Tezaab - 6 books and stories free download online pdf in Gujarati

તેજાબ - 6

૬.  દગાબાઝ કોણ....?

 ‘એલ્યોર પહાડી’ પાસેની ફોજીચોકીના વિશાળ હોલમાં મિટિંગ ચાલતી હતી.

 આ મિટિંગમાં દિલીપ ઉપરાંત ૧૬ ગ્રેનેડીયર્સ બટાલિયનના ઉચ્ચ ઓફિસરો મોજૂદ હતા.

 ‘આપણે માટે સોનેરી તક છે.’ હોલમાં દિલીપનો પ્રભાવશાળી અને બુલંદ અવાજ ગુંજતો હતો, ‘પાકિસ્તાન સરકારની મદદથી ઘાટીમાં પહેલું તાલીમકેન્દ્ર ક્યાં શરૂ થયું છે તે સલીમ પાસેથી આપણને જાણવા મળી ગયું છે. તાલીમકેન્દ્ર ‘ટાઇગર હિલ’ની નજીક છે અને તેમાં પ્રવેશવાનો માર્ગ એક ઝૂંપડીમાં છે. આ ઝૂંપડીમાં એક અંધ વૃદ્ધા રહે છે. પરંતુ મિત્રો, વાસ્તવમાં એ વૃદ્ધા અંધ નથી પણ ભારતીય લશ્કરને થાપ આપવા માટે પોતે અંધ હોવાનો ડોળ કરે છે.’

 કર્નલ સુરેન્દ્ર ત્યાગી, બ્રિગેડિયર જશપાલસિંઘ વગેરે શાંતચિત્તે પૂરી ગંભીરતાથી દિલીપની વાત સાંભળતા હતા.

 ‘હવે આપનું પહેલું કામ તાલીમકેન્દ્રનો નાશ કરવાનું છે.’ દિલીપ પૂર્વવત અવાજે બોલ્યો, ‘આ તાલીમકેન્દ્રમાં ત્રાસવાદીઓને તાલીમ આપવામાં આવે છે. પાકિસ્તાનમાં નાપાક મનસૂબાઓ ઘડાય છે. હુમલા દરમિયાન આપણે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે.’

 ‘શું ?’ 

 ‘આપણે કોઈ પણ ભોગે પરવેઝ સિકંદરને કબજે કરવાનો છે.’

 ‘કેમ ?’

 ‘કારણ કે પરવેઝ જ તાલીમકેન્દ્રની રિંગલીડર છે. ઘૂસણખોરી વિશે જે વાત સલીમ નથી જાણતો તે પરવેઝ જાણે છે. મિત્રો, ત્રાસવાદીઓને હથિયાર કેવી રીતે સપ્લાય કરવામાં આવશે એનો સૌથી પહેલાં આપણે પત્તો લગાવવાનો છે. આપણે કોઈ પણ રીતે હથિયારની ખેપ ત્રાસવાદીઓ સુધી પહોંચતી અટકાવવાની છે કારણ કે આ જ હથિયારોના જોરે પાકિસ્તાની કમાન્ડોઝ સીમારેખા ઓળંગવાના છે. જો આપણે ત્રાસવાદીઓ સુધી હથિયારોની ખેપ પહોંચતી અટકાવી શકીશું તો આપણો અડધો ધ્યેય પાર પડી ગયો છે એમ જ તમે માની લો.’

 ‘તાલીમકેન્દ્ર પર હુમલો ક્યારે કરવાનો છે ?’ એક ફોજી ઓફિસરે પૂછ્યું.

 ‘એ પણ કહું છું.’ દિલીપ બોલ્યો, ‘પરંતુ એ પહેલાં આપણે તાલીમકેન્દ્ર પર કયા માર્ગેથી હુમલો કરવાનો છે તે હું તમને જણાવવા માગું છું.’

 દિલીપે ટેબલ પર પડેલ અણીદાર સીસમની રૂલ ઊંચકી લીધી અને પછી ખુરશી સરકાવીને સામેની દીવાલ પર લટકતા નકશા પાસે પહોંચ્યો.

 બધા દિલીપની વાતનો એક એક શબ્દ ખૂબ જ ધ્યાનથી સંભાળતાં હતા.

 ‘આ શ્રીનગર-લેહ રાજમાર્ગ છે.’ દિલીપે નકશામાં દેખાતી એક રેખા પર રૂલની અણી મૂકતાં કહ્યું, ‘અને આ શ્રીનગર-લેહ રાજમાર્ગ પર ’એલ્યોર પહાડી’ પાસે આવેલી આપણી એક ફોજીચોકી છે.’ એણે હવે રૂલની અણી એક ઊંચી પહાડી પર ગોઠવી હતી.

 હોલમાં સન્નાટો છવાયેલો હતો.

 બધા એકદમ ચૂપ હતા.

 ‘હવે આપણે આ ફોજીચોકીથી આગળ ‘ટાઈગર હિલ’ તરફ જવાનું છે.’ દિલીપ બોલ્યો, ‘અલબત્ત, ટાઈગર હિલ સુધી પહોંચવા માટે ઘણા માર્ગ છે, જેમાંથી એક માર્ગ કરીમબાબાની મઝાર પાસેથી પસાર થાય છે અને હું માનું છું ત્યાં સુધી...’ દિલીપે એક નાનકડા બિંદુ પર રૂલની અણી ગોઠવી, ‘આ કરીમબાબાની મઝાર છે, બરાબર ?’

 ‘હા...’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘તમારું અનુમાન બિલકુલ સાચું છે, મિસ્ટર દિલીપ....!’

 ‘થેંક યુ.’ દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો, ‘આપણે કરીમબાબાની મઝારવાળા રસ્તેથી જ પસાર થઈને તાલીમકેન્દ્ર પર હુમલો કરવાનો છે. આપણે ઝુંપડીવાળા માર્ગેથી બંકરમાં પ્રવેશીને જેમ બને તેમ જલદીથી આખા તાલીમકેન્દ્રને તથા ત્યાં મોજુદ ત્રાસવાદીઓને ખતમ કરવાનો પ્રયાસ કરીશું.કરીમબાબાની મઝારવાળો માર્ગ મેં એટલા માટે પસંદ કર્યો છે કેમકે એ વિસ્તાર ઉજ્જડ છે અને એ માર્ગેથી તાબડતોબ તાલીમકેન્દ્ર સુધી પહોંચી શકાય તેમ છે.’

 ‘તમે હુમલા માટે ખરેખર યોગ્ય માર્ગ જ પસંદ કર્યો છે, મિસ્ટર દિલીપ.’ એક અન્ય ઓફિસરે કહ્યું.

 ‘એક વાતની મને ખૂબ જ નવાઈ લાગે છે.’

 ‘કઈ વાતની...?’

 ‘ત્રાસવાદીઓનું એ કેન્દ્ર આપણી અ ફોજીચોકીથી બહુ દૂર નથી, પરંતુ તેમ છતાંય                                                           આજ સુધી આપણને એ ચોકીની ગંધ સુદ્ધાંનથી આવી. આપણી નજીકમાં જ આટલી ખતરનાક કામગીરી ચાલે છે તેની આપણને ખબર નથી પડી.’

 ‘એમાં તમારા લોકોનો કંઈ વાંક નથી.’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘ત્રાસવાદીઓનું એક એક પગલું યોજનાબદ્ધ છે. ‘ટાઇગર હિલ ‘નાં જે વિસ્તારમાં તાલીમકેન્દ્ર ચાલે છે, ત્યાં ક્યારેય કોઈ ત્રાસવાદી પ્રવૃત્તિ કરવામાં નથી આવી. આજુબાજુમાં રહેતા નાગરિકોએ પણ ક્યારેય ફોજ પાસે આવીને આ જાતની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ નથી નોંધાવી. એટલે આવી પરિસ્થિતિમાં એ વિસ્તાર તરફ ફોજનું ધ્યાન જાય પણ કેવી રીતે? તેઓ અગાઉથી જ નક્કી થયા મુજબ બધું કામ શાંતિથી, કોઈનેય રજમાત્ર પણ શંકા ન ઊપજે એ રીતે કરે છે.’

 ‘મિસ્ટર દિલીપ...’ બ્રિગેડિયર જશપાલસિંઘે કહ્યું, ‘હું તો કહું છું કે આપણે કાલે રાત્રે જ તાલીમકેંદ્ર પર તૂટી પડવું જોઈએ. આ મામલમાં વધુ ઢીલ કરવી હિતાવહ નથી.’

 ‘કાલે રાત્રે જ કેમ ?’ દિલીપે પૂછ્યું, ‘આપણે હુમલો કરવાનો જ છે તો આજે રાત્રે જ શા માટે ન કરીએ...?’

 બધા ચુપ રહ્યા.

 કોઈ કશું જ બોલ્યું નહીં.

 ‘તમે બધા એક વાત બરાબર સમજી લો.’ દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું, ‘હુમલામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. જો હુમલો કરવામાં મોડું થશે તો ગરબડ થવાની પૂરેપૂરી શક્યતા છે. આપણી યોજના લીક થઈ શકે છે. આપણે હુમલો કરવાના છીએ એની ત્રાસવાદીઓને અગાઉથી જ જાણ થઈ જાય એ બનવાજોગ છે.’

 ‘ઓહ...તો તમને અમારા પર શંકા છે, મિસ્ટર દિલીપ ?’ એક ઓફિસર સહેજ ઉશ્કેરાઈને બોલ્યો, ‘અમે ત્રાસવાદીઓ સાથે ભળેલા છીએ એમ તમે કહેવા માગો છો...?’

 ‘હું કોઈના ઉપર શંકા નથી કરતો ઓફિસર..’ દિલીપે આમથી તેમ ટહેલતાં કહ્યું, ‘મારા કહેવાનો અર્થ તમે સમજ્યા છો એ બિલકુલ નથી. મેં માત્ર મારું મંતવ્ય વ્યક્ત કરીને એક એક ડગલું સાવચેતીથી ભરવાની સલાહ આપી છે.આપણામાંથી કોઈ દગાબાજ છે કે નહીં એ બાબતમાં મારે કોઈ દલીલબાજી નથી કરવી.પરંતુ એટલું તો હું જરૂર ભારપૂર્વક કહીશ કે આપણે દુશ્મનને કોઈ તક ન આપવી જોઈએ.’

 ‘મિસ્ટર દિલીપ સાચું કહે છે.’ બ્રિગેડિયર જશપાલસિંઘ દિલીપની વાતને સમર્થન આપતાં બોલ્યો, ‘આપણે સાવચેતીથી એક એક ડગલું ભરવું જોઈએ.’

 ‘તો પછી આપણે ‘ટાઇગર હિલ ‘તરફ રવાના થવાની તૈયારી કરીએ.’

 ‘રવાના થતાં પહેલાં હું એક વાત પ્રત્યે તમારા સૌનું ધ્યાન દોરવા માગું છું.’ દિલીપ બોલ્યો.

 ‘કઈ વાત પ્રત્યે ?’

 દિલીપ ફરીથી રુલ લઈ નકશા પાસે પહોંચીને ઊભો રહ્યો.

 ‘આ જુઓ...’ એણે નકશા પર એક જગ્યાએ રૂલની અણી મૂકી, ‘તાલીમકેન્દ્ર આ સ્થળે છે. હવે ઘડીભર માટે માની લો કે ત્રાસવાદીઓ તાલીમકેન્દ્રમાંથી નાસી છૂટે છે. તો તેમાં નાસી શકે એવા બે ન્માર્ગ છે. પહેલો માર્ગ એ કે જે દક્ષિણ ભાગમાં આગળ જતાં શ્રીનગર –લેહ રાજમાર્ગ સાથે જોડાઈ જાય છે. બરાબર છે.?’

 ‘હા...’

 ‘કરીમબાબાની મઝારવાળા માર્ગેથી તાલીમકેન્દ્ર પર હુમલો કરવાની યોજના તો આપણે બનાવીએ જ છીએ, હવે બાકી રહે છે દક્ષિણ ભાગવાળો માર્ગ. આપણે એ તરફથી પણ તાલીમકેન્દ્ર પર ધોંસ બોલાવવી જોઈએ એમ હું માનું છું. આમ કરવાથી ત્રાસવાદીઓને નાસવાના બંને માર્ગ બંધ થઈ જશે અને તેઓ સહેલાઈથી આપણી જાળમાં આવી ભરાશે.’

 ‘અદભુ...!’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી મોકળા મને દિલીપની પ્રશંસા કરતાં બોલ્યો, ‘ત્રાસવાદીઓને સકંજામાં લેવાની યોજના કાબિલે તારીફ છે. આપણે બંને તરફથી જ તાલીમકેન્દ્ર પર હુમલો કરવો જોઈએ.’

 ‘તો આ પ્રોગ્રામ નક્કી જ છે, ખરું ને?’

 ‘એકદમ નક્કી.’

 ‘મિસ્ટર સિંઘ...!’ દિલીપે બ્રિગેડિયર જશપાલસિંઘ સામે જોતાં કહ્યું, ‘યોજનાના અમલ પહેલાં તમારે પણ તાબડતોબ એક કામ કરવાનું છે.’

 ‘બોલો.’

 દિલીપે ઓવેરકોટના ગજવામાંથી ગડી કરેલો એક કાગળ કાઢીને એની સામે લંબાવ્યો. 

 ‘આ કાગળમાં અમુક ચીજવસ્તુઓની યાદી લખેલી છે. આ બધી વસ્તુઓની હુમલો કરતી વખતે જરૂર પડશે. તમે તાબડતોબ આ ચીજવસ્તુઓની વ્યવસ્થા કરો.’

 જશપાલસિંઘે કાગળની ગડી ઉકેલીને તેના પર લખેલ ચીજવસ્તુઓનાં નામ વાંચ્યાં.

 ‘ભલે...!’ છેવટે એ બોલ્યો, ‘હું હમણા જ બધી વસ્તુઓની વ્યવસ્થા કરું છું.’

 ત્યાર બાદ તે તરત જ ઊભો થઈને મિટિંગહોલમાંથી બહાર નીકળી ગયો.

 એ જ વખતે કર્નલ સુરેન્દ્ર ત્યાગીના કાંડાઘડિયાળમાંથી પીપ....પીપ..નો અવાજ ગુંજવા લાગ્યો.

 વાસ્તવમાં સુરેન્દ્ર ત્યાગીનું એ ઘડિયાળ એક ઓછી રેન્જનું ટ્રાન્સમીટર હતું. એના ડાયલકવર પર જ બે માઈક હતાં અને તેના નોબથી ફ્રિકવન્સી સેટ કરી શકાતી હતી તથા ઓન –ઓફ સિસ્ટમ હતી.

 ‘બ્લેક ટાઈગર વાત કરવા માગતો હોય એવું લાગે છે.’ પીપ...પીપ...નો અવાજ સાંભળતાં જ સુરેન્દ્ર ત્યાગી બોલી ઊઠ્યો.

 ‘બ્લેક ટાઈગર....?’

 બ્લેક ટાઈગરના નામથી જાણે કે વિસ્ફોટ થયો.

 દિલીપને પણ આ સહસ્યમય પાત્રનો અવાજ સાંભળવા મળવાનો હતો, એ પળ પણ આવી પહોંચી હતી.

 સુરેન્દ્ર ત્યાગીએ પોતાની કાંડાઘડિયાળનું નોબ બહાર ખેંચીને તેની ફ્રિકવન્સી સેટ કરી.

 તરત જ સંપર્ક સ્થાપિત થઈ ગયો.

 ‘હલ્લો...કર્નલ સુરેન્દ્ર ત્યાગી સ્પીકિંગ.’

 ‘હું ‘બ્લેક ટાઈગર ‘બોલું છું, કર્નલ સાહેબ !’ તરત જ એક ઘોઘરો અવાજ સૌને સંભળાયો.

 આખા મિટિંગહોલમાં ખામોશી ફરી વળી.

 પોતાની જાતને ‘બ્લેક ટાઈગર ‘તરીકે ઓળખાવાતો શખ્સ અવાજ બદલીને બોલે છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

 દિલીપ ધ્યાનથી એનો અવાજ સાંભળવા લાગ્યો.

 ‘ઓહ...તો મારું અનુમાન સાચું જ પડ્યું.’ કર્નલ ત્યાગીએ કહ્યું, ‘તું બ્લેક ટાઈગર જ છો. ખેર, બોલ....શું સમાચાર છે...?’

 ‘સમાચાર તો ખૂબ જ ખાસ છે, કર્નલ સાહેબ..! પરંતુ પહેલાં હું મિસ્ટર દિલીપ સાથે વાત કરવા માગું છું.’

 ‘મિસ્ટર દિલીપ ?’

 પોતાનું નામ સાંભળીને દિલીપ પણ ચમક્યો હતો.

 ‘મિસ્ટર દિલીપ અહીં આવ્યા છે એ વાત તું કેવી રીતે જાણે છે, બ્લેક ટાઈગર...?’ સુરેન્દ્ર ત્યાગીએ અચરજથી પૂછ્યું.

 જવાબમાં બ્લેક તાઈગરનું અટ્ટહાસ્ય ગુંજ્યું.

 ‘કર્નલ સાહેબ...!’ છેવટે એનો ઘોઘરો અવાજ ગુંજ્યો, ‘આ વાત માત્ર હું જ નહીં, બલકે તાલીમકેન્દ્રમાં તાલીમ લઈ રહેલા તમામ ત્રાસવાદીઓ પણ જાણે છે. હવે સમય વેડફ્યા વગર તાબડતોબ મિસ્ટર દિલીપ સાથે મારી વાત કરાવો.’

 સુરેન્દ્ર ત્યાગીના ચહેરા પર પળભર માટે વ્યાકુળતાના હાવભાવ છવાયા.

 ‘લો, મિસ્ટર દિલીપ.’ છેવટે એણે કાંડાઘડિયાળ કાઢીને દિલીપ સામે લંબાવતાં કહ્યું,’બ્લેક ટાઈગર તમારી સાથે વાત કરવા માગે છે.’

 દિલીપે એના હાથમાંથી ઘડિયાળ લીધી.

 ‘યસ...!’ એણે કહ્યું, ‘કેપ્ટન દિલીપ સ્પીકિંગ.’

‘જયહિન્દ, મિસ્ટર દિલીપ..’ બ્લેક ટાઈગરનો ઉત્સાહભર્યો અવાજ તેને સંભળાયો.

 ‘જયહિન્દ...!’

 ‘આજે મને તમારા જેવા બાહોશ જાસૂસ સાથે વાત કરવાની તક મળી છે એ મારું સદભાગ્ય છે, મિસ્ટર દિલીપ. હું તમને એક ખાસ બાતમી આપવા માંગું છું.’

 ‘કેવી બાતમી ?’

 ‘થોડી વાર પછી બરાબર અગિયાર વાગ્યે અહીં તાલીમકેન્દ્રમાં ત્રાસવાદીઓની એક ખાસ મિટિંગ યોજાવાની છે. અલબત્ત, મિટિંગ શા માટે યોજાય છે એની હજુ મને ખબર નથી પડી, પરંતુ અહીંનું વાતાવરણ જોતાં કોઈક મોટો બનાવ બનવાનો છે એવું મને લાગે છે.’

 ‘કેવો બનાવ ?’

 ‘કદાચ આ લોકો કોઈક મોટી ખાનાખરાબી સર્જશે.’ બ્લેક ટાઈગરનો ઘોઘરો અવાજ ગુંજ્યો, ‘પરંતુ ખૂનરેજી કઈ જગ્યાએ થશે એ હજુ કંઈ નક્કી નથી.’

 ‘ઓહ..’

 દિલીપના દેહમાં ધ્રૂજારી ફરી વળી.

 અર્થાત અમુક વધુ માણસોના જીવ જોખમમાં હતા.

 ‘મિસ્ટર દિલીપ, હું માનું છું ત્યાં સુધી ત્રાસવાદીઓના તાલીમકેન્દ્રનું સરનામું તો તમને મળી જ ગયું હશે ?’

 ‘હા, મળી ગયું છે.’

 ‘હવે તમારો શું પ્રોગ્રામ છે ?’

 દિલીપના ચહેરા પર પળભર માટે ખમચાટના હાવભાવ ફરકીને અદ્રશ્ય થઈ ગયા.

 ‘હું હવે તાલીમકેન્દ્ર પર હુમલાની તૈયારી કરું છું.’ છેવટે કશુંક વિચારીને એણે સાચી હકીકત જણાવી દીધી.

 ‘વેરી ગુડ...પરંતુ હું તમને એક વણમાંગી સલાહ આપું છું, મિસ્ટર દિલીપ...!’

 ‘શું ?’

 ‘તમે અત્યારે, બલકે પળનાય વિલંબ વગર તાલીમકેન્દ્ર પર તૂટી પડો.’

 ‘કેમ ? આટલા જલદી શા માટે ?’

 ‘એટલા માટે મિસ્ટર દિલીપ કે જો તમે હુમલો કરવામાં જરા પર ઢીલ કરશો તો હુમલો થવાનો છે એ વિશેની બધી માહિતી ત્રાસવાદીઓ સુધી પહોંચી જશે...નાસીરખાન સુધી પહોંચી જશે. જે રીતે હું ત્રાસવાદીઓને બાતમી તમારા સુધી પહોંચાડું છું એ જ રીતે તમારી ભારતીય ફોમાં પણ એક દગાબાઝ અધિકારી છે અને આ અધિકારી લશ્કરી હિલચાલની બધી માહિતી ત્રાસવાદીઓ સુધી પહોંચાડે છે. તમારે એનાથી સાવચેત રહેવાની જરૂર છે, મિસ્ટર દિલીપ !’

 ‘દગાબાઝ..’ દિલીપનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં, ‘ભારતીય લશ્કરમાં કોણ દગાબાઝ છે ?’

 ‘એ તો હું પણ નથી જાણતો, પરંતુ મને એના નામની ખબર પડશે કે તરત જ હું તમને જાણ કરી દઈશ. હવે તમે એક બીજું કામ પણ કરો, મિસ્ટર દિલીપ !’

 ‘શું ?’

 ‘તમે મને તમારા ટ્રાન્સમીટરનો ફ્રીક્વન્સી નંબર આપો.’

 ‘કેમ ?’

 ‘એટલા માટે કે ત્રાસવાદીઓની ગતિવિધિની માહિતી હવે હું સીધી તમને જ આપવા માંગું છું.’

 દિલીપે તેને પોતાના ટ્રાન્સમીટરનો ફ્રીક્વન્સી નંબર જણાવી દીધો.

 ‘થેંક યૂ મિસ્ટર દિલીપ.’

 બ્લેક ટાઈગરે સંપર્ક તોડવાનો પ્રયાસ કર્યો.

 ‘એક મિનિટ બ્લેક ટાઈગર !’ દિલીપે તેને અટકાવતાં કહ્યું.

 ‘બોલો..’

 ‘હું પણ તને એક સવાલ પૂછવા માંગું છું.’

 ‘પૂછો...’

 ‘તું દેશની આટલી સેવા કરે છે તો પછી અમારી સામે શા માટે નથી આવતો ?’

 દિલીપનો સવાલ પૂરો થતાં જ ટ્રાન્સમીટર પર કથિત બ્લેક ટાઈગરનું બુલંદ અટ્ટહાસ્ય ગુંજી ઊઠ્યું.

 ‘આ બ્લેક ટાઈગરને પડદાની પાછળ જ છુપાયેલો રહેવા ડો, મિસ્ટર દિલીપ !’ છેવટે હસવાનું બંધ કરીને એણે કહ્યું, ‘જે દિવસે પણ હું પડદાની ઓટમાંથી બહાર નીકળીશ એ જ દિવસે મારો અંત આવી જશે.’

 ‘પણ..’

 ‘પ્લીઝ, મિસ્ટર દિલીપ.’ બ્લેક ટાઈગરે વચ્ચેથી જ એની વાતને કાપી નાખતાં કહ્યું, ‘મારા આ કામને તમે આવી રીતે જ ચાલવા ડો. એમાં જ મારું તથા ભારતીય ફોજ બંનેનું હિત છે.’

 આટલું કહ્યા બાદ પળનોય વિલંબ કર્યા વગર બ્લેક ટાઈગરે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો.

 મિટિંગહોલમાં ઘેરો સન્નાટો છવાયેલો હતો.

 તેમની વચ્ચે એક દગાબાઝ પણ છે એવા બ્લેક ટાઈગરના ધડાકાએ દિલીપના હૃદયને હચમચાવી મૂક્યું હતું. અત્યાર સુધી દિલીપને કોઈકના દગાબાઝ હોવાની માત્ર શંકા જ હતી, પરંતુ બ્લેક ટાઈગરની વાતથી આ શંકાને સમર્થન પણ મળી ગયું હતું.

 તેમની વચ્ચે કોણ દગાબાઝ હતું ?

 દિલીપની શંકાભરી નજર ફોજી ઓફિસરોના ચહેરા પર ફરવા લાગી.

 ‘મે એક નિર્ણય કર્યો છે.’ છેવટે એ મક્કમ અવાજે બોલ્યો.

 ‘શું ?’

 ‘ત્રાસવાદીઓના તાલીમકેન્દ્ર પર આપણે કોઈ પણ ભોગે આજે રાત્રે જ હુમલો કરવાનો છે.’

 ‘પણ..’ એક ફોજી ઓફિસરે કશુંક કહેવાનો પ્રયાસ કર્યો.

 ‘આ બાબતમાં હું હવે કોઈ સવાલ કે દલીલ સાંભળવા નથી માગતો.’ દિલીપ વચ્ચેથી જ તેને અટકાવીને નિર્ણયાત્મક અવાજે બોલ્યો.

 ‘ઓ.કે.’

 ‘હુમલા વિશે બીજું કંઈ પૂછવાનું હોય તો પૂછી શકો છો.’

 બધા ચૂપ હતા.

 ‘અર્થાત કોઈને કંઈ નથી પૂછવું.’ દિલીપ પોતાની હેટ સરખી કરતાં બોલ્યો.

 ‘ના..’

 દિલીપ તરત જ ખુરશી પરથી ઊભો થઈ ગયો.

 હોલમાં મોજૂદ બાકીનાઓએ પણ તેનું અનુકરણ કર્યું.

* * *

 તાલીમકેન્દ્રના વિશાળ બંકરમાં રાત્રીના સમયે ત્રાસવાદીઓની મિટિંગ ચાલતી હતી.

 નાસીરખાનના હોલ જેવા ખંડમાં પરવેઝ, રેશમા, પાકિસ્તાનના ત્રણેય જાસૂસ ઉપરાંત લગભગ બધા ત્રાસવાદીઓ મોજુદ હતા.

 બધાં જમીન પર પથરાયેલા ગાલીચા પર બેઠાં હતાં.

 રૂમની દીવાલો પર ઠેકઠેકાણે લોખંડના કડામાં મશાલો સળગતી હતી જેનું ભરપૂર અજવાળું હોલમાં પથરાયેલું હતું.

 નાસીરખાન હમણા જ બગલઘોડીના ટેકે ત્યાં આવીને સભાની વચ્ચે જ ગાલીચા પર બેઠો હતો.

 ‘શું વાત છે, બાબા...?’ અનવરે સન્માનસૂચક અવાજે પૂછ્યું, ‘આપે અત્યારે બધાંને અહીં શા માટે બોલાવ્યાં છે...?’

 ‘કહું છું.’ નાસીરખાન પોતાના રૂ જેવા સફેદ વાળમાં આંગળી ફેરવતાં બોલ્યો, ‘આપણે અત્યારે જ તાબડતોબ એક કામ કરવાનું છે અને એટલા માટે જ મેં આ મિટિંગ બોલાવી છે. પરંતુ એ પહેલાં હું મારા મગજની એક શંકા તમને સૌને જણાવવા માગું છું.’

 ‘કેવી શંકા....?’

 ‘કોણ જાણે કેમ મને એવું લાગે છે કે સલીમ રઝા પોલીસની ચુંગાલમાં સપડાઈ ગયો છે અને એણે પરવેઝ સાથે ટ્રાન્સમીટર પર જે કંઈ વાતચીત કરી હતી તે પોલીસના આદેશથી જ કરી હતી.’

 ‘આ....આ આપ શું કહો છો, બાબા...!’ પરવેઝે ચમકીને પૂછ્યું.

 ‘મેં કહ્યું તો ખરું કે આ માત્ર મારા મગજમાં ઉદભવેલી એક શંકા જ છે, જે ખોટી પણ હોઈ શકે છે. જરા વિચારો....જો સલીમ રઝા પોલીસના સંકજામાં આવી ગયો હશે, તો શું થશે..?’

 ‘કશું જ નહીં થાય, બાબા,...!’ પરવેઝ બેદરકારીથી ખભા ઉછાળતાં બોલ્યો, ‘સૌથી પહેલાં તો આપણી એ શંકા જ ખોટી છે કે સલીમ પોલીસની ચુંગાલમાં સપડાઈ ગયો હશે. અને તેમ છતાંય ઘડીભર માટે માની લઈએ કે એવું બન્યું હશે, તો પણ એ મોં નહીં ઉઘાડે.’

 ‘તું હજુ કેપ્ટન દિલીપને બરાબર ઓળખાતો નથી, પરવેઝ...! તેં માત્ર એનું નામ જ સાંભળ્યું છે, એના કામથી તું વાકેફ નથી. આજે દુનિયાભરમાં એના નામનો ડંકો વાગે છે.દેશદાઝ એનામાં ઠાંસીઠાંસીને ભરી છે. પોતાના અને ખાસ કરીને દેશના દુશ્મનોને એ કોઈ કાળે નથી છોડતો. તે ઉપરથી જેટલો નરમ દેખાય છે એટલો જ અંદરખાનેથી ક્રૂર અને કઠોર છે. એ પથ્થરને પણ એક વખત બોલવા માટે લાચાર કરી ડે એવો છે.’

 ‘બાબા, આપ દુશ્મનનાં જરૂર કરતાં વધુ વખાણ કરો છો એવું આપણે નથી લાગતુ?’

 ‘જરૂર લાગે છે !’ નાસીરખાન બોલ્યો, હું દુશ્મનનાં વધુ પડતાં વખાણ કરું છું. પરંતુ જો દુશ્મન વખાણને લાયક હોય તો ચોક્કસ એનાં વખાણ કરવાં જ જોઈએ. એનાથી માણસ થાપ ખાતો બચી જાય છે. દુશ્મનની તાકાતનું મૂલ્યાંકન કદાપી આપણાથી ઓછું ન કરવું જોઈએ, એ કથાન તો તેં સાંભળ્યું જ હશે ?’

 પરવેઝ ચુપ થઈ ગયો.

 ‘હવે હું મુદ્દાની વાત પર આવું છું. એ વાત કે જેને માટે મેં આટલી મોડી રાત્રે આ મિટિંગ યોજી છે.’

 સૌ એકદમ ટટ્ટાર થઈ ગયા.

 મિટિંગનું કારણ જાણવા માટે બધા આતુર હતા.

 ‘હમણાં થીડી વાર પહેલાં આઈ.એસ.આઈ. ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીસાહેબ સાથે મારે ટ્રાન્સમીટર પર વાતચીત થઈ છે. તેમના કહેવા મુજબ કાલથી અમેરિકામાં ‘યુનો’ નું એક મોટું અધિવેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં પાકિસ્તાન આખી ડૂણીઆઆ સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માગે છે, પરંતુ કઠણાઈ એ વાતની છે કે દુનિયા આખીનું ધ્યાન ખેંચાય એવો કોઈ બનાવ છેલ્લા ઘણા સમયથી કાશ્મીરમાં નથી બન્યો. આ કારણસર આખી દુનિયા એવા ભ્રમમાં રાચવા માંડી છે કે કાશ્મીરનો મામલો ઠંડો પડી ગયો છે.’

 ‘પણ કાશ્મીરનો મામલો હજુ ઠંડો નથી પડ્યો, બાબા...!’ વીસેક વર્ષની વય ધરાવતા એક યુવાન ત્રાસવાદીએ તીવ્ર અવાજે કહ્યું.

 ‘હું માનું છું બેટા...!’ નાસીરખાન લાગણીભીના અવાજે બોલ્યો, ‘કાશ્મીરનો મામલો હજુ ઠંડો નથી પડ્યો એની મને ખબર છે. પરંતુ આખી દુનિયા કંઈ આ વાત નથી જાણતી.’

 બધા ત્રાસવાદીઓ સ્તબ્ધ બનીને નાસીરખાનના ગંભીર ચહેરા સામે તાકી રહ્યા.

 ‘સાંભળો...!’ નાસીરખાન ગંભીરઅવાજે બોલ્યો, ‘દુનિયાના આ ભ્રમને તોડવા માટે આજે રાત્રે જ કાશ્મીરમાં કોઈક મોટી ત્રાસવાદી કાર્યવાહી થાય...આખી દુનિયા કંપી ઉઠે એવો કોઈક ભયંકર નરસંહાર થાય એવું પાકિસ્તાની સરકાર ઈચ્છે છે. પછી આવા ગરમ વાતાવરણને કારણે યુનોના અધિવેશનમાં કાશ્મીરની આઝાદીનો મુદ્દો ઉઠાવવામાં પાકિસ્તાની સરકારને કોઈ તાજ્લીફ નહીં પડે.’

 ‘નરસંહાર...?’

 ‘હા...બહુ મોટો નરસંહાર..’

 ‘પણ આજે રાત્રે જ આટલો મોટો નરસંહાર ક્યાં થઈ શકે તેમ છે, બાબા..?’ રેશમાએ પૂછ્યું. એના અવાજમાં કુતુહલ હતું.

 ‘નરસંહાર આજે રાત્રે જ થશે.’ નાસીરખાન મક્કમ અવાજે બોલ્યો, ‘એણે માટેની જગ્યા પણ મેં નક્કી કરી લીધી છે.’

 ‘કઈ જગ્યાએ..?’

 ‘શ્રીનગર –લેહ રાજમાર્ગની પેલે પાર આવેલા ‘સરકાજી’ ગામને આજે રાત્રે આપણે નિશાન બનાવવાનું છે. ત્યાન એક જ ધર્મનાં લગભગ પાંત્રીસેક ઘર છે. આ પાંત્રીસે પાંત્રીસ ઘરમાંથી આજે કોઈ ન બચવું જોઈએ. બધાંને વીંધી નાખો. વીણી વીણીને મોતને ઘાટ ઉતરી દો. નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી કોઈને પણ જીવતાં નથી રાખવાનાં.આ કામ પાર પડી જાય પછી જોઈ લેજો...કાલે માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં, બલકે આખી દુનિયામાં ખળભળાટ મચી જશે. કાશ્મીરનો મામલો ઠંડો નથી પડ્યો, પરંતુ કાશ્મીરની આઝાદીનો જંગ આજે પણ પૂરા જોરશોરથી ચાલુ છે એ વાતની દુનિયાભરને ખબર પડી જશે.’

 ‘એ તો બરાબર છે...પણ સરકાજીમાં જઈને આ નરસંહાર કોણ કરશે...?’

 ‘આ કામ માટે મેં રમ્જાનને પસંદ કર્યો છે.’ નાસીરખાન રમજાન સામે જોતાં બોલ્યો, ‘રમજાનની સાથે એ.કે. ૪૭ એસોલ્ટ રાઈફલ લઈને બીજાં નવ જેહાદીઓ પણ જશે. બોલ, રમજાન...આ કામ થશે તારાથી ?’

 ‘શા માટે નહીં થાય બાબા?’ રમજાને ઉત્સાહભેર કહ્યું, ‘બલ્કે આપે આવા અગત્યના કામ માટે મને પસંદ કર્યો એ તો મારે માટે ગર્વની વાત છે.’

 ‘રમજાનની સાથે બીજા કયા નવ જણ જશે, બાબા...?’ પરવેઝે પૂછ્યું.

 નાસીરખાને એક એક કરીને બાકીના નવ જણનાં નામ ઉચ્ચાર્યાં.

 નામ સાંભળતાં જ એ બધા જેહાદીઓ પોતપોતાનાં સ્થાનેથી ઊભા થઈ ગયા.

 થોડી વાર પછી રમજાન સહિત દસેય જેહાદીઓ એક ખતરનાક નરસંહાર સર્જવાનું કામ પાર પાડવાના ઈરાદાથી બંકરમાંથી બહાર નીકળ્યા.

 ચોમેર રાતનો સન્નાટો છવાયેલો હતો.

 ઠંડા પવનના હળવા સપાટા વિંઝાતા હતા.

 વાતાવરણમાં ખૂબ જ ઠંડક હતી.

 ચંદ્રમાના પ્રકાશમાં જ્યાં જ્યાં નજર પહોંચતી હતી ત્યાં બરફથી ઢંકાયેલી પહાડીઓ જ દેખાતી હતી.

 બરફથી આચ્છાદિત પહાડી સાથે ટકરાઈને આવતો પવન વાતાવરણને વધુ ઠંડુ બનાવતો હતો.

 અત્યારે દસેય જેહાદીઓ કાળાં વસ્ત્રોમાં સજ્જ હતા. કાળો પાયજામો, કાળું જેકેટ, કાળા બૂટ અને માથાં પર કાળી દોરીથી બાંધેલું કપડું.

 બધાના ખભા પર એ.કે. ૪૭ એસોલ્ટ રાઈફલો લટકતી હતી.

 દસે દસ જણ ખૂબ જ ખતરનાક દેખાતાં હતા.

 તેઓ કરીમબાબાની મઝારથી થોડે દૂર હતા ત્યાં જ અચાનક બરફવર્ષા શરૂ થઈ ગઈ અને જોતજોતામાં જ શ્રીનગ-લેહ રાજમાર્ગ બરફથી ઢંકાઈ ગયો.

 ‘યા ખુદા...!’ રમજાન આકાશ તરફ નજર કરતાં બબડ્યો 

, ‘આ બરફને પણ અત્યારે જ વરસવાનું સુઝ્યું.’

 ‘હજી તો સરકાજી ગામ પણ અહીંથી દૂર છે.’ એક જેહાડીએ કહ્યું.

 ‘હા..લગભગ બે કિલોમીટર જેટલું.’

 ‘જો આવામાં રાજમાર્ગ પર કોઈ બસ આવી ચડે તો આપનું કામ થઈ જાય.પછી આપણે સહેલાઈથી સરકાજી પહોંચી જઈશું.’

 ‘દોસ્ત, આવામાં કોઈ બસ આવી ચડે..’ એક અન્ય જેહાદી ક્રૂર હાસ્ય રેલાવતાં બોલ્યો, ‘તો સૌથી પહેલાં તો હું બસનાં મુસાફરોને જ ચાળણીની જેમ વીંધી નાખીશ.’

 ‘નકામી વાત જવા દે...!’ રમજાને સહેજ કઠોર અવાજે કહ્યું, ‘આપણે માત્ર સરકાજી જઈને જ નરસંહાર કરવાનો છે.’

 ‘રમજાનસાહેબ...! આપણે આજે રાત્રે માત્ર નરસંહાર જ કરવાનો છે અને તેની શરૂઆત તો ગમે ત્યાંથી થઈ શકે તેમ છે.બસથી જ શરૂઆત કરીએ તો પણ આપણને શું ફરક પડે છે ?’

 રમજાન ચુપ થઈ ગયો.

 તેઓ બરફવર્ષા વચ્ચે જ અંધકારનો એક ભાગ બનીને આગળ વધતા હતા.

 બધા કાશ્મીરી હોવાને કારણે બરફવર્ષાની તેમના પર ખાસ કંઈ અસર નહોતી થતી.

 એ જ વખતે એક બનાવ બન્યો.

 વાતાવરણમાં કોઈક વાહનના એન્જિનનો કર્કશ અવાજ ગુંજી ઊઠ્યો.

 ‘કોઈક વાહન આવતું લાગે છે.’

 બધા એકદમ ઊભા થઈ ગયા.

 ‘એ વાહન કોઈ બસ હોય તો મજા પડી જાય.’ નરસંહાર માટે સૌથી વધુ આતુર દેખાતો એ જ જેહાદી ઉતાવળા અવાજે બોલી ઊઠ્યો.

 દસેય જેહાદીઓ એક વ્રુક્ષ પાસે ઊભા હતા.

 વાહન નજીક આવ્યું કે તરત જ આતુર જેહાદીની આંખોમાં હજાર વોલ્ટના બલ્બ જેવી ચમક પથરાઈ ગઈ.

 તે એક પ્રાઈવેટ બસ હતી.

 આતુર જેહાદીને તો જાણે મોંમાગ્યું વરદાન મળી ગયું હતું.

 ‘આ બસ ન બચાવી જોઈએ.’ તે તીવ્ર અવાજે બોલ્યો.

 ‘હું હજી પણ કહું છું કે આપણે સરકાજી જઈને જ નરસંહાર કરવો જોઈએ.’ રમજાનના અવાજમાં વિરોધનો સૂર હતો.

 ‘એ બધી નકામી વાતો છે. આપણે સરકાજી તથા અહીં બંને જગ્યાએ નરસંહાર કરીશું. કેમ દોસ્તો મારી વાત બરાબર છે ને ?’

 ‘હા..’

 બધાએ એની વાતને સમર્થન આપ્યું.

 રમજાનને હવે છોપ રહેવાનું જ યોગ્ય લાગ્યું.

 ‘બસને અટકાવો.’ જેહાદીએ તીવ્ર અવાજે કહ્યું, ‘જલદી કરો.’

 સમય બહુ ઓછો હતો.

 તાબડતોબ કોઈ નક્કર પગલાં ભરવાં પડે તેમ હતાં.

 વળતી જ પળે ચાર જેહાદીઓ દોડીને સડકની બરાબર વચ્ચે પહોંચી ઊભા રહી ગયા.

 જ્યારે બાકીના છમાંથી ત્રણ-ત્રણ સડકની બંને તરફ રાઈફલ સંભાળીને ગોઠવાઈ ગયા. તેમાં રમજાનનો પણ સમાવેશ થતો હતો.

 બસના ડ્રાઈવરે હેબતાઈને જોરજોરથી હોર્ન વગાડવાનું શરૂ કરી દીધું.

 ‘બસ ઊભી રાખો.’ એ જ જેહાદી જોરથી બરાડ્યો.

 પરંતુ બસની રફતારમાં કોઈ ફરક ન પડ્યો.

 એ પૂરપાટ વેગે જેહાદીઓ તરત ધસમસતી આવતી હતી અને એનો ડ્રાઈવર પહેલાંની જેમ જ જોરજોરથી હોર્ન વગાડતો હતો. 

 ‘આમ બૂમો પાડવાથી આ નંગ બસ ઊભી નહીં રાખે.’ રમજાને તીવ્ર અવાજે કહ્યું, ‘બસ થોભાવવા માટે તાબડતોબ કોઈક બીજું પગલું ભરવું પડશે.’

 ‘કયું પગલું ?’

 ‘બસનાં ટાયરોને નિશાન બનાવીને ફાયર કરો.’

 રમજાનનો આદેશ મળતાં જ એક સાથે કેટલીયે રાઈફલો ગર્જી ઊઠી.

 જાણે કોઈક બોમ્બ વરસાવનારા વિમાનમાં ધમાકો થયો હોય એ રીતે બસનાં આગળનાં બંને ટાયર ભીષણ ધડાકા સાથે ફાટયા.

 ડ્રાઈવરના હોશ ઊડી ગયા. તે હોર્ન વગાડવાનું પણ ભૂલી ગયો.

 ટાયર ફાટતાં જ તે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. બસ કોઈક શરાબીની જેમ સડક પર લથડિયા ખાઈને છેવટે સડકને કિનારે આવેલા એક તોતિંગ વૃક્ષ સાથે અથડાઈને ઊભી રહી ગઈ.

 બસ અથડાવાના ધડાકા પછી ચોમેર તોફાન પછીનો સન્નાટો વ્યાપી ગયો.

 વૃક્ષ સાઠ અથડાતાં જ બસની હેડલાઈટો તૂટી ગઈ હતી. અડધાથી વધુ એન્જીન ભાંગી ગયું હતું. વિન્ડસ્ક્રીન પણ તૂટી ગયો હતો. અલબત્ત, તેના કાચ તૂટીને નીચે નહોતા પડ્યા.

 જેહાદીઓ અર્થાત ત્રાસવાદીઓએ બસને ચારે તરફથી ઘેરી લીધી.

 તેમની રાઈફલો બસની બારીઓ સામે તકાઈ.

 ‘તમારા લોકોના નાસવાના બધા માર્ગો બંધ થઈ ગયા છે.’ રમજાન જોરથી બરાડ્યો, ‘બસમાં જેટલાં લોકો મોજૂદ છે તે બધાં એક પછી એક નીચે ઊતરી જાય.’

 પરંતુ એની ધમકીની કંઈ અસર ન થઈ.

 બસમાંથી કોઈ નીચે ઊતર્યું નહીં.

 ‘તમે લોકોએ સાંભળ્યું નહીં ?’ એક ત્રાસવાદી વકરેલા ગેંડાની જેમ છીંકોટા નાખતો બોલ્યો, ‘ચૂપચાપ બધાં નીચે ઊતરો, નહીં તો એક એકની ખોપરીના ભુક્કા બોલી જશે.’

 ત્યાર બાદ ધાક જમાવવા માટે એણે હવામાં એક ગોળી પણ છોડી.

 શાંત વાતાવરણમાં ગોળી છૂટવાનો ધડાકો દૂર દૂર સુધી ગૂંજી ઊઠ્યો.

 બરફનો વરસાદ હજી પણ ચાલુ જ હતો.

 ગોળી છૂટતાં જ બસમાં થોડો સળવળાટ થયો.

 બધા ત્રાસવાદીઓ એકદમ સાવચેત થઈ ગયા.

 બસના બધા કાચ કાળા કલરના હતા ઉપરાંત અંદર લાઈટ પણ બુઝાવેલી હોવાને કારણે બસમાં શું થાય છે એની કોઈને ય ખબર ન પડી શકે તેમ નહોતી.

 એકાએક બસનો દરવાજો ઊઘડ્યો તથા મજબૂત શારીરિક બાંધાનો યુવાન પોતે પહેરેલો કાશ્મીરી ચોગો સંભાળતો બસનાં પગથિયાં સુધી આવ્યો અને એણે બહાર નજર કરી.

 એ યુવાન બીજું કોઈ નહિ પણ દિલીપ જ હતો. એણે ઓવરકોટ પર કાશ્મીરી ચોગો (ગાઉન) પહેર્યો હતો. પોતાની રિવોલ્વર એણે ચોગામાં છુપાવી રાખી હતી.

 ‘શું વાત છે ભાઈ ?’ પગથિયાં પર ઊભા ઊભા જ એણે પૂછ્યું, ‘કોણ છો તમે ?’

 ‘નીચે ઊતર હરામખોર !’ રમજાન જોરથી તાડૂક્યો, ‘અમે કોણ છીએ એની તને ખબર પડી જશે.’

 ‘ઠીક છે ભાઈ...!’ ઉતરું છું.’

 દિલીપ દયામણા ચહેરે અને ભયભીત હાલતમાં હોવાનો દેખાવ કરતો બસમાંથી નીચે ઊતર્યો.

 ‘એય..!’ રમજાને બસના દરવાજા પાસે પહોંચીને જોરથી તેના પર રાઈફલની નળી ટપટપાવતા ઊંચા અવાજે કહ્યું, ‘તમે લોકો પણ જલદી નીચે ઊતરો.’

 એ જ પળે બસની અડધા ઉપરાંત બારીઓ ફટાફટ ઊઘડી ગઈ અને તેમાંથી મશીનગનની નળીઓ બહાર ડોકાવા લાગી. શું મામલો છે એની ત્રાસવાદીઓને કંઈ સમજ પડે એ પહેલાં જ સમગ્ર વાતાવરણ ગોળીઓના ધડાકાથી ખળભળી ઊઠ્યું.

 દિલીપે પણ સ્ફૂર્તિથી પોતાની રિવોલ્વર ખેંચી કાઢી.

 વળતી જ પળે એની રિવોલ્વર પણ ગર્જી ઉઠી.

 કોઈ ત્રાસવાદી એક વખત પણ પોતાની રાઈફલનું ટ્રિગર ન દબાવી શક્યો.

 દસે દસે ત્રાસવાદીઓ ચીસો નાખતા ત્યાં જ ઢળી પડ્યા.

 ત્યાર બાદ બસમાં મોજૂદ તમામ મશીનગનધારી ઝડપભેર નીચે ઊતરી આવ્યા.

 એ બધા ભારતીય ફોજીઓ હતા.

 દિલીપ આગળ વધીને બધા ત્રાસવાદીઓ જીવે છે કે મૃત્યુ પામ્યા છે એની તપાસ કરવા લાગ્યો.

 એક ત્રાસવાદી જીવતો હતો. દિલીપે તેના દેહને ફેરવ્યો કે તરત જ એણે ચિત્તાની જેમ પોતાની રાઈફલ તરફ છલાંગ લગાવી.

 પરંતુ રાઈફલ સુધી માત્ર એનો મૃતદેહ જ પહોંચ્યો.

 દિલીપની રિવોલ્વરમાંથી નીકળેલી ગોળીઓ એની ખોપરીના ભુક્કા બોલાવી દીધા હતા.

 ‘શું થયું ?’ કહેતો કહેતો કર્નલ સુરેન્દ્ર ત્યાગી દિલીપ પાસે દોડી આવ્યો.

 ‘કંઈ નહીં,’ દિલીપ રિવોલ્વરની નળી પર ફૂંક મારતાં બોલ્યો, ‘એક શયતાન જીવતો હતો એ પણ હવે જહન્નમમાં પહોંચી ગાયો છે.’

 ‘ઈશ્વરનો પાડ કે આમાંથી કોઈને પોતાના હથિયારનો ઉપયોગ કરવાની તક ન મળી, નહીં તો ચોક્કસ જ આપણામાંથી બે-ચાર જણ શહીદ થઈ જાત.’

 હવે સડક પર આમતેમ ત્રાસવાદીઓની લાશો પડી હતી.

 ‘આ બનાવ પરથી એક વાત પુરવાર થઈ ગઈ છે કર્નલસાહેબ...!’ દિલીપે કર્નલ સુરેન્દ્ર ત્યાગીને સંબોધીને કહ્યું.

 ‘કઈ વાત ?’

 ‘બ્લેક ટાઈગરે આજે રાત્રે કોઈક મોટો બનાવ બનવાની આપણને જે બાતમી આપી હતી તે બિલકુલ સાચી હતી. આ ત્રાસવાદીઓ ચોક્કસ જ કોઈક ભયંકર કામ પાર પાડવા માટે જતા હતા.’

 ‘એવુ જ લાગે છે.’ બ્રિગેડિયર જશપાલસિંઘે પણ દિલીપની વાતને સમર્થન આપ્યું.

 ‘હવે શું કરવું છે ?’ એક ફોજીએ પૂછ્યું.

 ‘આપણે હવે ત્રાસવાદીઓના તાલીમકેન્દ્ર પર હુમલો કરવાની આપણી યોજનામાં થોડો ફેરફાર કરવો પડશે.’ દિલીપ બ્પ્લ્યો, ‘આપણે ત્રાસવાદીઓના વેશમાં જ ત્યાં હુમલો કરીએ તો વધુ યોગ્ય રહેશે.’ 

 ‘એટલે ?’

 ‘એટલે એમ કે આપણે આ મૃત્યુ પામેલા ત્રાસવાદીઓના વસ્ત્રો કાઢીને પહેરી લઈએ.’

 ‘પણ તેમનાં વસ્ત્રો તો લોહીવાળા થઈ ગયાં છે, મિસ્ટર દિલીપ !’ બ્રિગેડિયર જશપાલસિંઘે કહ્યું.

 ‘કંઈ વાંધો નહીં,’ દિલીપ બોલ્યો, ‘વસ્ત્રો પર અમુક જગ્યાએ જ લોહી છે. લોહી સાફ કરીને વસ્ત્રો પહેરી શકાય તેમ છે. આમ કરવાથી આપણે વધુ સમય સુધી ત્રાસવાદીઓને અંધારામાં રાખી શકીશું.’

 ‘મિસ્ટર દિલીપની વાત સાચી છે.’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ કહ્યું, ‘આપણામાંથી દસ જણે આ કાળા વસ્ત્રો પહેરી લેવાં જોઈએ.’

 ફોજીઓની કુલ સંખ્યા વીસ હતી.

 ‘બાકીના દસ જણ શું કરશે ?’ એક અન્ય ફોજીએ પૂછ્યું.

 ‘તેમણે જે વસ્ત્રો પહેર્યા છે એ જ પહેરી રાખવાં પડશે.’ દિલીપ બોલ્યો, ‘અને તેઓએ બીજી તરફથી તાલીમકેન્દ્ર પર હુમલો કરવાનો છે. ઓ.કે. ?’

 ‘ઓ.કે...’

 ત્યાર બાદ દસ ફોજીઓ ઝપાટાબંધ ત્રાસવાદીઓના વસ્ત્રો ઉતારવા લાગ્યા.

********