Safarma madel humsafar - 23 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર ભાગ-23

સફરમાં મળેલ હમસફર 
ભાગ-23
મેર મેહુલ
       જ્યારે જે.ડી.રુદ્રને લઈને આવ્યો હતો ત્યારે જે.ડી.ની ત્રણેય બહેન અને સેજુ બારણે ઉભા હતા.રુદ્રને જોઈને સેજુએ આશ્ચર્ય સાથે કહ્યું, “આ અહીં ક્યાંથી?”
જે.ડી.ની મોટી બહેને કહ્યું, “ભાઈનો ફ્રેન્ડ છે,અમદાવાદથી જ આવ્યો છે. ભાઈને તેને લેવા ગયો હતો”
જે.ડી.ની નાની બહેન રીંકલે કોમેન્ટ મારી, “કેવો હેન્ડસમ છોકરો છે.જો આ મળી જાય તો પેલાંને છોડીને આના જોડે ભાગી જવ”
“હું આની જોડે જ બસમાં હતી.એકદમ બોર છોકરો છે,પુરા રસ્તામાં ચૂપચાપ બુક વાંચતો રહ્યો.મને નોટિસ પણ ના કરી.”સેજુએ મોં મચકોડયું.
“હેન્ડસમ છોકરા એવા જ હોય,કોઈને જલ્દી ભાવ ના આપે.તેની પાછળ સમય આપવો પડે”બીજા નંબર બહેન જ્યોતિએ સલાહ આપતાં કહ્યું.
“તારી કરતૂત આખા ગામને ખબર,તારી જેમ જો કોઈ કરે તો ફાંસી જ મળે,સારું છે તું સરપંચની પૌત્રી છો એટલે કોઈ કહેતું નથી નહીંતર બધા મેણા મારી મારી આમને આમ જ મારી નાખે”મોટી બહેન કાજલે  કહ્યું.
“એ જે કંઈ પણ હોય,જો આની સાથે સેટિંગ થઈ જાયને તો મજા આવી જાય”રીંકલે ફરી ટપકું રાખ્યું.
“ઓ મહારાણીઓ…આ બધી વાતો બંધ કરો,અઠવાડિયા પછી તમારા લગ્ન છે. કોઈ આવી વાતો સાંભળી જશે તો શું વિચારશે?”સેજુએ ત્રણેય બહેનને અટકાવતાં કહ્યું.
“અમારા તો લગ્ન છે જ પણ તારા નથી ને?તું કંઈક કરને?”રીંકલે આંખ મારીને કહ્યું.
“હું શું કામ કરૂં?મને એમાં કોઈ રસ નથી”
“તારાથી સેટિંગ ના થાય એમ કહી દે ને.રસ નથી એવું બહાનું શા માટે કાઢે છે?”સેજુની ઉડાડતા કાજલે કહ્યું.
“શું કામ ના થાય?એ દુનિયામાં અસંભવ જેવી કોઈ વાત જ નથી”સેજુએ અહમ સાથે કહ્યું, “પણ મને એમાં રસ જ નથી તો હું શા માટે તેને ભાવ આપું?”
“જો હું કારણ આપું તને”રીંકલે કહ્યું, “આમ પણ એક અઠવાડિયુ એ અહીં જ રહેવાનો છે.આપણી પાસે એક રમકડું છે એમ સમજીને સાત દિવસ તેની સાથે રમીએ.જો તને એ પસંદ આવી જાય તો બંને અમદાવાદમાં જ રહો છો અને પસંદ ના આવે તો તું ક્યાં રોજ એની સામે આવવાની છો?”
“એ વાત પણ બરાબર છે”કાજલે રીંકલની વાતને હવા આપી, “અમે તો કંઈ કરી શકવાના નથી.જો તું એને ફસાવી લે તો તું અમારી ગુરુ બસ”
“મારે કોઈનું ગુરુ નથી થવું, હું સેજુ છું એ જ બરાબર છે”
“મતલબ તારાથી નહિ જ થાય એ વાત સ્વીકારી લે”રીંકલે સેજુને ઉક્સાવતાં કહ્યું.
“હું શા માટે સ્વીકારું?”
“તો કરી બતાવને બકુ?”કાજલે પણ રીંકલની વાતમાં સાથ પુરાવ્યો.
“ઑકે ડન,આગળના સાત દિવસ પછી એ મારી પાછળ લટ્ટુ બનીને ફરતો હશે જોઈ લેજો”સેજુએ નાક પર આંગળી ઘસીને કહ્યું.
        એ સમયે તો સેજુએ ચેલેન્જ સ્વીકારી લીધી હતી પણ અત્યારે રહીને તેને એ વાતનો અફસોસ થતો હતો.એક નાનકડી વાતમાં તેણે રુદ્રને પોતાનાં પ્રેમમાં પાડવા અતિશયોક્તિ કરી દીધી એ તેને હવે સમજાતું હતું પણ હવે રુદ્ર ચાલ્યો ગયો હતો,સેજુને તરછોડીને.
      સેજુએ આંસુ લૂછયા.મનને સ્વસ્થ કર્યું અને પોતાની ભૂલ સુધારવા રૂમ બંધ કરી પહેલાં રૂમમાં આવી.ત્યાંથી એ ગામના ઇતિહાસની બુક લઈ સેજુ હવેલીએ આવી અને કઈ બન્યું જ ના હોય તેવી રીતે રુદ્રના રૂમમાં બુક રાખી પોતાનાં કામે વળગી ગઈ.
***
“હું સવજી….આ ગામ મારુ છે અને હું ગામનો રખેવાળ”માથા વિનાના ધડમાંથી આવ્યો.ધડમાંથી અવાજ આવતા સાથે જ રુદ્રના હિંમતનો બંધ તૂટી ગયો.તેણે ડરીને રાડ પાડી.
           રુદ્રએ આંખો ખોલી ત્યારે એ રૂમમાં એકલો હતો,ઠંડા રૂમમાં પણ તેને પરસેવો વળી ગયો હતો.રૂમનું વાતાવરણ એકદમ શાંત હતું.રુદ્રએ ઘડિયાળ સામે નજર કરી,સાંજના ચાર વાગ્યા હતા.
‘હું બાર વાગ્યાનો સૂતો છું?’રુદ્રએ પોતાની જાતને પૂછ્યું, ‘કોણ હતું એ?,મને શા માટે એ વ્યક્તિ ચેતવી રહ્યું હતું?,એ જગ્યા કંઈ હતી?’રુદ્રના મનમાં એકસાથે ઘણાબધા સવાલો ઘુમતાં હતા જેના જવાબ તેની પાસે નોહતા.રુદ્રએ બાજુમાં રહેલ ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને એક સાથે બધું પાણી પેટમાં ઠાલવી દીધું.
       રુદ્ર પાણીનો ગ્લાસ ટેબલ પર રાખવા જતો હતો ત્યાં તેની નજર ટેબલ પર રહેલા એક જાડા પુસ્તક પર પડી.રુદ્રએ એ કુતૂહલવશ એ પુસ્તક હાથમાં લીધું.
‘કચોટીયાનો ઇતિહાસ’પુસ્તક પર શીર્ષક લખ્યું હતું.ત્રણસો પૅજની જાડા દળના ભૂખરાં પૂંઠાવાળી પુસ્તક રુદ્રએ ખોલી એટલામાં હાથમાં જમવાની થાળી લઈ સેજુ રૂમમાં પ્રવેશી.સેજુને જોઈને રુદ્રએ પુસ્તક બંધ કરી દીધું.
 “ડૉકટરે જમીને દવા લેવા કહ્યું છે,તું જમી લે હું દવા આપી દઉં છું”સેજુ ટેબલ પર થાળી રાખી ફરી ગઈ.
“સેજુ….”રુદ્રએ અચકાઈને ધીમેથી સેજુને રોકી.સેજુ રુદ્ર તરફ ફરી પણ તેની નજર જમીન સાથે મળેલી હતી.રુદ્રએ ધ્યાનથી જોયું તું સેજુના પગ પાસે આંસુના ટીપાં પડતાં હતા.
“હેય, તું રડે છે?”સેજુ તરફ આગળ વધીને રુદ્રએ કહ્યું.
“આઈ એમ સૉરી,હું ત્યારે ગુસ્સામાં હતો.હું શું બોલ્યો એ વાતની મને પણ ખબર નથી.પ્લીઝ મને માફ કરી દે”
        સેજુએ રુદ્ર સામે જોયું,રડતી આંખોએ સ્મિત કરી સેજુ દવા લેવા ચાલી ગઈ.
        રુદ્રએ જમી લીધું ત્યાં સુધીમાં સેજુ દવા લઈ આવી ગઈ હતી.
“તું લાવી આ બુક?”રુદ્ર સેજુ સાથે વાતો કરવાની કોશિશ કરતો હતો.
“આપણે જે કામ માટે ગયાં હતાં એ તો થવું જ જોઈને”સેજુએ કહ્યું.
“થેંક્યું”રુદ્રએ સ્માઈલ આપી કહ્યું.
“સારું તું આરામ કર, કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજે હું બહાર છું”
“બેસને બે મિનિટ ક્યાં જવું છે અત્યારે?”રુદ્રએ સેજુને રોકીને બેડ પર બેસારી.
“મારી બહેનોનો કરિયાવર જોવા માટે બધી સ્ત્રીઓ આવી છે”કહી સેજુ ઉભી થઈને રૂમ બહાર નીકળી ગઈ.
         રુદ્રએ નિસાસો નાખ્યો.ફરી રુદ્રએ એ પુસ્તક હાથમાં લીધું,વાંચવા પૅજ ઉથલાવ્યું.થોડાં પૅજ વાંચીને જ રુદ્રની આંખો પહોળી થઇ ગઇ.
‘અશક્ય..!! આ કેવી રીતે શક્ય બને???’રુદ્ર સ્વગત બોલ્યો.રુદ્રએ બીજીવાર એ પૅજ ખોલ્યું.
‘સન 1701,ચાવડા વંશના ત્રીજા રાજાએ સવજી નામના એક સજ્જનને આ ગામ ભેટમાં આપ્યું હતું.એ સમયે સોનગઢના પરમાર વંશના રાજાને બાતમી મળી હતી કે સવજીને જે ગામ ભેટમાં અપાયું છે એ ગામની ઉત્તર-પૂર્વ દિશામાં  એક ગાવ દૂર એક ખેતરમાં ત્રણસો ફુટ નીચે મબલખ સોના-ઝવેરાત અને કિંમતી ચીજો ભંડારાયેલી છે.
      એ સમયે અઢળક મિકલતોના માલિક પરમારે એ ખજાનો મેળવવાની લાલચમાં સિહોરના રાજા સાથે એક કરાર કરેલો.સોનગઢ તરફ આવતાં રાહદારીઓ માટે પરબની વ્યવસ્થા કરવા માટે તેણે એક કૂવો ખોદાવવા સિહોરના રાજા પાસે પરવાનગી લીધી.
       પરમાર રાજાની ધારણ ખરેખર સાચી ઠરેલી!સવા ત્રણસો ફૂટ બાદ હીરાજડિત રત્નો અને સોનાનો ભંડાર મળેલ.પરમાર રાજાએ રાતોરાત એ સોનું બહાર કઢાવી સોનગઢ રવાના કરવાની યુક્તિ કરી. એ રાત્રે સવજી પોતાની માણકી લઈ પીપળીયા ગામથી પાછો ફરતો હતો.તેણે આ બધો ભંડાર એક ગાડામાં જતા જોયો.પહેલાં તો તેણે એ લોકોને રોકવાની કોશિશ કરી પણ જ્યારે એ લોકો માન્યા નહિ ત્યારે સવજી પોતાની માણકીને  રાજાના મહેલ તરફ દોડાવી.
      સવજીએ હજી એક ખેતર પાર કર્યું ત્યાં સોનગઢના સિપાહીએ તેને પકડી પાડ્યો.એ અંધારી રાતમાં ખૂની ખેલ ખેલાયો હતો.સવજીનું માથું વાઢી નાખવા સાથે તેની ઘોડી માણકીનું પણ કત્લ કરી એ કૂવામાં ફેંકી દેવામાં આવી હતા.કુવામાં ધૂળ નાખી વિસ ફુટ સુધી દાટી દેવામાં આવ્યો હતો.
    પછીના દિવસે એવી અફવા ફેલાઈ કે કોઈ બહારવટિયાની ટોળીએ સવજીને મારી નાખવામાં આવ્યો છે.આશ્ચર્ય પમાડે એવી વાત તો એ હતી કે એ જ રાત્રે તેના પરિવારમાં રહેતાં તેની પત્ની,દીકરી અને નાનો ભાઈ પણ ગાયબ થઈ ગયા હતાં. લોકવાયકામાં ઘણી વાતો થઈ પણ હજી સુધી તેઓનો પત્તો નથી લાગ્યો.
         એક વર્ષ પછી રહસ્યમય રીતે સોનગઢના ભંડારમાંથી એ ખજાનો ગાયબ થઈ ગયો.ત્યારબાદ શરૂ થયો મોતનો એક ખેલ.રહસ્યમય રીતે કોઈ રોજ  સોનગઢના એક સિપાહીનું માથું વાઢી નાંખતું અને રાજાના મહેલ સામે ફેંકી જતું.આવું સતત એક મહિનો ચાલ્યું.રાજાએ ઘણા ભુવા, ફકીર,બાવાજીને બોલાવ્યા પણ કોઈ આ ઘટના પાછળનું કારણ ન જાણી શક્યું.
        એક દિવસ એક ભુવા આવ્યા.તેણે આ કામ સવજીની આત્માનું હોવાનું અનુમાન લગાવ્યું અને એ ખજાનો કૂવામાં હોવાની પણ વાત કહી.ભુવાએ કુવા પાસે એક વિધિ કરાવી એ આત્માને બંધનમાં બાંધી.રાજા ખુદ એ વિધિમાં બેસ્યા.એ દિવસથી સિપાહીના કત્લ થતાં બંધ થઈ ગયા.રાજાએ આ વાતથી ખુશ થઈ ભુવાને બક્ષિસ માંગવા કહ્યું.ભુવાએ ત્યારે બદલામાં આ જમીન માંગી અને કચોટીયા ગામ વસાવ્યું.
       ત્યારબાદ સમયાંતરે આવી ઘટના ઘટતી.ગામનો કોઈ માણસ જો એ કુવામાં રહેલો ખજાનો શોધવાની કોશિશ કરતું તો એ રહસ્યમય રીતે ગાયબ થઈ જતું.પછી ગામના હિત માટે ગામના વૃદ્ધોએ એ કૂવો બુરાવી વાવમાં બદલી નાખ્યો અને કૂવા કાંઠે હનુમાનદાદાની દેરી બાંધી.ત્યારબાદ આવા કિસ્સા બનતાં બંધ જ થઈ ગયા પણ જો કોઈ એ વાવમાં ખજાનો શોધવા જશે તો  પોતાની જાનથી જશે.
           રુદ્રએ પુસ્તક બંધ કર્યું.તેના મગજમાં ફરી વિચારોનું વંટોળ ચડ્યું.
‘મને સપનામાં પણ સવજી નામ જ કહ્યું હતું.તેનું પણ માથું વાઢી નાખેલું હતું.આ પુસ્તક સાથે મારો શું સબંધ હશે?મારી કમરે છરો શા માટે હતો? અને મને આ સપનું પૂરું કેમ યાદ છે?સવજી મારા સપનામાં કેમ આવ્યો?,સેજુને કોણ કિડનેપ કરી શકે?શું સેજુ ખતરામાં છે?’
      સેજુને યાદ કરતાં રુદ્ર થડકી ઉઠ્યો.સેજુનું અત્યારનું વર્તન પણ કંઈક જુદું હતું.રુદ્રને સેજુની ચિંતા થવા લાગી.એ ઝડપથી ઉભો થઈને બહાર આવ્યો.સેજુએ કહ્યું હતું, ‘મારી બહેનોનો કરિયાવર જોવા માટે બધી સ્ત્રીઓ આવી છે’પણ બહાર તો કોઈ નોહતું.સેજુ પણ નહીં.
      સામે ભુપતભાઇ ઘોડીઓને ઘાસ નાખતા હતા.રુદ્ર તેની પાસે ગયો.
“કાકા,સેજુને જોઈ?”રુદ્રએ પૂછ્યું.
“હમણાં રીંકુના રૂમ તરફ જતી હતી”ભૂપતભાઈએ રીંકલના રૂમ તરફ આંગળી ચીંધી કહ્યું.રુદ્ર રીંકલના રૂમમાં ગયો.રીંકલ રૂમમાં એકલી હતી.
“એક્સકયુઝ મી”રુદ્રએ કહ્યું, “સેજુ છે?”
“ઓહ રુદ્ર,આવને”રીંકલે સ્મિત સાથે કહ્યું, “હું તને જ મળવા આવવાની હતી”
“મને મળવા?”રુદ્રએ કહ્યું,પછી પાછળથી સેજુને યાદ કરી કહ્યું, “સેજુ ક્યાં છે?
“એ હમણાં જ કામથી સંદીપ સાથે સિહોર ગઈ છે અને અંદર આવ મારે તારી સાથે વાત કરવી છે”
       સેજુ સંદીપ સાથે હતી એટલે રુદ્રને ધરપત થઈ.
“શું કામ હતું બોલ બેન”રુદ્રએ પૂછ્યું.
“તારી અને સેજુ વચ્ચે આજે સવારે શું થયું એ મને ખબર છે પણ એમાં સેજુની કોઈ ભૂલ નથી”કહી રીંકલે સેજુને કેવી રીતે ઉકસાવી હતી એ વાત કહી.
“એ તો ના જ પાડતી હતી પણ અમે જ તેને ઉકસાવી હતી”રીંકલે કહ્યું.
“શું તમે બહેનો પણ,મેં કારણ વિના તેને ખરું-ખોટું સંભળાવી દીધું”રુદ્રએ માથું પકડ્યું.
“તું ચિંતા ના કર,એ સમજદાર છે.”
“તારે આવું નોહતું કરવું યાર”કહી રુદ્ર ચાલવા લાગ્યો.
“આઈ એમ સૉરી”રીંકલે કહ્યું પણ એ પહેલાં રુદ્રએ દૂર નીકળી ગયો હતો.
       રુદ્ર રૂમમાં સેજુની રાહ જોતો અહીંતહીં આંટા મારતો હતો એટલામાં રીંકલ દોડીને આવી, “ સેજુનો ફોન આવ્યો હતો,તેઓની બાઇક સ્લીપ ખાઈ ગઈ છે.સંદીપને વધુ વાગ્યું છે.”
(ક્રમશઃ)
મેર મેહુલ