈન કરી, કેવી હાલત થયી હતી જ્યારે ટ્રેનિંગમાં હતા, અત્યારે ક્યાં પોસ્ટિંગ છે. જેવી સામાન્ય વાત થઈ. બોટાદ આવતા તે ઉતરી ગયા, ઉતરતી વેળાએ પણ એ જેન્ટલમેને મારા જોડે હાથ મેળવ્યો અને મળવાની ખુશી વ્યક્ત કરી.

હું તેના વ્યક્તિત્વ તરફ અકર્ષાયો હતો. મારે તેના વિશે ઘણીબધી વાતો જાણવી હતી પણ સમય અને સંજોગના કારણે તે શક્ય ન થયું. બોટાદ વટાવી હું એકલો બેઠો હતો, મારી નજર જ્યાં સમ્રાટ સર બેઠા હતા તે સિટની નીચે ગયી, જ્યાં આર્મીનું એક બેગ હતું. હું સમજી ગયો કે આ બેગ સર ભૂલી ગયા છે, ટ્રેન આગળ નીકળી ગઈ હતી એટલે મેં તે બેગ ખોલી સરનો કોન્ટેક નંબર મેળવવાની કોશિશ કરી. બેગમાંથી તેના પરિવારનો ફોટો અને એક બાળકીનો ફોટો હતો. સાથે થોડા કપડાં અને જરૂરિયાતની વસ્તુ હતી. મેં તે ફોટાઓ પર હાથ ફેરવ્યો ત્યારે મને પરિવારથી દૂર રહેવાની લાગણીનો અનુભવ થતો હતો.

કપડાંની વચ્ચે મને એક ડાયરી મળી, મને લાગ્યું તેમાં એડ્રેસ અથવા મોબાઈલ નંબર હશે. મને બંને માહિતી તો મળી પણ સાથે એવી વાતો પણ જાણવા મળી જે કદાચ આ ડાયરી ના મળી હોત તો હું જાણી ના શકેત. આ ડાયરીમાં સમ્રાટ સરે એવી વાતો લખેલી હતી જે તેણે કોઈને ના કહેલી, કદાચ આ ડાયરી વાંચીને મેં ભૂલ કરી હતી પણ સમ્રાટ સરને જાણ નહિ થાય કે ડાયરી કોણે પરત કરી એટલે હું ખુશ છું. સમ્રાટ સર માટે મને એટલું જ માન થાય છે જેટલું એક જંગ જીતેલા વિર માટે થવું જોઈએ. તેની ડાયરીની વાતો કંઈક આ મુજબ હતી.

***

સમ્રાટસિંહ અશોકસિંહ, ગામ ભાવનગર જિલ્લાનું આલાપર ગામ, છ વર્ષ પહેલા આર્મી જોઈન કરી, પરિવારની વાતો, તેની બાળકીની વાતો. ઘણાબધા એવા કિસ્સા જે કોઈ જાણતું ન હતું. તેમાંથી એક કિસ્સો……

“ વર્ષ 2012, દિલ્લી ગેંગ રૅપની ઘટના હજી તાજી જ હતી, 16 ડિસેમ્બરે પૂરો દેશ ધ્રુજી ઉઠ્યો હતો. એ સમયમાં હું દસ દિવસની રજા લઈ ઘરે આવ્યો હતો. મારી પત્નીએ એક પરીને જન્મ આપ્યો હતો અને તે ખુશી સૌની સાથે વહેંચવા મને દસ દિવસની રજા મળી હતી. મને શું ખબર હતી કે આ દસ દિવસમાં મારે અહીં પણ એક લડાઈ લડવી પડશે.

હું ભાવનગર શહેરમાં મીઠાઈ લેવા આવ્યો હતો, સમય રાત્રીના અગિયાર વાગ્યા હશે. સામાન્ય રીતે રાત્રીના સમયે પણ મીઠાઈની દુકાનો ખુલ્લી હોય છે પણ દિલ્લી રૅપ કેસના લીધે મોટાભાગની દુકાનો બંધ હતી. એટલે મારે મીઠાઈ લેવા એવા એરિયામાં જવું પડ્યું જ્યાં કોઈના ઘરેથી મીઠાઈ મળી શકે.

હું એક વિસ્તારમાંથી પસાર થયો જે કદાચ શરાબી ઍરિયો હતો. એ ઍરિયો વટાવી એક ઝાડી-ઝાંખરાવાળું મેદાન હતું અને તે પૂરું થાય એટલે તે ઘર આવી જતું હતું જ્યાં મને મીઠાઈ લેવા માટે કોઈકે સલાહ આપી હતી. કદાચ મીઠાઈ તો મને ત્યાં પહોંચાડવા માટેનું એક બહાનું જ હશે. હું શરાબી વિસ્તારમાંથી પસાર થયો એટલે પેલું મેદાન આવ્યું. ત્રણ યુવાનનું ટોળું મને તે ઝાડીમાં જતું દેખાયું. ત્યાં ધ્યાન ન આપતા હું મીઠાઈ લેવા ચાલ્યો ગયો.

પાછો ફર્યો તો બાર વાગી ગયા હતા અને રસ્તો સુનસાન હતો, ખબર નહિ પણ મારું ધ્યાન પેલી ઝાડી પર પડ્યું અને ત્યાં કંઈક હલનચલન થતું લાગ્યું. કંઈક અજુગતું બની રહ્યું છે તેવો મને આભાસ થયો અને મેં બાઈક બાજુમાં પાર્ક કરી અને ગન કાઢી. હું તે બાજુ આગળ વધતો હતો, ધીમે ધીમે અવાજ વધતો ગયો, ત્યા એક ખંડરમાં પેલા ચાર ****(ગાળ)એક મહિલા પર બળાત્કાર કરવાની કોશિશ કરી રહ્યા હતા.

મારુ મગજ ત્યાં જ ઘુમરીએ ચડી ગયું અને મેં ગોળી મારી, ગોળી એક **** ના પગ પર લાગી અને તે ત્યાં જ પછડાઈ ગયો. બીજા ત્રણ પર પણ મેં ફાયર કર્યું પણ દિવાલનો સહારો લઈ તે ભાગવા લાગ્યા. ત્યારે તે મહિલાને મારી વધુ જરૂરત હતી એટલે હું તેની નજીક ગયો અને તેની સાડી આપી. પહેલા તે મહિલાને સાંત્વના આપીને પછી તે **** જેને ગોળી લાગી હતી તેને પકડ્યો, તેના બધા જ કપડાં ઉતાર્યા અને એક લાકડી લીધી. તે લાકડી મહિલાને આપી અને કહ્યું, “બહેન જે તમારા સાથે કૃત્ય કરી રહ્યો હતો તેનો બદલો લ્યો, તેને પણ જાણ થવી જોઈએ ને દર્દ શું કહેવાય. ” ગુસ્સામાં તે મહિલાએ પેલા **** ના અંગો પર લાકડી ભરાવી અને તે **** ત્યાં જ રડવા લાગ્યો. દયાની ભીખ માંગવા લાગ્યો.

મેં કહ્યું, “**** લે તારી ઈચ્છા પૂરી કરી લે આ તારી સામે જ ઉભી છે. ”મેં તેના મોંમાં, કાનમાં, નાકમાં બધી જ જગ્યા પર કાંટાઓની લાકડીઓ ભરાવી દીધી અને **** ને મારીને રસ્તા બાજુમાં ફેંકી દીધો અને તેના માથા પર ગુન્હેગાર લખી નાખ્યું.

બહેનને કહ્યું, “તમે આ વાત અહીં ભૂલી જજો અને કોઈને કહેતા નહિ, નહિતર હમેશાં માટે તમારા ચરિત્ર પર એક દાગ લાગી જશે. ”તે બહેન મારી સામે જોઇને રડતી જતી હતી. કદાચ દિલ્લી રૅપ કેસ વિશે સાંભળીને હું ઓછો દુઃખી થતો હતો પણ જ્યારે આ બહેનને જોઈ રહ્યો હતો ત્યારે મને ખુબ જ દુઃખ થતું હતું અને આવા લોકો પર ધૃણા થતી હતી. હજી પેલા ત્રણ **** ભાગી ગયા નહિતર તેને પણ પીડા શું કહેવાય તેનો અનુભવ કરાવી આપેત.

જ્યારે તે બહેનની જાણકારી મને મળી ત્યારે મને ખ્યાલ આવ્યો કે તે એક ઝૂંપડપટ્ટીમાં રહે છે અને જે મરી ગયો તે દારૂ પીને બે દિવસથી આ બહેનને હેરાન કરતો હતો. રાત્રે બહેનના પતિ કામ જાય તેનો ફાયદો ઉપાડીને આ બહેનને ગોંધી લીધી. હવે કોઈ ચમત્કાર જ થયો હશે કે તે દિવસે હું તે એરિયામાં મીઠાઈ લેવા ગયો અને મારું ધ્યાન ત્યાં અટક્યું જેથી આ કૃત્ય હું અટકાવી શક્યો, નહિતર હજી એક દિલ્લીવાળો રૅપ કેસ બહાર આવેત અને લોકો આઠ-દસ દિવસ વાતો કરીને ભૂલી જાત. દોષીને શોધી અને સજા આપવામાં વર્ષો નીકળી જાત અને ત્યાં સુધીમાં તે ઘરડો થઈને મરી જાત.

23 ડિસેમ્બરના રોજ ભાવનગરમાં એક 30 વર્ષના યુવાનનું મર્ડર થયું હતુ, જેનો ગુન્હેગાર હજી સુધી નથી મળ્યો. તેના શરીર પર અને શરીરના અંગો પર એવી રીતે ઘાવ આપવામાં આવ્યા હતા કે તેની લાશ જોઈને કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે. હા એ મર્ડર મેં જ કર્યું હતું. મર્ડર નો’હતું સારું કામ કર્યું હતું.

હું એક ફૌજી છું એટલે નિયમોનું પાલન કરનારો છું સાથે હું એક સામાન્ય નાગરિક પણ છું અને જ્યારે આવી ઘટના નજર સમક્ષ નિહાળું છું ત્યારે આવા લોકોને બજાર વચ્ચે લાવીને સળગાવી દેવાનું મન થાય છે, પણ સમાજ આ વાતો પર પણ ટીકા કરે અને આવા સંવેદનશીલ મુદ્દાને મરોડીને બ્રેકીંગ ન્યૂઝ બનાવી દે. મેં કોઈ અપરાધ નો’હતો કર્યો, જે કોઈ આવું કરે તેની સાથે આવું જ થવું જોઈએ, આગળ કોઈ આવું કરવાનું વિચારે તો પણ તેના પગ ધ્રૂજે ત્યારે મહિલા સુરક્ષિત છે તેમ કહી શકાય. નહીંતર આવા કિસ્સા બનતા જ રહેશે અને લોકો થોડા દિવસ ચર્ચા કરી ભૂલી પણ જશે.

સરહદ પર તો લડાઈ ઘણીબધી થાય છે અને તેને જીતવા માટે સૌ જવાન પૂરો પ્રયાસ કરે છે પણ સમાજમાં રહેલા દુશ્મનો જે અંદરથી જ સમાજને ખોખલું કરે છે જો તેનો નાશ નહિ કરીએ તો સરહદ પર ભલે વિજય મેળવીએ પણ એ એક પ્રકારની શર્મનાક હાર જ કહેવાશે. હું તો એ કાર્ય કરવા માટે કટ્ટીબદ્ધ છું પણ લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તેનો પણ હું પ્રયાસ કરીશ. -સમ્રાટસિંહ

આથી આગળ હું વાંચી ના શક્યો, પાછળના પૅજ પર તેનું સરનામું હતું, મોકલનારનું નામ ન લખી માત્ર તેઓના નામ પર મેં ડાયરી કુરિયર કરી દીધી. જંગ માત્ર સરહદ પરની જ નહિ હોતી, સમાજમાં પણ આવા દુશ્મનો છુપાયેલા છે. આવા દુશ્મનો આપણી વચ્ચે જ રહે છે. કદાચ આપણા વ્યક્તિત્વમાં પણ એ દુશ્મન છુપાયેલો હોઈ શકે. હવે બધી જ પરિસ્થિતિમાં સમ્રાટસિંહ જેવા માણસો પહોંચી નથી શકતા. ક્યારેક આપણે પણ સમ્રાટસિંહની જગ્યા લેવી પડે છે.

મને ગર્વ છે આ બધા જ સમ્રાટસિંહ પર જેઓ સમાજમાં પણ પોતાની ફરજ બજાવવાનું ભૂલતા નથી.

જય હિન્દ, જય ભારત. . . !!!

Share

NEW REALESED