લવ – એક કાવતરું - Novels
by Rakesh Thakkar
in
Gujarati Love Stories
બેલાને આજે કોલેજથી આવતાં મોડું થઇ ગયું હતું. તે વિચારતી હતી કે ઘરમાં બધાં પોતાના કામમાં વ્યસ્ત હશે એટલે જલદી કોઇને ખ્યાલ આવશે નહીં અને કદાચ પૂછશે પણ નહીં. પોતે મેહુલને મળવા જવામાં જ મોડી પડી હતી. તેણે ઘર ...Read Moreરિક્ષા પકડી અને મેહુલ સાથેની મુલાકાતોને મનમાં વાગોળવા લાગી.
કોલેજના છેલ્લા વર્ષમાં તેને એક દુકાનમાં ખરીદી વખતે મળેલા મેહુલ સાથે પ્રેમ થઇ જશે એવી કલ્પના ન હતી. પિતાના મૃત્યુ પછી મેહુલ એન્જીનીયરીંગ કરવાનું છોડીને એમની સારી ચાલતી કાપડની દુકાન પર બેસી ગયો હતો. બેલા જ્યારે પહેલી વખત એની દુકાન પર ગઇ ત્યારે એના માણસોએ જ કપડાં બતાવ્યા હતા. એ જ્યારે પૈસા ચૂકવવા ગઇ ત્યારે મેહુલ સાથે મુલાકાત થઇ હતી.
બેલાએ કપડાંની કિંમત થોડી વધારે હોવાની જ્યારે એને દલીલ કરી ત્યારે એણે 'જો બીજે આનાથી સસ્તુ મળતું હોય તો પૈસા પાછા લઇ જજો' એમ કહ્યું હતું. જવાબમાં બેલાએ કહ્યું હતું કે,'બધાં જ વેપારીઓ આવું કહે છે.' ત્યારે મેહુલે એને પડકાર ફેંકતા કહ્યું હતું કે,'તમે કાપડ લઇ જાઓ અને જો બીજે એક રૂપિયો પણ સસ્તુ મળતું હોય તો ત્યાંથી લઇ લેજો અને આ કાપડ પાછું આપી જજો. જો સસ્તુ ના મળે તો પૈસા આપજો.' બેલાએ એનો પડકાર સ્વીકારી લીધો હતો. કેમકે એને મેહુલનો ચહેરો જ નહીં તેનો સ્વભાવ ગમી ગયો હતો. તેણે ફરી મુલાકાત માટેનું બહાનું ઊભું કરી દીધું હતું.
રાકેશ ઠક્કર પ્રકરણ-૧ બેલાને આજે કોલેજથી આવતાં મોડું થઇ ગયું હતું. તે વિચારતી હતી કે ઘરમાં બધાં પોતાના કામમાં વ્યસ્ત હશે એટલે જલદી કોઇને ખ્યાલ આવશે નહીં અને કદાચ પૂછશે પણ નહીં. પોતે મેહુલને મળવા જવામાં જ મોડી પડી ...Read Moreતેણે ઘર માટે રિક્ષા પકડી અને મેહુલ સાથેની મુલાકાતોને મનમાં વાગોળવા લાગી. કોલેજના છેલ્લા વર્ષમાં તેને એક દુકાનમાં ખરીદી વખતે મળેલા મેહુલ સાથે પ્રેમ થઇ જશે એવી કલ્પના ન હતી. પિતાના મૃત્યુ પછી મેહુલ એન્જીનીયરીંગ કરવાનું છોડીને એમની સારી ચાલતી કાપડની દુકાન પર બેસી ગયો હતો. બેલા જ્યારે પહેલી વખત એની દુકાન પર ગઇ ત્યારે એના માણસોએ જ કપડાં બતાવ્યા
પ્રકરણ-૨ વિમળાબેન બેલાની નજીક આવ્યા અને એના કપાળ પર પ્રસ્વેદના બુંદ જોઇ બોલ્યા:'તને તો બહુ ગરમી લાગે છે. બીજો પંખો ચાલુ કર. આ ગરમીએ તો આ વખતે તોબા પોકારાવી દીધી છે. એમાં દેશ કોઇને કોઇ સમસ્યાથી સળગતો રહે છે. ...Read Moreલવ-જેહાદ પણ ક્યાં સુધી ચાલશે?' બેલાને માની વાત સાંભળ્યા પછી રહી રહીને મેહુલના જ વિચાર આવતા હતા. એ મેહુલ ખરેખર હિન્દુ જ હોય એવી પ્રાર્થના કરવા લાગી હતી. તેણે લવ-જેહાદ વિશે અખબારોમાં વાંચ્યું હતું અને ટીવી પર સમાચાર ચેનલો પર ચાલતી ડિબેટમાં ઘણું સાંભળ્યું હતું. મેહુલ આમ તો હિન્દુ છોકરો જ લાગતો હતો. તેની વાતો અને સ્વભાવ મુસ્લિમ સાબિત કરતા
પ્રકરણ-૩ બેલા ઘરે આવી ત્યારે ગભરાયેલી અને ગમગીન હતી. બહારના તાપ કરતાં મનની ગભરામણને કારણે તેના ચહેરા પર પ્રસ્વેદના બુંદ વધારે હતા. તે પોતાની સ્થિતિ છુપાવવા આવીને તરત જ નહાવા ચાલી ગઇ. સાદા પાણીથી નહાયા પછી તેને શરીરમાં તાજગીનો ...Read Moreથયો પણ મન તો તપ્ત જ હતું. એક પછી એક બાબતો મેહુલને મુસ્લિમ સાબિત કરી રહી હતી. ત્યારે દેશ સાથે ઘરમાં ચાલતી લવ-જેહાદની ચર્ચાએ તેના ડરમાં વધારો કર્યો હતો. તેની મેહુલ માટેની શંકા વધતી જતી હતી અને એ પાયા વગરની ન હોવાની સાબિતીઓ મળી રહી હતી. મેહુલની કહેણી અને કરણીમાં તેને ચોખ્ખો ફરક દેખાઇ રહ્યો હતો. એ બહુ સરળતાથી પોતાને
પ્રકરણ-૪ આજની સવાર રમેશભાઇના પરિવાર માટે અલગ હતી. સવારથી જ ઘરમાં મેહુલને પોલીસના હાથે પકડાવાની યોજનાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે બેલાને હિંમત આપીને સમજાવવામાં આવ્યું હતું કે તેણે મેહુલને રોજની જેમ સામાન્ય સ્થિતિમાં જ મળવાનું છે. ...Read Moreકોઇ હરકત કરે એ પહેલાં જ તેને પકડીને પોલીસને સોંપી દેવાનો છે. રમેશભાઇ વિચારતા હતા કે અત્યાર સુધી એ બીજી છોકરીઓની વાતો વાંચીને- સાંભળીને ચિંતા કરતા હતા ત્યારે ઘરમાં જ આવો કિસ્સો હશે એની કલ્પના ન હતી. બેલા ભોળી છે. પ્રેમના નામે તેની સાથે કાવતરું થઇ રહ્યું છે. એને ચેતવી દીધી ના હોત તો કદાચ વાત ઘણી આગળ વધી ગઇ