હકીકતનું સ્વપ્ન..!! - Novels
by Hemali Gohil Rashu
in
Gujarati Horror Stories
આપણાં ગૌરવવંતા ગુજરાતની ઓળખ એટલે ગુજરાતીઓ. અને એમાં પણ ભારતનાં મોટા ભાગનાં લોકોની સાથે ગુજરાતીઓનો સમન્વય એટલે આ અમદાવાદ શહેર. અને આ અમદાવાદની ગલીએ ગલીએથી વાકેફ યુગલ એટલે અવનીશ અને હર્ષા....
હા, આ યુગલને લગ્નને હજુ દોઠ વર્ષ પણ માંડ માંડ થયું હતું. અવનીશ અને હર્ષા એ પ્રેમ લગ્ન કર્યા હતા . અજબની વાત તો એ હતી કે બંને વચ્ચે દસ વર્ષનું અંતર હોવા છતાં બંનેનું બોન્ડિંગ જબરદસ્ત હતું.
અમદાવાદ શહેરની હરિપુરા ચાલીની નાનકડી ગલીમાં આ યુગલ વસવાટ કરતું હતું. જ્યાં નાનકડું ભાડાનું મકાન હતું ...પરિસ્થિતિ એટલી બધી સારી નહીં, પણ ભગવાનની દયાથી ઘરમાં ક્યારેય કશું ખૂટતું નહીં... હસતું - ઝઘડતું આ યુગલ હંમેશા સાથે જ જોવા મળતું...
" છોટે.... હુ જાઉં છું મારે late થાય છે ...!!"
"ઓ...હેલો..ક્યાં જાય છે ? અવનીશ આપણે સાથે એક જ ઓફિસમાં work કરીએ છીએ ..."
"હા... તો ચાલને જલ્દી કર..."
"બસ ટિફિન પેક કરતી હતી....પછી ત્યાં કહેવા આવશે કે ભૂખ લાગી છે,,"
આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જે કોઈના જીવન કે સત્ય પર આધારિત નથી અથવા આવી કોઈ ઘટનાને પ્રોત્સાહન આપતી નથી જેની ખાસ નોંધ લેશો
આ કથા અવનીશ અને હર્ષાના દાંપત્યજીવન પર આધારિત છે જેમાં કંઈક સ્વપ્ન તો કંઈક હકીકત જોડાયેલી ...Read Moreપરંતુ આ યુગલ આ બધું મિથ્યા છે કે હકીકત ...? એ જ જાણવામાં મૂંઝવણ અનુભવી રહ્યું છે.... અવનીશ અને હર્ષાના દાંપત્યજીવનની કંઈક રહસ્યમય વાતો એટલે હકીકતનું સ્વપ્ન...!!
પ્રકરણ 2 અજાણ્યો અવાજ..!! હર્ષાની બૂમ સાંભળીને અવનીશ જાગી જાય છે અને હર્ષાને બેડ પર પરસેવાથી રેપઝેપ થયેલી અને ડરેલી જોઈને પૂછવા લાગે છે... " હર્ષા , શું થયું ? હર્ષા કેમ ગભરાયેલી છે આટલી બધી ...શું થયું...?...હર્ષા ....હર્ષા.." ...Read Moreહડબડાવીને હર્ષાને પૂછે છે...ત્યારે હર્ષા તરફથી માંડ માંડ જવાબ મળે છે... "હમ્મ" "શું થયું હર્ષા...?" "ત્યાં કોઈ છે અં...અંદ..અંદર..!!" "કોઈ નથી ત્યાં હર્ષા...." "છે ત્યાં કોઈ છે.." "હર્ષા , તે ફરીથી કોઈ ખરાબ સ્વપ્ન જોયું...સુઈ જા કંઈ જ નથી ત્યાં.." અવનીશ હર્ષાને પકડીને પોતાની બાહોમાં સુવરાવી દે છે "હર્ષા, હવે વિચાર નહીં , કંઈ જ નથી , હું છું ને
પ્રકરણ 3 કાળો પડછાયો..!! વિખરાયેલાં વાળ અને પરસેવાથી રેપઝેપ થયેલી હર્ષા કિચન તરફ આગળ વધે છે..કિચનમાં પ્રવેશ કરે છે પણ હર્ષાને કશું દેખાતું નથી...એટલે હર્ષા ચારેય તરફ નજર કરે છે અને કઈ જ નથી દેખાતું પણ કોઈ હોવાની અનુભૂતિ ...Read Moreહર્ષા બોલી ઉઠે છે....!! "કોણ..? કોણ..??" કંઈ જ ન દેખાતાં હર્ષા પાણી પીવા માટે કિચન તરફ આગળ વધે છે...જેવો પાણી પીવા માટે પાણીનો ગ્લાસ ભરે છે તરત જ સામેની દીવાલ પર કાળો પડછાયો દેખાય છે અને હર્ષાની આંખો ડરથી પહોળી થઈ જાય છે હાથમાંથી ગ્લાસ પડી જાય છે...અને ગભરાહટથી પાછળ ફરે છે અને એની આંખો ચારેય બાજુ ફરી વળે છે
પ્રકરણ 4 સુનકાર..!! ઑફિસમાં અવનીશ કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે એવામાં અચાનક વિચારોમાં સરી પડે છે, એનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો ગુંજી રહ્યા છે જેમ કે શું હર્ષાને સાચે ત્યાં કોઈ દેખાતું હશે ? તે આજે કેમ વહેલી ...Read Moreગઈ ? પણ શું તે સાચે જ ખુશ છે ? કે દેખાવ કરે છે ? શું હું એને પૂછી લઉં કે એ ખુશ છે? આવાં ઘણાં બધાં પ્રશ્નો એનાં મનમાં ફરી રહ્યા છે.... જ્યારે આ બાજુ હર્ષા પણ વિચારવશ બની પોતાના સ્વપ્નનાં રહસ્ય માટે મથી રહી છે કે શું આ ખરેખર સ્વપ્ન છે કે પછી હકીકત...? જો હકીકત છે તો
પ્રકરણ 5 ક્ષણિક સાહસ..!! હર્ષા વિચારોમાં ને વિચારોમાં કિચન સાફ કરી રહી છે, એવામાં અવનીશ આવીને હર્ષાને પાછળથી ભેટી પડે છે.... અચાનક અવનીશના પકડવાથી હર્ષા ડરી જાય છે અને તેનું બેધ્યાનપણુ ભંગ થઈ જાય છે.... "હર્ષા શું થયું ? ...Read Moreડરી જાય છે ?" "કંઈ નહીં પાગલ, તમે અચાનક આવો તો ડરી જ જવાઈ ને...?!!" "ના, તું કંઈક વિચારોમાં હોય એવું લાગતું હતું." "ના, એવું કંઈ નહીં...." "બોલને plzz.." "Actually, મને ખબર જ નહોતી કે રવિવાર છે.... તો મેં જમવાનું બનાવી દીધું... તો વિચારતી હતી Just..." "ઓહ....હર્ષુ , એમાં શું કામ tension લે છે.... બપોરે જમી લઈશું આ..." "Hmmm" "તું
પ્રકરણ 6 ખુશીની ઝલક...!! એકી શ્વાસે હર્ષા પ્રશ્નો પૂછી ઊઠે છે અને કિચનના દરવાજે પહોંચી જાય છે.... ત્યાંથી જ બંને રૂમમાં તેની નજર ફરી વળે છે, પણ કશું જ ના દેખાતા થોડો હાશકારો અનુભવે છે.... અને બેડ પાસે આવવા ...Read Moreત્યાંથી પાછી વળે છે અને ફરી એ ધીમો અવાજ સંભળાય છે.... હર્ષા ફરી કિચન તરફ નજર નાખે છે અને ગભરાઈ જાય છે કે કશું જ નથી તો અવાજ ક્યાંથી આવે છે...!! અચાનક કિચન તરફના બહારના દરવાજાથી ટકોરા સંભળાય છે.... હર્ષા વધુ ગભરાય જાય છે, તે ત્યાં જ ઉભી રહે છે... બીજીવાર વધારે તીવ્રતાથી આ ટકોરા સંભળાય છે.... હર્ષા ધીમે ધીમે
પ્રકરણ 7 પ્રકૃતિની ગોદ..!! "wow....આજે કેટલું સરસ વાતાવરણ છે..!! નહિ અવનીશ..??" "હા...પણ એક સાચી વાત કહું..?" "હમ્મ..બોલો ને.." "તને ખુલ્લા વાતાવરણમાં લાવો ને એટલે બધું જ સારું થવા લાગે..!" "મીન્સ..??" "એટલે ...એટલે...આમ તારો ગુસ્સો ગાયબ થઈ જાય..!" "ઓહ..તો હું ...Read Moreગુસ્સો જ કરું છું..?" "ના...છોડ ને ..અહીંયા કેટલું સરસ વાતાવરણ છે..!!" અવનીશ આકાશ તરફ જોઈ રહે છે અને હર્ષા અવનીશને જોઈ રહે છે...એટલે અવનીશ સામેની બેન્ચ તરફ જતા બોલે છે "ચાલ..હર્ષુ , સામે બેસીએ.." "હમ્મ" "હાશ..! બચી ગયો..!!" અવનીશ બબડતાં બબડતાં બેન્ચ પર બેસી જાય છે અને હર્ષા પણ પાછળ આવીને અવનીશની બાજુમાં બેસી જાય છે... અવનીશ ગંભીર થઈને પૂછી
પ્રકરણ 8 અદ્રશ્ય ટક્કર..!! હર્ષા જઈને લોક ખોલે છે ...પણ જેવો લોક ખોલે છે તરત જ કોઈ એને ટકરાઈને બહાર આવ્યું હોય એવી અનુભૂતિ થાય છે જેના લીધે તે બે ડગલાં પાછળ તરફ ધકેલાય છે...એટલીવારમાં અવનીશ ત્યાં આવી પહોંચે ...Read Moreત્યાં વિચારવશ ઉભેલી જોઈને અવનીશ પૂછી ઉઠે છે... "શું થયું..?? હર્ષા... કેમ બહાર ઉભી છે..?" જવાબ ન મળતાં અવનીશ શૂઝ કાઢી હર્ષાનાં ખભાં પર હાથ મૂકી ફરી વાર પૂછે છે.. "હર્ષા...શું થયું..?" "કઇ નહિ અવનીશ તમારી રાહ જોતી હતી.." "ચલ જુઠ્ઠી..." "તો..?" અવનીશ ઘરમાં પ્રવેશે છે અને એની પાછળ હર્ષા પ્રવેશે છે, અવનીશ રૂમની લાઈટ ઓન કરી થાકના લીધે બેડ
પ્રકરણ 9 અજુગતો અનુભવ..!! "અરે , ઉભી થા હર્ષા..તારે ઑફિસ જવાનું છે તો લેટ થશે તારે..?" " અને તમારે...?" "મારે night shift છે ગાંડી..." "શું..?" અચાનક સફાળી બેઠી થઈને હર્ષા બોલી ઉઠે છે.... "ચાલ, હવે ઉભી થા પાણી ગરમ ...Read Moreગયું હશે...!!" "હા, યાર.." હર્ષા ઉભી થઈને ગરમ થયેલું પાણી બાથરૂમમાં લઇ જાય છે અને બહાર આવીને કપડાં લેતાં લેતાં બોલે છે... "હું ન્હાવા જાઉં છું, અવનીશ.." "હું મદદ કરું..?" "ના ,, જરૂર નથી.." "વાયડી..!!" "તમે..!!" "હું સુઈ જાઉં છું થોડી વાર..!!" "હા..ભલે..!!" હર્ષા ન્હાવા જાય છે થોડી ક્ષણોમાં હર્ષા આવીને ટિફિન બનાવે છે અને પછી ઑફિસ જવા માટે રેડી
પ્રકરણ 10 અહેસાસ..!! પણ અચાનક જ કિચનમાંથી કોઈ ઝીણો અને તેનો અવાજ અવનીશ ને સંભળાય છે એટલે અવનીશ લેપટોપની સ્ક્રીન પરથી તેની નજર કીચન તરફ નાખે છે ફરીથી વ્યસ્ત થઈ જાય છે..પણ ફરીથી એ જ અવાજ આવે છે એટલે ...Read Moreઊભા થઈને કિચનમાં જોવા જાય છે કશું જ નથી દેખાતું એટલે પાણીના માટલા તરફ આગળ વધે છે પણ અવનીશ પોતાના સિવાય બીજા કોઈનો પણ અહેસાસ અનુભવી શકે છે... એટલે અવનીશ પાણીનો ગ્લાસ ભરી ચારે તરફ નજર નાખે છે... પણ કશું જ દેખાતું નથી એટલે ફરીથી માટલા તરફ ફરી પાણી પીવા લાગે છે... પણ સામેની દીવાલ પર અચાનક એક કાળો પડછાયો
પ્રકરણ 11 પ્રેમ કે પ્રેરણા...!! " આખરે પ્રેમ કર્યો છે તમને.... મજાક થોડી કર્યો છે..... ઓળખી તો જઇશ જ ને..." " સારું... ચાલ તું કામ પતાવી લે.... હું પણ નીકળું છું..." " સારું, ધ્યાનથી જજો..... પહોંચીને મેસેજ અથવા ફોન ...Read Moreદેજો..." " હા , હર્ષુ....તું ચિંતા ના કરતી અને તારું ધ્યાન રાખજે .. પ્લીઝ...." " હા , પાગલ લવ યુ ....." "લવ યુ ટુ... મારી જાન...." " શાંતિથી જજો...." અને અવનીશ પોતાનું બેગ અને બાઈક ની ચાવી લઈને નીકળી જાય છે અને હર્ષા પણ એની પાછળ પાછળ બાઈક સુધી જાય છે.... "ગાંડી....પાછળ આવી....? હું જાઉં છું... તું જા અંદર... પછી
પ્રકરણ 12 મદદ કે સોદો..?? હર્ષા અત્યંત ગભરાયેલી અને અત્યંત મુંજવણમાં મુકાયેલી છે... છતાં એ સામે પ્રશ્ન પુછી ઉઠે છે.... " હું શું મદદ કરી શકું આપની..? ખરેખર આપ જેવા વ્યક્તિની મદદ કરવાવાળો તો ઈશ્વર છે...!!" " મારી મદદ ...Read Moreતું જ કરી શકીશ..." " હું..? " " હા , તું...!!" " હું શું મદદ કરી શકું ....? " " તો સાંભળ મને એક પુરુષનું શરીર જોઈએ છે... અને એ પુરુષ એટલે અવનીશ..." " શું..? ના ... ના.. ના.. તમે બીજું કંઈ પણ માંગી શકો છો પણ અવનીશ નહીં.... તમને હું મારો જીવ પણ આપી દઈશ....મારું શરીર પણ આપી દઈશ
પ્રકરણ 13 ચિંતાભર્યો પ્રેમ...!! વિચારમાં સંડોવાયેલી હર્ષા ત્યાં જ હાથમાં ફોન રાખીને ક્યારે પોતાની આંખો બંધ કરી દે છે ખબર જ નથી રહેતી...અચાનક દરવાજા પર ટકોરા સંભળાય છે અને નિંદ્રાધીન થયેલી હર્ષા ઝબકીને જાગી જાય છે... જુએ છે તો ...Read Moreપ્રકાશના કિરણો ઘરમાં પ્રવેશી રહ્યા છે... સવારમાં 6:30 વાગી ગયા છે... દરવાજા પાસે જઈ દરવાજો ખોલે છે તો અવનીશને જુએ છે... અવનીશને જોઈને જાણે નવી પરણેલી દુલ્હન પોતાના પતિને જોઈને આનંદથી બધું જ ભૂલી જાય છે એમ હર્ષા અવનીશને જોઈને ઘેલી બની જાય છે... અને અંદરથી એક અનહદ હાશકારો અનુભવે છે અને અવનીશને ભેટી જાય છે... "અરે... અરે ...અંદર તો
પ્રકરણ 14 પરીક્ષા મનોબળની...!! અવનિશ પોતાનો રૂમાલ લઈને નાહવા માટે જાય છે.. આ બાજુ હર્ષા રૂમમાં ચારે તરફ પોતાની નજર ફેરવે છે ફરીથી એ જ ખૂણામાં એ જ આકૃતિ દેખાય છે...અને એ જ અવાજ..... " હર્ષા , વિચારી લે.... ...Read Moreસમય છે મારે જે મેળવવું છે હું તો મેળવીને જ રહીશ.... પણ એ વખતે મારો રસ્તો અલગ હશે ...." "મેં એકવાર કહ્યું ને... ના મીન્સ ના... હું મારો અવનીશ નહીં આપુ... " " હર્ષા.... હર્ષા... કઈ કીધું તે...? અવનીશનો અવાજ આવતા જ એ આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે... થોડીવાર અટક્યા પછી હર્ષા જવાબ આપે છે... " કંઈ જ નહીં....ના અવનીશ...
પ્રકરણ 15 સત્ય કે મિથ્યા..!! "આજે વહેલા નીકળી જઈએ ..? " " કેટલા વાગે? " " 5:00 વાગ્યા પછી..." " સારુ ...આપણે બંને જઈને બોસ ને વાત કરીશું ...અને પછી નીકળી જઈશું...." " ઓકે ... " હર્ષા મનોમન ખુશ ...Read Moreજાય છે કે એને અવનીશ સાથે વાત કરવાનો મોકો મળી જશે એટલામાં બંને ઓફિસ પર પહોંચી જાય છે... ******* અવનીશ અને હર્ષા ઓફિસમાં પોતપોતાના કામે લાગી જાય છે અને સમય રોજની માફક સતત ચાલ્યા કરે છે ....પણ હર્ષા પાંચ વાગવાની રાહ જુએ છે કે ક્યારે પાંચ વાગે અને હું ક્યારેય અવનીશ સાથે વાત કરું... પણ ડર એ વાતનો છે કે
પ્રકરણ 16 વાતોનું વંટોળ...!! " અવનીશ શું વિચારી રહ્યો છે? હું કંઈક બોલું છું.... " " હર્ષુ... એ જ કે જે હું તને રવિવારે પૂછવા માંગતો હતો પણ તે મને કહ્યું જ નહીં ...અને આજે તું મને સામેથી કે ...Read Moreતો સારું ફિલ થાય છે કે તું મને શેર કરે છે.... અને પ્લીઝ તું મને શેર કરતી રેજે..... મારો એટલો હક છે કે હું તારા બધા જ સુખ અને દુઃખમાં ભાગીદાર બની શકું... " " અવનીશ.... હક તો મેં તમને બધા જ આપ્યા છે... પણ હું નો'તી ઇચ્છતી કે તમે મારી સમસ્યાના લીધે દુઃખી રહો અને પ્લસ હું એ જ
પ્રકરણ 17 રહસ્યમય આકૃતિ..!! અવનીશ અને હર્ષા બંને ગાર્ડનમાંથી બહાર નીકળી ઘર તરફ પોતાની બાઈક લઈને નીકળે છે ... થોડી ક્ષણમાં બંને ઘરે આવે છે... અવનીશ ફ્રેશ થઈને ચેન્જ કરે છે જ્યારે હર્ષા હાથ પગ ધોઈને જમવાનું તૈયાર કરવા ...Read Moreછે પણ બંનેના મનમાં અઢળક પ્રશ્નો ચાલી રહ્યા છે કે શું આ ઘરમાં કોઈ અભિશાપ છે કે પછી તેમના દાંપત્ય જીવન પર કોઈ અભિશાપ છે કે પછી આ બધું માત્ર મનના વહેમ પૂરતું મર્યાદિત છે..... બંને પોતપોતાના કામમાં મશગુલ તો છે પણ સાથે સાથે બંનેના વિચારો અપાર ગતિથી દોડી રહ્યા છે.... " અવનીશ...અવનીશ.." "હમ્મ.." "સુઈ ગયા કે શું..?" "હા યાર
પ્રકરણ 18 ડર....!! હર્ષા સવારમાં વહેલા જાગે છે અને અવનીશના સુતેલા જોઈને હર્ષા એના કપાળ પર પ્રેમથી હાથ ફેરવે છે અને પોતે કિચનમાં જઈ પાણી ગરમ કરે સવારનું કામ કરવા લાગે છે..... થોડી ક્ષણમાં અવનીશ જાગે છે અને બાજુમાં ...Read Moreન જોતા ગભરાઈને બોલી ઊઠે છે... " હર્ષા.... હર્ષા...... હર્ષુ.... " અવનીશનો અવાજ સાંભળી હર્ષા અંદરથી અવનીશ પાસે આવે છે... " અવનીશ... શું થયું? શું થયું..? " " ના.... ના ... કહી નઈ.... ક્યાં હતી તું ...? " " અરે ... અંદર કામ કરતી હતી.... " " તને કંઈ થયું તો નથી ને...? " " ના ... અવનીશ.... ચિંતા ના
પ્રકરણ 19 પ્રેમનો ઉભરો...!! સાંજે અવનીશ હર્ષાને ઓફિસ પરથી લઈને આવે છે બંને સાથે રોજની જેમ હસી મજાક અને મુવીની મજા માણતા માણતા જ જમી લે છે અને અવનીશ ઓફિસ માટે નીકળી જાય છે.... અને આ બાજુ હર્ષા કામમાં ...Read Moreરહે છે ...કામ પતાવી પોતે બેડ પર પોતાની ડાયરી લખવા માટે બેસી જાય છે....થોડી ક્ષણોમાં ડાયરી ટેબલ પર મૂકી હર્ષા નાઈટ લેમ્પ ઓન કરી અને લાઈટ ઓફ કરીને સુવાની તૈયારી દર્શાવે છે....અને આજે શું થશે એવા અનેક વિચારો વશ ઊંઘી જાય છે..... ****** સવારમાં 5:30 વાગ્યે હર્ષા ગરમ પાણી મૂકે છે અને બેડ સરખો કરવા લાગે છે.... ચહેરા પર કંઈક
પ્રકરણ 20 પીછેહટ...!! અવનીશ અને હર્ષા બંને બેડ પર સૂતા છે...અવનીશના ડાબા હાથ પર હર્ષા નું માથું છે .. અને બંનેના ચહેરા પર એક અલગ જ પ્રકારનું સ્મિત છે જેમાં બંનેનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે... " હર્ષુ.... ...Read Moreકાલે રાત્રે કશું થયું તો નહોતું ને પેલી આકૃતિનું...? "અરે.... હા તમને એ વાત તો કહેવાની રહી જ ગઈ..." હર્ષા બેડ પર બેઠી થઈ જાય છે એટલે અવનીશ પણ એની સામે મોં રાખીને બેસી જાય છે.... " શું થયું ? હર્ષા ..... બોલને પ્લીઝ...... મને બહુ ટેન્શન થાય છે.... " " લાસ્ટ ટાઈમ ની જેમ જ એ મારી સામે આવી
પ્રકરણ 21 સારો સમય....!! અવનીશ અને હર્ષા બંને ઑફિસ પર પહોંચે છે અને રોજની જેમ આ દિવસ પણ કામની વ્યસતામાં જ પસાર થઈ જાય છે... હર્ષા પોતે અનેક વિચારો સાથે પોતાના કામમાં વ્યસ્ત રહે છે .... પણ એનું મન ...Read Moreપણ ઘણા વિચારોને વળગી રહ્યું છે કે શું ખરેખર આ સાચું છે ? કે શું ખરેખર આ આકૃતિ જતી રહેશે અમારા જીવનમાંથી... ? કે પછી અમારું જીવન હજી પણ જોખમમાં છે ...? છેવટે આ બધું છોડી અને ભુલવા પ્રયત્ન કરે છે અને અવનીશ પણ ધીમે ધીમે કામની વ્યસ્તતામાં આ બધું ભૂલવા લાગે છે .... **** જીવનના રોજના ઉતાર ચઢાવની સાથે
પ્રકરણ 22 હકીકત કે સ્વપ્ન...? અવનીશ અચાનક પરસેવાથી રેબઝેબ થઈ બેડ પર જાગીને બેઠો થઈ જાય છે... પોતાની બાજુમાં હર્ષાને સુતેલી જોઈ રાહત અનુભવે છે.... અવનીશ ચિંતાતુર બની હર્ષાની સામે જોઈ રહે છે પણ અવનીશ જેવું હર્ષાની સામે જુએ ...Read Moreતેવી જ હર્ષા આંખો ખોલે છે અને એક જ શેતાની હાસ્ય આપે છે જાણે હર્ષા જ બધું કરી રહી હોય...!! આ જોઈ અવનીશ એક ધ્રુજારી અનુભવે છે... અને પોતાની આંખો ચોળે છે કે પોતે ઊંઘમાં તો નથી ને અને પછી ફરીથી હર્ષાની સામે જુએ છે તો હર્ષાને સુતેલી જોઈ પોતે પણ સૂઈ જાય છે પણ સુતા સુતા અવનીશના મનમાં ઘણા
પ્રકરણ 23 આત્મહત્યા..!! અવનીશ બાઈક પાર્ક કરી ઘર તરફ દાખલ થાય છે... " અરે... અવનીશ બેટા , ઉભો રે..." "હા ...બોલોને...બા.." " અંદર આવ તો ...કામ છે મારે ..!! " "હા, બોલોને ....." અવનીશ બા ના ઘરમાં દાખલ થાય ...Read More.... " બેટા .... હર્ષા ને કંઈ થયું છે... ? કેમ એ કઈ બોલતી નથી ..? અને ચિડાયા કરે છે ? " "ના ...ના.... બા ...એવું કશું જ નથી.... એ તો બીમાર થઈ જાય છે ને વારંવાર એટલે ...!!" "હા... હમણાં હમણાં દુબળી પડી ગઈ છે ....અને આંખો પણ અંદર જતી રહી છે .." " હા ...બા .... " "
પ્રકરણ 24 ઝાંખુ સત્ય...!! બસ હર્ષાનાં આ બધા અંગોની સામે અવનિશ જોયા કરે છે અને એનો હાથ હર્ષાના કપાળ પર ફર્યા કરે છે...અઢળક વિચારો સાથે અવનીશ ત્યાં કલાકો સુધી બેસી રહે છે...લગભગ ઢળતાં બપોરે સુરેશ અને તેની પત્ની બંને ...Read Moreઆવી પહોંચે છે...પણ હર્ષાને હજુ પણ હોંશ આવ્યો નથી.... પણ સુરેશ અને તેની પત્ની તુલસી બંને હર્ષાને જોઈને એ શક્તિને ઓળખી જાય છે .. હા સુરેશ જોષી અને તુલસી જોષી એટલે બંને ઉત્કૃષ્ઠ અને સારી તંત્ર વિદ્યાના જાણકાર... " અવનીશ...." "અરે...સુરા...આવ... ભાભી...કેમ છો....?" "એકદમ મજામાં...પણ હર્ષા...." "ભાભી.....શું કહું ?? " "અવનીશ...આ બાજુ આવ.." અવનીશ ત્યાંથી ઉભો થઇ સુરેશ પાસે આવે
પ્રકરણ 25 ઘરમાં તપાસ...!! " અવનીશ મારી વાત ધ્યાનથી સાંભળ તું ઉતાવળ ના કરીશ....અવનીશ તારી ઉતાવળમાં હર્ષા ભાભીને વધારે તકલીફ થશે..... અને તું પણ હેરાન થઈશ...." " તો હું શું કરું .... સુરેશ..." " તું જ કહે ... હવે ...Read More...." " સૌથી પહેલા તો આપણે બંને તારા ઘરે જઈએ..." " ઘરે ..? " "હા હું ઘર જોવા માંગુ છું..." " ઠીક છે ચાલ.." સુરેશ અને અવનીશ બંને હોસ્પિટલની બહાર નીકળે છે... "હું મારી બાઇક લઈ લઉં છું.." " હા... અવનીશ.. તું પાર્કિંગની બહાર આવ... હું બહાર ઉભો છું ...." " હા..." અવનીશ બાઈક લઈને બહાર આવે છે અને સુરેશ
પ્રકરણ 26 સ્પર્શ...!! "અવનીશ , રક્ષાસુત્ર માટે ભાભી ઘરે આવે પછી જ થશે...!! " "મતલબ 2 દિવસ પછી.." " હા...ઓકે..." " અને એક વાત ધ્યાનમાં રાખજે કે , જ્યાં સુધી ભાભી ઠીક ના થાય ત્યાં સુધી ભાભી સાથે નજીકના ...Read Moreબિલકુલ ઓછા રાખજે કારણ કે એક જોતા અત્યારે ભાભી જ તારા જીવના દુશ્મન છે ....." " સુરેશ ... શું બોલે છે તું...? " " હા... એની અંદર જે છે એ..." "હમ્મ..." "કંઈ નહિ... ચિંતા ના કરીશ ...હું છું તારી સાથે.." " હા... સુરેશ..." " હોસ્પિટલ જઈએ હર્ષા ભાભી રાહ જોતા હશે..." "હમ્મ" સુરેશ બાઇક સ્ટાર્ટ કરે છે અને બંને હોસ્પિટલ
પ્રકરણ 27 મૌન...!! " ડોક્ટર... આ લો , દવા....." " હા , મિસ્ટર દવે .....લાવો ...." ડોક્ટર અવનીશને દવા સમજાવે છે અને ત્યાર પછી હર્ષાના હાથમાંથી સોય કાઢી દે છે અને હર્ષા ચૂપચાપ આ બધું જોઈ રહી છે. " ...Read More, મિસ્ટર દવે .... તમે જઈ શકો છો... અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ હોસ્પિટલનો નંબર છે તો આ નંબર પર ફોન કરી દેજો..." " થેન્ક્યુ , ડોક્ટર..." " હર્ષા, જઈએ આપણે ....? " " હા... અવનીશ..." " તું ચાલી શકીશ.... હર્ષા....??" " હા.... પાગલ ...." "વાહ ... ઘણા દિવસ પછી આ શબ્દ સાંભળવા મળ્યો છે હર્ષા... " "
પ્રકરણ 28 રક્ષાસૂત્ર...!! થોડી ક્ષણમાં ફરીથી દરવાજા પર ટકોરાનો અવાજ સંભળાય છે.... અવનીશ ફરીથી દરવાજા પાસે જાય છે અને દરવાજો ખોલે છે.... " સુરેશ....? ભાભી...? આવો આવો...." " હા..કેવું છે હવે ભાભી ને....? " " સારું છે... " " ...Read Moreકરે છે...? " " સૂતી છે ... ભાભી... " સુરેશ અને તુલસી ઘરમાં પ્રવેશે છે .... અવનીશ ફરી વખત હર્ષા ને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ હર્ષા તરફથી કોઈ જવાબ જ મળતો નથી ..... "હર્ષા.... હર્ષા.... કોણ આવ્યું છે....? આ તરફથી હજુ પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી .... " " અવનીશ રહેવા દે.... સુવા દે .... " " હા અવનીશભાઈ....
પ્રકરણ 29 શોધ...!! અવનીશ ત્યાં જ બેસી રહે છે....થોડી ક્ષણમાં હર્ષાનો અવાજ આવે છે.... " અવનીશ.... અવનીશ...." " હર્ષા....હા .....હર્ષા.... તું જાગી ગઇ....?" હર્ષા પોતાનું માથું પકડીને બેડ પર બેઠી થાય છે.... " હર્ષા.. કેવું છે હવે .... ?? ...Read More" અવનીશ .... મને માથું કેમ દુખે છે... ? " " હર્ષા .... એ તો...!! " " અવનીશ... અવનીશ... પ્લીઝ મને બચાવી લો .... એ આત્મા મને મારી નાખશે.... અવનીશ ...પ્લીઝ.... " " હર્ષુ.... પ્લીઝ , રિલેક્સ... હું છું ને તારી સાથે..." "સારું...એક કામ કર ...તું આરામ કર ...આજે હું રસોઈ બનાવું આપણાં માટે... " " ના... હું બનાવું છું....અવનીશ
પ્રકરણ 30 તણાવ..!! જમ્યા પછી અવનીશ બધું સાફ કરવા માટે કિચનમાં જાય છે .... અને હર્ષા તેની પાછળ પાછળ ફર્યા કરે છે... " અરે... હર્ષા ... કેમ પાછળ પાછળ ફરે છે ..... ?? આરામ કર ને... " " પણ ...Read Moreહવે .... કેટલું સુઇશ...? " " હા ... કઈ નહિ તો એક જગ્યાએ બેસ ને ... આમ તો થાકી જઈશ... " " હા ... ઠીક છે..." હર્ષા બેડ પર બેસી જાય છે અને અવનીશ કામ પતાવીને હર્ષા પાસે આવે છે .. " હર્ષા ... એક વાત પૂછું....? " " હા.... અવનીશ.... બોલો ને.... " " હર્ષા.... આપણે હમણાં કંઈ નવી
પ્રકરણ 31 બદલો..!! અવનિશ હર્ષાને નીચે પડેલી જોઈને એંની નજીક દોડી જાય છે... અવનીશ હર્ષાને જગાડવા માટે પ્રયત્ન કરે છે .... " હર્ષા .... હર્ષા ..... જાગને ..... પ્લીઝ ...... હર્ષા ..... આંખો ખોલને .... " અવનીશ હર્ષાને જગાડવા ...Read Moreઘણા પ્રયત્નો કરે છે..... પણ હર્ષા તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા અવનીશ હર્ષાનું માથું પોતાના ખોળામાં મૂકી દે છે .... અને એના ચહેરાને પંપાળ્યા કરે છે .... અવનીશ પોતાનું માથું બેડ પર મૂકી દે છે .... અને હર્ષાનું માથું એના ખોળામાં ..... એ રાત આમ જ વીતી જાય છે .... જે અવનીશ અને હર્ષા ના જીવનની સૌથી દુઃખદ રાત્રી હતી
પ્રકરણ 32 વિશ્વાસ... !! અવનીશ સુરેશની આ હાલત જોઈને ગભરાઈ જાય છે ... અને સુરેશને બચાવવા માટેના પ્રયત્ન કરે છે .... કારણ કે સુરેશ વગર એ હર્ષાને કેવી રીતે બચાવી શકશે ... ? આજુબાજુના લોકોની મદદથી અવનીશ સુરેશને હોસ્પિટલ ...Read Moreજાય છે ..... પણ કમનસીબે સુરેશ ત્યાં જ મૃત્યુ પામે છે .... હોસ્પિટલ ગયા પછી અવનીશ તુલસીને ફોન કરે છે.... " હલો... " " હા .... અવનીશભાઈ ..... બોલો ને... " " ભાભી .... " અવનીશ તુલસીને માંડીને વાત કરે છે ... તુલસી હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અવનીશ ત્યાંથી નીકળી જાય છે .... અને ઘરે પહોંચે છે ..... પણ